Krupa Gun Vala Krantivir - 2 books and stories free download online pdf in Gujarati

કૃપા ગુણ વાળા ક્રાંતિવીર - 2

મને હવે જીવવાનો કોઈ અધિકાર નથી, મારા જેવા ચડાવ પાસ માટે આ દુનિયામાં કોઈ જગ્યા નથી, બધા મને ધિક્કારે છે, આના કરતાં તો હું ઘર છોડીને ભાગી ગયો હોત તો સારું થાત ! કમસે કમ "ચડાવ પાસ" નું લેબલ તો ન લાગત. બસ હવે આ ૯ માળની બિલ્ડિંગ પરથી કૂદી જાવ એટલે વાત પૂરી. પછી બધું શાંત થઈ જશે !

મે કુદને હી ચ વાલા થા કી તભી ચ એક મચ્છર ને મેરે ગાલ પર પપ્પી કિયા બોલે તો ડંખ મારા ઔર મેરા નીંદ હરામ કર ડાલા. પછી જાગીને જોયું તો ખબર પડી કે આ તો સાલું સપનું હતું, બે મિનિટ નું સપનું હતું પણ હ્રદય ના ધબકારા વધી ગયા એવું ખતરનાક સપનું હતું. થેંક ગોડ હું જીવતો છું (અભી મે કુંવારા હૈ ગોડ, મેરે તો હાથ ભી પીલે નહિ હુએ ! ).

બીજા દિવસે હું શેરી માં ઘરની બહાર બેઠો હતો, ડાચું મારું ગબી જેવું હતું અને વિચારતો હતો કે આર્ટસ રાખવું કે કોમર્સ ?? સાયનસ નો રખાય... બા ખીજાય ! ત્યાં અમારી શેરીમાં રહેતા એક પારસી દાદા જેનું નામ હતું જમશેદ ઝુન ઝૂન વાલા. એ દાદા પોતાની લાકડી લઈને ટિચૂક ટિચુક કરતા ચાલવા નીકળેલા. એ રોજ સાંજે અમારા ઘરની નજીક આવેલા સંગમ બાગ માં ચાલવા માટે જાય !

એ ચાલવા માટે નીકળેલા અને એમની નજર મારા ગબી જેવા ડાચા પર પડી. એટલે હળવેકથી મારી પાસે આવીને ખભે હાથ મૂક્યો અને બોલ્યા, " શું કરેચ ડીકરા ? આમ મડેલો મડેલો કેમ લાગેચ ?" મે કીધું દાદા તમે જાવ તમને નહિ ચમજાય. તો મને કહે, " ડીકરા, જમશેદ ઝુન ઝુન વાલા નામ ચે માળું, ભલ ભલાને બાટલી માં ઉટાળું " દાદા મને કહે, ચાલ માળી સાથે બાગમાં ચાલવા ટને ચમજાવું.

ચાલતા ચાલતા અમે બાગમાં પહોંચી ગયા. પછી દાદાએ મને પૂછ્યું, બોલ ડીકરા, ટને ચું પ્રોબ્લેમ ચે ? મે કીધું દાદા હું "ચડાવ પાસ" થયો છું. તો દાદા કહે ટો એમાં છું ચે બીજા બઢા ઉટાળ પાસ ( ઉતાર પાસ ) થયાં છે ! હા હા હા હા.......મને ખરેખર હસવું આવી ગયું. મન માં તો કીધું સારું છે દાદા તમે સાઇકોલોજીસ્ટ નથી નહિ તો ભલભલા ડો- કટર ( ગરીબના ખિસ્સા કાપવા વાળા ) ની તો વાટ જ લાગી જાત. મે કીધું, દાદા તમે એક જ મને સમજો છો, બાકી મારા ઘરવાળા પણ મને સાવ નક્કામો સમજે છે. એમને એમ છે કે મે મારા કુટુંબની ઈજ્જત ધૂળ માં મેળવી દીધી.

પછી દાદા મને કહે, અમિત ડીકરા ચાલ ચામે વાળી ખુરચી પર બેચીએ. અને આલામ થી ખુરસી સોરી ખૂરચી પર બેઠા. દાદાએ પોતાની બંડી માથી રૂમાલ કાઢ્યો અને પોતાના બાટલી છાપ ચસ્માં સાફ કરવા લાગ્યા. ચસ્માં સાફ કરતા કરતા મને કહે લ, " અમિત ડીકરા મેનેજમેન્ટ આવરે તો... ભનેલા તો ભારે પન મલે ! "

મે કીધું વાહ દાદા વાહ તમે તો મોટીવેશનલ સ્પીકર છો. તો દાદા મને કહે આ બઢા ટો હવે આવ્યા, અમાલા ઝમાના માં ટો અમે ખુદ ને જ મોટીવેટ કરતા. પછી મને કહે ચાંમે જો ઓલા જુવાનિયા ચુ કરેચ ?? મે કીધું વાંકા ચુંકા થઈ ને યોગ કરે છે. એકડમ કલેક્ટ માલા અમિત ડીકરા એકડમ કલેકટ !

આ લામદેવ બાબા એ આખા દેચ ને વાંકો ચુંકો કલાવિને કરોડો રૂપિયા બનાવ્યા ને ? મે કીધું હા ઓ દાદા સાવ સાચું કીધું. પછી કહે આ આપડા ઢિલુભાઈ પણ પેત્રોલ વેચતા કે નહિ ? મે કીધું વેચતા હો દાદા. તો મને કહે ટોય આ ઢિલુભાઈ એ લીલાયનસ ઊભી કરી ને?? "અમિત ડીકરા ક્યાલેય પોટાની જાત ને નીચી નહિ માનવાની, ઉપળવાલો બઢું સારું જ કરે ચ"

ઘરે પાછા ફરતા રસ્તામાં દાદા એ મને કીધું અમિત ડીકરા, ટે ઓલી કહેવટ ચાંભલી ચે કે, હિંમટે મરડા તો મડડ એ , હું વચ્ચે જ બોલી ઉઠ્યો ખુદા ! તો દાદા મને કહે ના ડીકરા હિંમટે મરડા તો મડડ એ દાટા (ડેટા) હવે ઈન્તર નેત નો જમાનો આવી ગયો ચ. હવે ટો ડેટા એ જ ખુદા ચ !


તો અહી કૃપા ગુણ વાળા ક્રાંતિવીર ભાગ ૨ સમાપ્ત થાય છે. આ બન્ને ભાગ તમને કેવા લાગ્યાં એ કૉમેન્ટ કરીને જણાવજો. જો તમે કહેશો તો હજુ ત્રીજો ભાગ પણ લખીશ. નહિ તો હવે મળીશું નવા મુદ્દા અને નવી વાત સાથે... ત્યાં સુધી રામ રામ સલામ કરતા રહો પોતાનું કામ. શક્ય હોય તો આ લેખ પોતાના ફેસબુક અને વોટ્સએપ પર શેર કરવા વિનંતી છે ! અને ઈચ્છા હોઈ તો મને નીચે જણાવેલ સોશ્યલ મિડીયા પર ફોલો કરી શકો છો !