Pratibimb - 10 books and stories free download online pdf in Gujarati

પ્રતિબિંબ - 10

પ્રતિબિંબ

પ્રકરણ - ૧૦

આરવ અને ઈતિ એક મજાની સફરની શરૂઆત કરીને ફરીથી હોસ્ટેલ આવી ગયાં. આજે ઈતિ અને આરવ બંને બહું જ ખુશ છે‌...ઇતિને થયું કે ખુશ થઈને આખી દુનિયાને કહી દે કે " આઈ લવ યુ આરવ.." પણ તરત જ ઈતિને યાદ આવ્યું કે હાલ એને કોઈને કંઈ જ કંઈ કહેવાનું નથી.

કોલેજમાં બંને જાણે એમની વચ્ચે કંઈ હોય જ નહીં એમ જ બંને કોલેજ જાય અને આવે છે...બસ વાતો થતી તો આંખોથી. પ્રયાગ મનમાં વિચારી રહ્યો છે કે "ઇતિએ એની સાથે તો સંબંધ કાપી દીધો પણ હવે તો એ આરવ સાથે પણ વાત નથી કરતી. એની સાથે પણ એ પહેલાંની જેમ જ વ્યવ્હાર કરે છે.. શું આરવે મને એમ જ કહ્યું હશે કે એનો પ્લાન નિષ્ફળ ગયો કે પછી કંઈ બીજું જ બની રહ્યું છે જે મને નથી દેખાઈ રહ્યું."

પ્રયાગે એનાં ફ્રેન્ડ ડેનિશ જે આરવનો રૂમમેટ છે એને આરવની દેખરેખ રાખવા માટે કહ્યું. બે ત્રણ દિવસ ડેનિશ બધું જોવાં લાગ્યો આરવની દરેક હિલચાલ પણ એને કોઈ કડી ન મળી. આખરે પ્રયાગે ફરી એક કીમિયો અજમાવ્યો...

*****

આજે ટ્યુઝડે છે‌.. કોલેજમાં બપોર પછી બધાં ફ્રી હોય છે. બધાંએ ક્લાસમાં નક્કી કર્યું કે આજે ફ્રી થયાં પછી બધાં અહીં બેસીશું. આજે બધાં સાથે આપણે ગેમ્સને રમીએ. પણ આ વાત એમના એક ક્લાસમેટ એ અનાઉન્સ કરી. પ્રયાગે કહ્યું હોત તો આરવ કે ઈતિ ચોક્કસ તૈયાર ન થાત પણ હવે આ તો એમનાં જ એક સારાં ફ્રેન્ડે કહ્યું હોવાથી બંને રેડી થઈ ગયાં...

બધાં અલગ અલગ કન્ટ્રી ને સ્ટેટ એમ બધાંનાં અલગ અલગ સજેશન મુજબ અલગ અલગ ગેમ રમાઈ. છેલ્લે ડેનિશ બોલ્યો, " યાર વો ટ્રુથ એન્ડ ડેર" ખેલતે હે.

બધાં આ ગેમ તો લગભગ રમેલા જ હોવાથી બધાં રેડી થઈ ગયાં... બધાંએ એક પછી એક ટ્રુથ એન્ડ ડેર પોતાની પસંદ પ્રમાણે કહીને બધાં કરતાં ગયાં. એકવાર એવું થયું કે પ્રયાગ અને આરવની સામે બોટલ આવી...પ્રયાગને ટ્રુથ કે ડેર માટે કહેવાનું છે.

આરવને ખબર હતી કે નક્કી પ્રયાગ કંઈ તો કરશે જ...એ સત્ય જાણવા માટે કંઈ તો કરશે જ ને આરવને બધાની સામે ખોટું બોલવું નહોતું એણે સામેથી જ ડેર માંગી લીધું...

પ્રયાગ પણ આજે બરાબર મનમાં નક્કી કરીને આવ્યો છે‌. એણે તરત જ કહ્યું કે, " આરવ યુ હેવ ટુ કિસ માયરા.."

આરવ : " વોટ ?? ગીવ મી અનધર ઓપ્શન પ્લીઝ..."

છોકરાંઓની ગેંગ તો આરવ..માયરા.. કરવાં લાગી. માયરા એક સાઉથ આફ્રિકાની છોકરી છે. એ પ્રમાણે એનો કલર પણ એવો જ. ભલે એ ઇન્ટેલિજન્ટ ચોક્કસ છે...પણ ચહેરો કહી શકાય કે મોહક જરાં પણ નહીં.

માયરા તો એકદમ હાઈફાઈને ફાસ્ટ ફોરવર્ડ છોકરી છે એને તો આ વાતથી કંઈ ફેર ન પડ્યો. એ તો જાણે રેડી જ હોય એમ હસી રહી છે‌. આરવે ત્રાંસી નજરે એકવાર ઇતિની સામે જોયું...ઈતિ તો આત્મવિશ્વાસથી આરવની સામે જોતી જ બેઠી રહી.

પ્રયાગ બોલ્યો, " ધેન વોટ યુ વોન્ટ ટુ ડુ ?? "

આરવ : " યુ ગીવ મી વન અનધર ઓપ્શન.."

ડેનિશ : " પ્રયાગ આઈ વોન્ટ ટુ ગીવ ડેર આરવ..."

ડેનિશ પ્રયાગનો ખાસ ફ્રેન્ડ હોવાથી એ હા પાડી દીધી. એ પ્રમાણે ડેનિશે આરવનો મોબાઈલ માંગ્યો...કોલેજનો સમય એટલે એવું હોય કે એ સમયે કોઈ એકબીજાંને બધું જ વસ્તુઓ સેર કરે પણ મોબાઈલ તો કોઈ પોતાનાં ખાસ ફ્રેન્ડને પણ ન બતાવે એમાં પણ ચેટ મેસેજીસ તો નહીં જ. એમાંય છોકરાંઓ તો જરાય નહીં. આરવે બેજીજક પોતાનો ફોન આપી દીધો. ઈતિ થોડી ટેન્શનમાં આવી ગઈ કે એણે આરવ સાથે ગઈ રાતે બહું બધી ચેટ કરી હતી જો આ મેસેજીસ આ લોકો વાંચશે તો તો આજે વાત પૂરી થઈ જશે.

ડેનિશને પ્રયાગની સાથે બધાં જ ક્લાસમેટસ્ એની ફોન જોવાં માટે ટોળે વળી ગયાં. આરવે પાસવર્ડ પણ ખોલી આપ્યો. બધાં જ ચેટ મેસેજીસ ને કોલ જોઈ લીધાં. પ્રયાગ તો બસ આરવનું એક પણ એવી વસ્તુ મળે ખાસ કરીને ઈતિ રિલેટેડ...પણ એવું બન્યું કે ઈતિનાં એક કોન્ટેકટ નંબર સિવાય કોઈ જ કોલ કે મેસેજીસની ડિટેઈલ ન મળી... થોડીવારમાં આરવને એનો ફોન મળી ગયો. આગળ ગેમ ફરી શરૂ થઈ. એક બે જણાંને ટાસ્ક અપાયાં બધાંને મજા આવી રહી છે. ગેમ બરાબર જામી છે ને બધાંને એકબીજાનાં સસ્પેન્સ જાણવાની મજા આવી રહી છે. બધાંએ નક્કી કર્યું કે આપણે ડેર જ રાખીએ કારણ ટ્રુથ તો જલ્દી કોઈ કહેતું નથી. આથી હવે એક રાઉન્ડમાં ઇતિની સામે બોટલ આવી. તેનાં જ એક ક્લાસમેટ એ ઇતિને ટ્રુથ કે ડેર માટે કહ્યું.એણે ડાયરેક્ટ ઇતિને કહ્યું કે આટલામાંથી કોઈ પણ એક છોકરાંને પ્રપોઝ કરવાનો છે એ પણ સ્પેશિયલ રીતે.

ઘણાં બધાં પોતાનાં આવાં ડેર માટે માથાકૂટ કરતાં બીજો ઓપ્શન પણ માંગતા પણ ઇતિને ખબર નહીં શું થયું કે એણે બેજીજક ઉભી થઈને કંઈ પણ સવાલ કહ્યાં કે પુછ્યાં વિના ઉભી થઈ ગઈ. ઈતિ એ ક્લાસમાં એકદમ સરસ દેખાતી છોકરી છે જેનાં પાછળ કેટલાંય છોકરાઓ છે પણ એ કોઈનેય ભાવ ન આપતી. આથી આજે બધાંની નજર એનાં પર જ છે કે એ કોને પ્રપોઝ કરશે. પ્રયાગને તો અજાણ્યે જ નજારો જોવાનો મોકો મળી ગયો. એને ઈતિ અને આરવનાં ‌બહારથી દેખાતાં સંબંધો પરથી એવું હતું કે ઈતિ આરવને તો પ્રપોઝ નહીં જ કરે...પણ થોડાં દિવસ પહેલાંની એની મુર્ખામી પર આજે એને પસ્તાવો થવાં લાગ્યો. કાશ એવું કંઈ ન થયું હોત તો ઈતિ આજે મને ચોક્કસ પ્રપોઝ કરત કારણ એની સૌથી નજીક હું જ હતો એ મારી સાથે બધી જ વાત સેર કરતી હતી...પણ હવે પસ્તાઈને શું એ બસ આગળની ઉતરની રાહ જોવા લાગ્યો. ઘણાં બધાંને એવું છે કે ઈતિ પ્રયાગની પાસે આવીને જ ઉભી રહેશે.

પણ બધાંનાં આશ્ચર્યની વચ્ચે ઇતિએ એક પછી એક બધાંની સામે જોયું ને આખરે આરવની પાસે આવીને ઉભી રહી ગઈ... એકદમ સ્ટાઇલિશ અદામાં એણે બેસીને આરવને પ્રપોઝ તો કર્યું સાથે જ આરવનાં કંઈ પણ આન્સરની રાહ જોયાં વિના તેનાં હાથ પર એક કિસ પણ કરી દીધી...ને પછી ફટાફટ આવીને પોતાની જગ્યા પર ગોઠવાઈ ગઈ. પ્રયાગ તો મનમાં ધૂંઆપૂંઆ થઈ ગયો..પણ કંઈ બોલી ન શક્યો. છેલ્લે એટલું બોલ્યો, " ઈટ્સ ટુ લેટ...નાઉ ગેમ ઓવર...વીલ પ્લેય નેક્સટ ટાઈમ" કહીને બધી ગેમ પૂરી કરાવી દીધી. બધાં છુટાં પડ્યાં. પ્રયાગ ત્યાંથી નીકળી ગયો. બધાં ઈતિને થોડી શરમાળ ને ગભરૂ સમજતાં હતાં વળી આજની ડેરિગ જોઈને ઘણાં અંદરોઅંદર ગુસપુસ કરવાં લાગ્યાં. આ વાત કોલેજમાં અને એ પણ ફોરેનમાં જમાના મુજબ કંઈ નવું નથી. છતાંય ઈતિની પ્રયાગ સાથેની ફ્રેન્ડશીપ અને જેની સાથે ક્યારેય નથી જોઈ એ આરવને એનું ડાયરેક્ટ પ્રપોઝ કરવું નવાઈ લાગી.

આરવ ઈતિની સામે જ જોઈ રહ્યો‌ છે. બધાં નીકળી ગયાં પછી ઈતિ બોલી, " સોરી.. હું તે કહ્યું હતું એમ છુપાવી ન શકી...પણ હું તારાં સિવાય કોઈને પ્રપોઝ કર્યું એ પણ મારાં માટે શક્ય નહોતું..."

આરવ : " ઈટ્સ ઓકે... મારું છુપાવવાનું એક જ રિઝન હતું પ્રયાગ. પણ કંઈ નહીં ખબર તો પડવાની જ હતી ને.. ચાલ હવે જઈએ."

ઈતિ : " પણ મને એ તો કે આપણે ગઈ કાલે મેસેજમાં ઘણીબધી વાતો કરી હતી તો કંઈ કેમ ન મળ્યું..."

આરવ : " જ્યારે રમવાની વાત થઈ ત્યારે જ મેં ફટાફટ ગેમ શરું થયાં પહેલાં બધું જ ક્લિઅર કરી દીધું હતું...નસીબ કે એ જ ટાસ્ક મને જ મળ્યો ને બચી ગયો.."

ઈતિ : " પણ મેં બધું પાણી ફેરવી દીધું ને ?? "

આરવે પ્રેમથી ઇતિનો કાલ ખેંચીને કહ્યું, " ચાલ હવે પતી ગયું બધું... જોયું જશે.." કહીને બંને નીકળી ગયાં.

*****

ઈતિ : " આરવ યાર કેવું કર્યું હતી નહીં ?? "

આરવ : " એક સાચી વાત કહું મને બહું મજા આવી હતી એ વખતે...મને તો થયું તું કે એ જ વખતે તને ઉંચકીને કહી દઉં કે લવ યુ ટુ...પણ હું ન કહી શક્યો.."

ઈતિ : "હમમ...પછી એક્ઝામમાં તારી સાથે ભણવાની મજા આવતી એ લાયબ્રેરીમાં બેસીને.."

આરવ : " હમમ..ને ભણવાની સાથે રોમાન્સ પણ.."કહીને ઈતિ ફરી આરવની બાહોમાં સમાઈ ગઈ....

આરવ : "આપણે બહું સરસ રીતે ભણવાની સાથે જ પોતાની લાઈફ પણ માણી છે‌. ભલે આપણી વચ્ચે ઘણાં ખાટાં મીઠાં ઝઘડાં થયાં પણ આખરે તો એક થઈને જ રહ્યાં ને..મને તો તારી સાથે આપણી કોલેજમાં ડાન્સ પ્રેક્ટિસ કરવાની બહું જ મજા આવતી હતી..બસ કોઈ પણ રીતે તારી સાથે વધુમાં વધુ સમય પસાર કરવા મળે.."

ઈતિ : " મને પણ એવું જ હંમેશા થતું કે બસ હું તારી સાથે જ રહું...છેલ્લે હોસ્ટેલ છોડવાનો આપણો ડિસીઝન યોગ્ય જ હતો ને ?? "

આરવ : " હા એ વખતે મને પ્રયાગે ફેલાવેલી અફવા કે આપણે બંને મળીને પેપર લીક કરાવ્યાં છે આપણે આથી બહું હેરાન થયાં હતાં.."

ઈતિ : " પણ પોતે આ બધું કામ કરીને આપણાં પર આરોપ મુકી દીધો...પણ છેલ્લે એ પકડાઈ જ ગયો ને આપણે નિર્દોષ સાબિત થયાં...પણ મને છેલ્લે જે ખબર પડી કે પ્રયાગની મમ્મી અહીં રહેતી હોવા છતાં એ અહીં હોસ્ટેલમાં રહેતો હતો. પણ છેલ્લે આપણે છોડી દેતાં એણે પણ હોસ્ટેલ છોડી દીધી હતી એની સાચી ઓળખ પાછળ કંઇક તો રહસ્ય હોય એવું હજું પણ મને લાગી રહ્યું છે..."

ઈતિ : " હા એ તે છે જ...પણ તું ઈન્ડિયામાં સેટલ થઈશ ને ?? મને એવું લાગે છે કે જો તું બહાર ક્યાંય પણ સેટ થઈશ તો મારા ઘરેથી કદાચ હા નહીં પાડે..."

આરવ : હજું સુધી તો મારો ઈન્ડિયાની બહાર જવાનો કોઈ જ ઈરાદો નથી..એ તો થઈ પડશે બકા.. છોડ હવે એ બધું..આપણે એ બધું અહીં જ મુકીને જવું છે. બસ આપણી ખાટી મીઠી યાદોને જ સાથે લઈને જવું છે.. મને તો બસ મારું ફ્યુચર મારી ઈતિ.. આપણાં બંનેનું ખુશ ફેમિલી અને બસ એક જુનિયર ઈતિ એન્ડ જુનિયર આરવ મળી જશે એટલે હું આ દુનિયાનો સૌથી ખુશનસીબ વ્યક્તિ બની જઈશ..."

ઈતિ : " કરિયર તો બનાવીએ પહેલાં પછી આપણાં જુનિયર આવશે ને !! " કહીને ઈતિ હસવા લાગી.

ઈતિ અને આરવનાં અરમાનો પૂરાં થશે ખરાં ?? પ્રયાસની અસલી ઓળખ શું હશે ?? પ્રયાગ ખરેખર ગુજરાતી છે તો એનાં ઈતિ કે આરવ સાથે કોઈ સંબંધ હશે ?? આરવ અને ઈતિ ઈન્ડિયા પહોંચતાં તેમની બધી મુસીબત દૂર થઈ જશે ?? જાણવા માટે વાંચતા રહો, પ્રતિબિંબ – ૧૧

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે