Premthi prem sudhi - 8 books and stories free download online pdf in Gujarati

પ્રેમથી પ્રેમ સુધી - પ્રકરણ-૮ (અંતિમ)

પ્રકરણ- ૮
ગુલાબની પાંખડી જેવી કોમળ રાત પુરી થઈ, ગલગોટા જેવી ઝાકળભરી સવાર ઉગી નીકળી.
જયેશભાઈની આંખ ખુલી તો પહેલું ધ્યાન ઘડિયાળ તરફ ગયું. ઘડિયાળમાં તો સાડા દસ થઈ ગયા હતા. મનમાં નાનું મોજું આવ્યું કે સરિતાએ મને જગાડ્યો નહીં.
આળસને અલવિદા કહેતા.. અવાજ કર્યો. "સરિતા.. સરિતા..." સામેથી કોઈ જવાબ આવ્યો નહીં. બારી માંથી પોતાના ઓરડામાં તડકો આવીને બેસી પણ ગયો હતો, ઉભા થયા તો નાઈટલેમ્પની બાજુમાં કાગળ પડ્યા હતા.
પ્રેમની એક બાજુએથી વર્ષો પહેલા પપ્પાનું ખૂન કર્યું ત્યાંથી ચાલવાનું કર્યું હતું આજ મારું પોતાનું ખૂન કર્યું ત્યાં સુધી હું ચાલી, આજ મેં પ્રેમથી પ્રેમ સુધીનું અંતર માપી લીધુ છે..
પહેલા તો બાજુમાં છાપું પડેલું છે, અભયનું ખૂન થયું હતું તે દિવસનું તેની હેડલાઈન આખી વાંચો.
'અભય મહેતાનું ખૂન કરી.. તેની પત્ની સરલા મહેતાએ પણ પોતાના જીવતરનો અંત આણ્યો હતો' જયેશભાઇના શરીરમાં લોહીનું પાણી થઈ ગયું. રૂંવાટી જ ગાયબ થઈ ગઈ. શરીર માંથી સરિતા ભરાય એટલું પાણી વહેવા લાગ્યું.
તમને જાણીને આઘાત લાગશે.. કે આટલા દિવસ મારી સાથે જે સરિતા રહી તે કોણ હતી. શું હતું તેમનું અસ્તિત્વ.. એવા સવાલ પોતાને પૂછો છો ને..
તમે ડરો નહીં.. હું કોઈ ભૂત નહોતી.. હું તો એક સાચો પ્રેમ કરનારી સ્ત્રી હતી જે પોતાના સપના ભૂલી ગઈ હતી જે સપના પુરા કરવા તમારી પાસે આવી હતી. મારું અસ્તિત્વ કહો તે એ.. મારું ચરિત્ર કહો તો એ..
હું ફકત તમને જ દેખાતી હતી.
વાક્ય વાંચતા જયેશભાઈને યાદ આવ્યું કે હોટલમાં બધા કેમ જોતા હતા. તે દિવસે કેમ બધા સામે જોતા હતા. કેમકે ત્યાં હું એકલો જ હતો.
મારે સન્માનભેર તમારી સાથે જીવવું હતું. હોટલમાં બેસીને જમવું હતું, દિવાળીમાં સાથે દિવા પ્રગટાવવા હતા, ઉતરાયણમાં સાથે પતંગ ચગાવવા હતા, ધૂળેટીમાં તમારા હાથે રંગાવવું હતું, વર્ષોથી મારું બદન તમારા સ્પર્શને જંખતું હતું. મારે તમારા હોઠ પર ઉઝરડા પાડવા હતા. જયેશભાઇનો હાથ પોતાના હોઠ પર પહોંચી ગયો..
મેં કહેલી બધી વાત સાચી જ છે. તમારી મનીષાને મારવામાં પણ મારો જ હાથ હતો. ડાયરીમાં ત્રીસમુ પેઝ વાંચજો એટલે સમજાય જશે.. મેં અંતે જિંદગીને માણી લીધી.. તમારી અંદર ભરીભરીને સમાયને..
જયેશભાઈ આંખો ચોધાર રડી પડી, ઉઠ્યા તરત જ બેડ પર બેસી પડ્યા હાથમાં કાગળ રહી ગયા. જિંદગી ફરી એકવાર રમત રમી ગયા. આ વખત કોણ જીત્યુંને કોણ હાર્યું.. જો કોઈને વાત કહું તો કોણ સાચી માનશે..
મનમાં થયું કે કાગળ લખીને હું જ મારું ખૂન કરી નાખું.. પણ પોતાના માતા પિતાના ખૂનનો રાજ...
કશું જ સમજાતું નહોતું શું કરવું તે.. સરિતા સાથે રહેવા મળ્યું તેની ખુશી મનાવવી કે તે ગઈ તેની પાછળ રડવું. મનમાં થયું જિંદગી જીતીને હારી ગયો..
રડતા રડતા હેતલને ફોન લગાવ્યો.. "હેતલ તું અહીં આવ મારે હવે તારી જરૂર છે. હવે સાથે કોઈ માણસ જોઈએ છે" આટલું બોલી ફોન કાપી..
આંસુ રોકાવવાનું નામ લેતા નહોતા. જયેશભાઈ સરિતાનો લખેલો કાગળ, તેની ડાયરીને ભીંત પરથી ઉતારેલો મનીષાનો ફોટો બધું બાથમાં ભીડીને ફરી આંખ બંધ કરીને સુઈ ગયા. બધું જ છૂટી ગયું.. રહી ગયા તો છેલ્લા દિવસોમાં જીવેલા તાજા સપના.
જિંદગીમાં ફરી એકવાર હેતલ માટે કાગળ, ડાયરી બધું રાજ બની ગયું.. બાગમાં ઉગાડેલી, લીલોતરી જયેશભાઈને જંખે છે, સરિતા અને મનીષાના વ્યક્તિત્વની જેમ..
આ હતી પ્રેમથી પ્રેમ સુધીની સફર
સમાપ્ત..
પ્રેમથી પ્રેમ સુધી.. સપના અધૂરા રહે તો સપના શાના.. વાતને ધરાર સાબિત કરી દીધી..
-ચિરાગ બી. દેવગાણિયા "રાગ"