Premthi prem sudhi - 1 books and stories free download online pdf in Gujarati

પ્રેમથી પ્રેમ સુધી - પ્રકરણ-૧

પ્રસ્તાવના
આથમતા સૂરજ પહેલા ખીલેલી સંધ્યાની કહાની..
અંત સુધી એક અકબંધ રહસ્ય સાથે સાચા પ્રેમની એક નાજુક ગલગોટાની કળી જેવી કહાની..
પ્રેમની એક બાજુએથી વર્ષો પપ્પાનું ખૂન કર્યું ત્યાંથી ચાલવાનું કર્યું હતું આજ મારું મૃત્યુ કર્યું ત્યાં સુધી હું ચાલી, આજ મેં પ્રેમથી પ્રેમ સુધીનું અંતર માપી લીધુ છે..
સરિતાના કાગળમાં લખેલું જયેશભાઇ વાંચે છે.. પ્રેમને કેન્દ્રમાં રાખીને ઢગલાબંધ કહાનીઓ લખાયેલી છે.
"પ્રેમથી પ્રેમ સુધી" સાચા પ્રેમીઓની વાતો લખાયેલી છે, જ્યારે હાથમાં હાથ નાખીને અથવા આલિંગન આપતા જ્યારે સપના જોયેલા હોયતે સપના સાચા ના પડે તો એક સ્ત્રી કઈ હદ સુધી જઈ શકે છે. તે વાર્તામાં બતાવવાની કોશિશ કરી છે..
પ્રકરણ ૧
ભીંત પર બોગનવેલ જુલતી હતી. ને અંદર જિંદગીના પોણા ભાગના વર્ષોને માત આપી જયેશભાઈ બાગમાં બેઠા બોગનવેલને જોઈ રહ્યા હતા. મુખ પર જિંદગીને શણગારીને જીવ્યા તેનું સુખ હતું. પોતાનું એક કાફે બહુ મસ્ત ચાલતું હતું. તેના પૈસા આવતા તેમાંથી ઘર ચાલતું મતલબ કે જીવતા. એકલાને કેટલુ જોઈએ.
ક્યારેક હેતલ ભાણીયાને લઈ આવે તો ઘરમાં કોલાહલ થાય નહીં તો ઓરડો ભેંકાર લાગે. એકલા પણ મનમાં કે ચેહરા પર સહેજ પણ માયુસી નહીં. ઘાવ કે ઘસાયેલા કોઈ નિશાન નહીં.
જિંદગીનો ખરો આનંદ માણી રહ્યા હતા. પોતાના બાગમાં પોતાના હાથથી પાણી આપીને ઘણા ફૂલ છોડ ઉગાડ્યા હતા. તેને નિરખવાનું સુખ પણ માણતા હતા. ક્યારેક ઓચિંતી નિમિષા બેન ની યાદ આવી જાય તો દિલમાં લાગી આવે ને કદાચ આંખના ખાંચા સાથે ગાલ પણ ભીના થઈ જતા. પાંચ વર્ષનો સાથ એવો હતો કે તેને શબ્દોમાં ના ઉતારી શકાય..
નિમિષાબેન એ જ્યારે જયેશભાઈ નો હાથ પકડ્યો ત્યારે. જયેશભાઇની જિંદગી વર્ષોથી સડેલા ફુલથી પણ ખરાબ હતી. કાફે ખોટમાં ચાલતું હતું. પણ જગ્યા પોતાની હતી એટલે વધુ ઘાટો દેખાતો નહોતો. માતા પિતાએ આવડો મોટો બંગલો સાથે જયેશને રમતો મૂકીને બંનેએ સાથે સુસાઈડ કરી લીધું હતું. જિંદગીમાં દુઃખ, દર્દ, આંસુ દિલમાં માતા પિતા ગયાનો ઘાવ.
ઉગતી વયએ યુવતીના પ્રેમને માન આપ્યું હતું. તેમાં ઓળઘોળ થયા પછી, અનિવાર્ય સંજોગોને કારણે તેના પ્રેમના લીસોટા આંખ ને સુવા નહોતો દેતા. હૃદયનો કાચના ટુકડા કરતા પણ નાના કણ બની ગયા હતા. તેવીસની વયએ દારૂ, સિગરેટ લેવાનું શરૂ કરી દીધું હતું. ક્યારેક તો મગજ એટલું બધું ફરવા લાગે તો જયેશભાઇએ ડ્રગ્સ પણ લેતા હતા. ઉગતી પ્રભાતે જિંદગી આથમવા કોર દોડતી હતી. મિત્રોએ સમજાવ્યો પણ સરિતાનો ગમએ તેને અંદરથી સાવ ખોખલો કરી દીધો હતો.
પણ પછી નિમિષા સાથે આંખો અથડાઈ, તો પણ હજી તેનો ગમ ભુલાયો નહોતો. પણ નિમિષાના પ્રેમએ બધી જ વ્યથા, બધા જ દર્દ ભુલાવી દીધા હતા. ધીમે ધીમે એક પછી એક ઘાવ પર નિમિષાએ મલમ લગાવ્યો. ને તે ઘાવ પણ ભરાવા લાગ્યો.
બંનેની મરજીથી કોર્ટમાં લગ્ન થયા, જિંદગીની ટ્રેન હવે પાટા પર આવી ગઈ હતી. એકવાર જયેશભાઇએ કોશિષ પણ કરી લીધી કે નિમિષા શું કરે છે, કેમ અચાનક જ છોડીને ચાલી જવાનું કારણ જાણવા માટે. પણ ખબર પૂછવા જતા સરિતા ને જાણ થઈ ગઈ. ત્યારે પ્રેમથી જયેશભાઈને પ્રેમથી વળગી એટલે બધું જ દર્દ હોમાય ગયું.
જિંદગીના પાંચ વર્ષ સાથે રહ્યા, એક બાળકીનો જન્મ થયો. હોંશે હોંશે હેતલ નામ રાખ્યું. ખોટમાં ચાલતી કાફે ફરી ધમધોકાર ચાલવા લાગ્યુ. જિંદગીમાં ફરી એક ચમકદાર કિરણ પ્રવેશી ગયું. ને જિંદગી ફરી રોશન થઈ ગઈ.
જિંદગીમાં જ્યારે ઓગળવાનું લખ્યું હોય તો પછી આપણે કશું જ કરી શકીએ નહીં. એક ઉગતો સૂરજ એટલો ભયંકર રીતે ઉગ્યો હતો કે એટલો ભયંકર છપનિયો કાળ પણ નહોતો. જયેશભાઇ કાફે માંથી ઘરે આવ્યા ત્યારે નિમિષાબેને એ આત્મહત્યા કરી હતી. બાજુમાં હેતલ બેઠી રડતી હતી, ને ટીપોઈ પર એક કાગળ લખેલો હતો. અડીખમ ઉભેલો વ્યક્તિ તૂટી ગયો. નીચે પગ જ ના રહે તો ઉભું રહેવાની વાત જ શું કરવી રહી. પોતાનું શરીર વસંત પછીની પાનખર જેમ બળી ગયું. પહેલા હેતલ ને તેડી ને ટીપોઈ પર પડેલો કાગળ વાંચ્યો. પ્રિય જયેશ...
પોતે સાવ ભાંગી ગયા, આંખોએ પોક મૂકી. ખારો દરિયો બનીને બંને આંખો વહી રહી હતી. હેતલ સામે જોયું, થોડો ટેકો મળ્યો.
બસ, એ ટેકે ટેકે આજ સુધી જયેશભાઇ આજ સુધી ચાલ્યા હતા, મલકાયા હતા, મહાલ્યા હતા.
આજ પત્ર યાદ આવી ગયો હતો. પણ ફૂલ પર પતગિયું જેવા રમતયાળા કરતું તે જોવાની મજા પડતી. પતંગિયાની પાંખ જોતા મનમાં ઘણા વિચારો બેસી ગયા.
હજી પાંચ વાગ્યા હતા, જિંદગીનો ફરી એક વખત આનંદ ઉઠાવતા હતા. પાછળથી એક અવાજ આવ્યો.
"ઓળખાણ પડી કે પતંગિયાની પાંખ જોવામાં સઘળી યાદો ખોઈ બેઠા છો"
એક કોયલ જેવો કંઠ બાગના પ્રવેશ પર ઉભો હતો.
"ઘરડા તો વ્યક્તિ થાય યાદો કે પ્રેમ નહીં" વર્ષો જૂનો અવાજ ઓળખતા હોય તેમ પડકાર ફેંક્યો.
પાછળ ફરીને જોયું તો ચેહરા પર આછી આછી સળ પડી ગઈ હતી. કપાળ પર ચાંદલો નહોતો. હાથમાં ખાલી હતા. છેલ્લી વાર જે સાડી પહેરી હતી એ જ સાડી પહેરી હતી. નીચેથી પેટનો ભાગ દેખાતો હતો. વર્ષોથી સ્પર્શ વગરના સ્તન હજી મજબૂત દેખાતા હતા. હજી એવા જ કાળા વાળ નહોતા. જરાક સફેદ આવી ગયા હતા, આંખોમાં કાજળ લગાવ્યું હતું. હોઠ પર કોઈ પોપડી નહોતી એકદમ સુંવાળા હોઠ હતા. સરિતાની કાયા જયેશભાઈ એવી રીતે હોતા હતા કે હમણાં બાહુપાશમાં લઈને તેને ચુંબન કરી લેશે.
જયેશભાઇ એકાએક ઉભા થઈ ગયા. આંખોમાં ચાતક ફરી બેઠા થયા. આખા જીવતા બંગલામાં પંચાવન વર્ષ પછી પોતે ને પોતાની પ્રેમિકા. હવે જિંદગીને બીજી કશી લાલસા હોય ખરી.
સરિતાબેન પણ જયેશને જોતા હતા. એ જ ઘાટીલું શરીર. હજી પણ જુવાની જબકતી હતી.
"કેમ આટલા વર્ષે.." જયેશભાઈએ એક નાહક સવાલ કર્યો. કેમકે હવે તે વ્યક્તિ ચાંદલો કર્યા વગર, મંગળસૂત્ર પહેર્યા વગર આવી હતી. એટલે કશું પૂછવાનું હતું જ નહીં.
"આજે મારે રંગીન સોડ ઓઢવી હતી એ બહાને કાલ મારા મંગળસૂત્રની સફેદ સોડ ઓઢી લીધી હતી."
એજ ઘાટીલી કાયા માંથી સરિતાબેન બોલી રહ્યા હતા. ને જયેશભાઇ સાંભળી રહ્યા હતા.ને વાક્યના શબ્દોને એક પછી એક ક્રમમાં બેસાડીને સમજી રહ્યા હતા.