rule - 2 books and stories free download online pdf in Gujarati

પ્રથા - 2

અરે રોહન ભાઈ..........!!!
શેઠે બૂમ પાડીને રોહન ની પાછળ દોટ મૂકી...
રોહન ઝાંપાની બહાર નીકળી ગયો હતો...શેઠે રોહનનો હાથ પકડી કહ્યું...શું થયું ભાઈ........!!!!
આમ અચાનક ઇન્ટરવ્યૂ છોડીને ક્યાં ચાલ્યા.......!!!
પાણી પણ ના પીધું......!!!
શું પાણીમાં કચરું પડ્યું હતું......! શેઠે એકીશ્વાસે હાંફતા હાંફતા રોહનને કહ્યું...

કચરું પાણીમાં નહીં શેઠ... તમારી આંખમાં પડ્યું છે.

અરે ભાઈ કાંઇ સમજાય એવું બોલો...
આવો અંદર બેસો શાંતિથી વાત કરીએ...

ના શેઠજી....મારા હવે ના પ્રશ્નો ના જવાબ તમે આપી નહીં શકો એટલે આ ઇન્ટરવ્યુ હું પૂરો નહીં કરી શકું...

શેઠને મનમાં થોડો ખચકાટ થયો.પણ જીવનમાં પ્રથમ વખત કોઈને ઈન્ટરવ્યુ આપી રહ્યા હતા અને સમાચાર પત્રમાં પોતાનું નામ અને પોતાના વિચારો જોવાની લાલસા જાગી હતી.આવી તક હાથમાંથી જતી ન કરાય એમ વિચારી ને કહ્યું...
ઓહહ....આટલી અમથી વાત.....!
બેઝીજક પૂછો તમતમારે...
પૂછો દરેક પ્રશ્નનો જવાબ આપીશ...

પાક્કુ ને...! પછી ગુસ્સો તો નહીં કરોને શેઠજી....!

અરે ના ભાઈ...મને ખોટું નહી લાગે અને હું ગુસ્સો પણ નહીં કરું...બસ....!પ્રોમિસ....

રોહનને આ જ જોઈતું હતું... સ્મિત કરતાં બોલ્યો...
હા ચાલો અંદર જઈને શાંતિથી વાત કરીએ...

ધેટ્સ લાઈક એ ગુડ બોય... શેઠ હરખથી બોલ્યા...

રોહન ફરી ખુરશી પર બેસી ગયો...
શેઠ હિંચકે ગોઠવાઈ ગયા...( કચડ કચડ)

હા શેઠજી તો શરૂ કરીએ...
પ્રશ્ન નંબર 4...
સીમ્મીજીનું કેરિયર તો સેટ થઈ ગયું હવે લગ્ન બાબતે તમારો શું અભિપ્રાય છે...?
શેઠ: અરેન્જ મેરેજ કે લવ મેરેજ કરવા એ બધું મેં સીમ્મી પર છોડ્યું છે... એને હક છે આ બધી બાબતનો નિર્ણય લેવાનો....બસ મારી તો એ જ ઈચ્છા છે કે જે ઘરમાં જાય ત્યાં ખુશખુશાલ રહે...રાણી બનીને રહે...નોકર-ચાકર રસોઈયા ગાડી બંગલો simi ને સમજી શકે તેનો તેવો તેનો પતિ અને પરિવાર મળે એથી વિશેષ શું જોઈએ...( કિચૂડ કિચૂડ)

પ્રશ્ન નંબર 5...
સીમ્મીજી લગ્ન પછી પણ કેરિયર ચાલુ જ રાખશે...?
શેઠ: યસ બિલકુલ...કંટીન્યુ જ રાખશે...
હું તેના પરિવાર સાથે લગ્ન પહેલાં જ બધી ચોખવટ કરી દઈશ... જેમ મેં તેના દરેક શોખ દરેક જીદ પૂરી કરી છે તેમ તેના ફેમિલીવાળા ઓનો પણ સપોર્ટ જોઈશે અને... રોહને શેઠની વાતમાંઅધવચ્ચે કહ્યું ...શેઠજી હવે ચા પીવી પડશે...

હા ...હા ...કેમ નહીં ........જાનકી વહુ ......!!
આદુ મસાલાવાળી બે ચા બનાવી જલ્દી લાવો...શેઠે ખોંખારો ખાતા કહ્યું...

જી બાપુજી...લાવી હો... અંદરથી ધીમો સાદ આવ્યો..

શેઠાણી જી ક્યાંય દેખાતા નથી...!મંદિરે ગયા લાગે છે...
રોહને અમસ્તા પૂછતો હોય તેવો ડોળ કરી કીધું...

અરે ના... એ તો કિટી પાર્ટીમાં ગઈ છે...પેલું શું છે કે લેડીઝ નો ટાઈમ પાસ પણ થઇ જાય અને ગપશપ માં કંઈક નવું જાણવા મળે...

ઓહો... ભારે ફોરવર્ડ...એટલે સીમ્મીજી એ આખા ફેમિલીને મોર્ડન બનાવી દીધું છે એમ ને...!
હા...હા...એમ જ કંઈક...શેઠે હસતા હસતા કહ્યું.
થોડીવારમાં ઘૂંઘટમાં સજ્જ જાનકી વહુ ચા લઈને ધીમા પગલે આવી ટેબલ પર મૂકી રવાના થઈ...

ચાનો કપ હાથમાં લઇ એક ચુસ્કી લેતા રોહને શેઠને કહ્યું...
ઇફ યુ ડોન્ટ માઈન્ડ શેઠજી...એક પ્રશ્ન પૂછું...!!!

યસ નો માઈન્ડ...મેં તો તમને પ્રોમિસ કર્યું છે...

આ જાનકીબેન કેમ આવા જુનવાણી લાગે છે...!
આખું ઘર મોર્ડન યો યો હની સિંગ જેવું અને આ જાનકીબેન મોગલે આઝમ ના જમાના માંથી આવેલા હોય એમ લાગે છે... એ જાય છે કે નહીં કિટી પાર્ટીમાં કે પછી સીમ્મીજી સાથે શૂટિંગ જોવા...!!

અરે ના ભાઈ...એ તો ઘરના કામમાં જ વ્યસ્ત હોય...
અને બીજું શું છે કે વહુ ને વહુ ની જેમ રાખવામાં જ મજા છે...
ઘરની લક્ષ્મી તો ઘરમાં જ શોભે...

તો શું તમે સીમ્મીજીને લક્ષ્મી નથી માનતા...!!!

ના એ તો સાક્ષાત્ લક્ષ્મી છે જ... but દીકરી અને વહુ માં ખૂબ અંતર છે...

હા અંતર...ખૂબ મોટું અંતર...
કે વહુ એ બીજા કોઈની દીકરી છે...
માફ કરજો શેઠજી પણ તમારા વિચારો તો ઋતુની જેમ બદલાય છે...
હમણાં તો તમે કીધુ હતું કે આપણે જમાના સાથે બદલાવું જોઈએ... જૂનીપુરાણી પ્રથા તોડવી જોઇએ...

હા ભાઈ... એ તો કહેવું પડે..... પણ વહુ ક્યારેય દીકરી નું સ્થાન ના લઇ શકે...

વાહ...વાહ શેઠજી વાહ...
વહુ કચરા-પોતા કરી કામવાળી નું સ્થાન લઈ શકે છે...
સ્વાદિષ્ટ રસોઈ બનાવી અન્નપૂર્ણા નું સ્થાન લઈ શકે છે...
બાળકોને સંસ્કાર આપીને શિક્ષક નું સ્થાન લઈ શકે છે...
દરેક આજ્ઞાનું હસતા ચહેરે પાલન કરીને પણ એ બિચારી દીકરી નું સ્થાન નથી લઈ શકતી......
કે પછી તમે તેના બાપ બનવાનું સ્થાન લેવા નથી માંગતા....!!?

હદમાં રહો રોહન ભાઈ..........શેઠ તાડૂક્યા...

અમારે પત્રકારોને કોઈ હદ ના હોય શેઠ...
અને તમને મેં જે કંઈ કીધું છે એમાં ખોટું શું છે...
જમાનાને બદલવાની બડાઈઓ હાંકો છો...
હજુ ઘૂંઘટ પ્રથા માંથી તો બહાર નથી આવી શકતા તમે...
હા... માન્યુ કે વહુએ બધું ઘરનું કામ કરવું જોઈએ...
નિયમિત ઘરની સાફ સફાઈ કરવી જોઈએ...
ઘરના સભ્યો નો આદર કરવો જોઈએ...
સમાજ ના દાયરા માં રહેવું જોઈએ...
એનો અર્થ એ તો નથી ને કે વહુ તરીકેની પદવી લેતા પહેલા તેણે પોતાના દરેક સપનાઓ અને ઈચ્છાઓને સળગાવી દેવી જોઈએ...
તમે સિમ્મીજીના ભાવિ પતિ અને પરિવારજનો માટે જેવું વિચારો છો ને તેવું દરેક બાપ વિચારતો હોય છે...
વિચારો શેઠજી કે સીમ્મીજી ના લગ્ન કોઈ ધનાઢ્ય પરિવાર માં થાય અને જો લગ્ન પછી પરિવારજનો સીમ્મીજી ને ફિલ્મમાં કામ કરવાની મનાઈ ફરમાવે તો સીમ્મીજી નું કેરીયર તો ગયું ને પાણીમાં...
ફક્ત પાંચ મિનિટ માટે જાનકીબેન ની જગ્યાએ સીમ્મીજી છે એમ વિચારો.....
રોહનના શબ્દરૂપી બાણ શેઠના હ્રદયને વેધી રહ્યા હતા..

શેઠની નજર સમક્ષ એ દ્રશ્ય વર્તાઈ આવ્યું કે...
સિમ્મી ઘૂંઘટ તાણીને કચરો વાળતી હોય...
એક પછી એક કામનો ઢગલો કતારમાં બેઠો હોય...
અને થાકેલી હારેલી સિમ્મી શેઠને યાદ કરી આંસુ સારતી હોય..
ના.........ના.........
શેઠ આંખો ચોળી વિચારોમાંથી બહાર આવ્યા...
પંખા નીચે પણ શેઠજી પરસેવે રેબઝેબ થઇ ગયા હતા...

મેં કહ્યું હતું ને શેઠજી...
કે કચરું તમારી આંખમાં પડ્યું છે પાણીમાં નહીં...
આ તો ફક્ત તમારો વિચાર હતો શેઠજી...
સમય બડા બલવાન....ટોપ ગિયરમાંથી ક્યારે રિવર્સ ગિયર વાગી જાય ને એની ખબર પણ નહિ પડે...
કુદરતનો નિયમ છે શેઠજી...જેવું વાવશો તેવું લણશો...
આજે નહિ ને કાલે તમારું કર્મ તમારો પીછો કરતું તમારી પાછળ આવશે જ...અને ફળ આપીને જશે...
કોઈની દીકરીને તમે દીકરી નથી સમજતા તો શું તમારી દીકરીને કોઈ દીકરી સમજશે...!!!
હું એમ નથી કહેતો કે તમે જુલ્મી છો... પણ આ રીવાજો અને પ્રથામાં સ્ત્રીની વ્યથા અંદર અંદર ઘૂંટાઈને દબાઈ જાય છે... મનની મૂંઝવણ ચાર દીવાલોની વચ્ચે સમાઈ જાય છે...
તમે દીકરીને પ્રોત્સાહન આપ્યું સ્વતંત્રતા આપી એ સરાહનીય બાબત છે પણ વહુ સાથે આવું વર્તન મારી સમજની બહાર છે વહુ પણ કોઈની દીકરી જ છે ને...!
હું કંઈ તમારો વિરોધી નથી... કે ના મારે તમને કંઈ કહેવાનો અધિકાર છે...
પણ પત્રકાર હોવાથી મારી નૈતિક ફરજ છે કે સમાજને અરીસો બતાવું...
જો કાંઈ વધારે બોલાઈ ગયું હોય તો ક્ષમા ચાહું છું...
okay શેઠજી... આ ઈન્ટરવ્યૂ અંહી પૂરો કરી હું રજા લઉં...
કાલ નું ન્યુઝ પેપર ખાસ વાંચજો...
અને હા બેફિકર રહેજો વહુ અને દીકરી નું અંતર નહી લખું..
Good bye...

એક મિનિટ રોહનભાઈ...........
મારા સમગ્ર જીવનમાં ચોખ્ખે ચોખ્ખા શબ્દોમાં આવું મને કોઈએ નથી કીધું...
કોક મારાથી ગભરાય છે...કોકને મારી મર્યાદા નડે છે...
કોક ચાપલૂસી કરે છે પણ તમે જે નીડરતાથી મને અરીસો બતાવ્યો એ જોઈને હું અંદરથી હચમચી ગયો છું...
ખરેખર આ અરીસામાં મેં મારુ બિહામણું સ્વરૂપ જોયું...
મેં એવું ક્યારેય વિચાર્યું જ નહીં કે મારી દીકરી પણ કાલે કોક ના ઘર ની વહુ બનશે અને ના કરે નારાયણ પણ જો એની સ્વતંત્રતા છીનવાઈ જાય તો એ બિચારી તો સહન નહીં કરી શકે...
આંસુ લૂછતાં લૂછતાં શેઠે કહ્યું...

એ નહીં શેઠજી...કોઈપણ દીકરી સહન ના કરી શકે...
તો પણ તમે તો તમારી પરંપરા ચાલુ જ રાખી ને...

હા ભાઈ...પણ મને મારી ભૂલ પર પસ્તાવો છે...
દીકરી અને વહુ વચ્ચે અંતર રાખીને મે ખૂબ મોટી ભૂલ કરી છે... હું તમને વચન આપું છું કે આજથી મારી વહુ ને પણ દીકરીની જેમ જ રાખીશ... કોઈ પણ ભેદભાવ વગર...
થઈ શકે તો મને માફ કરજો રોહન ભાઈ...🙏

અરે શેઠજી હું કોણ છું તમને માફ કરવાવાળો...
આ તો તમારી સમજણ નો કમાલ છે...
અને વચન આપવું જ હોય તો તમારી દીકરી........ જાનકીને જ આપી દો...
શેઠે ગળગળા અવાજે વહુને સાદ કર્યો...
જાનકી બેટા.............

શેઠજી અને રોહન સાથે નો સંવાદ જાનકી સાંભળી રહી હતી.
જી બાપુજી.... કહેતા ધીમા પગલે જાનકી બહાર આવી...

જાનકી બેટા.... ...... મને માફ....... શેઠની વાતને વચ્ચે જ અટકાવી ને જાનકી બોલી....

ના બાપુજી ના... તમે માફી માગો એ શોભે નહીં...
મેં બધી વાત સાંભળી....
અને હું ઘરમાં જે કંઈ કરું છું એ તો મારી ફરજ છે અને મારા સંસ્કાર પણ....
મને કોઈ વાતનું દુઃખ નથી કે નથી કોઇ ફરિયાદ...

ધન્ય છો તમે જાનકી બહેન... બે હાથ જોડીને વંદન કરતા રોહને કહ્યું... 🙏

પણ મને દુઃખ છે બેટા...😒 મને દુઃખ છે......
મારી વર્તણૂક પર...મારા ભેદભાવ પર...
મારા એક તરફી વિચારો પર...
શેઠ આંસુ રોક્યા વગર બોલ્યા...
હવેથી તમે પણ સીમ્મી સાથે શૂટિંગ પર જશો અને તે પણ સાડી નહીં ડ્રેસ પહેરીને...

પણ બાપુજી હું ત્યાં જઈને શું કરીશ...!!

કેમ તમને સિંગીંગ નો શોખ તો છે જ ને...
તો સિમ્મીની ફિલ્મોમાં કોઈ ગીત ગાઈ લેજો...
સીમ્મી ડાયરેક્ટરને તમારી ભલામણ કરશે...

પણ બાપુજી........!

બસ બેટા.... હવે મારાથી કંઈ નહિ બોલાય....
જાનકી ની આંખો ભરાઈ આવે છે અને...
શેઠને ડૂમો ભરાઇ આવે છે....

જનક અને જાનકી નો વાર્તાલાપ સમાપ્ત થયો હોય તો હું રજા લઉ....!રોહને હળવું હાસ્ય કરતા વાતાવરણ ને હળવું કર્યું..

રોહન ભાઈ....
ન્યૂઝપેપરમાં આપણો સંપૂર્ણ વાર્તાલાપ છાપજો...
જેથી વહુ અને દીકરી નું અંતર કેવી રીતે સમાંતર ફેરવાયું એ જાણીને લોકોને પણ એક સુંદર મેસેજ મળશે...
અને હા રોહનભાઈ... તમારે અહીં જમીને જ જવાનું છે...

અરે ના શેઠજી...મારે હજુ ઘણા કામ છે....

બહેન કીધી છે તો ભાઈ બીજ નહીં કરો રોહનભાઈ...!
જાનકીએ કહ્યું...

અન્નપુર્ણા....સરસ્વતી....લક્ષ્મી... તમારામાં બધી દેવીઓના દર્શન થાય છે જાનકીબેન....
અને અન્નપૂર્ણાના હાથનું ભોજન તો નસીબદારને જ મળે...
કેમ શેઠજી.....
ઓક્કે...

I have no objection.... 😊


******************************************************


નમસ્તે મિત્રો... આપના કીમતી અભિપ્રાય જરુર આપશો... 🙏

Devesh Sony...