taras premni - 25 books and stories free download online pdf in Gujarati

તરસ પ્રેમની - ૨૫


મેહા બેભાન થઈ ગઈ હતી. રજતે મેહાને ઉંચકી ને ખુરશી પર બેસાડી. રજતે મેહાના ચહેરા પર પાણી છાંટ્યું. થોડી ક્ષણો પછી મેહા હોશમાં આવી.

પ્રાચી:- "મેહા તું ઠીક છે ને?"

મેહા:- "હા."

મેહા ઉભી થઈ ને રાહુલ પાસે જતી હોય છે કે રજત મેહાનો હાથ પકડી લે છે. મેહાને પોતાની બાજુની ખુરશી પર બેસાડે છે.

રજત:- "મેહા આજે અમારા સાથે નાસ્તો કરી લે."

મેહા:- "મને ભૂખ નથી."

રજત:- "મેહા શું કામ જીદ કરે છે? કહ્યું ને કે ખાઈ લે."

મેહા ઉભી થઈ ને જતી હતી કે રજત મેહાનો હાથ પકડીને ફરી બેસાડે છે.

રજત:- "હું બર્ગર લઈને આવું છું. ચૂપચાપ અહીં જ બેસજે."

રજત બર્ગર લેવા ગયો. મેહાને મેસેજની ટોન સંભળાઈ. મેહાએ જોયું તો રજતનો મેસેજ હતો.
"સાંજે હું તને હોસ્પિટલ લઈ જઈશ."

રજત મેહા પાસે આવ્યો.

રજત:- "હવે તો ખાઈ લે."

મેહાએ નાસ્તો કરી લીધો. નાસ્તો કરી બધા ક્લાસમાં ગયા. રજત પર મેહાનો ફોન આવ્યો.

મેહા:- "રજત તું મને મળી શકે છે?"

રજત:- "શું કામ છે?"

મેહા:- "બસ કામ છે. પ્લીઝ રજત હું તને રીકવેસ્ટ કરું છું."

રજત:- "ક્યાં છે તું? હું આવું છું."

મેહા:- "રિહર્સલ હૉલની બાજુના ક્લાસમાં."

રજત:- "ઑકે."

રજત ક્લાસરૂમમાં જાય છે.

રજત:- "શું કામ હતું? ફરી મારા પર molestation નો આરોપ લગાવવાનો વિચાર છે કે શું?"

મેહા:- "રજત સૉરી."

રજત:- "સૉરી? શાના માટે?"

મેહા:- "ખબર પડી મને. એ પાઉડરની બોટલ તારી નહોતી."

રજત:- "એક વર્ષ પછી ખબર પડી એમ?"

મેહા:- "મારે તારા પર વિશ્વાસ કરવો જોઈતો હતો. મને માફ કરી દે પ્લીઝ."

રજત:- "આજે તને માફી માંગવાનો વિચાર આવ્યો.
તે મારા પર વિશ્વાસ ન કર્યો. પણ It's ok.તને માફ કરી."

મેહા:- "Thank you..."

રજત:- "પણ મારા પર molestation નો જૂઠો આરોપ લગાવીને મારું અપમાન કર્યું છે એ માટે હું તને ક્યારેય માફ નહીં કરું."

રજત આટલું કહી બહાર નીકળી જાય છે. મેહા રજતને જતાં જોઈ રહી.

સાંજે કૉલેજ પછી રજત બહાર‌ ઉભો હતો. રજતના ફ્રેન્ડ પણ આવે છે.

રૉકી:- "બહુ ભૂખ લાગી છે."

મિષા:- "હા ચાલોને પાણીપુરી ખાવા જઈએ."

પ્રાચી:- "હા યાર મારા મોઢામાં તો પાણી આવી ગયું."

મેહા થોડે દૂર ઉભી હતી.

રજત:- "તમે જાઓ. મારે બીજું કામ છે."

રૉકી:- "એવું તે શું કામ છે?"

મિષા,રૉકી અને તનિષા તો રજતની કારમાં બેસી ગયા. મિષાએ બાઈકની ચાવી સુમિતને આપતા કહ્યું "મારી બાઈક લઈ આવજે."

પ્રાચી પણ રજત સાથે આગળની સીટ પર બેસી ગઈ. તન્વી પ્રિતેશની કારમાં બેસી ગઈ.
પ્રિયંકા પ્રિતેશ સાથે આગળની સીટ પર અને નેહા સુમિત સાથે બાઈક પર

રજત:- "Guys મારે બીજે કશે જવું છે."

રૉકી:- "હા તો ચાલને. અમે પણ તારી સાથે આવીશું."

રજતે કાર સ્ટાર્ટ કરી. મેહા ઉભી હતી ત્યાં કાર ઉભી રખાડી.

રજત:- "મેહા Come."

મેહા:- "પણ હું ક્યાં બેસું?"

રજત:- "પ્રાચી સાથે શીટ શેર કરી લો."

પ્રાચીની સાથે સાથે બધાને આશ્ચર્ય થયું કે આજે મેહા કેમ આપણા ગ્રુપ સાથે આવે છે.

રૉકીએ મજાકમાં કહ્યું "આજે રજતની શીટ શેર કરો છો કાલે બંન્ને જણ RR ને શેર ન કરતા."

રજત:- "શટ અપ રૉકી."

રૉકી:- "સૉરી હું તો મજાક કરી રહ્યો હતો."

રજત:- "આવી મજાક મારી સાથે નહીં કરવાની સમજ્યો?"

રજતે કાર સ્ટાર્ટ કરી. બધા પાણીપુરી ખાવા માટે બહાર ઉતર્યા.

રજત:- "તું ખાઈશ પાણીપુરી."

મેહા:- "મન નથી."

તનિષા:- "RR શું કરે છે? અમે તો બે ડીશ પાણીપુરી ખાઈ પણ લીધી."

તન્વી:- "અને આ ત્રીજી ડીશ પણ પતવા આવી."

રજત:- "તમે બંનેએ ખાઈ લીધી હોય તો ચાલો. અને પ્રાચી તું પણ."

પ્રાચી પાણીપુરીની ડીશ લઈને આવે છે.

પ્રાચી:- "રજત મારા તરફથી એક તો ખાવી પડશે.
એમ કહી પ્રાચીએ પોતાના હાથથી પાણીપુરી ખવડાવી. હજી એક હજી એક એમ કરીને રજતને ખવડાવતી ગઈ."

મેહા પ્રાચીને જોઈ રહી. પ્રાચી કેટલો ખ્યાલ રાખે છે રજતનો. મેહાને થોડી જેલીસી થઈ.

રજત:- "બસ હવે જઈએ."મેહા પાછળ બેસી જા."

મેહા પાછળની સીટ પર જઈ બેસી ગઈ.

પ્રાચી,તનિષા અને તન્વી રજતની કારમાં બેસી ગયા.

પ્રિતેશ:- "મેહા તું નથી ખાવાની?"

મેહા:- "ના મન નથી."

રજત:- "તમે પ્રિતેશની કારમાં આવી જજો. Bye."

રજત:- "ગમી પાણીપુરી?"

પ્રાચી:- "હા મજા આવી ગઈ."

રજત તનિષા અને તન્વીને ઉતારી દે છે.

રજતે કાર સ્ટાર્ટ કરી.

પ્રાચી:- "રજત તારા હોઠ પર કંઈ લાગ્યું છે."

રજત:- "શું છે?"

પ્રાચીએ પોતાના દુપટ્ટાથી રજતના હોંઠ સાફ કર્યાં.
મેહાને બિલકુલ ન ગમ્યું. રજતે કાચમાંથી મેહા તરફ નજર કરી. રજત મેહાના ચહેરાના ભાવને સમજી ગયો. મેહાને ઈર્ષા થઈ રહી હતી. રજતને મજા આવતી હતી મેહાને તડપાવવાની.

રજતે પ્રાચીનો હાથ પકડ્યો. અને પ્રાચીના હાથ પર કિસ કરી.

પ્રાચી:- "રજત શું કરે છે? મેહા અહીં જ છે."

રજત:- "મેહા છે એટલે તો હાથ પર કિસ કરી નહીં તો..."

મેહા:- "તને ખબર છે પ્રાચી રજત તો કેટલી નાની ઉંમરમાં...."

પ્રાચી:- "નવમાં ધોરણથી કિસ કરતો હતો. ખબર છે મને. રજતે જ મને કહ્યું."

મેહાએ મનોમન કહ્યું "બંનેને એકબીજા પર કેટલો બધો વિશ્વાસ છે."

રજત પ્રાચીને ઘરે ઉતારે છે. પ્રાચી અને રજત કારમાંથી ઉતરે છે. રજત પ્રાચીને કપાળ પર કિસ કરીને Bye કહે છે. મેહા કારની અંદર બેઠા બેઠા પ્રાચી અને રજતને જોઈ રહી હતી. મેહાનું દિલ દુભાઈ ગયું. મેહા ભીતરથી રડી રહી હતી.

રજત કારમાં બેઠો.

રજત:- "હું તારો ડ્રાઈવર નથી. આગળ આવીને બેસી જા."

મેહા રજતની બાજુમાં બેસે છે.

મેહાની આંખોમાંથી આંસુ સરી પડે છે. મેહા બારી બહાર જોઈ રહે છે.

રજત:- "શું થયું? પ્રાચી અને મને જોઈને જેલીસ ફીલ કરે છે. મેહા પણ એમાં રડવાનું ન હોય."

મેહા:- "હું ક્યાં રડું છું?"

રજત:- "Come on મેહા. કમસેકમ મને તો જૂઠું ન બોલ. મારી સામે જો."

મેહા બારી બહાર જોઈ રહે છે. રજત સાઈડ પર કાર ઉભી રખાડે છે.

"મારી તરફ એકવાર જો તો ખરી!" એમ કહી રજત એક હાથથી મેહાનો ચહેરો સ્હેજ પોતાની તરફ કરવાની કોશિશ કરે છે. મેહાની પાંપણો ઝૂકી જાય છે. મેહાની આંખોમાંથી આંસુ પડે છે.

રજત:- "આંસુ તારા પડે છે અને દિલમાં દર્દ મને થાય છે."

મેહાએ રજત તરફ જોયું.

રજત:- "કાશ હું આવું કહી શકતે. પણ તારા આંસુ જોઈને મને કોઈ ફર્ક નથી પડતો. તને દર્દ દેવાની,તડપાવવાની મજા આવે છે. અને Don't worry હા. તને પણ કોઈ ને કોઈ મળી જશે. ઑકે?" આટલું કહી રજત હસવા લાગ્યો.

મેહાને હવે સમજમાં આવ્યું કે રજત બદલાઈ ગયો છે. બદલાય જ જાયને? તે એના પર જૂઠો આરોપ લગાવ્યો હતો તો સ્વાભાવિક છે કે રજતને મારા દુઃખથી કોઈ ફર્ક ન પડે.

રજત કાર સ્ટાર્ટ કરે છે.

મેહા:- "મને કોઈ નથી જોઈતું. મને ફક્ત તું જોઈએ છે."

રજત:- "હું તો તને ક્યારેય નહીં મળું. હું તો પ્રાચીને ચાહું છું. અને એની સાથે લગ્ન કરવા માંગુ છું. પ્રાચી છે જ એવી કે એને પ્રેમ કરવાનું મન થાય. પ્રાચી તો મારો ખ્યાલ રાખે છે અને મને ખૂબ ચાહે છે. પ્રાચી મને સમજે...."

મેહા:- "મારે કંઈ સાંભળવું નથી."

રજત:- "કેમ? સાંભળીને દિલમાં બહું પેઈન થાય છે નહીં? મને પણ એટલું જ દિલમાં પેઈન થયેલું જ્યારે તે મારા પર જૂઠો આરોપ લગાવ્યો અને અત્યારે...અત્યારે પણ મને એ જ દર્દ થાય છે કેમકે તે મારા પર વિશ્વાસ નથી કર્યો. હું કહું છું કે મેં તારી સાથે કંઈ નથી કર્યું પણ તને તો મારા પર વિશ્વાસ નથી.

મેહા:- "રજત હું પણ તને..."

રજત:- "શું? આગળ બોલ."

મેહા:- "રજત હું પણ તને ચાહું છું. I love you..."

રજત:- "રિયલી? તું મને ચાહે છે? તારા મોઢેથી આવી પ્રેમની વાતો શોભા નથી આપતી. અને હા હું તને ક્યારેય નહીં ચાહી શકું સમજી?"

"પ્લીઝ રજત મારી સાથે આવી વાત ન કર. I am sorry રજત. હું તને ખૂબ ચાહું છું. તું પ્રાચીને પ્રેમ કરે છે તેનો વાંધો નહીં અને તું પ્રાચી સાથે લગ્ન કરી લે તો પણ વાંધો નહીં પણ પ્લીઝ રજત મને સેકન્ડ વાઈફ બનાવી લે. હું પ્રાચી સાથે વાત કરીશ. પ્રાચી માની જશે. એ તો બહું સારી છે. હું ઘરના કોઈ એક ખૂણામાં પડી રહીશ પણ મને તારાથી દૂર ન કર. પ્લીઝ રજત." આટલું કહેતા કહેતા મેહા લગભગ રડવા લાગે છે. અને રજતનો હાથ પણ પકડી લે છે.

રજત:- "મેહા પાગલ થઈ ગઈ છે કે શું? શું બોલે છે કંઈ ભાન છે કે નહીં? કેવી વાત કરે છે?"

મેહા:- "હા પાગલ થઈ ગઈ છું."

રજત:- "તારો ડ્રામા બંધ થઈ ગયો હોય તો બહાર નીકળીએ. હોસ્પિપટલ પહોંચી ગયા છે."

બંન્ને બહાર ઉતરે છે.

ચાલતા ચાલતા હોસ્પિટલની અંદર જાય છે.

મેહા:- "રજત મને બહું ડર લાગે છે."

રજત:- "ડરવાની જરૂર નથી. તું અહીં જ બેસ. હું કેસ કઢાવી લઉં?"

‘રિસેપ્શન કાઉન્ટર’ રિસેપ્શનિસ્ટ

રજત ‘રિસેપ્શન કાઉન્ટર’ પર જાય છે. રિસપ્શનિસ્ટ પાસે એક યુવક અને યુવતી સ્કૂલ ડ્રેસમાં હતા.

રિસપ્શનિસ્ટ:- "શું નામ?"

યુવતી:- "ખ્યાતિ."

રિસપ્શનિસ્ટ:- "ક્યા ડોક્ટરને મળવું છે?"

ખ્યાતિ:- "ગાયનેક ડોક્ટરને."

રિસપ્શનિસ્ટ ખ્યાતિ અને ખ્યાતિ સાથે આવેલાં યુવકને જોઈ રહે છે. રિસેપ્શનિસ્ટ લખવાનું બંધ કરી દે છે અને પૂછે છે "શું કામ છે એ ગાયનેક ડોક્ટરનુ?"

યુવક યુવતી કંઈ બોલતા નથી.

રિસેપ્શનિસ્ટ:- "સમજી ગઈ. સ્કૂલમાં આ જ કરવા આવો છો. જુઓ અહીં આ હોસ્પિટલમાં કંઈ ચેક અપ નહીં થાય. તમે જઈ શકો છો."

યુવક:- "પ્લીઝ અમારો કેસ લઈ લો. અમે એકબીજાને ચાહીએ છીએ. અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ."

ખ્યાતિ:- "પ્લીઝ મારે એટલું જાણવું છે કે હું પ્રેગનેન્ટ છું કે નહીં. અને અમે અબોર્શન માટે નથી આવ્યા. માત્ર ચેક કરાવવા આવ્યા છીએ."

રિસેપ્શનિસ્ટ:- "તો મેડીકલમા જઈ પ્રેગનેન્સી ટેસ્ટ કિટ ખરીદી લો."

રજતે બધી વાત સાંભળી લીધી. રજતે કેસ ન નોધાવ્યો. મેહા પાસે ગયો.

રજત:- "ચાલ. અહીં આપણો મેળ નહીં પડે."

મેહા:- "કેમ શું થયું?"

રજત:- "આવી તપાસ કરાવવી illegal છે."

મેહા રજત સાથે આવી કારમાં બેસી.

મેહા:- "હવે હું શું કરીશ? ક્યાં જઈશ?"

મેહાને તો વિચારી વિચારી રડવા જેવી થઈ ગઈ હતી.

રજત:- "મેહા તું મારા પર વિશ્વાસ કેમ નથી કરતી. મેં તે દિવસે તને સ્પર્શ પણ નથી કર્યો."

મેહા લગભગ રડવા લાગે છે.

રજત વિચારે છે આની શંકા તો દૂર કરવી જ પડશે. નહીં તો રડી રડીને હાલત ખરાબ થઈ જશે.

રજત:- "મેડીકલમા જઈને પ્રેગનેન્સી ટેસ્ટની કિટ લઈ લઈએ."

મેહા:- "હા."

રજત નજીકની મેડીકલ પાસે કાર ઉભી રખાડે છે.

રજત:- "જા લઈ આવ."

મેહા:- "તું પણ ચાલને સાથે."

રજત:- "કોઈ ખાઈ નહીં જાય તને."

મેહા:- "રજત મને ડર લાગે છે."

રજત:- "ન જઉ હોય તો કંઈ નહીં. અંદર બેસી જા. તને ઘરે મૂકી આવું."

મેહા:- "સારું હું લઈ આવું છું."

મેહા મેડીકલ સ્ટોરમાં જાય છે. મેહા સ્ટોર પર જાય છે. મેહાને એક કપલ નજરે પડે છે. સ્કૂલ ડ્રેસમાં હોય છે. એ યુવતીએ પ્રેગનેન્સી ટેસ્ટ કીટ માંગી.
સ્ટોરમાં દવા આપતા બે જણ અને આસપાસના ઘરાક એ યુવતીને ખાઈ જવાના હોય એ રીતે જોઈ રહ્યા. મેહાની તો હિમંત જ ન થઈ.

સ્ટોરવાળાએ પૂછ્યું "શું જોઈએ છે?"

મેહા:- "વિક્સની ગોળી."

મેહા ટેન્શનમાં આવી ગઈ હતી. મેહા પોતાની જ ધૂનમાં ચાલી રહી હતી. રજતે હોર્ન વગાડ્યો પણ મેહા તો પોતાની જ ધૂનમાં હતી. મેહા રોડ તરફ જઈ રહી હતી.

રજત બહાર નીકળ્યો.

રજત:- "મેહા."

મેહા હજી પણ વિચારોમાં અટવાયેલી હતી.

મેહા રોડ પર આવી ગઈ. રોડ પર એક ટ્રક આવી રહી હતી. ટ્રક વાળાએ હોર્ન માર્યો પણ મેહા એટલી ટેન્સ હતી કે કંઈ સંભળાયું જ નહીં.

રજતે મેહાને હાથ પકડી ખેંચી લીધી. અનાયાસે જ રજતે મેહાને પોતાની બાહોમાં લઈ લીધી. મેહા પણ ગભરાઈને રજતને ગળે વળગી પડી અને રડવા જ લાગી.

રજતે મેહાના વાળમાં હાથ ફેરવી રહ્યો અને કહ્યું "શ...શ...રિલેક્ષ મેહા."

ખાસ્સીવાર સુધી મેહા રજતને વળગી રહી. રજતને પણ મેહાને પોતાનાથી અળગી કરવાનું મન ન થયું.

રજત:- "તું અહીં ઉભી રહે. હું સ્ટોરમાંથી લઈ આવું છું."

મેહા:- "તેના કરતાં હોસ્પિટલ જ જઈએ. આ સાધનથી વધારે ખ્યાલ નહીં આવે. અને મારે એકદમ શ્યોર થવું છે."

રજત:- "સારું."

બંન્ને કારમાં બેસે છે.

મેહાએ જોયું તો રજત વિચારોમાં ખોવાયેલો હતો.

મેહા વિચાર કરવા લાગી કે રજત મારા લીધે ટેન્સ હશે.

મેહા:- "RR તું ટેન્સ છે?"

રજત:- "નહીં તો?"

મેહા:- "પણ મને એવું લાગ્યું. રજત તું ટેન્શન ન લે. હું તારું નામ નહીં લઉં. તું ટેન્શન ન લે. હું કોઈને નહીં કહું કે હું તારા કારણે પ્રેગનન્ટ છું."

રજત:- "મેહા તને નથી લાગતું કે તું કંઈક વધારે પડતું જ વિચારે છે. કંઈ જ બોલતી નહીં. ચૂપચાપ બેસી રહે સમજી?"

રજતે થોડો વિચાર કર્યો. થોડું વિચારતા વિચારતા રજતના મગજમાં એક ઝબકારો થયો.

રજતે એક જગ્યાએ કાર પાર્ક કરી.

"તું અહીં જ બેસ. હું બસ હમણાં આવ્યો." એટલું કહી રજત ઝડપથી જતો રહ્યો.

મેહા:- "ક્યાં જાય છે? હું પણ આવું કે?"

રજતને મેહાના શબ્દો સંભળાયા. રજતે ઈશારો કર્યો બસ પાંચ મીનીટમાં આવું છું.

મેહાની નજર રજત પર હતી. રજત એક સ્ટોરમાં ગયો.

મેહા મનોમન કહે છે "રજત મૉલમાં શું કરવા ગયો છે? ઑહ કદાચ પ્રાચી માટે કંઈ લેવા ગયો હશે."

રજત કારમાં બેસી ગયો. મેહાને એમ કે પ્રાચી માટે કંઈ લેવા ગયો હશે એટલે મેહા કંઈ બોલી નહીં.

બંન્ને હોસ્પિટલ પહોંચ્યા. રજત અને મેહા કારમાંથી ઉતર્યાં. મેહા તો વિચારોમાં ખોવાયેલી હતી.

રજતે મેહાનો હાથ પકડ્યો. મેહા ઉભી રહી ગઈ. મેહા હજી પણ વિચારોમાં ખોવાયેલી હતી.
તરત જ રજતે મેહાને ગળામાં કંઈ પહેરાવી દીધું.

મેહા:- "રજત શું પહેરાવ્યું?"

મેહાએ જોયું તો મંગળસૂત્ર હતું.

મેહા:- "આ શું કર્યું રજત?"

રજત:- "આટલી જોરથી બોલવાની શું જરૂર છે? થોડીવાર ચૂપ રહે સમજી?"

રજતે સિંદૂરની ડબ્બી માંથી સિંદૂર લઈ મેહાને પાંથી માં પણ પૂરાવી દીધું.

મેહાને આશ્ચર્ય તો થયું પણ સાથે સાથે ખુશી પણ થઈ.

મેહા:- "રજત શું છે આ બધું?"

રજત:- "તું કંઈ જ ન બોલતી. હું જેમ કહું એમ જ કરજે. હોસ્પિટલમાં આપણે છે ત્યાં સુધી તું માની લે કે આપણે પતિ પત્ની છે ઑકે?"

મેહા:- "ઑકે."

રજત:- "આપણે પતિ પત્નીનું નાટક કરવાનું છે સમજી?"

મેહા:- "સમજી."

મેહા મનોમન કહે છે "હું તો ખરેખર તારી પત્ની બનવા માંગુ છું."

રજત મેહાનો હાથ પકડી ચાલવા લાગ્યો. મેહા નું ધ્યાન તો રજત પર જ હતું. રજત જે રીતે મેહાનો હાથ પકડી લઈ જતો હતો તે મેહાને ગમ્યું.

રજત રિસેપ્શનિસ્ટ પાસે ગયો.

રજત:- "હૅલો મેમ. મારે એક કેસ કઢાવવો છે."

રિસેપ્શનિસ્ટ:- "શું નામ છે?"

રજત:- "મેહાકુમારી રજત રઘુવંશી."

રિસેપ્શનિસ્ટ:- "ક્યાં ડોક્ટરને મળવાનું છે?"

રજત:- "ગાયનેક ડોક્ટરને."

રિસેપ્શનિસ્ટે મેહા તરફ જોયું. ગળામાં મંગળસૂત્ર અને માથે સિંદૂર હતું.

રજતે મેહાનો હાથ પકડ્યો. અને કહ્યું "તું ટેન્સ ન લે. બધું ઠીક થઈ જશે. I am sure કે આપણને આજે ગુડ ન્યૂઝ મળશે."

"સાચ્ચે જ ને." એમ કહી મેહા રજતને Hug કરે છે.
મેહા તો રજતને છોડવા જ નહોતી માંગતી.

રજત:- "તું ત્યાં બેસ. હું હમણાં આવ્યો."

રિસેપ્શનિસ્ટ:- "લાગે છે કે હમણાં જ લગ્ન થયાં છે."

રજત:- "હા ચાર મહીના પહેલાં જ."

રિસેપ્શનિસ્ટ:- "લવ કે અરેન્જડ?"

રજત:- "લવ મેરેજ."

રિસેપ્શનિસ્ટ થોડીવાર બેસવા કહે છે.

દસ મીનીટ પછી રજત અને મેહાને ઉપરના રુમમાં મોકલે છે.

ડૉ. આરતી મેહાનું ચેક અપ કરે છે. ચૅક અપ કરીને બહાર આવે છે.

રજત:- "ડૉકટર મેહાનો રિપોર્ટ શું છે? પોઝિટિવ ને?"

ડૉ.આરતી:- "Sorry....Good news નથી."

મેહા:- "પણ ડૉક્ટર મને ઉલ્ટી થઈ અને ચક્કર આવ્યા તેનું શું?"

ડૉ.આરતી:- "લોહીની ઉણપ છે એટલે."

મેહા:- "તો એનાથી ઉલ્ટી થોડી થાય."

ડૉ.આરતી:-"લાગે છે કે તમારા વાઈફ બહારનું જંકફૂડના વધારે ખાય છે. એટલે એસીડીટીને કારણે ઉલ્ટી થઈ છે."

મેહા:- "ચક્કર આવ્યા તે?"

ડૉ.આરતી:- "એ જ લોહીની ઉણપ. ઘરનું ખાવાનું કેટલાંય દિવસથી કદાચ ઓછું થઈ ગયું છે. એટલે શરીરમાં વીકનેસ છે. એના લીધે ચક્કર આવ્યા હશે."

મેહા:- "અને પીરીયડ્સ મિસ થયા તેનું શું?"

ડૉ.આરતી:- "એનું કારણ પણ એ જ. લોહીની ઉણપ. તારામાં લોહી જ નથી પછી પીરીયડ્સ ક્યાંથી આવે?"

મેહા:- "Oh thank God."

ડૉ.આરતી:- "શું?"

મેહા:- "કંઈ નહીં."

રજત અને મેહા બહાર આવ્યા.

રજત અને મેહા કારમાં બેસે છે.

મેહા રજતને જોઈને વિચારી રહી કે રજત સાચું કહી રહ્યો હતો. એણે મને કંઈ નથી કર્યું. મેહાને ખુશી થઈ. રજત એકદમ પરફેક્ટ છે. મેહાને રજત પર ગર્વ થયો. મેં એના પર જૂઠો આરોપ લગાવ્યો તો પણ મારી સાથે હોસ્પિટલ આવ્યો. કોઈ વ્યક્તિ આટલી સારી અને પરફેક્ટ કેવી રીતે હોઈ શકે? વિચારતા વિચારતા મેહા ની આંખમાં આંસું આવ્યા.

રજત:- "હવે શું થયું? કેમ રડે છે?"

મેહા:- "અરે હું રડતી નથી. આ ખુશીના આંસુ છે."

રજત:- "રિયલી?ખુશીનાં આંસુ કે મગરમચ્છના આંસુ?"

મેહા:- "તારે જે માનવું હોય તે માન. પણ આજે હું બહું ખુશ છું. I love you RR."

થોડીવાર પછી મેહા નું માથું દુઃખવા લાગ્યું. મેહા ચૂપચાપ આંખો બંધ કરી એમજ બેસી રહી.
રજતે મેહા તરફ નજર કરી.

રજત:- "શું થયું? અત્યારે તો આટલી ખુશ હતી અચાનક જ ચૂપ થઈ ગઈ?"

મેહા:- "બહુ માથું દુઃખે છે."

રજત:- "નકામું ઓવરથિકિગ અને ઉપરથી રડી છે તો માથું તો દુખાવાનું જ હતું. મને એ સમજમાં નથી આવતું કે તને આવા સ્ટુપિડ વિચારો ક્યાંથી આવે છે? વધારે પડતી ફિલ્મો જોય છે એટલે જ આવા વિચાર આવે છે."

મેહા:- "રજત પ્લીઝ તું થોડીવાર ચૂપ રહીશ. મને વધારે માથું દુઃખવા લાગ્યું છે."

મેહા નું ઘર આવે છે.

મેહા કારમાંથી ઉતરે છે.

મેહા રજતને જોય છે અને Bye કહે છે.

રજત કંઈપણ બોલ્યા વગર જતો રહે છે.

ક્રમશ: