pratishodh premano - 8 books and stories free download online pdf in Gujarati

પ્રતિશોધ પ્રેમનો - ભાગ ૮


લેખક - દિવ્યેશ લબકામણા 'અનંત'



હવે સવારમાં દિવ્યેશ ની આંખ ઉઘડે છે તે સહદેવ ના રૂમ માં હોય છે હજી તેને માથું ભારે ભારે લાગી રહ્યું હોય છે તે આજુ બાજુ જોવે છે પણ સહદેવ નજરે નથી પડતો તે સહદેવ ને એક બૂમ પાડે છે સહદેવ બહાર થી આવે છે અને આવતા જ દિવ્યેશ કહે છે "કેમ આટલો જલ્દી ઉઠી ગયો"

આટલું સાંભળતા સહદેવ હસતા હસતા કહે છે જરા ઘડિયાર જો દિવ્યેશ ની નજર ઘડિયાર તરફ જાય છે તેમાં સાડા આઠ થઈ રહ્યા હોય છે દિવ્યેશ કહે છે કે "ઓહ આજે તો થોડી વધુ ઊંઘ થઈ ગઈ પણ કોલેજ જવા માં મોડું થશે કેમ મને વહેલો ન જગાડ્યો?"

ત્યારે સહદેવ થોડો ભયભીત થઈ ને કહે છે "સવાર માં તું થોડો ગભરાયેલો હતો અને થાકેલો પણ એટલે મને એમ કે હું તને સુવા દવ અને કોલેજે આજ પણ રજા છે કેમકે હજી પેલા મૌલિક ની મર્ડર મિસ્ટ્રી હજી મિસ્ટ્રી જ રહી છે એટલે હવે કાલ થી કોલેજ શરૂ થશે"

દિવ્યેશ સહદેવ ના વાત માં હામી ભરીને હજી આજે વહેલી સવાર ના વિચારો કરતા કરતા પોતાના રૂમ માં સ્નાન કરવા માટે જાય છે
બધા નાહી-ધોઈ ને દિવ્યેશ ની નાસ્તા માટે રાહ જોઈ રહ્યા હોય છે અને દિવ્યેશ આવતા ની સાથે કવિતા માસી ને નાસ્તા માટે બૂમ પાડે છે અને તેની સાથેજ માસી નાસ્તો આપી ને જાય છે અને બધા નાસ્તો કરી રહ્યા હોય છે ત્યાં દિવ્યેશ ના ફોન ની રિંગ વાગે છે અને તેની સાથે બધા ની નજર તે તરફ નજર જાય છે અને સ્ક્રીન પર નામ હોય છે'ઇન્સ્પેકટર વિક્રમ'

દિવ્યેશ જલ્દીથી ફોન રિસીવ કરે છે તે થોડી વાત કરે છે અને વાત પૂરી થતાં જ દિવ્યેશ ના મુખ નો રંગ પૂરો ફિક્કો પડી ગયો હતો આથી કોઈ ભયાનક વાત છે એ નક્કી હતું અને આ બધા થી છૂપું ન રહ્યું એટલે મનાવે પૂછ્યું"શુ થયું ભઈલા?"

એટલે દિવ્યેશે જે ઇન્સ્પેક્ટર વિક્રમે કહ્યું એ વાત બધાને કહેતા કહ્યું કે " થિર્ડ યર માં વિસ્મય નામ નો એક છોકરો છે તે કાલે હાઇવે પર જઈ રહ્યો હતો અને કોઈકે ચાકુ મારી તેનું ખૂન કરી નાખ્યું અને ત્યાં સીસીટીવી કેમેરા હતા એમાં ખાલી એક પણછાયો નજરે પડે છે આથી ઇન્સ્પેક્ટર વિક્રમ નું માનવું છે કે આમાં તે સ્ટોર રૂમ ની આત્મા નો હાથ છે અને તેમને આપણ ને બધા ને ત્યાં 10 વાગે મળવા બોલાવ્યા છે"

બધા ના મુખ પર નો ડર સાફ દેખાઈ રહ્યો હતો અને બધા નાસ્તો કર્યો ન કર્યો ચાલી નીકળ્યા ઇન્સ્પેકર વિક્રમ ને મળવા માટે. ઇન્સ્પેક્ટર વિક્રમ પોલીસ સ્ટેશન માં બેઠા હતા જે બધા ને જોઈ ને તેમને અંદર બોલાવે છે અને વધારાની વાત-ચીત બાજુ માં મૂકી ને કહે છે કે
"હા દિવ્યેશ નક્કી આ સ્ટોર રૂમ નું જ ભૂત છે"

"તમે આ વાત આટલા વિશ્વાસ થી કઈ રીતે કહી શકો" સહદેવે પ્રશ્ન કરતા કહ્યું અને પછી વિક્રમે જવાબ આપતા કહ્યું" કારણ કે ફોરેન્સિક એક્સપર્ટ નું કહેવું છે કે આ વ્યક્તિ નું મૃત્યુ 2 વર્ષ પહેલા થયુ છે પરંતુ બે વર્ષ સુધી માં તો લાશ કંકાલ બની જાય"

આ સાંભળી દિવ્યેશ ને કંઈક યાદ આવતા તે કહે છે "યસ અરે સહદેવ આપડે ફરીથી પેલા તપસ્વી ની મદદ લઈએ તો કેમ થશે?"

બધા ને પેલા જુના ઘર વાળા તપસ્વી યાદ આવ્યાં અને કહ્યું"હા ખૂબ સરસ આઈડિયા છે તે આપડી મદદ જરૂર કરશે"

પછી દિવ્યેશ ઇન્સ્પેક્ટર વિક્રમ ને બધી વાત જણાવે છે એટલે વિક્રમ કહે છે "તો ચાલો હું પણ તમારી સાથે આવું"

પછી દિવ્યેશ, સહદેવ અને ઇન્સ્પેક્ટર વિક્રમ પોલીસ જીપ માં તે તપસ્વી પાસે જાવા નીકળે છે રસ્તા માં દિવ્યેશ વિક્રમ ને તેમના વિશે બીજું ઘણું બધું જણાવે છે. આ જાણી વિક્રમ કહે છે "અહીં આપડો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય તો સારું"

પછી બધા તે તપસ્વી પાસે પહોંચે છે અને કહે છે દિવ્યેશ તપસ્વી ને બધી વાત કરે છે ત્યારે તે તપસ્વી વ્યાકુળ થયા વગર કહે છે "તમારી મહાવિદ્યાલયે જે ભૂત છે એ પોતાનો બદલો પૂરો કરવા માંગે છે તેને ખાલી પોતાનો પ્રતિશોધ જોઈ છે તે આત્મા ને એ પણ ખબર નથી કે એમને મારનાર કોણ છે એટલે એ બધા સાથે બદલો લઇ રહ્યું છે કેમકે એમણે જેને પણ માર્યા છે તેનું મોઢું તેમને યાદ જ નથી આથી જો તમારે તે બંને આત્મા ને તૃપ્ત કરવી હોય તો તમારેજ શોધવું પડશે કે કોણે તેમની હત્યા કરી.પછી જ્યારે તે આત્મા તેની હત્યા કરી ને જ તૃપ્ત થશે"


પછી બધા તપસ્વી નો આભાર માની ને ત્યાંથી નીકળે છે અને તે ત્રણેય પાછા શહેર તરફ પાછા ફરે છે. અને આ વખતે સહદેવ ઇન્સ્પેક્ટર વિક્રમ ને મનિષે જે વાત કહી હતી તે થોડી વિસ્તાર થી કહે છે અને આ સાંભળી વિક્રમ કહે છે કે " હા પણ હવે કોણ તે લોકો નું ખૂની છે તે કઈ રીતે ગોતવું?" જોકે વિક્રમ આમ કોઈ દિવસ ના કહે કારણ કે તેમણે આવી અનેક મર્ડર મિસ્ટ્રી સોલ્વ કરેલી છે પણ આ બે વર્ષ પહેલાં ની ઘટના છે તો કોઈ સબૂત મળવાની ઘટના નહિવત છે.

"આપડે પાછા જઈને કંઈક વિચારીએ"દિવ્યેશ વિક્રમ ની વાત માં શૂર પુરાવતા કહે છે

હવે બધા પાછા પોલીસ સ્ટેશન પહોંચે છે અને કવિતા અને અલ્પા પણ ત્યાં આવી જાય છે પછી બધા હવે આગળ શું કરવું તે વિચારી રહ્યા હોય છે ત્યાં અચાનક વિક્રમ ને કંઈક યાદ આવતા તે એક કોન્સ્ટેબલ ને બોલાવે છે અને કહે છે "આ લોકો ની કોલેજે જા અને એવા લોકો નું લિસ્ટ કાઢ જે આજથી બે વર્ષ પહેલાં તે પાર્ટી માં હાજર હતા"

કોન્સ્ટેબલ જાય છે અને બધા પાછા કંઈક વિચાર કરવા લાગે છે અને વિક્રમ બધા માટે ચા મંગાવે છે ત્યાં થોડી વાર માં કોન્સ્ટેબલ આવે છે અને કહે છે "સર એક મસ્ત ઇનફોર્મશન મળી છે!"

વિક્રમ તેની ખુરશી માંથી ઉભો થઇ ને તરત કહે છે"શુ ઇનફોર્મશન છે? જલ્દી બોલ"

કોન્સ્ટેબલ વિનમ્ર ભાવે કહે છે" સર એ વખતે પાર્ટી માં કુલ 29 ફર્સ્ટ યર નાં સ્ટુડન્ટ હાજર હતા અને તેમાંથી 7 ના મૃત્યુ ઘણા સમય પહેલા કોઈ એક્સિડન્ટ માં થઈ ચૂક્યા છે અને 2 લોકો ની અત્યારે હત્યા થઈ છે"

"ઓહ એનો મતલબ એવો થયો કે એમનો ખૂની જરૂર તે પાર્ટી માં મોજુદ હતો આથીજ જે પાર્ટી માં હતા એના ખૂન થઈ રહ્યા છે "

"પણ સર હવે એ કઈ રીતે ખબર પડે કે એ લોકો માંથી પ્રેમ અને કવિતા નું ખૂન કર્યું કોને?"અલ્પા વિક્રમ તરફ જોતા કહે છે

"એ એ રીતે કે જેને પણ આ બંને નું ખૂન કર્યું છે એ લોકો આમને સારી રીતે ઓળખતા હોવા જોઈએ અથવા કોઈ ને કોઈ મનભેદ હોવો જોઈએ"વિક્રમ આટલું બોલતા તેની દાઢી પર હાથ ફેરવે છે


ક્રમશ: