sikret jindgi - 21 books and stories free download online pdf in Gujarati

સિક્રેટ જિંદગી - (ભાગ-૨૧)

ભાગ-૨(અંત)

અલિશા જે રીતે તેનું જીવન જીવી તે રીતે તેણે ડેનસીને પણ નવું જીવન જીવવાની પ્રેરણા આપી.આજ તે તમને કહી રહી છે.હા,હું અલિશા પોતે જ તમને કહી રહી છું કે તમારું નવું જીવન બનાવી આ બીજા ભાગને તમારા હાથે જ રંગીદો.તમારા કર્મથી તેને કંડારી દો.અત્યાર સુધી તે જે પણ કર્યું તે તારો પેહલો જ્ન્મ હતો.તું તારી યુવાનીના બીજા જન્મમાં પ્રવેશ કરી છૂક્યો છે.તારા ભવિષ્યને ઍક નવું જીવન આપવા તું ઊભો થા.

આ યુવાની તને ઍકવાર જ મળે છે.બીજી વાર મળવાના સપના છોડી તું તારા જીવનમાં કંઈક કરીને બતાવ.ઈશ્વર કોઈ માણસને બે વર્ષની ઉંમર છે.તો કોઈ માણસને ૫૦ વર્ષની ઉંમર.તો કોઈ માણસને સો વર્ષની ઉંમર આપે છે.પણ તારી પાસે યુવાની છે.એ યુવાનીની ઇર્જાને તું બાહર લાવવાનો પ્રયત્ન કર.

કાળા માથાનો માનવી દુનિયામાં કઈ પણ કરી શકે છે.


તારામાં ઇશ્વરે મુશ્કેલી શક્તિને તું ઑળખવાનો પ્ર્યત્ન કર.કોઈ પણ માનવી હોય ઈશ્વરે તેના માં કોઈને કોઈ શક્તિ મૂકી જ હોય છે.તારી અંદર તેને તું શોધ.

ઈશ્વર આપણને હાથ આપ્યા પણ હાથથી શું કરવું ને શું ન કરવું એ આપણા હાથમાં છે,ઈશ્વરે આપણને આંખ આપી પણ આંખથી શું જોવું ને શું ન જોવું એ આપણા પર છે.

હવેનો યુગ યુવાન પેઢીનો છે.જો યુવાન પેઢી જાગશે નહીં તો જગતમાં એવા યુવાનો થશે કે તમે કલ્પી નહિ શકો.દારૂ માંસ મટન આવી વસ્તુ નો ઉપયોગ વધારેમાં વધારે થવા લાગ્યો છે.યુવાન
તું જાગ.તારી યુવાનીને જગાડવાનો સમય હવે આવી ગયો છે.


આજનો યુવાન કહે છે કે મારી પાસે જરા પણ સમય નથી.કોઈ માણસ આવું કહે તો તેને જરૂર પૂછજો તેમાં તે તારા કુટુંબને દેશને સમાજને ઉપયોગી આવે તેવું કેટલું કામ કર્યું.તે તારા જીવનને ઉપયોગી બને તેવા કેટલા કામ કર્યા.જે યુવાન સમયને સાચવે છે.તેને સમય સાચવે છે.જે યુવાન સમયને વેડફે છે.તેને બરબાદ થતાં વાર નથી લાગતી.



અંગ્રેજીમાં એક કહેવત છે,

"busy can find the time but lazy can not"

વ્યસ્ત માણસ ને સમયની કિંમત હોવાથી જીવન ઉપયોગી કાર્યો કરવા માટે તે સમય કાઢી લે છે.

મહાત્મા ગાંધીજીએ દાતણ કરતા કરતા ૭૦૦ શ્લોક ની આખી ભગવદ ગીતાનું પુસ્તક કંઠસ્થ કર્યું.તમેપણ કરી શકો છો.

ઈશ્વર કહે છે કે હૈ માનવી આ ધરતી પર તને મોકલવાનો અધિકાર મારો હતો પણ ધરતી પર જીવન કઈ રીતે જીવવું એ અધિકાર તારો છે.કે નહીં મારો.

જીવન એવું તમે જીવો કે તમારા જીવન પર તમને ગર્વ થાય એકવાર તમારા હૃદય પર હાથ મૂકીને તમને જ તમે સવાલ કરો કે હું જે જીવન જીવું છું તે જીવન પર મને ગર્વ છે કે નહીં?

મેશનર પર્વતારોહક માટે કહેવાય છે કે,

"hi is the king of himalaya"


ઇ.સ 1970માં તેમણે સંકલ્પ કર્યો કે દુનિયામાં 8000 મીટર ઊંચા પર્વતો છે.તે મારે સર કરવા છે.તેવા 14 પર્વતો છે.

1986 સુધીમાં તેણે 14 પર્વતો સર કર્યા.એકવાર તેમના પત્નીએ તેને સવાલ કર્યો કે,

"are you married to me or mountains?"

તમે મારી સાથે લગ્ન કર્યા છે કે પર્વતોને?

મેસ્નરે કહ્યું "to the mountains" "પર્વતો ને"

જીવનમાં માણવા જેવી જુદી જુદી ઘણી પળો છે.પણ મન ભટકયા કરવાથી તે પળ ને માણી શકતા નથી.યુવાન તું તારા જીવનની એક એક પળનો આનંદ આનંદ લે.માનવીનો અવતાર અનેકવાર થાય છે પણ આત્મા એક જ રહે છે.તે જ નામ સાથે તમારો આત્મા ફરી આ પૃથ્વી પર જ્ન્મ લેતો નથી.તમે તમારું જીવન એવું બનાવો કે લોકો તમને જન્મોજન્મ યુગો યુગો સુધી યાદ કરે.


અનૅસ્ટ હેમિગ્વેના વિખ્યાત પુસ્તક ઓલ મેન એન્ડ ધ સી માં તેમણે લખ્યું છે કે

"માણસ હારવા માટે નથી બન્યો તે મરી શકે છે પરંતુ હારી શકતો નથી"

તમે દિવસની શરુઆત કરો ત્યારે આંખ બંધ કરી હંમેશા આ પાંચ વાક્ય બોલો.તમારું જીવન રંગીન બની જાશે.

1.I am the best.

2.I can do it.

3.God is always with me.

4.i am winner.

5.today is my day.

જે લોકો એ મને બુક લખવામાં મદદ કરી........................

કાજલ દિયોરા અને જેમની એક વાતાઁ મેં મારા પુસ્તકમાં લખી છે એવા- ડો.વીજળીવાળા(એક ખુબ પૈસાદાર વ્યક્તિ હતો તેણે સમુદ્રમાં જવા માટે એક હોડી બનાવી)
તેમનૉ ખુબ ખુબ આભાર.



સમાપ્ત..સમાપ્ત


આભાર.....


ક્રમશ....

લેખક -કલ્પેશ દિયોરા.

આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવસ્ટોરી,
ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ,અલિશા ,થાર મરુસ્થળસંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...

મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.



મો-8140732001(whtup)