taras premni - 23 books and stories free download online pdf in Gujarati

તરસ પ્રેમની - ૨૩



મુવી જોઈને પછી રજત પ્રાચીને ઘરે મૂકવા ગયો.

રજત:- "પ્રાચી તને ખબર છે તું બધા કરતા ખૂબ સારી છે અને ક્યૂટ પણ."

પ્રાચી:- "ઑહો શું વાત છે? આજે તો વખાણ કરવાના મૂડમાં છે."

રજત:- "તું છે જ વખાણવા લાયક. તો વખાણ નહીં તો શું કરું?"

પ્રાચી:- "How sweet."

રજત:- "એક વાત પૂછું?"

પ્રાચી:- "એક શું બે વાત પૂછ."

રજત:- "પ્રાચી તું મારી કેર કરે છે,મને હસાવે છે,મને સમજે છે એટલે ખબર નહીં ક્યારથી પણ હું તને Like કરવા લાગ્યો છું."

પ્રાચી રજતની વાત સાંભળી રજતને જોઈ રહી.

રજત:- "Like નહીં પણ તને Love જ કરવા લાગ્યો છું."

પ્રાચી કંઈ બોલી નહીં.

રજત:- "કંઈ તો બોલ. જો તારી ના છે તો સ્પષ્ટ શબ્દોમાં કહી દેજે."

પ્રાચી:- "મને પણ તારા જેવો સાથી જોઈએ છીએ. હું તને કૉલેજના પહેલાં જ દિવસથી Like કરવા લાગી હતી. કૉલેજના પહેલાં દિવસથી જ તારો સ્વભાવ ગમી ગયો હતો. યાદ છે ને કૉલેજની રેગિંગ?"

રજત:- "હા યાદ છે."

પ્રાચી:- "બસ અહીં જ ઉભી રાખ. આ મારું ઘર."

રજત:- "પ્રાચી મારે તારી સાથે વાત કરવી હોય તો?"

પ્રાચી:- "હા તો આપણે વાત કરીશું ને!"

રજત:- "કેવી રીતે? તારો મોબાઈલ નંબર તો આપ્યો નથી."

પ્રાચી મોબાઈલ નંબર આપે છે.

પ્રાચી અને રજતે મેસેજથી વાત કરી. રજત ઘરે જઈ ને પ્રાચીના વિચારો કરે છે. પ્રાચીના વિચારો કરતા કરતા રજતને મેહા યાદ આવે છે.

બંધ કરી દીધા છે મેં દિલના દરવાજા
પણ તારી યાદો છે કે તૂટેલાં દિલની તિરાડોમાંથી આવ્યા કરે છે.

રજતે નક્કી કરી લીધું હતું કે હવે પ્રાચી જ એની ગર્લફ્રેન્ડ બનશે. રજત હવે મેહાથી દૂર રહેવા ઈચ્છતો હતો.

બીજા દિવસે મેહા કૉલેજ ગઈ. મેહા ક્લાસ તરફ જતી હતી.

એક ક્લાસમાંથી મેહાને તનિષા અને તન્વીની વાતો સંભળાઈ.

તનિષા:- "મેહાને તો હજી પણ એમ લાગે છે કે જે થયું તે બધું રજતે જ કર્યું છે. મેહાને રજત વિશે ગેરસમજ રહે તે આપણા માટે જ સારું છે. પાઉડરની બોટલ રજતના બેગમાં નાંખી મેહાને રજતથી દૂર કરી દીધી. હવે પ્રાચીને રજતથી દૂર કરવું પડશે."

તનિષાની વાત સાંભળી મેહાને પોતાની ભૂલનો અહેસાસ થયો. રજતે તો પોતાની આબરૂ બચાવી હતી અને રજતના બેગમાંથી બોટલ પડી ત્યારે પોતે રજત પર જ આરોપ લગાવી દીધો. પણ આ તો તનિષાની ચાલ હતી.

મેહાને હવે રજતને મળવું હતું. રજતને કહી દેવા માંગતી હતી કે હું તને ચાહું છું. મેહા રિહર્સલ રૂમમાં ગઈ. રિહર્સલ રૂમમાં જઈને જોયું તો રિહર્સલ રૂમ સજાવેલો હતો. રંગબેરંગી ફૂલોની સાથે ગુલાબના ફૂલો પણ હતા. મેહા દરવાજા પાસે જ ઉભી રહી જોવા લાગી.

મેહાએ રજત તરફ નજર કરી. મેહા રજત તરફ આગળ વધતી અને રજત પ્રાચી તરફ વધતો હતો. રજત ઘૂંટણિયે બેસી રેડ રોઝ આપી પ્રાચીને પ્રપોઝ કરી રહ્યો હતો.

રજત:- "I love you prachi. Do you love me?"

પ્રાચીએ ગુલાબ લઈ શરમાતાં શરમાતાં હા કહી.

આ દશ્ય જોતાં મેહાના પગની સાથે સાથે શ્વાસ અને દિલની ધડકનો અટકી ગઈ હોય એવું લાગ્યું. થોડી વાર માટે તો મેહાને સમજમાં જ ન આવ્યું કે શું કરવું અને શું ન કરવું. મેહાએ પોતાના કદમ પાછળ હટાવી લીધા.

નેહા,પ્રિયંકા,મિષા,રૉકી,સુમિત,પ્રિતેશ બધાએ રજત અને પ્રાચી માટે તાળીઓ પાડી.

તનિષા અને તન્વી પણ રિહર્સલ રૂમમાં આવ્યા. મેહાની સાથે સાથે તનિષાનું પણ દિલ તૂટી ગયું હતું.
રજતે પહેલેથી જ કેક મંગાવી રાખી હતી. રજતે પ્રાચીને અને પ્રાચીએ રજતને કેક ખવડાવી. રજત. પોતાના ફ્રેન્ડસને વારાફરતી કેક ખવડાવી રહ્યો હતો. મિષા,નેહા અને પ્રિયંકાને પણ કેક ખવડાવી.

રજતની નજર દરવાજા તરફ ગઈ. રજત કેક લઈને આગળ વધ્યો. પોતાની તરફ રજતને આવતા જોઈ મેહાએ આંસુ સાફ કર્યાં. મેહાને તો કેક ખાવાની ઈચ્છા પણ ન થઈ. પણ રજત જબરજસ્તીથી ખવડાવશે તો? તો કેક ખાઈ લઈશ.
રજત ચાલતા ચાલતા મેહાની એકદમ નજીક આવી ગયો. મેહા કંઈ કહેવાની હતી. પણ આ શું? રજત તો મેહાની સાઈડ પરથી નીકળી ગયો. મેહાને તો એમ હતું કે રજત પોતાની પાસે જ આવી રહ્યો છે.

"તમે બંન્ને ક્યાં રહી ગયા હતા. હું તમારી રાહ જોઈ રહ્યો હતો." એમ કહી રજતે તનિષા અને તન્વીને કેક ખવડાવી.

મેહાએ પાછળ ફરી જોયું તો તનિષા અને તન્વી હતા. રજત તનિષા અને તન્વીને અંદર લઈ આવ્યો. રજતે તો મેહા તરફ નજર પણ નહોતી કરી. મેહાને ખ્યાલ આવી ગયો હતો કે રજત મને જાણી જોઈને નજર અંદાજ કરે છે.

નેહા:- "મિષ મેહા ત્યાં ઉભી છે."

મિષા:- "તો શું?"

પ્રિયંકા:- "મિષ મેહા આપણી ફ્રેન્ડ છે. જો આપણે એની સાથે વાત નહીં કરીશું તો એ ક્યાં જશે?"

મિષા:- "જ્યાં જાય ત્યાં I don't care. અને એમ પણ મેહા ખૂબ બદલાઈ ગઈ છે. ખબર નહીં એને શું થઈ ગયું છે."

નેહા:- "હા યાર મિષ. તારી વાત સાચી છે. પણ મિષ મેહા એકલી પડી ગઈ છે. આપણે એની સાથે વાત કરવી જોઈએ."

મિષા:- "મારે એની સાથે કોઈ વાત નથી કરવી. અને તમે બંન્ને પણ એને બોલાવશો નહીં સમજ્યા?"

પ્રિયંકા:- "મિષ એને આપણી જરૂર છે."

મિષા:- "ઑકે ઑકે મેહા વિશે વિચારીશું પણ અત્યારે રજતની પાર્ટી ચાલી રહી છે. મને એન્જોય કરવા દો. અને તમે પણ એન્જોય કરો."

મેહા થોડી મીનિટો ત્યાં ઉભી રહી. મેહાને ખ્યાલ ન આવે એ રીતે રજતે મેહા તરફ ત્રણ થી ચાર વાર નજર કરી. મેહાને ખ્યાલ પણ ન આવે એ રીતે મેહાની આંખોમાંથી આંસુ ટપકી પડ્યા. મેહા ત્યાંથી જતી રહી. રજત મેહાના આંસુ લૂછવા માંગતો હતો પણ એણે પોતાની જાતને રોકી લીધી. રજત વિચારવા લાગ્યો કે પ્રાચી જ તારા માટે Important છે. મેહા પોતાને સંભાળી લેશે.

મેહા એકાંતવાળી જગ્યાએ જઈને રડવા લાગી.
મેહાને અત્યારે ખૂબ રડવું આવી રહ્યું હતું.

"મેહા શું થયું?" અવાજ સાંભળતા જ મેહાએ આંસુ સાફ કરી દીધા. પાછળ ફરીને જોયું તો રાહુલ હતો.

રાહુલ:- "મેહા શું થયું? કંઈ પ્રોબ્લેમ?"

મેહા:- "ના કંઈ પ્રોબ્લેમ નથી."

રાહુલ:- "તો શું કામ રડે છે?"

મેહા:- "હું ક્યાં રડું છું."

રાહુલ:- "રડવાનું કારણ ન કહેવું હોય તો વાંધો નહીં. અમારી સાથે ચાલ. તારો મૂડ સારો થઈ જશે."

મેહા:- "ક્યાં જાઓ છો તમે?"

રાહુલ:- "ક્લબમાં જઈએ છીએ."

મેહા:- "અત્યારે?"

રાહુલ:- "અત્યારે નહીં કૉલેજ છૂટે પછી. ઑકે તો તૈયાર રહેજે. Bye. સાંજે મળીયે."

મેહા:- "Bye."

મેહાની આંખોમાંથી આંસુ સરી રહ્યા હતા. ખાસ્સીવાર સુધી એમજ બેસી રહી. વોશરૂમ માં જઈ ચહેરો ધોયો. મેહા ક્લાસમાં ગઈ. મેહાએ મિષા,નેહા અને પ્રિયંકા તરફ જોયું. મેહાને ખ્યાલ આવી ગયો હતો કે એના ફ્રેન્ડ દૂર થઈ રહ્યા છે.

મેહા ચૂપચાપ પોતાની જગ્યા પર બેસી ગઈ. મેહાની અંદર કંઈક તો હતું જે બહુ ખરાબ રીતે તૂટી ગયું હતું.

બપોરે મેહા કેન્ટીનમા જઈ રહી હતી. હંમેશની જેમ કેન્ટીનમા પોતાના ફ્રેન્ડસ પાસે જઈ રહી હતી કે મેહાને ખ્યાલ આવ્યો કે નેહા,પ્રિયંકા અને મિષા તો કોઈ એની સાથે બોલતું નથી. મિષાએ જોયું કે મેહા અટકી ગઈ. રજતે પણ નોટીસ કર્યું.

પ્રાચીને પણ ખ્યાલ આવી ગયો.

પ્રાચી:- "મેહા કેમ અટકી ગઈ. ચલ અમારી સાથે નાસ્તો કરી લે."

મેહા:- "તમે નાસ્તો કરી લો. મને ભૂખ નથી."

મેહાની નજર રાહુલ પર જાય છે. રાહુલે હાથ હલાવ્યો. મેહા રાહુલના ગ્રુપ પાસે જવા લાગી.

મેહા વિચારવા લાગી કે પ્રાચી સિવાય કોઈ મારી સાથે બોલ્યું નહીં. મેહા સમજી ગઈ કે હવે એ લોકો પાસે જવું લગભગ અશક્ય છે.

મેહા રાહુલના ગ્રુપ સાથે નાસ્તો કરવા લાગી.

મિષા:- "આ લોકો વચ્ચે ક્યારે દોસ્તી થઈ?"

નેહા:- "સારું છે ને તો રાહુલ મેહાને કંપની આપે છે. હવે મેહાને એકલું નહીં લાગે."

નાસ્તો કરીને મેહા ક્લાસમાં આવી. RR ના ગ્રુપવાળા પણ ક્લાસમાં આવ્યા. મેહાની પાછળ બેઠેલી કૃપા અને ભૂમિ વાતો કરી રહ્યા હતા. મેહાને એ લોકોના શબ્દો સંભળાયા.

કૃપા:- "જો તો ખરી પ્રાચીને. ચહેરા પર કેટલું ભોળપણ છે. આ ચહેરાથી જ રજતને ફસાવ્યો છે."

ભૂમિ:- "ભોળપણ નહીં એની ચાલાકી છે. રજત જેવા અમીર ઘરનાં યુવકોને ચહેરા પર બિચારી વાળો ચાર્મ લાવીને ફસાવે છે."

કૃપા:- "પ્રાચીની અદા તો જો. કૉલેજમાં હંમેશા પટિયાલા અથવા ચૂડીદાર ડ્રેસ પહેરીને આવે છે. રજત જેવા યુવકો પાછળ શોર્ટસ વાળી યુવતી તો આસપાસ ફરતી હોય છે. શોર્ટસ વાળી યુવતી રજત જેવા યુવકોને બહુ ભાવ આપતી હોય છે. એટલે પ્રાચીને જરા અલગ દેખાવું હોય છે. પ્રાચીને લાગ્યું હશે કે જરા અલગ દેખાઉં તો શું ખબર રજત એની આ જ અદા પર ફિદા થઈ જાય. એટલે જ તો પોતાની સંસ્કારી ટાઈપની અદાઓથી પ્રાચીએ રજતને ફસાવી દીધો છે."

મેહા પ્રાચીને ધ્યાનથી જોઈ રહી. પ્રાચીનુ બધું જ વ્યવસ્થિત હતું. દુપટ્ટો પણ વ્યવસ્થિત. વાળ પણ હંમેશા સરખા કરેલા હોય. પ્રાચીની બોલવાની સ્ટાઈલ. બધું એકદમ વ્યવસ્થિત. મેહાને પ્રાચી એકદમ પરફેક્ટ લાગી. મેહાને પ્રાચીથી થોડી ઈર્ષા આવવા લાગી.

મેહા સાંજે ઘરે પહોંચી. ચા નાસ્તો કરી રજત વિશે વિચારી રહી. તનિષાની વાત સાંભળી એ તો પ્રૂફ થઈ ગયું હતું કે રજત કોઈ છોકરીની આબરૂ સાથે નહીં રમે. રજત કહેતો રહ્યો કે પાઉડરની બોટલ મારી નથી પણ મેં જ એના પર વિશ્વાસ ન કર્યો. રજત હું તને ચાહતી હતી પણ આ તનિષાએ બધું બગાડી દીધું. અને આજે હું તને મારા મનની વાત કહેવા આવતી હતી તો તું પ્રાચીને પ્રપોઝ કરી ચૂક્યો હતો. શું હવે રજત મારી લાઈફમાં ક્યારેય નહીં આવે? રજત તો હવે પ્રાચીનો થઈ ગયો છે. આ વિચાર આવતો જ મેહાએ એક ખાલીપો અનુભવ્યો. મેહાને પહેલી વાર ખાલીપાનો અનુભવ થયો હતો. મેહાને અહેસાસ થયો કે પોતે રજતને ખોઈ બેઠી છે.

મેહાએ મોબાઈલ લીધો અને રજતની જૂની ચેટ્સ વાંચવા લાગી. ચેટ્સ વાંચતા વાંચતા મેહાને રજત સાથે વાત કરવાની તીવ્ર ઈચ્છા થઈ આવી. મેહાએ Hi નો મેસેજ કર્યો. મેહાએ જોયું તો રજત ઑનલાઈન હતો. ખાસ્સીવાર થઈ ગઈ પણ રજતનો રિપ્લાય ન આવ્યો. મેહાએ ફરી જોયું તો રજત હજી પણ ઑનલાઈન હતો. મેહાએ વિચાર્યું કે કદાચ પ્રાચી સાથે વાત કરતો હશે.

ઘરમાં મેહાને ગૂંગળામણ થવા લાગી. મેહા થોડીવાર માટે બહાર જવા માંગતી હતી. મેહા મોબાઈલ અને પર્સ લઈ ને બહાર નીકળી ગઈ.

મમતાબહેન:- "મેહા ક્યાં જાય છે?"

મેહા:- "મમ્મી બસ એમજ ફરવા જાઉં છું."

મમતાબહેન:- "સારું જમવા ત્યારે આવી જજે."

મેહા:- "મમ્મી હું બહારથી કંઈ ખાઈને આવીશ."

મમતાબહેન:- "કેટલા દિવસથી જોઉં છું દરરોજ બહારથી ખાઈને આવે છે. કાયમ જ બહારથી ખાવાનું સારું નહીં બેટા. ઘરનું ખાવાનું પણ ખાવું જોઈએ."

મેહા:- "સારું સારું હવે હું જાઉં?"

મમતાબહેન:- "સારું જા."

પોતાના જ વિચારોમાં ખોવાયેલી મેહા ફૂટપાથ ઉપર ચાલતા ચાલતા જતી હતી.

"મેહા."

મેહાને પોતાના નામની બૂમ સંભળાઈ. મેહાએ જોયું તો રાહુલ હતો.

મેહા:- "Hi રાહુલ."

રાહુલ:- "કૉલેજ છૂટ્યા પછી તારા ક્લાસમાં આવ્યો હતો. પણ તું નહોતી."

મેહા:- "હું તો સીધી ઘરે આવતી રહી હતી. પણ તું ક્લાસમાં કેમ આવ્યો હતો?"
રાહુલ:- "અરે હું તને કહીને ગયો હતો ને કે ક્લબમાં જઈશું. અને ક્લાસમાં ગયો તો તું તો નહોતી અને તારો ફોન નંબર પણ નહોતો. નહીં તો તને ફોન કરી દેત."

મેહા:- "અરે હા યાદ આવ્યું. થોડી ટેન્સ હતી એટલે મગજમાંથી નીકળી ગયું."

રાહુલ:- "સારું ચલ અમે ક્લબમાં જ જઈએ છીએ."

મેહા:- "તમે લોકો જાઓ મારું મન નથી."

રાહુલ:- "સવારથી તારું મૂડ ખરાબ છે. તું અમારી સાથે એકવાર ક્લબમાં તો ચાલ. મજા આવશે તને."

મેહા:- "તું કહે છે તો ચલ."

મેહા રાહુલ સાથે જીપમાં બેસી ગઈ.

મેહા:- "રાહુલ તમારા ગ્રુપમાં કોઈ ગર્લ્સ નથી?"

રાહુલે જીપ ઉભી રખાડી દીધી.

રાહુલ:- "મેહા તારે અમારી સાથે ન આવવું હોય તો તું ઘરે જઈ શકે છે."

મેહા:- "Sorry રાહુલ. એ તો મેં કોઈ ગર્લ્સને તમારી સાથે ન જોઈ એટલે બસ એમજ પૂછી લીધું."

રાહુલે જીપ સ્ટાર્ટ કરી. ક્લબમાં જઈ મેહાએ રાહુલ સાથે ડાન્સ કર્યો. ડાન્સ કરીને થાક્યા ત્યારે ઠંડું પીવા ગયા

મેહાએ કોલ્ડડ્રીકનો ઓર્ડર આપ્યો. ત્યાં જ રાહુલ આવ્યો અને મેહાને કહ્યું "શું કરે છે મેહા? વ્હીસ્કી, રમ,બિયર, વોડકા,વાઈન કોઈ પણ એકનો ઓર્ડર આપ ને?"

રાહુલ એક વેઈટરને કહે છે "Hey ફ્રેન્ડ. ચાર વોડકા. Ok?"

મેહા:- "પણ રાહુલ હું ડ્રીક નથી કરતી."

રાહુલ:- "તો તારે કરવું જોઈએ. ૧૮ વર્ષ તો થઈ જ ગયા છે તો પછી શું વાંધો છે?"

મેહા:- "હા પણ આજે નહીં. Next time."

રાહુલ:- "ઑકે તારા માટે કોલ્ડડ્રીક નો ઓર્ડર આપું છું."

મેહા:- "Thanks."

રાહુલ:- "મેહા તારો મોબાઈલ નંબર?"

મેહા રાહુલને મોબાઈલ નંબર આપે છે.

મેહાની નજર પોતે કરેલાં મેસેજ પર જાય છે. "રજતે હજી સુધી મારો મેસેજ નથી વાંચ્યો. મેહાએ ફરી મેસેજ કરવાનું વિચાર્યું. પણ રજતે આ શું કર્યું. એનો પ્રોફાઈલ ફોટો ક્યાં ગયો. ઑહ હવે સમજાયું રજતે મને બ્લોક કરી દીધી."

એટલામાં જ વેઈટર ડ્રીક લઈને આવ્યો. મેહાને રજત પર ગુસ્સો આવ્યો.

રજતે મેહાને બ્લૉક કરી દીધી હતી એટલે મેહાને ગુસ્સો આવ્યો હતો.

મેહા:- "રાહુલ next time નહીં. હું આજે જ ડ્રીક માટે ટ્રાય કરીશ. એમ કહી મેહા એકી શ્વાસે જ ડ્રીક ગટગટાવી ગઈ."

રાહુલ:- "Very good મેહા."

મેહા:- "મારા માટે હજી એક."

એ જ ક્લબમાં રજત અને એના ફ્રેન્ડ આવે છે.
રજતની નજર મેહા પર જાય છે. વેઈટર ડ્રીક લઈને આવે છે. મેહા ડ્રીક કરે છે.

નેહા:- "મિષ મેહા બહું ડીસ્ટર્બ લાગે છે."

મિષા મેહા પાસે જાય છે.

મિષા:- "મેહા બહું થઈ ગયું. ચાલ ઘરે."

મેહા:- "કોણ? મિષ.

મિષા:- "હા તારી ફ્રેન્ડ મિષ."

મેહા:- "ઑહ તો તને આજે યાદ આવ્યું કે હું પણ તમારી ફ્રેન્ડ છું."

મિષા:- "મેહા શું કરવા ડ્રામા ક્રીએટ કરે છે. ચાલ ઘરે."

મેહા:- "તમારે મારી ચિંતા કરવાની જરૂર નથી."

રાહુલ:- "હું મેહાને ઘરે મૂકી આવીશ."

મેહા:- "Hi પ્રાચી Hi રજત Congrats..."

પ્રાચી:- "રજત મને આ જગ્યા પસંદ નથી. ચાલને બીજે કશે જઈએ."

રજત:- "થોડીવાર રોકાઈએ પછી ચાલ્યા જઈશું."

રાહુલ અને એના ફ્રેન્ડે લિમિટમાં ડ્રીક કર્યું હતું. મેહા પણ લિમિટમાં ડ્રીક કર્યું હતું.

રાહુલ:- "Let's go guys."

રજત મેહા પર નજર રાખી રહ્યો હતો. રજતે મેહા વિશે વિચારી મનોમન કહ્યું "જીંદગીમાં એક એવી વ્યક્તિ તો જરૂર હોય છે કે ગમે તેટલાં પ્રયાસ કરો પણ તે ના ભુલી શકાય કે ના માફ કરી શકાય.

મેહાના જતાં જ રજતે કહ્યું "પ્રાચી ક્યાં જઈએ હવે?"

પ્રાચી:- "કોઈક શાંત જગ્યાએ જઈએ."

રાહુલ:- "મેહા મજા આવી."

મેહા:- "હા. હવે ક્યાં જવાનું છે?"

રાહુલ:- "ક્યાં જવાનું છે મતલબ? ઘરે જ જઈશું."

મેહા:- "આટલી જલ્દી?"

રાહુલ:- "શું આટલી જલ્દી. રાતના અઢી વાગ્યા છે."

મેહા:- "બહાર ખુલ્લી હવામાં બેસીએ થોડીવાર."

રાહુલ અને રાહુલના ફ્રેન્ડ મેહા સાથે બહાર બેસે છે.

થોડીવાર પછી રાહુલે કહ્યું "મેહા સાડા ત્રણ થયા. હવે જઈએ?"

મેહા:- "સારું."

રાહુલ મેહાને ઘરે મૂકી આવ્યો. મેહા ઘરે જઈને સૂઈ જાય છે. મેહાને ઊંઘમાં પણ રજતનો ચહેરો દેખાય છે. બીજા દિવસે સવારે મેહા મોડી ઉઠી. ઉઠતાં જ મોબાઈલમાં જોયું. રજતે હજી સુધી બ્લોક જ કરી રાખી હતી. મેહાને વિચાર આવ્યો એમ પણ રજત અનબ્લોક કરશે તો પણ શું ફાયદો. રજત તો હવે પ્રાચીનો થઈ ગયો છે. રજતની લાઈફમાં મારા માટે કોઈ જગ્યા નથી. પ્રાચી કેટલી ખુશ હશે નહીં. કાશ હું પણ રજતની ગર્લફ્રેન્ડ હોત. હું કેટલી ખુશ હોત. એટલી ખુશ કે હું એ ખુશીની કલ્પના પણ ન કરી શકત. જે થઈ ગયું તે થઈ ગયું. હવે હું પ્રાચીનુ દિલ તો ન તોડી શકું ને? રજતને નાનપણથી જાણું છું. રજતનો પ્રેમ સાચો છે. એ પ્રાચી સાથે લગ્ન કરીને જ રહેશે. કાશ હું પણ રજત સાથે લગ્ન કરી શકતે. કાશ પ્રાચીની સાથે સાથે હું પણ રજત સાથે લગ્ન કરી શકું. એક કામ થઈ શકે. રજત બે લગ્ન કરી જ શકે ને? પ્રાચી પહેલી વાઈફ અને હું સેકન્ડ વાઈફ તો બની શકું ને? અઠવાડિયામાં છ દિવસ રજત ભલે પ્રાચી સાથે રહેતો પણ અઠવાડિયામાં એક દિવસ તો મને રજત મળશે. હું રજત સાથે સેકન્ડ વાઈફ બનીને જીવી લઈશ. પ્લીઝ રજત મને સંભાળી લે નહીં તો હું મરી જઈશ. મેહા તું પણ કેવા શેખચલ્લી જેવા વિચાર કરે છે. રજત બે લગ્ન કરશે? અને પ્રાચી તને પોતાના ઘરમાં થોડી ઘૂસવા દેશે? ઑહ God મેહા તું આવા જ વિચાર કરતી રહીશ તો પાગલ થઈ જશે. આવું વિચારતા વિચારતા જ મેહાની આંખોમાં આંસું આવી જાય છે.

ક્રમશઃ