Rahashy ek chavina judanu - 8 - last part books and stories free download online pdf in Gujarati

રહસ્ય એક ચાવીના જુડાનું - 8 - છેલ્લો ભાગ

રહસ્ય એક ચાવીના જુડાનું

પ્રકરણ : 8

“મમ્મી પપ્પાનો ફોન છે ને?”

“હા પણ તને કેમ ખબર પડી?

“યસ, ઇટ’સ વર્કીંગ મોમ. મે એ જ વિચાર્યુ હતુ કે પપ્પા અત્યારે જ અહી આવી જાય અને જો પપ્પાનો ફોન આવી ગયો, પ્લીઝ રીસીવ તો કર. પપ્પા આવી જ ગયા છે અહી.”

“હેલ્લો મેઘના, હુ કયારનો બહાર બેલ વગાડી રહ્યો છુ કયા છો બન્ને મા દીકરી.”

“પ્રિયા જલ્દી ઉપર ચાલ. તારા પપ્પા સાચે જ અહી આવી ગયા છે. આ મશીન તો સાચે જ કમાલ છે. ઇટસ વર્ક સક્સેસફુલી.” બધા ખુશીથી જુમી ઉઠયા અને બધા દોડતા ઉપરની તરફ જવા માટે દોડ્યા.

“છેલ્લી દસ મિનિટથી બેલ વગાડતો ઊભો છું, તમે બન્ને હતી ક્યાં?” પ્રિતેશ ગુસ્સાથી લાલઘુમ થતા તાડુકી ઉઠ્યો. પ્રિતેશનો ગુસ્સો જોઇ મેઘના સમસમી ઉઠી. તેની તો વાંચા હણાઇ જ ગઇ હતી. પ્રિયા પણ નીચુ મોં કરી ઊભી રહી ગઇ અને તેના મિત્રો પણ સમસમી ગયા.

“પ્રિયા, મેઘના હું તમને બન્નેને કાંઇક પૂછી રહ્યો છું.” ફરી એક વખત પ્રિતેશે ગુસ્સાથી પુછ્યુ.

“કાંઇ નહી પાપા, અમે ફ્રેન્ડસ મસ્તી ધમાલ કરતા હતા એટલે કદાચ અવાજ સંભળાયો નહી હોય.” પ્રિયાએ તેના પપ્પાથી નજર ચુકાવતા જવાબ આપ્યો.

“મેઘના, તુ સાચો જવાબ આપ. શું પ્રિયા સાચુ કહે છે? મને લાગે છે તમે બન્ને મારાથી કાંઇક છુપાવી રહ્યા છો.” પ્રિતેશે મેઘનાને પુછ્યુ.

મેઘના પ્રિતેશને ખોટુ કહી શકી નહી અને ભોંયરા વિષે અને મશીનની બધી હકિકત પ્રિતેશને કહી દીધી.

“આઇ ડૉન્ટ બીલીવ મેઘના, એવુ મશીન હોય જ નહી. આ તો જસ્ટ કો-ઇન્સીડન્ટલી પ્રિયાએ વિચાર્યુ અને હું અહી ઘરે આવી ચડ્યો બાકી મશીનનો કોઇ કમાલ નથી.” પ્રિતેશે મેઘનાની બધી વાતોને હવામાં ઉડાવતા કહ્યુ.

“ના પપ્પા, એ બધુ સાચુ છે. નાનાએ ડાયરીમાં આ બધુ લખેલુ છે એ પ્રમાણે મે કર્યુ અને એ જ ક્ષણે તમારો ફોન આવ્યો.”

“મને વિશ્વાસ આવતો નથી.”

“તો પાપા, એક કામ કરીએ ચલો તમે પ્રેક્ટીકલ કરી લો પછી તો તમને વિશ્વાસ આવશે કે નહી?”

“હા ચલ, મને એ મશીન બતાવ.”

“હા ચલો.” પ્રિયા સૌની આગળ અને બાકી બધા તેની પાછળ ભોંયરા તરફ ચાલતા થયા.

“ઓહ માય ગોડ, મારા સસરા તો છુપા રૂસ્તમ નીકળ્યા, જમીનથી આટલે ઊંડે આટલુ રહસ્યાત્મક રીતે બધુ બનાવ્યુ એ ખરેખર તેની ચતુરાઇના દર્શન કરાવે છે. માની ગયો પપ્પાની બુધ્ધીને મેઘુ.”

“ઓ.કે. પાપા હવે હું કહું તેમ કરતા જાઓ અને તમારી જે ઇચ્છા હોય તે મનમાં બસ વિચારવાની અને તેને ફીલ કરવાની, પણ યાદ રહે તમારી ઇચ્છા બાબતે કોઇ નકારાત્મક વિચાર આવવો જોઇએ નહી અન્યથા આ મશીન પરિણામ નહી બતાવે.”

“ઠીક છે બેટા.” કહેતો પ્રિતેશ ચેર પર બેસી ગયો અને પ્રિયાએ વિનયને સુચના આપતી ગઇ એ મુજબ તે કરતો ગયો. લાસ્ટમાં પ્રિયાએ તેના પપ્પાને ઇશારાથી સુચના આપી પોતાની ઇચ્છાને મનોમન વિચારવા માટે સંકેત આપી દીધો.

પહેલાની જેમ જ આ વખતે પણ મશીનમાંથી કિરણો નિકળ્યા અને આખા રૂમમાં એ પ્રકાશ પથરાવા લાગ્યો. થોડી ક્ષણ માટે બધા આભા બની ગયા, બધા લોકોની આંખો અંજાઇ ગઇ તેવો પ્રકાશ ચારે દિશામાં પથરાવા લાગ્યો. લગભગ પાંચેક મિનિટ બાદ કિરણો મશીનમાં સમાવા લાગ્યા અને ધીમે ધીમે પ્રકાશ દેખાતો બંધ થઇ ગયો.

“ઓ.કે. પાપા, નાઉ ઓપન યોર આઇઝ સ્લોલી એન્ડ કમ હીઅર.”

“આ લો આપનું વૉલેટ અને મોબાઇલ.” મેઘના પ્રિતેશને મોબાઇલ અને વૉલેટ આપવા જતી જ હતી અને અચાનક મોબાઇલની રીંગ રણકી.

પ્રિતેશે જોયુ તો શ્રીમાન શર્માનો ફોન હતો. જેમજેમ બન્નેની વાત આગળ વધી રહી હતી તેમતેમ પ્રિતેશના ચહેરાના ભાવ બદલાવા લાગ્યા હતા. ફોન પૂરો કરતા જ પ્રિતેશ કુદી પડ્યો.

“સાચે જ આ મશીન અસરકારક છે મેઘુ. મે જે વિચાર્યુ એ જ બન્યુ અને તેના સમાચાર મને શ્રીમાન શર્માએ ફોન પર આપ્યા.

“શું થયુ પાપા? તમે શું વિચાર્યુ હતુ?”

“બેટા મારી ઘણા સમયથી ઇચ્છા હતી કે આપણું એક ફાર્મહાઉસ હોય. તે માટે બહુ મોટી વિશાળ જગ્યાની જરૂર પડે અને મારા ડ્રીમ પ્રોજેક્ટને અનુરૂપ જગ્યા મને મળી પણ ગઇ હતી પરંતુ ભાવતાલમાં સોદો થતો જ ન હતો. મે કહ્યા ભાવથી માલીક એ જમીન આપવા તૈયાર જ ન હતો. છેલ્લા એક વર્ષથી આ સોદ્દો અટક્યો હતો. મુંબઇથી બહાર નીકળતા જ વાપી જતા વચ્ચે એ જગ્યા છે અને આજે આ મશીન પર બેસી મે એ બધા વિચાર કર્યા અને શર્માજીનો ફોન આવ્યો કે મને એ જગ્યા મળી ગઇ અને એ પણ મારા ભાવથી.” કહેતો પ્રિતેશ ઉછળી પડ્યો અને મેઘનાને ભેટી પડ્યો.

“ચલો હવે આપણે બધા ઉપર જઇએ. આ મશીન ખરેખર અદભુત છે.”

*******

“મેઘના પ્રિયા અને તમે બધા મિત્રો, હું જાણું છું કે આ મશીન બહુ ઉપયોગી છે પરંતુ આ મશીનથી આપણામાં અભિમાન અને ગર્વ આવી શકે તેવી શક્યતા ભારોભાર રહેલી છે. ભવિષ્યમાં આપણે તેનો ઉપયોગ આપણા અંગત સ્વાર્થ માટે પણ કરીએ તો એ યોગ્ય ન કહેવાય. મારુ માનવુ તો એમ છે કે આ ખજાનો આપણે પુરાતત્વ વિભાગને સોંપી દેવો જોઇએ, જેથી તેના ઉપર કોઇ સંશોધન થઇ શકે અને આપણા દેશને તેનો લાભ મળી રહે. શું કહેવુ છે તમાર બધાનું?”

“પાપા, આ વસ્તુ એવી છે કે કોઇને પણ આ મશીનની વિશેષતા જણાયે તે કોઇપણ ભોગે તેનો ઉપયોગ પોતાના અંગત સ્વાર્થ માટે જ કરવાનો છે, મારુ માનવુ તો એમ છે કે આ મશીન આપણે કોઇને આપવુ જોઇએ નહી.”

“પ્રિયા તો આવી કિંમતી વસ્તુનું કરવુ શું? જ્યાં સુધી તે આપણી પાસે છે ત્યાં સુધી તો આપણે જ્યારે આફતમાં મુકાઇએ ત્યારે તેનો ઉપયોગ કરવાના જ છીએ. ગમે તેટલુ આપણે મન મનાવીએ તો પણ મુશ્કેલી વખતે આપણી ધીરજ ખુટી જ જવાની છે.” વિનયે કહ્યુ.

“એક કામ કરીએ. આઇ હેવ અન આઇડિયા.” પ્રિયાએ કહ્યુ.

“શું???? જલ્દી બોલ પ્રિયા.” રૂબીએ પુછ્યુ.

“લેટ્સ ફોલો મી.” કહેતી પ્રિયા ફરી પાછી ભોંયરામાં ઉતરી અને બધા તેની પાછળ નીચે ઉતર્યા.”

ફટાફટ પ્રિયા મશીનની ખુરશી પર બેસી ગઇ અને વિનયે પહેલાની જેમ મશીન કનેક્ટ કર્યુ. થોડી જ વારમાં મશીનમાંથી પહેલાની જેમ જ કિરણો પરાવર્તિત થયા અને આખા રૂમમાં પ્રકાશ ચોમેર ફેલાઇ ગયો. ઘડી ભરમાં જ પ્રકાશ મશીનમાં સમાઇ ગયો અને પ્રિયા ખુરશી પરથી ઊભી થઇ તેના પપ્પા પાસે દોડી આવી.

“બધા દૂર આવી જાઓ.” કહેતી પ્રિયા બધાને દૂર ખેંચી ગઇ.

થોડી જ વારમાં મશીનમાંથી ફરી વખત કિરણો પ્રકાશિત થયા. આ વખતે લાલ રંગના કિરણો મશીનને ઘેરી વળ્યા. આ કિરણો એટલા તેજોમય હતા કે બધા પોતાની આંખ આડે હાથ કરી ગયા. જેવા કિરણો દેખાતા બંધ થયા અને બધાએ જોયુ તો સામે કાંઇ હતુ જ નહી. મશીનની જગ્યાએ સોનેરી રેતી પડેલી બધાએ જોઇ અને બધા આશ્ચર્યથી દંગ રહી ગયા.

“પાપા, મે સાચુ કર્યુ ને?” મશીનનો નાશ કરવો એ જ મને યોગ્ય લાગ્યુ. તેથી મે ખુરશી પર બેસી આપણાથી ભવિષ્યમાં આ મશીન મારફત કોઇ ખોટુ કામ ન થાય તેવા શુભાશયથી મશીનનો સ્વ-નાશ થાય તેવુ વિચાર્યુ.”

“આઇ એમ પ્રાઉડ ઓફ યુ માય ડોટર.” કહેતો પ્રિતેશ તેને ભેટી પડ્યો.

“હા પ્રિયા, આ મશીન એવો અમૂલ્ય ખજાનો હતો કે કદાચ આ મશીનને કારણે આપણી મિત્રતા પણ ભવિષ્યમાં ખતરામાં પડી જાય એવી શક્યતા હતી. આ મશીનનો નાશ કરી તે બહુ સારૂ કામ કર્યુ છે.” રૂબી અને બધા મિત્રોએ પ્રિયાને શાબાશી આપી.

આજે આ રહસ્યને અહી જ દફનાવી દઇએ આપણે બધા અને મેઘના આ ચાવીના જુડાને અને ડાયરીને તારા પપ્પાની નિશાનીરૂપે તુ આજીવન સાચવી રાખજે. હું આવતીકાલે જ કડિયા મારફત આ અન્ડરગ્રાઉન્ડ દરવાજો બંધ કરાવીએ લાદીને જડાવી દઉ છું, જેથી આ રહસ્ય હંમેશાને માટે યોગ્ય જગ્યાએ સચવાઇ જાય.

****** સમાપ્ત ******