Rasaymay Tejab - 3 books and stories free download online pdf in Gujarati

રહસ્યમય તેજાબ - પ્રકરણ-૩


જીપમાં બેઠા પછી તે ચેહરા ને ફરી એકવાર જોવાની ટ્રાય કરી. પણ તેમાં કશું જોવા જેવું હતું જ નહીં. ફોનમાં ફોટોગ્રાફ જોયા. એક ફોટામાં એસિડથી બેળેલો ચેહરો હતો. બીજા ફોટામાં જે ખુરશી પર બેઠી હતી. ત્યાં બાજુમાં બુક પડી હતી, એ જ ટેબલ પર ફલાવર મુકેલા હતા. ત્રીજા ફોટામાં ઘરનું દ્રશ્ય હતું. અત્યારે જે સ્થિતિમાં ઘર જોયું એ જ સ્થતિ હતી. ફોન લોક કરી બહાર, બહાર હાથ રેય તેમ ટેકવીને ઇન્સ્પેક્ટર રાણા બેઠા. મનમાં વિચાર ફરતો હતો. હજી એક પણ કડી મળી નથી.
"શું થયું રીક્ષાવાળા નું"
"સર નવી કોઈ અપડેટ નથી, આપણે ત્યાં સુધીમાં નીતા ભટ્ટની કોલેજ પર એક મુલાકત લેવી જોઈએ"

જીપ આર. એમ કોલેજ પહોંચી, મુખ્ય પ્રવેશદ્વાર પાસે ઉભા રહ્યા. ઉપર મોટું બોર્ડ લગાવ્યું હતું, આર. એમ આર્ટ્સ કોલેજનું. નજર ફેરવી જોયું તો કોઈ હતું નહીં, કોઈ કોઈ છોકરા છોકરીઓ દેખાતા હતા. જીપ માંથી ઊતરી વોચમેન પાસે ગયા.
"નીતા ભટ્ટને જાણો છો?"
"હા, હજુર તેનું તો...." અવાજ ગળગળો થઈ ગયો હતો.
"ક્યારે આવતા હતા કોલેજ, કોણ મુકવા આવતું હતું" જાણતા હતા છતાં અજાણ બનીને ઇન્સ્પેક્ટર રાણાએ સવાલ કર્યો.
"સર રીક્ષા વાળો લેવા અને મુકવા આવતો હતો"
"કદી કોઈ બીજા વ્યક્તિને મુકવા આવતા જોયો છે?, રિક્ષાવાળા સિવાય"
"ના.. સર નીતા મેમ ને લેવા મુકવા બીજું કોઈ આવતું નહીં"
ઇન્સપેક્ટર અને શિરીષ પટેલ બંને આગળ કેમ્પસ તરફ ચાલવા લાગ્યા. હજી બે ત્રણ ડગલાં ચાલ્યા હશે ત્યાં પાછળથી એક અવાજ આવ્યો.
"સર.." કોઈ બીજો વોચમેન હતો. વોચમેન આગળ આવ્યો.
"જે દિવસ નીતા મેડમ વાળી ઘટના બની તે આગળના દિવસે. જે દરરોજ રીક્ષા વાળો આવે છે તે નહીં કોઈ બીજો જ રીક્ષા વાળો આવ્યો હતો."
વોચમેનની વાત સાંભળીને. રાણાના કપાળની સળ ભાંગી ગઈ.
"તને એટલું પાક્કું કેમ યાદ છે"
"મેડમ પાસે છુટ્ટા પૈસા નહોતા એટલે, મેડમએ મારી પાસે માંગ્યા હતા."
"ઓકે જાવ" મનમાં આડી અવળી થોડી કડી મળતી હોય તેવું લાગ્યું. ઇન્સ્પેક્ટર રાણા એ શિરીષ પટેલની સામે જોયું. પછી કેમ્પસ તરફ ચાલવા લાગ્યા.
કોલેજનું કેમ્પસ બહુ વિશાળ હતું. કોઈને પૂછ્યા પછી પ્રિન્સિપલની ઓફીસમાં પેહલા જવાનું વિચાર્યું.
"આવો બેસો સર" બંને પોલીસ સામે પાણીના બંધ ગ્લાસ મુક્યા. ઇન્સ્પેક્ટર રાણાએ ગ્લાસ માંથી એક ઘૂંટ પાણી પીધું.
"અમે અહીંયા નીતા ભટ્ટના મર્ડરની તપાસ કરવા આવ્યા છીએ" વાક્ય બોલાયા પછી મનમાં આવ્યું કે હજી કોઈ ફાઇનલ નિર્ણય આવ્યો નથી. એટલે મર્ડર ના કહી શકાય.
"હા, આગળના દિવસએ મીટીંગ હતી સ્ટાફની તેમાં જરા પણ તે અસ્વસ્થ નહોતા લાગતા. પછી બીજા દિવસે સમાચાર મળ્યા તો મને પણ આઘાત લાગ્યો." ડો. પ્રકાશરાજ સરળતાથી બોલતા હતા. દિલમાં ઘણો વસવસો હતો.
"અહીંયા કોલેજમાં કોઈ સાથે ઝઘડો અથવા કોઈ સ્ટુડન્ટ સાથે બોલચાલ થઈ હોય તેવું"
"ના, સર એમનો સ્વભાવ જ એવો હતો કે કોઈની સાથે બોલચાલ થતી જ નહીં એમની, તમે અમારા સ્ટુડન્ટને મળશો તો પણ તમને તેના વિશે જાણવા મળશે"
ઇન્સ્પેકટર વાત સાંભળી રહ્યા હતા. કોઈ પણ શબ્દોમાં તેના વિશે અડવાપણું નહોતું. બીજા પણ સવાલના જવાબ બહુ સચોટ મળ્યા હતા. જેમાંથી કોઈ પર આક્ષેપ લગાવી શકાય તેમ નથી.
"તમે સ્ટાફરૂમમાં બધા શિક્ષકો હાજર છે, તેમને પણ તમે મળી શકો છો. કદાચ એવું બને કે કોઈ વાત મારા સુધી ના પહોંચી હોય. અને ત્યાં જ સમટાઈ ગઈ હોય"
"સમેટાઈ ગઈ હશે તો. તેને ફરી ખોળીશું" મનમાં ઇન્સ્પેક્ટર રાણા બોલ્યા. હવે તો આ કેસ ચેલેન્જ બની ગયો હતો.
ડો. પ્રકાશરાજ એ સ્ટાફરૂમ તરફ ઈશારો કર્યો. "આ તરફ છે, સ્ટાફરૂમ"
"નીતા ભટ્ટ કેસ વિશે અમારે ચર્ચા કરવી છે" અનિલા મેહતા ને સવાલ કર્યો.
"સર, બહુ અજીબ લાગે છે, જે વ્યક્તિ આગળના દિવસે અમારી સામે બેસીને બુક વાંચતી હતી. બીજા દિવસે તનું મૃત્યુ થયું" અનિલા મેહતાના અવાજમાં પણ એક ઘેરો આઘાત જબકતો હતો.
અનિલા મેહતા એ કહ્યા મુજબ રાકેશ બારોટ અને નિશા પટેલને મળવા માટે ગયા. બીજા સ્ટાફ પાસેથી જાણવા મળ્યું કે નીતા કોઈ સાથે ક્યારેક જ વાત કરતી. અને કરતી તો આ બંને વ્યક્તિ સાથે.

"જાણીને બહુ દુઃખ થયું કે જે વ્યક્તિ મારી પાસે શીખવા આવતી, વાત સમજવા આવતી તે વ્યક્તિ આજે છે જ નહીં" રાકેશ બારોટ અને ઇન્સ્પેકટર રાણા બંને લોબીમાં ઉભા હતા.
"કેમ આપની પાસે"
"ઘણી વાર કોઈ સવાલ સમજાય નહીં તો મને પૂછવા આવતા હતા, હું કોમર્સ ડિપાર્ટમેન્ટ છું ને તે આર્ટ્સ ડિપાર્ટમેન્ટ છે"
રાકેશ બારોટની વાતો પરથી પણ કાંઈ ખાસ જાણવા ન મળ્યું જરા પણ ગૂંથ ખુલી નહીં.

"મને હજી પણ નથી સમજાતું કે શું થયું હશે" નિશા પટેલ આંસુ લૂછતાં બોલ્યા.
"બહુ ઓછું બોલતી, કોઈ સાથે વાત ન કરતી. પણ ક્યારેક કશું જોઈતું હોય તો મારી પાસે માંગે વધુ વાત તો મારી સાથે પણ નહોતી કરતી"
સાંભળ્યા પછી "તેમના ચારિત્ર્યમાં કૈં..." વધુ સવાલ કરે એ પહેલાં. નિશા પટેલ બોલી ઉઠ્યા "ના સર એમનું ચારિત્ર્યતો સાવ દૂધ જેવું સફેદ અને સાફ હતું"
નિશા પટેલના સવાલ માંથી પણ એવો કોઈ જવાબ ન મળ્યો કે જેનાથી પોતાના એક સવાલ નો જવાબ મળે.
શિરીષ પટેલ ઇન્સ્પેક્ટર રાણા પાસે આવીને બધી વાત જણાવે છે. છેલ્લે જવાબ શૂન્ય જણાય છે. ફક્ત એક જ એવું વ્યક્તિ હતું કે જેની પાસેથી વધુ જાણકારી મળે અથવા તો એ જ મંજિલ હોય શકે.
"હું કલાસમાં સ્ટુડન્ટની પણ મુલાકત કરી આવ્યો હતો. બધા શોકમગ્ન છે."
"એક વાત નોટિસ કરી શિરીષ તે?" કોલેજની લોબીમાં ચાલતા ઇન્સ્પેક્ટર રાણા બોલતા હતા.
"શું"
"એક પણ વ્યક્તિએ એવું નથી કહ્યું કે નીતા ભટ્ટનો આમની સાથે કોઈ અનબન થઈ હતી, કે આમની સાથે બોલચાલ થઈ હતી. મહત્વની બાબત એ છે કે કોઈ સાથે એટલા ક્લોઝ પણ નહોતા તો આ કઈ રીતે બને"
શિરીષ પટેલ સાંભળતા હતા. તેમના ફોનમાં રિંગ વાગી. ફોનમાં વાત કરી. અને ફોન કટ કર્યો.
"સર રીક્ષાવાળા મનોજનું સરનામું મળી ગયું છે"
"ચાલ તો કેસના અંતિમ વ્યક્તિની મુલાકાત કરવા"
ઇન્સપેક્ટર રાણાને એમ જ થયું કે કેસનો ગુનેગાર મળી ગયો છે. એવી રીતે આગળ વધ્યા. ચોખ્ખી વાત હતી કે જો તે વ્યક્તિએ આ કૃત્ય ના કર્યું હોય તો, તે વ્યક્તિ જ અપરાધીને સુધી પહોંચાડી શકે છે. ઇન્સ્પેકટર રાણા અને શિરીષ પટેલ બંને નીકળી પડ્યા મંજિલ તરફ.