Rakta Charitra 2 books and stories free download online pdf in Gujarati

રક્ત ચરિત્ર - 2

2

"તમારા પિતા દર વર્ષે આ ઉત્સવમાં જોડાતા હતા, તમે પણ આવશો ને?" માધવર ગામના લોકો સાંજ ને આમંત્રણ આપવા આવ્યા હતા. ગામમાં દર વર્ષે જેઠ મહિનાની પાંચમ થી 5 દિવસ ઉત્સવ મનાવવામાં આવતો. 44 વર્ષ પહેલાં અનિલસિંહ નો જન્મ થયો ત્યારે એમના પિતા માધવસિંહ એ ગામની ભાગોળે આવેલી એમની જમીન ગામ લોકો માટે દાન આપી દીધી હતી. ત્યાં અંબામાનું મંદિર , એક ધર્મશાળા તથા બાળકો માટે શાળા પણ બંધાવી હતી. જેઠ મહિનાની પાંચમના રોજ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી, ભજન કિર્તન, સતસંગ અને ભોજન સમારંભ નો કાર્યક્રમ 5 દિવસ ચાલ્યો હતો. ત્યારથી ગામ લોકો દર વર્ષે આ 5 દિવસ ઉત્સવ મનાવતા, ગામના લોકો જે ગામથી બાર રહેવા જતા રહ્યા છે એ પાણ આ 5 દિવસ ગામમાં આવે જ છે.
મૂળજી ઠાકોર ની હુકુમત માં પણ આ ઉત્સવ થતો જ હતો પરંતુ ગામ લોકો માં એટલી ખુશી કે ઉત્સાહ ન્હોતો રહેતો. આઝાદી અને ગુલામીમાં આટલો જ ફરક હોય છે. ગુલામી માં સોનાનો મહેલ પણ દુખ આપે જયારે આઝાદી ઝુંપડામાં પણ સુખ આપે. આજે એકમ હતી , 5 દિવસ પછી ઉત્સવ ચાલુ થવાનો હતો. આજે સાંજ ના કારણે વર્ષો પછી આ ગામ આઝાદ થયું હતું, એટલે ગામ લોકો ની ખુબજ ઇચ્છા હતી કે સાંજ આ ઉત્સવ માં સહભાગી બને.
"ઠીક છે હું અને ભાઈ ઉત્સવમાં આવીશું." સાંજ ઉત્સવ માં આવવાની હા પાડે છે. ગામ લોકો ખુશ થઈને પોત-પોતાના ઘરે જાય છે. સાંજ બહું નાની હતી એટલે એને ઝાંખી સ્મૃતિ હતી આ ઉત્સવની. પણ નીરજ ખુબ ખુશ હતો, આજે વર્ષો પછી એ પોતાના ગામના ઉત્સવ માં ભાગ લેવાનો હતો. જેમાં એ પોતાના બાળપણના મિત્રો સાથે ભાગ લેતો. એક પેટી લઈ એ સાંજ ના રૂમમાં જાય છે.
"સંજુ આ જો હું શું લાવ્યો છું...." પેટી જમીન પર મૂકી નીરજ સાંજ ની બાજુમાં બેસે છે. સાંજ એ પેટી જુએ છે અને ભાવુક થઈ જાય છે. નીરજ એ પેટી ખોલે છે, ને એક રમકડાની બંદુક કાઢે છે.
"તું જયારે 4 વર્ષ ની હતી ત્યારે જીદ કરીને અા બંદુક તે લેવડાવી હતી. ઢીંગલી લઈ આપી તને તો ના લીધી. તારા બાળપણના રમકડાં કોઈ જોઈ લે તો માને જ નઈ કે તું છોકરી છે."નીરજ હસવા લાગે છે.
"ભાઈ તમે આ વાત 1000 વાર કીધી હશે મને." સાંજ હળવું સ્મિત કરે છે.
"તું એકદમ મમ્મા જેવી છે, મને તો યાદ નથી કે મમ્મા કેવી હતી, પણ પપ્પા હમેંશા કહેતા કે મમ્મા તારા જેવી હતી. ગુસ્સા વાળો સ્વભાવ, ક્યારેય હસવાનું નહીં અને પરિવાર ને પોતાના સિવાય કોઈની પરવા નઈ." સ્વર્ગસ્થ મા ને યાદ કરતાં નીરજ નું ગળું રૂંધાઈ જાય છે. સાંજ પણ ભાવુક થઈ જાય છે પણ બીજી જ ક્ષણે એ સ્વસ્થ થઈ બોલે છે," નઈ ભાઈ આપણા રડવાના દિવસો પૂરા. હવે રડવાના દિવસો એમના આવશે જેમના કારણે આપણે અનાથ થઈ ગયાં."
"હૂં તને રોકીશ નઈ, તું એ જ કર જે તને ઠીક લાગે પણ હંમેશાં યાદ રાખજે કે તારા સિવાય કોઈ નથી મારું આ દુનિયામાં." નીરજ સાંજના માથા પર હાથ મૂકી ને કહે છે. બન્ને ભાઈ-બેન મોડા સુધી બાળપણ ની સ્મૃતિઓ વાગોળે છે. મોડી રાત થતાં સાંજ ને ઊંઘવાનું કહી નીરજ પોતાના રૂમમાં જાય છે.
અનિલ સિંહ ના મૃત્યુ પછી મૂળજી ઠાકોર એ એમની હવેલી પચાવી પાડી હતી. મૂળજીની હત્યા પછી એ હવેલીનું શુદ્ધીકરણ કરાવવામાં આવ્યું હતું, આજે ત્યાં શાંતિપુજા રાખવામાં હતી. શાંતિપુજા પછી સાંજ અને નીરજ હવેલીમાં રહેવા આવી જવાનાં હતાં અત્યારે એ લોકો ધર્મશાળા માં રહેતાં હતા. ગામ લોકો ને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.
"સાંજ બેટા આ પુજાની થાળી અને નાળીયેર લઈને અંબામાં ના મંદિર જવાનું છે, પુજારીજી તમને વિધી કહેશે એ મુજબ પુજા કરવાની છે અને ચાલતાં જવાનું છે. હું ધનજી ને તમારી સાથે મોકલું છું." દેવજીભાઈ પુજાની થાળી અને નાળીયેર સાંજને આપે છે.
"હું એકલી જ જઉં છું મંદિર સુધી જ તો જવાનું છે તમે બધા અહીં જ રહીને બધી વ્યવસ્થા જુઓ."સાંજ પુજારીજી પાસે પુજાની વિધી જાણી મંદિર જવા નીકળે છે. ગામથી એક કીલોમીટર દુર તળાવની પાળે આ મંદિર હતું, આમ તો ત્યાં સ્કૂલ અને ધર્મશાળા હોવાથી લોકોની અવરજવર ચાલુ જ રહેતી, પણ આજે આખા ગામ લોકો શાંતિ પૂજા નિમિતે સાંજ ના ઘરે ગયા હતા અને બપોર ના જમણ સુધી ત્યાં જ રહેવાના હતા.
મંદિર ની સામે વિશાળ આંગણ હતું. એના અડધા ભાગમાં એક બગીચો હતો. એ બગીચાથી જ મંદિરના પટાંગણમાં પ્રવેશ કરી શકાતો. ધર્મશાળામાંથી પણ મંદિરમાં પ્રવેશી શકાતું પણ એના માટે તળાવ ફરીને જવું પડતું. ગામ લોકો બગીચા વાળા રસ્તે જ મંદિરમાં આવતા-જતા. બાર થી આપેલા લોકો ધર્મશાળા ના માર્ગે મંદિર આવી શકતા.
સાંજ બગીચામાં આવે છે, મંદિરમાં પ્રવેશવા નો દરવાજો બંધ હતો. સાંજ એક હાથમાં થાળી પકડી એક હાથથી દરવાજો ખોલવાનો પ્રયત્ન કરે છે. જોશથી દરવાજો ખોલતાં એનું સંતુલન ખોરવાય છે અને એ જમીન પર પછડાય છે.
"તમે ઠીક તો છો ને? સોરી હું તમને પડતાં ના બચાવી શક્યો." સાંજ આંખો ખોલીને જુએ છે તો સામે એક છોકરો ઊભો હતો એના એક હાથમાં નાળીયેર અને એક હાથમાં પુજાની થાળી હતી. હાથ ખંખેરી એ ઊભી થાય છે, પૂજાની થાળી અને નાળીયેર લઈને ત્યાંથી ચાલવા લાગે છે.
"ભલાઈનો તો જમાનો જ નથી, એમ નઈ કે મદદ માટે થેંક્યુ કઈએ ઉપર થી એટીટયુડ બતાવવાનો." સૂરજ ગણગણે છે.
"સાંભળી લીધું મેં." સાંજ પાછી ફરીને બોલી.
"સંભળાવવા જ બોલ્યો હતો હું." સુરજ એ ફરી થી ટોણો માર્યો.
"મને પડવા દીધી એના માટે થેંક્યું કહું? પુજાની થાળી અને નાળીયેર તો કોઈ ના પડવા દે જમીન પર એટલે તમે કોઈ નવાઈનું કામ નથી કર્યું." સાંજ ફરીથી ચાલવા લાગે છે.
"તો તમારી શું ઇચ્છા હતી કે મુવી ના હીરો ની જેમ હૂં તમને પડતાં બચાવી લઉં?" સૂરજ સાંજ ની નજીક આવીને શરારત કરતાં બોલ્યો.
"મારા જોડે આવી ફાલતું વાતો કરી છે ને બીજીવાર તો મોઢું તોડી નાખીશ. હું હાલ પુજા કરવા જઉં છું એટલે મારા રસ્તામાંથી ખસ." સાંજ ગુસ્સામાં ત્યાંથી નીકળી જાય છે.
"બાપ રે આટલો ગુસ્સો, પણ આટલી જલ્દી હું તમારા રસ્તામાંથી ખસીશ નઇ મિસ એન્ગ્રી બર્ડ." સૂરજ હસતાં હસતાં ત્યાંથી નીકળી જાય છે.
"સૂરજ જ્યારે પણ આપણે માતાજીના ઉત્સવ માટે આવીએ ત્યારે તું ગામની ભાગોળે ઊતરી જાય છે અને કલાક એક પછી ઘરે આવે છે. ને હું દર વખતે તને એનું કારણ પુછું તો તું વાત ટાળી દે છે, પણ આજે આટલી વાર કેમ કરી?" સૂરજ નાં મમ્મી ભાવનાબેન સૂરજ ને મોડા આવેલો જોઈ પ્રશ્ન પુછે છે.
"મા મને ત્યાં જવું ગમે છે એટલે જઉં છું, બેઠાં બેઠાં સમયનું ધ્યાન જ ના રહ્યું." સૂરજ સાચી વાત છુપાવી દે છે. સૂરજની બન્ને બેન શાંતિ અને શિવાની બાર થી અંદર આવે છે.
"મમ્મા બધા લોકો ક્યાં છે? આખું ગામ સૂમસાન છે." શિવાની ઘરમાં આવતાં જ બોલી. શાંતિ એના નામ મુજબ જ શાંત સ્વભાવની હતી જ્યારે સૂરજ અને શિવાની તોફાની સ્વભાવ ના હતાં.
"હા મા હૂં ઘરે આવતો હતો ત્યારે પણ મને કોઈ ના દેખાયું." સૂરજ એ પણ શિવાની ની વાત માં સૂર પૂરાવ્યો.
"ભાવના, ભાવના ખબર છે ગામમાં શું થયું છે?" સૂરજના પિતા મહેશભાઈ પારેખ લગભગ ભાગતા અંદર આવે છે. બધાં એમની સામે પ્રશ્ર સૂચક નજરે જુએ છે.
"અરે મૂળજી ની હત્યા થઈ ગઈ છે. અનિલ ની દીકરી સાંજ એ મૂળજીને મારી નાખ્યો, ને આજે એના ઘરે શાંતિ પૂજા છે. તો આખું ગામ ત્યાં છે. આજે મારા દોસ્ત અનિલની આત્મા ને શાંતિ મળી હશે." મહેશભાઈ ખુશ થઈને બોલે છે. સાંજ નું નામ સાંભળી સૂરજ ને બાળપણ યાદ આવે છે. મનોમન એ પ્રાર્થના કરે છે કે સાંજ એની સામે ના આવે અને એનું મન તિરસ્કાર થી ભરાઇ જાય છે.

ક્રમશ: