sambandh nu jatan - 2 books and stories free download online pdf in Gujarati

સંબંધ નું જતન - 2

રતન ને શું જવાબ આપવો એ વિચારતી રહી...
આજ સુધી મને ખબર જ ન પડી કે આ બધું શું થ‌ઈ રહ્યું હતું....
ગાઢ દોસ્તી પ્રેમમાં કયારે પરિણમી તે ખબર જ ના પડી.!!

તે પછી બપોરે રતન આવી ત્યારે હું લખી રહી હતી.એ વારંવાર મારી સામે જોઈ રહી હતી ને જવાબ ની રાહ જોઈ રહી હતી, પણ મેં તેને અવગણી.
ને એની ધીરજ ખૂટી ગઈ ને એણે ટેબલ પર જોરથી આદું વાળી ચા નો કપ પછાડી ને મૂક્યો ને બોલી, "મને તો ખબર જ છે તમે જવાબ નહીં આલો ને તો યે કે તમને એ સાયેબ બહુ ગમે છે.ને એમને તમે...મેડમ ,મને જ નહીં પણ આખા ગામને આ વાત ની ખબર છે .પણ તમે કેમ ભૂલી ગયાં કે તમારી બેય ની નાત પૂર્વ-પશ્ચિમ છે. તમારા મમ્મી તો શું સાયેબ નાં ઘરનાં ય આ વાત નહીં ગમાડે.... વિચારજો તમે બે ય..
બસ , ખલ્લાસસસ...જાણે કરંટ લાગ્યો હોય ને એવો ઝાટકો રતન નાં છેલ્લા શબ્દો એ આપ્યો..
અમે બંને એ આ વાત તો ક્યારેય વિચારી જ નહોતી..ને સંબંધ ‌આગળ વધતો રહ્યો હતો.જીવનનો પ્રથમ પ્રેમ થયો ને અમે બસ એ જ માની ને વધતાં રહ્યા. આ નાત-જાત નાં બંધારણ નો અમને તો ક્યારેય ખ્યાલ જ ના રહ્યો.
એક જ ક્ષણમાં જાણે દુનિયા વેરી થઈ ગઈ.ને થઈ જાય ને..!! કેમ નાં થાય ..!! અમારો પ્રેમ પણ સાચો ને હકીકત પણ ક્યાં ખોટી હતી??
એ આખી રાત મને ઊંઘ ન આવી ને રડતી જ રહી..સવાર સુધી માં રિઝવાન નાં ૧૫/૨૦ ફોન રણકયાં હશે પણ મેં વાત જ ના કરી.એટલે સવારે એ વહેલો ઘરે આવ્યો...
મને જોઈ ને એ તૂટી ગયો , "શું થયું આ બધું"?? કેમ તબિયત નથી સારી ??કેમ રડી છે ને તું?? તારી મમ્મી તો મજામાં છે ને?? કે બીજો પ્રોબ્લેમ છે??અરે યાર , તું ડર નહીં ,મને કહે તો ખરી કેમ આટલું રડે છે.??"
એનાં સવાલો નાં કોઈ જવાબ મારી પાસે નહોતાં.એટલા માં રતન આવી ને રિઝવાન ને આવેલો જોઈને દરવાજે થી જ પાછી વળી ગઈ..એટલે એ ઓર વધારે અકળાયો.
રિઝવાને દરવાજો બંધ કરી ને મને પાણી આપ્યું ને ધમકી આપી કે "હવે તું નહીં બોલે ને તો હું જતો રહીશ"...તો પણ હું કંઈ ના બોલી શકી એટલે એણે પીઠ ફેરવી જવા માટે ને હું એને ભેટીને ખૂબ રડી પડી....જિંદગી માં આટલું હું ક્યારેય નહોતી રડી...!!
એ ચૂપચાપ મને ભેટી રહ્યો ને મને રડવા જ દીધી..(આ ક્ષણ ને અમે બંને આજ સુધી જીવી રહ્યાં છીએ )
"એય મારી તિતલી , હવે બસ કર...જો તું રડે છે તો મને કેટલું દુઃખ થાય છે એ તો વિચાર ‌ડીયર"....
"ચલ ,બેસ હવે , ને મને સાચી વાત "તને મારી કસમ છે હો હવે.."
"રીઝવાન , આપણે એક થ‌ઈ શકીશું??" મેં મૌન તોડ્યું
"કેમ ,આવો સવાલ આજે ??મારી મલ્લિકા " એણે મારાં હાથને ચૂમતા પૂછ્યું..
"ગામ આખાને આપણી ખબર પડી ગઈ છે"મેં કહ્યું
"ના, મારી ૦૦૭ જેમ્સ બોન્ડ તિતલી કંઈ આટલી વાત થી આ હદે ના રડે, હું તને તારાથી વધારે જાણું છું હો ડીયર . ચલ સાચું કહે શું વાત છે તારા જહેન માં??" એ બોલ્યો.
"રિઝવાન , આપણાં લગ્ન શક્ય છે ખરાં" ??
મારાં આ વાક્ય થી રિઝવાન ને કોઈ જ અસર નાં થ‌ઈ.
એ વધારે નજીક આવીને કહે," ઓહ, તું આટલી નાની વાત ને લીધે રડે છે આટલું"??

"નાની વાત"?? હું અકળાઈ

"ઓર નહીં તો ક્યાં ...અરે, પાગલ આપણે ક્યાં આપણાં ઘરનાં સાથે આખી જિંદગી વિતાવવી છે કે બીજા ની જેમ આપણને મજહબ નાં સવાલો પરેશાન કરશે, આપણે ને .ને મેં તો મારા ઘરે જણાવી જ દીધું છે કે હું શાદી તો ગીરા સાથે જ કરીશ...ને મારા ઘરના તો તને પસંદ પણ કરે છે." એક જ શ્વાસે ઈ બોલી ગયો...
"અરે , તે મને તો ક્યારેય આ વાત કરી કેમ નહીં "??
હું તાડૂકી ને બોલી.

"શાંત થા ડીયર , સમય આવે તો કહું ને તને એટલે ના કહ્યું તને મેં કશું. જો આપણે એજયુકેટેડ છીએ, એકબીજાને ચાહીએ છીએ, સમજીએ છીએ , પસંદ કરીએ છીએ પછી બીજી કોઈ ચિંતા ના કર, વ્હાલી.. તું આ શેખ પર વિશ્વાસ રાખ બસ ,ને મોજ થી જીવ.હું તારી સાથે જ છું હંમેશ.પણ , હા તું એક કામ કરજે , તારા મમ્મી ને આપણી વાત જણાવી ને એમની મરજી જાણી તો લે એકવાર..."
"સારું , ભલે "હું થોડી હળવી થઈ.

"ઓ.કે.ચલ , ડીયર હવે મસ્ત તૈયાર થઈ જા, આપણે ડીનર કરવા જ‌ઈએ... રિઝવાન ખુશ થઈને સોફા પર થી કૂદ્યો.
-ફાલ્ગુની શાહ ©
વધુ આવતા અંકે ...ક્રમશઃ