Prince and Priya - 2 books and stories free download online pdf in Gujarati

પ્રિન્સ અને પ્રિયા - 2

ભાગ-૨- મટીરીયલ ની આપ-લે

ક્લાસના પહેલા દિવસે ટીચર અને સ્ટુડન્ટ્સ એક બીજાને પોત પોતાનો પરીચય આપે છે. નિરવ, પ્રિન્સ અને તેના ભાભીને આવવામાં સહેજ મોડું થઈ જાય છે એટલે તેમને ક્લાસમાં કોઈનો પરીચય નાં મળ્યો. મોડા આવવાના કારણે પ્રિન્સ ક્લાસમાં સૌથી પાછળ બેઠો હતો અને પ્રિયા સૌથી આગળ.

અને પછી ક્લાસમાં ચાલું થયું મટીરીયલ વિતરણ. રજીસ્ટ્રેશન નો સમય પૂરો થયા પછી ક્લાસમાં નામ લખાવવાના કારણે નિરવ, પ્રિન્સ અને તેના ભાભીને પહેલા દિવસે મટીરીયલ નાં મળ્યું. ટીચરે રિકવેસ્ટ કરી કે હમણાં ૨-૩ દિવસ માટે પ્લીઝ કોઈ આ ૩ સ્ટુડન્ટ્સ સાથે તમારૂં મટીરીયલ શેર કરજો. પરંતુ બધાનો પહેલો જ દિવસ હતો, હજુ કોઈ એકબીજાને ખાસ ઓળખતું પણ નહોતું. એવામાં કોઈએ પોતાનું મટીરીયલ શેર કરવામાં રસ નાં બતાવ્યો. સિવાય કે પ્રિયા અને એની મિત્ર પિંકી. ટીચરે ખુશીથી પ્રિયાની ચોપડીઓ પાછળ બેઠેલા પ્રિન્સને એમના ૩ વચ્ચે શેર કરવા માટે આપી.

તો આ રીતે ૨૫ સ્ટુડન્ટ્સ વાળા ક્લાસમાં સૌથી આગળ બેસેલી પ્રિયાની ચોપડી પહોંચી જાય છે સૌથી પાછળ બેઠેલા પ્રિન્સનાં હાથમાં. અને પછી તે કવર પેજ પર પહેલીવાર પ્રિયાનું નામ વાંચે છે. ક્લાસ પૂરો થયા પછી તે પ્રિયાને ચોપડી પાછી આપવામાં શરમાય છે એટલે તેનાં બદલે તે નિરવને મોકલી દે છે. અને પોતે ભાભી સાથે દૂર ઉભા રહીને નિરવ અને પ્રિયાને જોવે છે. ત્યારે પહેલીવાર તે પ્રિયાને એટલું ધ્યાનથી જોવે છે. નિરવ પણ ચોપડીઓ આપીને આવ્યા પછી ભાભીથી થોડું અંતર જાળવીને પ્રિન્સ પાસે પ્રિયાની સુંદરતાનાં વખાણ કરે છે. અને આ રીતે પ્રિન્સનાં મનમાં સુંદર પ્રિયાની એક તસવીર ગોઠવાય છે.

હવે, ક્લાસનો બીજો દિવસ હોય છે. પ્રિન્સ તેના રૂટિન પ્રમાણે તેની ઓફિસ જવા માટે તૈયાર થઈ રહ્યો હતો. ક્લાસમાં પહેલા દિવસે મોડા પહોંચવાના કારણે મટીરીયલ નહોતું મળ્યું, તે વાત ભાભીએ ઘરના સર્વેને જણાવી હતી. પ્રિન્સને આજે ઘરેથી ફરીથી નોકરી છોડી દેવા માટે દબાણ કરવામાં આવે છે. છેવટે કંટાળીને પ્રિન્સ પણ નોકરી છોડવા માટે રાજી થઇ જાય છે અને પોતાના સાહેબને એના વિશે વાત કરશે તેમ કહીને ઓફિસ જવા માટે નીકળી જાય છે.

સાંજ પડી, ક્લાસમાં જવાનો ટાઈમ થઈ ગયો. પહેલા દિવસની જેમ જ પ્રિયા થોડી વહેલા પહોંચી જાય છે અને ક્લાસ ના નવા બનેલા મિત્રો સાથે થોડી ઘણી વાતચીત કરે છે અને પોતાની મિત્રતાને થોડી વધારે ગાઢ બનાવે છે. ક્લાસ ચાલુ થયાની થોડી જ વારમાં પ્રિન્સ, તેના ભાભી, અને તેનો મિત્ર નિરવ પણ ક્લાસમાં પહોંચી જાય છે. આજે ફરીથી બુક્સ લેવાની હતી અને તેનો મિત્ર નિરવ પ્રિન્સ ને કહે છે આજે તારો વારો હું નથી જવાનો. પ્રિન્સનો સ્વભાવ થોડો શરમાળ હતો. તેમ છતાં બુક્સ તો લાવવાની જ હતી.

એટલે કંઇ જ વધારે વિચાર્યા વિના તે પ્રિયા પાસે જાય છે અને ત્યાં જઈને સુંદર પ્રિયાને જોઈને તે બસ એને જોતો જ રહી જાય છે. અને પછી પ્રિયા એની સામે જુએ છે તો નજર ફેરવી લે છે. બુક્સ માંગવા માટે પણ તે કંઈ જ બોલી ના શક્યો અને સાવ મૌન જ બનીને ઊભો રહી જાય છે. પ્રિયા પણ તેના મૌનને સમજી લે છે અને પોતાની બુક્સ પ્રિન્સ, તેના ભાભી અને નિરવ માટે આપી દે છે. પ્રિન્સ ચૂપચાપ એ બુક લઇને ત્યાંથી ચાલ્યો જાય છે અને ક્લાસમાં સૌથી પાછળ પોતાની જગ્યા ઉપર જઈને બેસી જાય છે. તો આવી રીતે થાય છે પ્રિન્સ અને પ્રિયાની પહેલી મૌન વાતચીત. જોકે, કશું જ બોલ્યા વગર પ્રિન્સ બુક લઇને આવી જાય છે તે જોઈને તેનો મિત્ર નિરવ તેની ખૂબજ મજાક ઉડાવે છે.