Destiny - 4 books and stories free download online pdf in Gujarati

Destiny Part: - 4 ( ‘અશક્ય’ શબ્દમાં જ ‘ શક્ય ’)

Destiny Part: - 4

( ‘અશક્ય’ શબ્દમાં જ ‘ શક્ય ’)

Destiny માં આપણે અત્યાર સુધી જોયું કે વૈભવના ઘરે વૈભવના ભાઈને જોવા છોકરીવાળા આવે છે,આ છોકરીવાળાની સાથે પેલી કુતરાવાળી છોકરી પણ આવે છે.આ એજ છોકરી હોય છે,જેને પાર્થએ પેલા ક્રિકેટના ગ્રાઉન્ડમાં ચક્કર મારતા અને પછી પેલા પાણીપૂરીવાળા પાસે પાણીપૂરી ખાતા જોઈ હતી.પાર્થને સમજફેર થાય છે અને તેને લાગે છે,આ કુતરાવાળી છોકરી અને વૈભવના ભાઈની સગાઈ થવાની છે.પછી વૈભવ પાર્થને ચોખ પાડતા કહે છે કે કુતરાવાળી છોકરીની મોટી બહેન સાથે તેના ભાઈની સગાઈ થવાની છે.વૈભવ પાર્થને જણાવે છે તેના ભાઈની સગાઈ આ રવિવારે જ તેના ઘરે રાખેલી છે,તો પાર્થએ બપોરથી તેના ઘરે આવી જવાનું છે.સાથે સાથે પાર્થ વૈભવને પૂછે છે કે પેલી કુતરાવાળી નું નામ શું છે.? ત્યારે વૈભવ જણાવે છે કે તેનું સાચું નામ તો તેને ખબર નથી,પરંતુ તેના ઘરવાળા તેને ‘મીની’ એવું કહીને બોલાવે છે.વૈભવ જતાં-જતાં પાર્થને ચિડાવતા કહે છે “ભાઈ તારે કુતરા રમાડતા શીખવું પડશે,અને સાથે જણાવે છે કે કેવું ગજબ કહેવાય નહીં ભાઈ,કુતરાવાળીનું નામ ‘મીની’.”

બીજી તરફ મલ્હાર પોતાની વાર્તા આગળ વધારતા જણાવે છે,શા માટે તેને મેઘાઝવેરીની ઓફરનો અસ્વીકાર કર્યો.મલ્હાર અને જનક વચ્ચે બહુ જ મોટાપાયે ચર્ચા થાય છે.જનક કોઈપણ ભોગે આ ઓફરને મેળવવા માંગે છે.જ્યારે બીજી બાજુ મલ્હાર આ ઓફર શું કામ ના લેવી તેની વાતો જનકને કહે છે.મલ્હાર જણાવે છે કે મૂળજીઝવેરીએ શા માટે આટલા મોટા ઓર્ડરની જવાબદારી તેમણે બંનેને આપી.મલ્હારએ મૂળજીઝવેરીને કરેલા પોતાના વચન વિશે જનકને જણાવે છે.મહા-માથાકૂટ પછી જનક મલ્હારની વાત માને છે અને મેઘાની ઓફર અસ્વીકાર કરવા રાજી થાય છે.હજુ તો મલ્હાર અને જનક પોતાનો નિર્ણય મેઘાને કહેવા જાય એ પહેલા જ ગાડી ત્યાંથી જતી રહે છે.

હવે અહીથી આગળ....

રવિવારને હજુ ૨ દિવસની વાર છે,આમ મોબાઇલમાં કેલેન્ડર ખોલી અને પાર્થ ઘરની અગાશી ઉપર બેઠા-બેઠા વિચારી રહ્યો હતો.ઘરની અગાશીની વાત જ કઇંક અલગ હોય છે,અને એમાં પણ રાત્રે જ્યારે ઉપર ખૂલું આકાશ,આજુબાજુ એકદમ શાંતિ અને ખુલા આકાશમાં ટમટમતા તારા.સૌથી વધારે મજાતો પુનમની રાત્રીમાં આવે,ચંદ્ર પણ પોતાના સૌથી સુંદર રૂપમાં જોવા મળે.અને આ આખા ચંદ્રમાં આપણે ધારીએ તે વ્યકતીનું ચિત્ર જોઈ શકયે.ભગવાને પણ ગજબ સૃષ્ટિનું સર્જન કર્યું છે.જેમાં દિવસે સૂર્યનો પ્રકાશ તો રાત્રે ચંદ્રની શીતળતા છે.ખરેખર આખા દિવસના થાક પછી જ્યારે અગાશીમાં પોતાના ઘર તરફ જઈ રહેલા પક્ષીઓને જોઈએ,ત્યારે એમ થાય કે ઘર સુધી પહોચવાની તાલાવેલી કોને નથી.જ્યારે નાના હતા ત્યારે બધાએ કોઈને કોઈ વાર તારાઓને ગણવાનો નિર્થક પ્રયાસતો કર્યો જ હશે,અને જેમાં દરવખતે નિષ્ફળ રહ્યા હશું.પરંતુ હાં જ્યારે ઊંઘ ના આવતી હોય ત્યારે આકાશ તરફ મોઢું રાખીને,અદભૂત વાતાવરણનો આનંદ લેવાની તો વાત જ કઇંક અલગ હોય છે.આમ કરવાથી જે સંતોષની અનુભૂતિ થાય છે તેનું તો શું કહેવું.આવી જ પુનમની એક રાતમાં અગાશીમાં આનંદ લઈ રહેલા પાર્થના કાનમાં કોઈનો આવાજ સંભળાયો.

“સિંગલ રાજા સૂઈ ગયા કે જાગે છે.?” મલ્હારએ પાર્થની પાસે જતાં કહ્યું.

“આવો મલ્હાર ઝવેરી.અત્યારમાં કોણ ઊંઘે,હજુ તો તમારી વાર્તા સાંભળવાની બાકી છે.”પાર્થએ પણ મલ્હારની મજાક કરતાં કહ્યું.

“આજે તો વાર્તામાં આરામ રાખવાની ઈચ્છા છે.” મલ્હારએ કહ્યું.

“કઈ જરૂરત નથી,છાનામાના વાર્તા કેવા માંડો.”પાર્થએ ઓર્ડર આપતા કહ્યું.

“રોજરોજ હું જ વાર્તા કહું છું,ક્યારેક તું પણ સંભળાવ તારી વાર્તા.?” મલ્હારએ પાર્થને કહ્યું.

“દાદા હજુ વાર્તા બનવાતો દો,પછી હું પણ મારી વાર્તા સંભળાવીશ.”પાર્થએ કહ્યું.

“હાહાહા,મને ખબર જ હતી.તું આપણાં ઘરની પરંપરા તોડીશ.”મલ્હારએ કહ્યું.

“હાં એતો સમય આવશે ત્યારે ખબર પડી જશે.હવે તમે વાર્તા ચાલુ કરોને.કાલે તમે કહ્યું હતું કે જનકકાકા તમારી સાથે જેવો દાવ રમ્યા એવું તો કોઈ નથી રમયું.એટલે જનકકાકા ડબલગેમ રમી ગયા એવું.?”પાર્થએ પૂછ્યું.

“હાં,મને હતું જનકો વ્યવહારમાં કાચો છે.પણ એને જેવા દાવ રમ્યા એવા દાવ મારી આખી જિંદગીમાં કોઈ મારી સાથે નહતું રમી શક્યું.”મલ્હારએ કહ્યું.

“દાદા હવે જલ્દીથી તમે આગળની વાર્તા કહો,મને આગળની વાર્તા સાંભળવાની તાલાવેલી થઈ છે.”પાર્થએ કહ્યું.

“હાં સાંભળ” આટલું બોલી અને મલ્હારએ વાર્તા કહેવાની શરૂવાત કરી.

મેઘાની ઓફરને ના કહેવી ખરેખર અઘરી હતી.કારણકે જે સપનાની રાહ અમે કેટલા સમયથી જોઈ રહ્યા હતા,તે સપનું બસ પૂરું થવા જઈ રહ્યું હતું.પણ મૂળજીભાઈની આંખોમાં લાચારી જોયા પછી મારાથી રહેવાયું નહીં.મને પણ થયું આમાં નક્કી ભગવાનનો કોઈ ઈશારો છે.મોહનઝવેરી અને મેઘાઝવેરી આ ઓર્ડર મેળવવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે,અને તેની મને અને જનકાને ખાત્રી હતી.પરંતુ જનકો શેઠ બનવા માટે કોઈ પણ હદ સુધી જશે એની મને આશા પણ નહતી.

-----------------------------------------------------------------------------------------------------------

“આપણે બધા જાણીએ છીએ આ “રોયલ ગ્રુપ ઓફ ડાયમંડ” નો ઓર્ડર આપણી કંપની માટે કેટલો જરૂરી છે.થોડા સમયથી આપણી કંપનીની હાલત નબળી ચાલી રહી છે.એવામાં જો આ ઓર્ડર પણ આપણી કંપનીને ના મળ્યો તો કદાચ આપણે આપણી કંપની “કિંગ ઓફ ડાયમંડ” ને તાળું મારી દેવું પડશે.હું જાણું છું લગભગ આપણાં બધા સારા કર્મચારીઓને મોહનઝવેરીએ પોતાની પાસે વધુ પગારની લાલચ આપી અને રાખી લીધા છે.આ “રોયલ ગ્રુપ ઓફ ડાયમંડ” ના સૌથી મોટા ઓર્ડરને મેળવામાં મુંબઈની લગભગ બધી હીરા કંપની અને બને શકે મુંબઈની બહારની પણ હીરાની કંપનીઑ પડાપડી કરશે.પરંતુ આપણાં માટે કોઈ કંપની નડતર રૂપ બની શકે છે,તો તે છે મોહનઝવેરીની કંપની એટલે કે “માસ્ટર ઓફ ડાયમંડ”.મોહનઝવેરી અને તેની દીકરી મેઘાઝવેરી આ ઓર્ડર મેળવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે.માટે આપણે બધાએ નીડર અને સજાગ રહેવું પડશે.” મલ્હાર પોતાના સાથી કર્મચારીઓને કહી રહ્યો હતો.

“મલ્હારની વાત સાચી છે,મોહનઝવેરી માત્ર પૈસાની લાલચ જ નહિ.પરંતુ આપણને ધમકાવી,ડરાવીને પણ આ ઓર્ડર માથી પાછું હટ્ટી જવા કહશે.માટે આપણે બધાએ નીડર અને આપણી કંપનીને વફાદાર રહેવાનુ છે.”જનકએ મલ્હારની વાત આગળ વધારતાં કહ્યું.

“આપણને બધાને ખ્યાલ છે,આટલા વર્ષોથી “રોયલ ગ્રુપ ઓફ ડાયમંડ” નો ઓર્ડર એજ કંપનીને મળે છે.જેમનું માર્કેટમાં નામ હોય,જેવો હીરાની શુદ્ધતા સારામાં સારી જાળવી રાખે,જેવો ઓર્ડરની ડિલિવરી કેટલા સમયમાં આપશે તેનું પૂર્વ-આયોજન આપે,અને સૌથી વધુ અગત્યનું કે તેવો આ ઓર્ડર માટે શું ભાવ(Rate) પર “રોયલ ગ્રુપ ઓફ ડાયમંડ” ને માલ આપશે.” મલ્હારએ પોતાની વાત આગળ વધારતા કહ્યું.

“એકદમ સાચી વાત છે.લગભગ છેલ્લા ૫ વર્ષથી “રોયલ ગ્રુપ ઓફ ડાયમંડ” ની ઓર્ડર આપવાની આજ પદ્ધતિ રહી છે.આપણને આ ઓર્ડર મેળવવો હોય તો,આ બધા ખાના ભરવા પડશે.” જનકએ કહ્યું.

“બધા કર્મચારી સાથે મળી અને ઓર્ડરની ડિલિવરી તો ઓછામાં ઓછા સમયમાં કરી આપીશું એની ચિંતા ના કરશો.રોયલ ગ્રુપ ઓફ ડાયમંડને ડિલિવરી માટેનો ટૂંકામાં ટૂંકો સમય આપણે કઈ શકીએ.” એક કર્મચારી ભાઈએ હીમતભેર અવાજમાં કહ્યું.

“આપણી તૈયારી બહુ જ સારી છે અને ઓર્ડરને મેળવાની તાલાવેલી પણ.પરંતુ અહિયાં રોયલ ગ્રુપ ઓફ ડાયમંડને એક પ્રશ્ન થશે.૨વર્ષ પહેલા એક કંપનીએ માત્ર ૪ જ દિવસમાં ઓર્ડર તૈયાર કરી આપવાની વાત કરી હતી.જેથી લગભગ બધી કંપની હલી ગઈ હતી,અને બધાને થયું હતું કે આ વખતે રોયલ ગ્રુપ ઓફ ડાયમંડનો ઓર્ડર આમનો.પરંતુ આટલા ઓછા સમયની વાત કર્યા પછી પણ ઓર્ડર મળ્યો કિંગ ઓફ ડાયમંડ એટલે કે આપણી કંપનીને.આનું એક માત્ર કારણ હતું રોયલ ગ્રુપ ઓફ ડાયમંડનું માનવું હતું કે ઓછા સમયમાં ઓર્ડર ડિલિવર કરવાની ઉતાવળમાં હીરાની શુદ્ધતા જાળવવી શકય નથી.માટે આપણે ડિલિવરીનો સમય નક્કી કરવામાં ખૂબ જ ધ્યાન રાખવું પડશે.” જનકએ કહ્યું.

“જનકની વાત સાચી છે.કોઈપણ જાતની ઉતાવળમાં અને ભાવુક થઈને નિર્ણય લેવાનો આ સમય નથી.” મલ્હારએ કહ્યું.

“ઓર્ડર ડિલિવરીના સમયની ચિંતા આપણે કરવાની જરૂરત નથી.અત્યારે આપણે જે હીરાના નમૂના(Sample) રોયલ ગ્રુપ ઓફ ડાયમંડને બતાવના છે તેની તૈયારી કરો.કારણકે આપણાં નમૂના એક વખત રોયલ ગ્રુપ ઓફ ડાયમંડને પસંદ આવી ગયા પછી ડિલિવરીનો સમય કદાચ થોડો વધુ હશે તો પણ ચાલશે.” જનકએ કહ્યું.

“આપણાં હીરાનો ભાવ શું રાખીશું.?”કર્મચારીએ પૂછ્યું.

“આપણે બધાને આ ઓર્ડરનું મહત્વ ખબર છે.સાથે આપણે એ પણ જાણીએ છીએ કે આ ઓર્ડરમાં આપણી સામે મોહન ઝવેરીની કંપની છે.મોહન ઝવેરી ઓર્ડર લેવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે.આથી મૂળજીભાઈએ નક્કી કર્યું છે કે આ ઓર્ડરમાં આપણાં ભાવ શું રહેશે,એ બહુ ઓછા લોકોને ખબર પડશે.”મલ્હારએ કહ્યું.

“ભાવ અને ઓર્ડરની ડિલિવરીના સમયની તમે લોકો ચિંતા ના કરશો.આપણી કંપની લગભગ છેલ્લા ૫ વર્ષથી આ ઓર્ડર મેળવી રહી છે.ભાવ અને ડિલિવરીનો સમય કદાચ આગળ પાછળ હશે તો ચાલશે,પરંતુ હીરાની શુદ્ધતા સારી હોવી બહુ જ જરૂરી છે.આથી આપણે જે હીરાના નમૂના(Sample) રોયલ ગ્રુપ ઓફ ડાયમંડને બતાવના છે તેની તૈયારી માટે અમે ૫ જણા નક્કી કર્યા છે.આ પાંચ જણા આવતા ૫ દિવસમાં હીરાના નમૂના(Sample) તૈયાર કરશે.આ દરમ્યાન તમે માત્ર પેલા રૂમમાં રહેશો.તમારું ખાવાનું પીવાનું બધુ જ ત્યાં જ થશે.જો તમને કોઈપણ જાતની જરૂરિયાત કે પછી પૂછતાછ કરવી હોય તો તમે મને અને મલ્હારને પૂછી શકો છો.”જનકએ કહ્યું.

“સારું” પાંચ કર્મચારીઓએ માથું હલાવતા કહ્યું.

-----------------------------------------------------------------------------------------------------------

“મલ્હાર,શું લાગે છે.આપણને ઓર્ડર મળશે..?” જનકએ જુ-ચોપાટી પર શાંત અને ગહન વિચારમાં ડૂબેલા મલ્હારને જોઈને કહ્યું.

“તારી જેમ હું પણ એજ વિચારું છું કે ઓર્ડર આપણી કંપનીને મળશે કે નહીં.પહેલા મને આપણાં બંનેના ભવિષ્યની ચિંતા હતી.પરંતુ હવે જ્યારથી આ ઓર્ડરની જવાબદારી મળી છે,ત્યારથી આપણી સાથે મૂળજીભાઈ અને એમની કંપની કિંગ ઓફ ડાયમંડના હજારો કર્મચારી ના ભવિષ્યની પણ ચિંતા થાય છે.”મલ્હારએ કહ્યું.

“મલ્હાર મને તો હજુ પણ લાગે છે,આપણે બંનેએ ભૂલ કરી.મેઘા આપણાં માટે આટલી સારી ઓફર લઈ અને આવી હતી.પેલી કહેવત જેવુ બન્યું કે “લક્ષ્મી ચાંદલો કરવા આવી,અને આપણે મોઢું ધોવામાં રઈ ગયા.” હવે પેલો મોહનઝવેરી આ ઓર્ડર તો લઈ લેશે,સાથે આપણાં બંનેની એવી હાલત કરશે કે જેની તો કલ્પના પણ કરવી શકય નથી.” જનકએ મલ્હારને ફરી મેઘાની ઓફર યાદ કરાવતા કહ્યું.

“તું કેમ આટલી નબળી વાતો કરે છે.મારા પર ભરોસો રાખ આ ઓર્ડર આપણો જ છે.” મલ્હારએ કહ્યું.

“અને મેઘા..? તને હવે મેઘા નથી જોઈતી..?” જનકએ કહ્યું.

“ભાઈ ચિંતા ના કરીશ,મેઘા પણ આજ નહીં તો કાલ મલ્હાર ઝવેરીની જ થશે.”મલ્હારએ અદભૂત આત્મવિશ્વાસ સાથે કહ્યું.

“ઑ સપનાઓની દુકાન.બોલવામાં આમ પણ કઈ પૈસા નથી જતાં એટલે કઈ પણ બોલે છે.મેઘા હવે ક્યારે તારી નહીં થાય લખવું હોય તો લખી રાખ.”જનકએ કહ્યું.

જેવુ જનકએ આવું કહ્યું એટલે મલ્હારએ મોટા અને છૂટા-છૂટા અક્ષરમાં રેતીમાં લખ્યું “મેઘા અને મલ્હારની જોડી થવી અશક્ય છે”.હજુ તો મલ્હાર આ લખ્યું એની સાથે જ એક મોટું મોજું આવ્યું અને આ આખું વાકય ભુસાઈ ગયું.એટલે મલ્હારએ કહ્યું.. “છે તને કહું છું મલ્હાર અને મેઘાનું મળવું શકય છે.” અને મલ્હારએ ફરી રેતીમાં લખ્યું “મેઘા અને મલ્હારની જોડી થવી શક્ય છે.” જો હવે આ વાકય આમનું આમ જ રહેશે.અને આ વાતને તું લખી રાખ.આટલું બોલી અને મલ્હાર ઘર તરફ નીકળી પડ્યો અને જનક આ વાકયમાં દરિયાનું મોજું આવે છે કે નહીં તેની રાહ જોતો રહ્યો.

-----------------------------------------------------------------------------------------------------------

“હીરાના નમૂના(Sample) તૈયાર છે,જે આપણે રોયલ ગ્રુપ ઓફ ડાયમંડને બતાવાના છે.” એક કર્મચારીએ મોટા રૂમમાં બેઠેલા મલ્હાર,જનક,કંપનીના મેનેજર અને મૂળજભાઈઝવેરીને બતાવતા કહ્યું.

બધાએ વારાફરતી નમૂના જોયા અને નમૂના જોયા પછી લગભગ બધાની આંખોમાં એક અલગ જ સંતોષ દેખાય રહ્યો હતો.નમૂના જોયા પછી મૂળજીભાઈ બોલ્યા. “વાહ કહેવું પડે.આટલા વર્ષથી હું આ હીરાના ધંધામાં છું,હીરાની આવી કટિંગ અને આટલી શુદ્ધતા ક્યારે નથી જોય.ખરેખર દરેક કર્મચારી પોતાનું ૧૦૦% આપી અને આ ઓર્ડર મેળવા લાગી ગયો છે.પહેલા તો મને હતું મારા આટલા જૂના કર્મચારી મારી પાસેથી જતાં રહ્યા,હવે મારૂ આ હીરાનું કામ બહુ સમય નહીં ચાલે.પરંતુ તમે લોકો તો આ ધંધાને હવે અલગ જ સ્તર(Level) પર લઈ જઈ રહ્યા છો.આ અશક્ય દેખાતા કામને તમે લોકોએ શક્ય કરી બતાવ્યુ છે.” મૂળજીભાઈ બોલી રહ્યા હતા અને તેમની આંખોમાં રહેલા આસું ત્યાં બેઠેલો દરેક વ્યકતી મહેસુસ કરી રહ્યો હતો.

“મૂળજીભાઈ હજુ કામ પૂરું નથી થયું.જ્યાં સુધી આ રોયલ ગ્રુપ ઓફ ડાયમંડનો ઓર્ડર નહીં મળે,ત્યાં સુધી એક પણ કર્મચારી શાંતિનો શ્વાસ નહીં લે.આ ઓર્ડર તો કોઈપણ ભોગે આપણને જ મળશે.”મલ્હારએ કહ્યું.

“સારું,તો હવે તમે લોકો જઈ શકો છો.પરંતુ ધ્યાન રાખજો જ્યાં સુધી આ ઓર્ડર આપણી કંપનીને ના મળે,ત્યાં સુધી તમે ૫ જણા વધુ સજાગ બનીને રહેજો.કારણકે મોહનઝવેરી આ ઓર્ડર મેળવવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે,માટે તમે આવનારા થોડા દિવસ અહી કારખાનામાં જ રહેજો.” મેનેજરએ હીરાના નમૂના બનાવનારા ૫ કર્મચારીઑને સૂચન આપતા જવા કહ્યું.જેવા આ પાંચ કર્મચારી ગયા એટલે મેનેજરએ હીરાના નમૂના મૂળજીભાઈને આપી દીધા.

“તો આપણાં હીરાના ભાવ અને આપણે કેટલા સમયમાં ડિલિવરી આપીશું તે નક્કી કરી લઈએ.કારણકે હવે કોઈ પણ સમય પર રોયલ ગ્રુપ ઓફ ડાયમંડ મુંબઈ આવી શકે છે.” જનકએ કહ્યું.

“મલ્હાર અને જનક મારે આજ વસ્તુ પર તમારા બંનેથી થોડી ચર્ચા કરવી હતી.”મેનેજરએ થોડા ગંભીર સ્વરમાં કહ્યું.

“હાં,બોલોને.”મલ્હારએ કહ્યું.

“તમે બંને બહુ જ સારી રીતે આ ઓર્ડરની કામગીરી સંભાળી રહ્યા છો.અને મૂળજીભાઈ તો તમારા કામથી એટલા ખુશ છે કે આવનારા બધા ઓર્ડરમાં ડીલ થી લઈને ડિલિવરી સુધીનું બધુ કામ તમને શોપવાના છે.પરંતુ..” મેનેજર બોલતા-બોલતા અટક્યાં અને મૂળજીભાઈની સામે જોવા લાગ્યા.

“પરંતુ શું..? ” જનકથી રહેવાયું નહીં એટલે બોલી પડ્યો.

“પરંતુ મૂળજીભાઈ નું એવું માનવું છે કે આ ઓર્ડરમાં હીરાના ભાવ અને ડિલિવરીનો સમય મૂળજીભાઈ અને મારા સુધી જ રાખીએ.આમાં અમને તમારા પર ભરોસો નથી એવું નહીં.પરંતુ આ ઓર્ડરની કિમત આપણી કંપની માટે એટલી છે કે જેની કલ્પના પણ કરવી શક્ય નથી.કારણકે જો આ ઓર્ડર હાથમાંથી ગયો તો પછી આપણી કંપનીને બહુ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.બની શકે આપણે આપણી કંપની બંધ પણ કરવી પડે.” મેનેજરએ મલ્હાર અને જનકને સમજાવતા કહ્યું.

“શું..?? એટલે આખો ઓર્ડર અમે તૈયાર કર્યો બધી મહેનત અમારી.જ્યારે આ ઓર્ડરમાં મહત્વની વાત એટલે હીરાના ભાવ અને ડિલિવરીનો સમય નક્કી કરવાની વાત આવી,ત્યારે તમને અમારા પર ભરોસો નથી.મૂળજીભાઈ આ અમારી સાથે અન્યાય છે.તમે અમારી સાથે હીરાના ભાવ અને બીજી વાતો પર ચર્ચા કરશો,તો બની શકે અમે પણ અમારા વિચારો રાખીએ.”જનકએ ભાવુક અને ગુસ્સામાં મૂળજીભાઈની સામે જોઈને બોલવા લાગ્યો.

“જનક હીરાના વ્યાપારમાં મૂળજીભાઈને કોઇની સલાહ અને સૂચનની જરૂરત નથી.તમારા બંનેના સહકારથી આજે આપણે આ ઓર્ડર મેળવાના બહુ જ નજીક ઊભા છીએ,પરંતુ ઓર્ડર હજુ મળ્યો નથી.જેવુ આપણે બધા જાણીએ છીયે મોહનઝવેરી આ ઓર્ડર મેળવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે.એવામાં જેનાથી રોયલ ગ્રુપ ઓફ ડાયમંડ નક્કી કરવાની છે કે આ ઓર્ડર કોને આપવો એ વાત એટલે કે હીરાના ભાવ અને ડિલિવરીનો સમય.તેથી આ અત્યંત અગત્યની વાત જેટલી બની શકે તેટલી ગુપ્ત રાખવામા જ આપણી કંપનીનો ફાયદો છે.” મેનેજરએ કડક સ્વરમાં કહ્યું.

“પણ.તમે લોકો સમજી નથી રહ્યા.મારૂ કહેવાનું એટલું છે...” જનક બોલી રહ્યો હતો એવામાં મલ્હારએ જોયું કે મામલો વધુ ગંભીર અને વિવાદિત થઈ રહ્યો છે.એટલે મલ્હાર વચ્ચે બોલ્યો અને જનકને અટકાવ્યો.

“સારું,મૂળજીભાઈએ કઇંક વિચારીને જ આ હીરાના ભાવ અને ડિલિવરીનો સમય ગુપ્ત રાખવાનો નિર્ણય કર્યો હશે.મૂળજીભાઈએ કંપની અને કંપનીના કર્મચારીઑના હિત માં જ રહી અને આ નિર્ણય લીધો હશે.આથી જનક હવે અહિયાં આ વાત પર ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી.” મલ્હારએ જાણે એકી સાથે આ વિવાદને પૂર્ણાહુતિ આપવાનું કહી દીધું અને ત્યાંથી નીકળી પડ્યો.મલ્હારને જતો જોઈ અને જનક પણ તેની સાથે નીકળી પડ્યો.

-----------------------------------------------------------------------------------------------------------

“જોયું વફાદાર થવાનું કેટલું જબરદસ્ત ઈનામ મળ્યું છે.” જનકએ મલ્હારની સામે જોઈને કહ્યું.

“જનકા સારું થયું આ ઓર્ડરમાં હીરાના ભાવ અને ડિલિવરીનો સમય મૂળજીભાઈએ પોતા સુધી જ રાખ્યા છે.” મલ્હાર જાણે આમાં પણ પોતાનું સારું શું છે,એ જોઇ રહ્યો હતો.

“મલ્હાર,તું ગાંડો થઈ ગયો છે.આના પરથી સાબિત થાય છે,મૂળજીભાઈને આપણાં પર જરા પણ ભરોસો નથી.જેમના માટે આપણે આટલી મોટી ઓફર ઠુકરાવી જેમને માટે આપણે આપણું આટલું મોટું સપનું દાવ પર લગાડ્યું.એમને આપણાં પર જરા પણ ભરોસો નથી.મલ્હાર આ બધામાં તારો જ વાંક છે.હજુ જ્યારે મૂળજીભાઈ આપણને હીરાના ભાવ નથી કહેતા,એમાં પણ તને સારું દેખાય છે.મૂળજીભાઈએ તને કઈ પીવડાવી તો નથી દીધુંને.દરવખતે એમની તરફથી જ બોલે છે.” જનક ખૂબ જ ગુસ્સામાં બોલી રહ્યો હતો.

“ના ભાઈ એવું કઈ નથી.” મલ્હાર હસતાં-હસતાં જનકને સમજાવી રહ્યો હતો.

“તને મજાક લાગે છે.ભાઈ આપણું ભવિષ્ય દાવ પર લાગેલું છે અને તું આમ હસે છે.તને શરમ આવે છે.” જનક હવે વધુ ઉગ્ર બની રહ્યો હતો.

“ભાઈ મૂળજીભાઈના આ નિર્ણયથી જો કદાચ આ ઓર્ડર આપણને ના મડ્યો,તો આપણે મૂળજીભાઈને કઈ શકીશું,કે જો તમે અમારી સાથે આ ઓર્ડરમાં રોયલ ગ્રુપને શું ભાવ પર હીરા આપવા એના પર થોડી ચર્ચા કરી હોત,તો કદાચ ઓર્ડર આપણી કંપનીને મળ્યો હોત.” મલ્હાર જનકને સમજાવી રહ્યો હતો.

“મલ્હાર શું ગાંડા જેવી વાત કરે છે.જો આપણને આ ઓર્ડર ના મળ્યો,તો આપણું શેઠ બનવાનું સપનું,સપનું જ રહી જશે.મૂળજીભાઈની કંપની આમ પણ આ ઓર્ડરના આશરે જીવી રહી છે.જો આ ઓર્ડર એમને ના મળ્યો તો એમની કંપનીના શ્વાસ તો બંધ થશે જ થશે,સાથે સાથે તારા અને મારા પણ બંધ થઈ જશે.” જનક નિરાશ થઈને બોલી રહ્યો હતો.

“જનકા કઈ એવું નહીં થાય.ભગવાન પર ભરોસો રાખ,આપણે આ ઓર્ડર મેળવીને જ રહીશું.” મલ્હારએ કહ્યું.

“હજુ તું એવું માને છે આપણે આ ઓર્ડર મેળવીશું..? ભાઈ હવે તો આંખો ખોલ.હવે તો સમજ,તું એમના પર ભરોસો રાખીને બેઠો છે,જેમને તારા પર ટકાભરનો ભરોસો નથી.મારૂ માન હજુ સમય છે,મેઘા ઝવેરીની ઓફરને સ્વીકારી લઈએ.” જનકએ ફરી મલ્હારને મેઘાની ઓફર યાદ અપાવતા કહ્યું.

“ભાઈ હવે આપણે બહુ આગળ આવી ગયા છીએ.હવે આ બધી વાતો વિચારવાથી કહી નહીં થાય.વિચાર જો મૂળજીભાઈના આ નિર્ણયથી આપણી કંપનીને ઓર્ડર મળવામાં શક્યતા વધી શકે છે,તો સારું જ છે.બાકી હું મેઘાની ઓફર સ્વીકારી અને દગાબાજ,વિશ્વાસઘાતી નહીં બનું,અને તને પણ નહીં બનવા દઉં.” મલ્હારના શબ્દોમાં દ્રઢનિશ્ચય અને આત્મવિશ્વાસ સંભળાય રહ્યો હતો.

“મલ્હાર,ભાઈ ક્યારેક તો મારી વાત માન.મેઘાની ઓફરથી માત્ર આપણાં બંને નું જ નહીં પરંતુ આપણાં પરિવારનું પણ ભવિષ્ય બની જશે.અને મૂળજીભાઈ સાથે રહ્યા અને આ ઓર્ડરના મળ્યો તો ફરી બધુ નવેસરથી શરૂ કરવું પડશે.” જનકએ છેલ્લા પ્રયત્નના સ્વરૂપે મલ્હારને સમજાવતા કહ્યું.

“જનકા તું ખોટા પ્રયાસો કરી રહ્યો છે.રોયલ ગ્રુપ ઓફ ડાયમંડ ગમે ત્યારે મુંબઈ આવશે.આપણે ત્યાં જવાની તૈયારઑ શરૂ કરવાની છે.” મલ્હાર પોતાનો અડગ નિર્ણય જનકને સંભળાવીને જતો રહ્યો.

-----------------------------------------------------------------------------------------------------------

“મોહનભાઈ જેવી આપણી વાત થઈ હતી.હીરાના નમૂના બનાવનાર કારીગરો તમારી સાથે મળવા માની ગયા છે,અને તેવો મૂળજીભાઈની કંપનીના હીરાના નમૂના જેવા જ નમૂના બનાવવા તૈયાર છે.બસ તેવો ત્રણગણા પૈસાની માંગ કરી રહ્યા છે.”જનકએ મોહનઝવેરીની ગાડીમાં બેસતાની સાથે જ પોતાની વાત શરૂ કરી.

“ખૂબ જ સરસ બેટા જનક ખૂબ જ સરસ.મને હતું જ તારા માટે આ કામ બહુ નાની વસ્તુ છે.એમને ત્રણગણા પૈસા મળી જશે.” મોહનઝવેરીએ કહ્યું.

“આભાર મોહનભાઈ.આશા છે હું તમારી બધી જ આશા પર ખરો ઊતરું.” જનકએ મોહનભાઈના પગે લગતા કહ્યું.

“જીવતો રે દીકરા.લે આ તારા માટે નાની ભેટ,આ સામે જે ઘર દેખાય છે એની ચાવી.” મોહનભાઈએ આલીશાન ઘરની ચાવી આપતા કહ્યું.

“મોહનભાઈ આની શું જરૂર હતી.” જનકએ જૂઠો વ્યવહાર કરતાં કહ્યું.

“બેટા આતો કહી નથી.હજુ આગળ તો આનાથી પણ વધુ મોટી ભેટો તારી રાહ જુવે છે.” મોહનભાઈએ કહ્યું.

“સારું,પરંતુ મોહનભાઇ એક પ્રશ્ન તમને પુછવો છે..?” જનકએ કહ્યું.

“બોલને દીકરા.” મોહનભાઈએ કહ્યું.

“તમે આ મૂળજીભાઈના હીરાના કર્મચારી લાવી અને એમની પાસે મૂળજીભાઈની કંપની જેવા જ નમૂના ફરી બનાવાનું કેમ કહો છે..? આપણે મૂળજીભાઈની કંપનીથી પણ સારા નમૂના એમની પાસે બનાવડાવીયે તો.” જનકએ કહ્યું.

“બેટા થોડું વિચાર,આપની પાસે પણ મૂળજીભાઈ જેવા જ હીરાના નમૂના હશે,તો રોયલ ગ્રુપ મુંજવણમાં મુકાય જશે કે ઓર્ડર આપવો કોને.ત્યારે તેવો જોશે કે બંને કંપનીના ભાવ શું છે..?? બંને કંપની કેટલા સમયમાં હીરાના માલની ડિલિવરી કરી આપશે.ત્યારે મોહનનો જાદુ લાગશે.” મોહનભાઈએ કહ્યું.

“મોહનભાઈ તમારો જાદુ શું છે.? એટલે તમે એવું શું કરવાના છો કે બંને કંપનીના હીરાના નમૂના સરખા હશે.છતાં ઓર્ડર તમારી કંપનીને મળશે.” જનકએ કહ્યું.

“જેવુ પેલા કહ્યું એમ બંને કંપનીના હીરાના નમૂના સરખા હશે તો રોયલ ગ્રુપ મુંજવણમાં મુકાય જશે કે ઓર્ડર આપવો કઈ કંપનીને.આવા સમયે તેવો જોશે કે બંને કંપનીના ભાવ શું છે..?? બંને કંપની કેટલા સમયમાં હીરાના માલની ડિલિવરી કરી આપશે.ત્યારે મૂળજીભાઈની કંપની કરતાં આપણાં ભાવ ઘણા-ઘણા સારા હશે,અને ડિલિવરીનો સમય પણ એમના કરતાં ઘણો ઓછો.” મોહનભાઈએ કહ્યું.

“મોહનભાઈ તમને મૂળજીભાઈની કંપનીના હીરાના ભાવ અને ડિલિવરીનો સમય કેટલો રાખશે એ ખબર છે..?” જનકએ આશ્ચર્યની સાથે પૂછ્યું.

“ના દીકરા.પણ આજ નહીં તો કાલ ખબર પડી જશે.આજ તો મોહન ઝવેરીનો જાદુ છે.જનક દીકરા તે મારી બહુ જ મોટી મદદ કરી છે.એક વખત આ “રોયલ ગ્રુપ ઓફ ડાયમંડ”નો ઓર્ડર મારી કંપની “માસ્ટર ઓફ ડાયમંડ”ને મળી જાય પછી તું મારો ૩૦%નો ભાગીદાર.” મોહનભાઈએ કહ્યું.

જનક મનોમન વિચારી રહ્યો હતો સારું થયું મલ્હારએ મેઘાની ઓફર લેવાની પહેલા જ ના પડી દીધી,નહિતર આ ૩૦%ની ભાગીદારમાં મલ્હારને ૧૫% આપવા પડત.સાથે જનક વિચારી રહ્યો હતો કે મોહનઝવેરી નું જાદુ આખરે છે શું.?

-----------------------------------------------------------------------------------------------------------

“શું વાત કરો છો દાદા.જનકકાકા આટલી મોટી ગેમ રમી ગયા,મને તો વિશ્વાસ નથી આવી રહ્યો.”પાર્થથી રહેવાયું નહીં એટલે મલ્હારને વાર્તા કહેતા વચે અટકાવી અને બોલી પડ્યો.

“તારી જેમ મને પણ વિશ્વાસ નહતો આવ્યો.મારો જનકો મારી સાથે જ ગેમ રમી ગયો.ભાઈથી પણ વધારે વહાલો હતો મને જનકો.” મલ્હાર આટલા વર્ષો પછી પણ જનકની દગાબાજી વાળી વાત પર ભાવુક થઈ ગયા.

“તમને ક્યારે ખબર પડી કે જનકકાકા તમારી સાથે આટલી મોટી ગેમ રમી ગયા.અને સૌથી મહત્વનું રોયલ ગ્રુપ ઓફ ડાયમંડ”નો ઓર્ડર આખરે મળ્યો કોને..??” પાર્થએ કહ્યું.

“હાહાહા,બધુ આજે જ જાણી લેવું છે તારે..?” મલ્હારએ મજાક કરતાં કરતાં કહ્યું.

“હાં,દાદા.વાર્તા ગજબની રોમાંચક બની રહી છે,ખરેખર આ વાર્તામાં આગળ શું થયું એ જાણવાની મને બહુ જ ઉત્સુકતા છે.” પાર્થએ કહ્યું.

“સારું,તો સાંભળ.દિવસ હતો રોયલ ગ્રુપ ડાયમંડના ઓર્ડર લેવાનો...” મલ્હાર આટલું કહી અને વાર્તા આગળ વધારી.

-----------------------------------------------------------------------------------------------------------

“રોયલ ગ્રુપ ઓફ ડાયમંડની કંપની મુંબઈ આવી ગઈ છે,અને આ ઓર્ડર માટેની પ્રક્રિયા આ રવિવારે એમને હોટલ રેંકર’સ(Ranker’s) માં સવારે ૯ વાગ્યે રાખેલી છે.”મેનેજરએ મોટા રૂમમાં બેઠેલા મલ્હાર,જનક અને મૂળજીભાઈને કહ્યું.

“ખૂબ સરસ.મારા મતે બધી તૈયારી થઈ ગઈ છે.અમારા બંને માટે કઈ સૂચન હોય તો કહો.” જનકએ મૂળજીભાઈ અને મેનેજરની સામે જોઈને કહ્યું.

“હાં,તમે બંને પહેલી વખત આ ઓર્ડરમાં ચાલી રહ્યા છો,માટે તમારે રોયલ ગ્રુપ ઓફ ડાયમંડની ઓર્ડર આપવાની પદ્ધતિને સમજવી જરૂરી છે.” મેનેજર કહ્યું.

“હાં હું પણ તમને આના વિશે પૂછવાનો હતો.કારણકે સાંભળ્યુ હતું કે આટલા મોટા ઓર્ડરની પ્રક્રિયા તેવો ૧ કલાકમાં જ પૂરી કરી નાખે છે.” મલ્હારએ કહ્યું.

“હાં રોયલ ગ્રુપ ઓફ ડાયમંડ બહુ જ પદ્ધતિસર ઓર્ડર આપવાની વિધિ કરે છે.જેથી કોઈ પણ કંપની સાથે અન્યાય ના થાય.”મેનેજર કહ્યું.

“શું છે તેમની ઓર્ડર આપવાની રીત..?” જનકએ પૂછ્યું.

“આ ઓર્ડર મેળવવા માટે લગભગ અઢળક કંપનીઓએ પોતાની દાવેદારી લાવતી હોય છે.પરંતુ રોયલ ગ્રુપ ઓફ ડાયમંડની ગુણવતા વાળી ટીમ જે કંપનીઓએ આપેલા હીરાના નમૂના તપાસી અને નક્કી કરે છે કે,આ ઓર્ડર માટે ખરેખર કેટલા જણા પોતાની દાવેદારી આપી શકે છે.જે કંપનીઓને આ ગુણવતાવાળી ટીમ પસંદ કરે છે,તેમણે ઓર્ડરની મિટિંગના દિવસે પોતાના હીરાના ભાવ અને ડિલિવરીનો સમય આપવાનો હોય છે.આ ભાવ અને સમયના આધારે રોયલ ગ્રુપ ઓફ ડાયમંડની કમિટી નક્કી કરે છે કે આ ઓર્ડર કઈ કંપનીને આપવો.હીરાના ભાવ અને ડિલિવરીનો સમય દરેક કંપની ઓર્ડરની મિટિંગમાં જ આપે છે.જેથી લોકો અને કંપની વચ્ચે પારદર્શિતા રહે.આ વર્ષે રોયલ ગ્રુપ ઓફ ડાયમંડની ગુણવતા વાળી ટીમએ ૪૯ કંપનીઓના હીરાના નમૂના ચકાસી અને તેમાંથી ૬ કંપનીઓને આ ઓર્ડરમાં પોતાની દાવેદારી આપવા માટે મંજૂરી આપી છે.હવે આ ૬ કંપનીઑ એક સાથે પોતાના હીરાના ભાવ અને ડિલિવરીનો સમય વાળી ફાઇલ રોયલ ગ્રુપ ઓફ ડાયમંડની કમિટી પાસે મૂકશે.બધી કંપનીઓના હીરાના નમૂના(Sample)ની ગુણવતા,તેમના ભાવ(Rate) અને તેવો કેટલા સમયમાં આ ઓર્ડરની ડિલિવરી કરશે,તેના આધારે સૌથી શ્રેષ્ટ કંપનીને રોયલ ગ્રુપ ઓફ ડાયમંડની કમિટી આ સૌથી મહત્વનો ઓર્ડર આપશે.” મેનેજર ઓર્ડરની આપવાની રીત સમજાવતા કહ્યું.

“વાહ ખરેખર બહુ જ સરસ રીત છે.” મલ્હારએ કહ્યું.

“આપણાં માટે ખુશીની વાતએ છેકે ગુણવતા વાળી ટીમએ પસંદ કરેલી ૬ કંપનીમાં આપણી કંપની પણ છે.સાથે-સાથે દુખની વાતએ છેકે મોહનઝવેરીની કંપની પણ આ ૬ કંપનીમાં છે.” મેનેજરએ કહ્યું.

“કોઈ વાંધો નહીં ભલેને મોહનઝવેરીની કંપની આ ૬ કંપનીમાં હોય,પરંતુ ઓર્ડર તો આપણી કંપનીને જ મળશે.”મલ્હારએ કહ્યું.

“આપણી કંપની માટે આ ઓર્ડર બહુ જ અગત્યનો છે.મને આ ઓર્ડર કોઈપણ કિમત પર મેળવો છે.માટે કોઈ પણ જાતની લાપરવાહી કોઈના પણ તરફથી થવી ના જોઈએ.દરેક વ્યકતી કાલે સમયસર હોટલ રેંકર’સ(Ranker’s) માં પોહચી જજો.હીરાના ભાવ અને ડિલિવરીના સમયવાળી ફાઇલ મારી પાસે જ રહેશે.” મૂળજીભાઈની આ વાત સાથે બધા છૂટા પડ્યા.

-----------------------------------------------------------------------------------------------------------

નક્કી કરેલા સમયે બધા હોટલ રેંકર’સ(Ranker’s) માં આવી ગયા હતા.દરવખતની જેમ આ વખતે પણ આ સૌથી મોટો રોયલ ગ્રુપ ઓફ ડાયમંડનો ઓર્ડર કઈ કંપનીને મળે છે,તેની તાલાવેલી લોકોમાં સ્પષ્ટ દેખાય રહી હતી.ગુણવતાવાળી ટીમએ પસંદ તો ૬ કંપનીઓને કરી હતી,પરંતુ બધા જાણતા હતા કે સ્પર્ધા મોહનઝવેરી અને મૂળજીઝવેરી વચ્ચે જ છે.છેલ્લા પાંચ વર્ષથી આ ઓર્ડર મૂળજીભાઈની કંપની કિંગ ઓફ ડાયમંડને મળતો આવ્યો છે.પરંતુ છેલ્લા એક વર્ષમાં મોહનઝવેરીની કંપની માસ્ટર ઓફ ડાયમંડએ જે રીતે મુંબઈના હીરા બજારમાં પોતાનું નામ બનાવ્યું હતું.તેને જોતાં આ વખતે આ ઓર્ડર કોને મળે છે,તે જોવું લોકો માટે બહુ જ રસપ્રદ બની ગયું હતું.મૂળજીઝવેરી માટે આ ઓર્ડર મેળવી અને હીરાના ધંધામાં પોતાનું નામ રાખવાની આ છેલ્લી તક હતી.તો બીજી તરફ મોહનઝવેરી માટે હીરાના વ્યાપારમાં મૂળજીભાઈને પછાડી અને મુંબઈમાં હીરાના માસ્ટર તરીકે ઓળખાવાની આ સુવર્ણ તક હતી.રોયલ ગ્રુપ ઓફ ડાયમંડની ઓર્ડર આપવાની રીત બહુ જ સરળ હતી.આથી ૯ વાગ્યે શરૂ થવાવાળી આ પ્રક્રિયા લગભગ ૧ કલાકમાં તો પૂરી પણ થઈ જવાની હતી.

હોટલના રૂમમાં લગભગ બધા આવી ગયા હતા.બધી કંપનીના માલિકો અને તેમની નીચે કામ કરતાં તેમના કામદારોથી હોટલનો રૂમ ભરાય ગયો હતો.પસંદ કરાયેલી ૬ કંપનીઓએ પોતાની હીરાના ભાવ અને ડિલિવરીનો સમય વાળી ફાઇલ રોયલ ગ્રુપ ઓફ ડાયમંડની કમિટી પાસે મૂકી દીધી હતી.હવે બધા આતુરતાથી એ રાહ જોઈ રહ્યા હતા કે આખરે આ ઓર્ડર કઈ કંપનીને મળે છે.આ બધાથી અલગ મલ્હાર બસ મેઘાને નિહારી રહ્યો હતો.ઓર્ડર માટે કરવી પડતી બધી મહેનત મલ્હારએ કરી હતી અને હવે તેને બધુ ભગવાન પર છોડી દીધું હતું.મલ્હારતો બસ મેઘાને જોવાનો આ લાવો મૂકવા નહતો ઈચ્છતો.મેઘાએ પણ ૨-૩ વખત મલ્હારને તેની સામે જોતાં પકડી લીધો હતો,પરંતુ તેની માટે આ કઈ નવું નહતું.

“મોહનભાઈ તમને શું લાગે છે ઓર્ડર તમારી કંપનીને મળશે.?” જનકએ મોહનઝવેરીને એક બાજુ પર લઈ અને પૂછ્યું.

“દીકરા ચિંતા ના કરીશ.ઓર્ડર આપણી કંપનીને જ મળશે.મોહનનો જાદુ કામ કરી ગયો છે.મને મૂળજીઝવેરીના હીરાના ભાવ અને ડિલિવરીનો સમય શું છે તેની ખબર પડી ગઈ હતી.આથી તેના આધારે આપણી કંપનીના ભાવ અને સમય રાખી દીધા હતા.આમ પણ બંને કંપનીના હીરાના નમૂના તો લગભગ સરખા-સરખા હતા.આથી આપણાં ભાવ અને સમય જોઈને રોયલ ગ્રુપ ઓફ ડાયમંડની કમિટી આ ઓર્ડર આપણને આપશે એ વાત નક્કી છે.” મોહનઝવેરીએ જનકને ચોકાવતાં કહ્યું.

“મોહનભાઈ શું વાત કરો છો.? તમને મૂળજીઝવેરીના હીરાના ભાવ અને ડિલિવરીનો સમય કઈ રીતે ખબર પડી.?” જનકએ આશ્ચર્યની સાથે પૂછ્યું.

“એ બધુ હું તને ઓર્ડર મળી ગયા પછી કહીશ.”મોહનઝવેરીએ વાતને ટાળતા ત્યાંથી જતાં રહ્યા.

જનક મોહનઝવેરીની વાત સાંભળી એક બાજુ ખુશીથી નાચી રહ્યો હતો.તો બીજી તરફ તેને સમજાય નહતું રહ્યું કે આખરે મોહનઝવેરીને મૂળજીઝવેરીના ભાવ અને સમયની ખબર કઈ રીતે પડી.પરંતુ જનક માટે હવે ખુશીની વાત એ હતી કે આ ઓર્ડર મોહનઝવેરીને મળવાનો હતો અને ઓર્ડર મળતાની સાથે જ મોહનઝવેરીના વચન મુજબ જનક મોહનઝવેરીની કંપનીમાં ૩૦%નો ભાગીદાર બનવાનો હતો,એટલે કે શેઠ બનવાનો હતો.તેને છેલ્લી વખત મલ્હાર પાસે જઈ અને તેનું આત્મવિશ્વાસ તપાસવાનું નક્કી કર્યું.

“મલ્હાર શું લાગે છે,ઓર્ડર આપણી કંપનીને મળશે..?” જનકએ મલ્હારને પૂછ્યું.

“ભાઈ ૧૦૦% આ વખતે આ ઓર્ડર આપણો જ છે.તું લખીને રાખ.” મલ્હારએ અદભૂત અને અલગ જ આત્મવિશ્વાસ સાથે કહ્યું.

મલ્હારનો આત્મવિશ્વાસી જવાબ સાંભળીને જનક પણ ૧ મિનિટ માટે થોડો ગભરાય ગયો.પણ પછી તેને થયું કે મલ્હારને ક્યાં જાણ છે કે મોહન ઝવેરી કેટલી મોટી રમત રમી ગયા છે.હમણાં રોયલ ગ્રુપ ઓફ ડાયમંડની કમિટી આ ઓર્ડર કોને મળ્યો તેની જાહેરાત કરશે.ત્યારે મલ્હારના પગ નીચે થી જમીન ખસી જશે.

રોયલ ગ્રુપ ઓફ ડાયમંડની કમિટી પોતાના નિર્ણય સાથે તૈયાર છે.દરવર્ષે ઘણી બધી કંપની આ ઓર્ડર માટે પોતાની દાવેદારી આપે છે. રોયલ ગ્રુપ ઓફ ડાયમંડની ગુણવતા વાળી ટીમ આ બધી કંપનીના નમૂના પરથી નક્કી કરી કરે છે કે કઈ કંપની રોયલ ગ્રુપ ઓફ ડાયમંડનો ઓર્ડર મેળવવા માટે સક્ષમ છે.ગુણવતા વાળી ટીમએ આ વર્ષે ૪૯ હીરાની કંપની માથી ૬ કંપનીની પસંદગી કરી હતી.આ ૬ કંપનીએ રોયલ ગ્રુપ ઓફ ડાયમંડની કમિટી પાસે પોતાના હીરાના ભાવ અને ડિલિવરીના સમયવાળી ફાઇલ રાખી હતી.હીરાના નમૂના(Sample)ની ગુણવતા,તેમના ભાવ(Rate) અને કેટલા સમયમાં ઓર્ડરની ડિલિવરી થશે, તેના આધારે પર રોયલ ગ્રુપ ઓફ ડાયમંડની કમિટી આ વર્ષે આ ઓર્ડર જેમને આપ્યો છે,તે કંપનીનું નામ છે... “કિંગ ઓફ ડાયમંડ” જેમના માલિક છે “મૂળજીભાઈ”.હું મૂળજીભાઈને વિનંતી કરીશ તેવો સ્ટેજ પર આવે અને આ ઓર્ડરના કાગળ પર હસ્તાક્ષર કરે.

જેવી આ જાહેરાત થઈ એટલે મલ્હાર જનક પાસે ગયો અને તેના કાનમાં બોલ્યો.. “તારા અને મોહનઝવેરીના ચહેરાના હાવભાવ પરથી લાગે છે,તમારા પગ નીચેથી જમીન ખસકી ગઈ.”

-----------------------------------------------------------------------------------------------------------

“દાદા ગજબ કહેવાય,આ કઈ રીતે શક્ય બન્યું.ખરેખર મારા પણ પગ નીચેથી જમીન ખસકી ગઈ.એટલે તમને ખબર હતી કે જનકકાકા મોહનઝવેરીની સાથે છે..? મોહનઝવેરીએ પોતાનો જાદુ ચલાવી અને હીરાના ભાવ અને સમય જાણ્યા,તો પણ તે આ ઓર્ડર મેળવી ના શક્યો.આનું શું કારણ..? મોહનઝવેરીનુ જાદુ શું હતું..? અને સૌથી મહત્વની વાત આ ઓર્ડર તમારી કંપની કિંગ ઓફ ડાયમંડ” એટલે કે મૂળજીભાઈની કંપનીને કઈ રીતે મળ્યો...?” પાર્થ એક સાથે સવાલોની જડી લગાડી દીધી.

“એજ મલ્હાર ઝવેરીનો જાદુ છે.સિંગલ રાજા મારૂ નામ મલ્હારઝવેરી નામ છે.ક્યાં કઈ રમત રમાય છે,બધી ખબર હોય છે મને.” મલ્હારએ કહ્યું.

“સારું,હવે જલ્દી જલ્દી આગળ બોલો વાર્તામાં શું થયું..?” પાર્થએ કહ્યું.

“હવે તું બસ કરીશ. આજે આટલા દિવસની સૌથી મોટી વાર્તા હતી.હવે ઊંઘ પણ બહુ આવી રહી છે.આગળની વાર્તા હવે કાલે.”

( ક્રમશ...)

To Be Continued…