call center - 3 books and stories free download online pdf in Gujarati

કોલ સેન્ટર(ભાગ-૩)

આજ ફરી સમોસા! વાઇરસ તું બાજુવાળાના સમોસા લાવાનું બંધ કરી દે.એ નહિ થાય અનુપમ સર.એ થકી તો મારે કવિતાને મળવાનું થાય છે.જેવા હોઈ તેવા સમોસા ખાય લેવાના બાકી સમોસા તો એ જ દુકાન પરથી આવશે.

***************************

આજે વિશાલ સર હતા નહિ એટલે કામ પણ એટલું બધું ન હતું. વિશાલ સર હાજર હોઈ તો એક પછી એક ક્સ્ટમરના ફોન શરૂ જ હોઈ.ચાલ અનુપમ આજે આપણે બહાર ગાર્ડનમાં બેસવા જઈએ કામનો બોજ પણ આજ ઓછો છે.

તમે બંને એકલા જશો અમને બંનેને સાથે નહિ લઇ જાવ.અમે ક્યાં તમને ના પાડી ચાલો એક સાથે જઈએ.અનુપમ સર મારે થોડું કામ છે.પાંચ મિનિટ પછી જઈએ તો?

હા,કેમ નહીં પલવી પણ તારે મને અનુપમ સર કહેવાનું બંધ કરવું પડશે ,ફક્ત અનુપમ જ.અહીં કોઈ વિશાલ સર સિવાય કોઈ બીજાને સર કઈ ને બોલવતું નથી માટે ફક્ત અનુપમ જ.

ઓકે અનુપમ..!!!!

તમે નાસ્તામાં કઈ લેશો? હા,મારા માટે વેજ ગ્રીલ સેન્ડવીચ.માનસી તું શું લઈશ?એક પફ...!!પલવી જી ચા કે કોફી અમારે બધાને અહીં ફિક્સ જ છે, ‘ચા’.
જો તમે કોફી લેતા હોવ તો મંગાવી શકો.નહીં હું પણ ચા જ લેવાનું પસંદ કરીશ.

શું માનસી તું આખો દિવસ ફોનમાં જ પડી રહે છે.કયારેય બહાર આવિયા હોઈ તો તને આ કુદરતી વાતાવરણમાં અમારી સાથે વાત કરવાનું મન નથી થતું.

નહીં ધવલ જરા પણ નહીં. હું મારા શરીર કરતા મારા ફોનને વધુ પ્રેમ કરું છું.સોરી ધવલ આ મુક્યો ફોન બસ થઈ શાંતિ તમને બધાને.અમને બધાને નહિ માનસી તને થોડી શાંતિ મળે.

હું તો આખો દિવસ કસ્ટમરના જવાબ આપી આપીને થાકી જાવ છું.સાંજ પડે ઘરે જઈને સીધો બિસ્તર પર જ હોવ.મારુ પણ એવું જ છે અનુપમ.

ત્યાં જ વાઇરસે ટી પોસ્ટની અંદર આવીને ડોકિયું કર્યું.બોલ વાઇરસ?વિશાલ સર આવી ગયા છે,તેની ઓફિસમાં તમને બધાને બોલાવી રહ્યા છે.બધા એક સાથે બોલિયા એ તો નોહતા આવાનાને કેમ અત્યારે?વાઇરસ તું તો કહી રહ્યો હતો ને કે એ કોઈના લગ્નમાં જવાના છે?હા,લગ્નમાં જાય છે,પણ કોઈ કામ માટે આવિયા છે.તેમની વાઈફ પણ સાથે છે,તમે જલ્દી આવો.

જેવો તેવો નાસ્તો કરી બધા ઓફીસ પર આવિયા. વિશાલ સર અમારી જ રાહ જોઈ રહ્યા હતા.કોઈનું અમે ખૂન કર્યું હોઈ તે રીતે અમારી સામે જોઈ રહ્યા હતા.

તમને બધાને ચા નાસ્તો કરવા જવાનો સમય તો યાદ છે ને?અહીં એક પછી એક કસ્ટમરના ફોન આવી રહ્યા છે અને તમે ત્યાં નિરાંતે ચા પી રહ્યા છો.આપડે એટલા માટે જ સમય અલગ રાખ્યો છે કે તમે તે સમયમાં કસ્ટમરના ફોન ઓછા આવતા હોઈ તે સમયે તમે જઈ શકો.

અને પલવી તને તો હજુ કાલે જ બધી વાત કરી હતી.તને જે ફાઇલ આપી હતી તેમાં પણ બધું જ વિગતવાર લખેલું છે.જો આ રીતે તમે બધા બહાર જશો તો હું કયારેય નહીં ચલાવી લવ.હવેથી આ રીતે કોઈ પણ બહાર જશે તો તે દિવસનો પગાર કટ થઈ જશે.

બધા એકસાથે વિશાલસર સામું નહિ પણ વાઇરસ સામે જોઈ રહ્યા હતા.તેણે જ કહ્યું હતું કે વિશાલ સર હવે નથી આવાના.થોડીવારમાં જ વિશાલ સર અને તેના પત્ની તેનું કામ પતાવી મેડીકોલ કોલસેન્ટરની બહાર નીકળ્યા.


વાઈરસને ખબર હતી વિશાલ સર બહાર જાય એટલે ધવલ અને અનુપમ મારી પર સિંહની જેમ તરાપ મારવાના છે.જેવા વિશાલ સર બહાર નીકળ્યા એટલે તરત જ વાઇરસ પાછળના દરવાજેથી નીકળી ગયો. અનુપમ અને ધવલ જલ્દી તેને પકડવા દોડ્યા પણ વાયરસ હાથમાં ન આવ્યો.આ વાયરસના લીધે જ આપણે વિશાલ સર સરનું સાંભળવું પડ્યું.

જવા દે ને ધવલ વાયરસ નો શું વાંક એમણે તો વિશાલ સર એ કહ્યું હતું તે આપણને કહ્યું.
ત્યાંજ વાયરસે અંદર પ્રવશે કર્યો પલવી મેડમ જે કહી રહ્યા છે,તે જ હું તમને કહેવાનો હતો મને તો વિશાલ સર એ કહ્યું હતું કે આજ તે નથી આવાના,એટલે મેં તમને કહ્યું.તો પણ તે આવ્યા તો હું શું કરું?.

હશે ભાઈ જવા દે વાત હવે,અને અમને હવે કામ કરવા દે જે થયું તે હવે ભૂલી જાવ.ધવલ ,માનસી અનુપમ અને પલવી મેડિકોલ કોલ સેન્ટરમાં કામ પર લાગ્યા.મેડિકોલ કોલસેન્ટર કસ્ટમરને ડિસ્કાઉન્ટ માં દવાઓ તેમના ઘરે પહોંચાડવાનું કામ કરે છે.વિશાલ સરને ઘણા વર્ષથી આ ધંધો શરૂ હતો.આ બિઝનેસમાં તેને સારી એવી આવક પણ થતી હતી.

પણ વિશાલ સર અને તેમની પત્ની પાયલ વચ્ચે ઘણા સમયથી ઝઘડો શરૂ હતો.અને આ ઝઘડો બંધ થાવાનું નામ નોહતો લઈ રહ્યો.વિશાલ સરને ડિવોર્સ આપવા હતા પણ પાયલ તેને ડિવોર્સ આપવા રાજી ન હતી.અને બીજું બાજુ પાયલ અને વિશાલસરના ડિવોર્સ થાય તેની માનસી રાહ જોઈ રહી હતી.તે વિશાલ સર સાથે લગ્ન કરવા માંગતી હતી.આ બધાને વચ્ચે ધવલ પણ માનસીની રાહ જોઈ રહ્યો હતો.

ધવલ એવું ઈચ્છાતો હતો કે વિશાલસરના ચક્કરની વાત પાયલને ખબર પડી જાય તો પાયલ માનસીને તેની બાજુમાં કયારેય ફરકવા પણ નહી દે.અને તેનો હું લાભ લઈ માનસી સાથે લગ્ન કરી લઇશ.

***********ક્રમશ**************


લેખક -કલ્પેશ દિયોરા.


આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup)