The Dark King - 5 books and stories free download online pdf in Gujarati

ધી ડાર્ક કિંગ - 5

કિંગ લ્યુનાને ડાર્ક કિંગને હરાવ્યો એ વાતને બે મહીના બાદ કિંગ લ્યુનાનની તલવાર ‘લાઇટ’ ચોરાઇ ગઈ .એને શોધવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ ક્યાય ન મળી. આ વાતને પણ ઘણો સમય થયો એટલે બધા આ વાત ભુલી ગયા. ‘લાઈટ’ પણ ખોવાઇ અને શૈતાન પણ ગયો.પણ કોઇને પણ ક્યા ખબર હતી કે આ સંકટ પાછુ આવશે.” એથીસ્ટને બગાસુ ખાતા વાત પુરી કરી.
થોડી વાર સભામાં મૌન ફેલાઇ ગયું. પછી કિંગ બેલમોંટ બોલ્યા “ તો હવે લાગી જાઓ કામ માં “
“પણ મહારાજ ‘લાઇટ’ તલવાર નું શું?” કિંગ મોર્થન બોલ્યા.
“એને પણ શોધવી પડશે.” કિંગ બેલમોંટ વિચારતા બોલ્યા.
પછી બધા રાજા પોત પોતાના રાજ્યોમાં જઈ તૈયારી કરવા લાગ્યા.
પેલી બાજુ પૂર્વમાં ડાર્ક થંડરે રિયોના ને પોતાના હાથ નીચે દબાવી દીધુ અને એ પામાર્શિયાં પોહચી ગયો હતો. એણે થોડા જ સમયમાં પામાર્શિયા ને પણ હરાવી દીધુ. એણે હવે થોડી શાંતિ થઈ હતી કેમ કે આખો પૂર્વીય વિસ્તાર એના હાથ નીચે હતો. હવે એ એઝાર્ન સમુદ્ર પાર કરવા વિચારી રહ્યો હતો. એની પાસે તેની સેના લઈ જવા માટે પુરતા જહાજ ન હતા. તેથી તેને જહાજો ની બનાવટ માટે એક અઠવાડિયાનો સમય લાગે તેમ હતો. તેણે કામ ચાલું કરાઈ દીધું.
પેલી બાજુ એથીસ્ટનને પોતાના રાજ્ય વેન્ટૂસમાં ગયા ઘણો સમય થઈ ગયો હતો એટલે એણે વેન્ટૂસ જવાનો વિચાર કર્યો . એથીસ્ટન એકાદ દિવસ પછી નિકળવાનું નકકી કર્યુ . એણે કિંગ બેલમોંટ પાસે એક ઘોડાની માંગ કરી . કિંગ બેલમોંટે એને એક શરત પર આપવા કહ્યું કે “ તું મારો સંદેશાવાહક બનીજા , તને કોઈ પણ નવી ખબર મળે તો મને પેલા કહેજે.”
એથીસ્ટને “હા” કહી કિંગ બેલમોંટ સાથે જોડાઇ ગયો.
અને બીજા દિવસે એ ઘોડો લઈ વેન્ટૂસ જવા રવાના થયો . પણ એ જેવો સેન્ટાનિયાની બહાર નીકળવા ગયો ત્યા એનો ભેટો જોર્ડન સાથે થયો , પણ જોર્ડન કંઈ કરી શકે તેમ ન હતો કેમ કે એથીસ્ટન હવે કિંગ બેલમોંટ માટે કાંમ કરતો હતો. આ વાત જાણી જોર્ડનનો ગુસ્સો વધી ગયો હતો પણ તે હવે કંઈ ન કરી શકે તેમ હતું. પછી એથીસ્ટન પોતાના રસ્તે ચાલ્યો અને તેની સાથે હવે જોર્ડન નીકળી પડયો , એને પણ પોતાના મહેલમાં જવાનું હતું.
આખરે એક અઠવાડિયા પછી ડાર્ક થંડર પાસે પુરતા જહાજ હતા તેની સેના લઈ જવા માટે . એણે રાત્રે એઝાર્ન સમુદ્રમાં સફર ચાલું કરી દીધી. ધીમે ધીમે તે આગળ વધી રહ્યો હતો અને થોડે આગળ જતા તેનો સામનો કેટલાક સમુદ્રી લુંટેરા સાથે થયો. સમુદ્રી લુંટેરાઓ ને ખબર ન હતી કે પેલો ડાર્ક થંડર છે , એમણે એમ કે એ પણ સમુદ્રી લુંટેરા છે પણ જ્યારે એ નજીક આવ્યા ત્યારે ડાર્ક થંડરનું રૂપ જોઇને જ ગભરાઇ ગયા. પણ એ તો નજીક આવી ગયા હતા હવે ભાગવું કેમ? ત્યાતો લડાઇ ચાલું થઈ જોત જોતામાં તો વિનાશ સર્જાયો. એક લુંટેરાએ નાસી છુટવાનો પ્રયાસ કર્યો પણ મર્યો ગયો. પછી ડાર્ક થંડર આગળ વધ્યો.
થોડા દિવસ બાદ ક્યુડેનના દરિયા કિનારે અચાનક જોર જોર થી પવન ફુંકાવા લાગ્યો , મોજા ઉંચા ઉછળવા લાગ્યા અને વાદળ છવાઈ ગયા ને સુરજ ઢંકાઇ ગયો. સમગ્ર અંધારુ થઈ ગયું. ત્યાના લોકોએ દુર સમુદ્રમાં નજર કરી તો જહાજો આવતા દેખાયા. બધા ગભરાઇ ગયા ત્યા તો આ વાત કિંગ ઇકબર્ટ સુધી પોહચી ગઈ. કિંગ ઇકબર્ટ આ વાત એક વ્યક્તિ દ્વારા સેન્ટાનિયા પહોંચાડી. ડાર્ક કિંગે સમુદ્ર કિનારે આવી તબાહી ચાલું કરી દીધી. કિંગ ઇકબર્ટની સેના વધારે સમય ટકે એવું લાગતુ ન હતું. તેથી કિંગ ઇકબર્ટ ગભરાઇ ગયા અને પોતાનુ રાજ્ય છોડી ભાગ્યા. કિંગ બેલમોંટે વેન્ટૂસની સેનાને સેન્ટાનિયા બોલાવી દીધી. સેન્ટાનિયા હવે મજબુત હતું અને ક્યુડેન વિનાશને આરે હતું. ક્યુડેન વધારે ન ટક્યું , ડાર્ક થંડરે કિંગ ઇકબર્ટને શોદ્યા પણ ક્યાય ન મલ્યા તેથી તે વધારે ગુસ્સે થયો અને ભય પણ લાગવા લાગ્યો ‘લાઇટ’ને કારણે.
કિંગ બેલમોંટ એ કિંગ લ્યુનાનનો વંશજ હતો. ડાર્ક થંડરનો ધેય્ય કિંગ લ્યુનાનના વંશને ખતમ કરવાનો અને સમગ્ર રાજ્યો પર રાજ કરવાનો હતો. કિંગ બેલમોંટ સેન્ટાનિયામાં ડાર્ક થંડરની રાહ જોઇને જ બેઠાં હતા.

ક્રમશ..

- જીનીલ પટેલ.