Love Is A Dream books and stories free download online pdf in Gujarati

Love Is A Dream

મને આજે પણ યાદ છે એ દિવસ કે જ્યારે મે તેને પહેલી વાર જોય હતી, હું 11th standard મા હતો, લીલા જાડવા નીચે આથમતા સુરજે હું મારા ટ્યૂશનની રાહ જોય રહ્યો હતો અને ત્યારેજ અમારી આગળની 11th સ્ટાન્ડર્ડની છોકરીઓની ક્લાસ છૂટી હતી બસ તેજ છોકરીઓ ના ગ્રુપમા મે તેને પહેલી વાર જોય હતી, અને બસ પછી તો હું દરરોજ તેને એક નજર જોવા માટે આતુરતાથી રાહ જોતો હતો. મારા માટે તે બે ઘડી નો સમય આખા દિવસ ની તાજગીની જેમ કામ કરતો હતો થોડા દિવસો પછી મને જાણવા મળ્યુ કે તેનું નામ રિદ્ધિ છે અને તે દ્વારકા સોસાયટીમા રહે છે, પછીતો હું મારી બાઇક પર તે શેરીની લટાર મારતો થય ગયો, થોડા સમયમા એ પણ મને નોંધ કરતી થય ગય પણ હું સીધો સંસ્કારી છોકરો કેવી રીતે તેની પાસે જય અને મારા મનની વાત કરવાની હિમ્મત કરુ અને બસ આમજ થોડા સમય ચાલ્યું અને સમય જતાં બધુ ભૂલાવા લાગ્યુ, સ્કૂલ પૂરી થય અને હું કોલેજ કરવા માટે પેલા રાજકોટ અને પછી અમદાબાદ ચાલ્યો ગયો પછી તો ભાગ્યેજ મારે મારા જૂના શેહર રાલવાવ મા આવવાનું થતું હતુ,

હું મારી કોલેજના છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા આપવા જવા માટે રાલવાવથી અમદાવાદ માટે મહાસાગરની રાતની 10 વાગ્યાની બસમા બેઠો હતો, મને તો કબર પણ ના રહી કે ક્યારે મને નીંદર આવી ગય જ્યારે આંખ ખૂલી ત્યારે રાત્રિનો 1 વાગ્યો હતો અને બસ વિશામા માટે રસ્તામા Honest હોટલ આગળ ઊભી હતી, હું ઝડપથી બસ નીચે ઉતરી ગયો અને સામેની કેન્ટીનથી ચા અને સેન્ડવિચ લયને હું નાસ્તા માટે રાખેલા ટેબલ તરફ લોકોની વચેથી ચાલવા લાગ્યો, જેવી મે ચા અને સેન્ડવિચ ટેબલ પર મૂકી કે ત્યાજ મારુ ધ્યાન મારાથી ત્રણ ટેબલ આગળ ઊભેલી બે છોકરીઑ પર ગયું કે જે ચિપ્સ સાથે ચાની ચૂસકીઓ લઈ રહી હતી, એમાની એક છોકરી મારી સામે એકી નજરે જોય રહી હતી. પૂરા પાચ વર્ષ પછી આજે મે તેને પાછી જોય હતી હું પણ એને નિહાળતો જ રહ્યો, તે આજે પણ એવિજ લાગી રહી હતી જેવી મે તેને પહેલી વાર જોય હતી, મોતી ના દાણા સમાન તેની આંખો, ગુલાબી હોઠ, તેની મોહક કરી દેતી કાયા અને લીલા રંગ ના ડ્રેસમા તો તે ખૂબજ સુંદર લાગી રહી હતી. સૌથી સુંદર તો તેનુ સ્મિત હતું કે જેની સાથે તે મારી સામે જોય રહી હતી, થોડી વારમા તેની સાથે રહેલી છોકરી નાસ્તાની પ્લેટ સાથે સામે ઉભેલી બીજી બસ તરફ ચાલવા લાગી પણ રિદ્ધિ તો હજી ત્યાજ ઊભી રહી, તેણે ઊંડા સ્મિત સાથે મારી સામે ફરીથી જોયું અને જરાક જેટલુ ડોકુ નીચે હલાવીને મને તેના ટેબલ આગળ આવવા નિમંત્રણ આપ્યું. આટલી વારમા તો મારી હાલત સાવ કફોડી થય ગય હતી, બીજા કોય આસ પાસ ઊભા છે કે નય તેનો કાય ખ્યાલ જ ના રહ્યો, મારા દિલના ઊંડા ધબકારા મારા પોતાના કાન સાંભળી રહ્યા હતા અને આંખો તો બસ એક જ જગ્યાએ જોય રહી હતી, હું સેન્ડવિચની ખાલી પ્લેટને ડસ્ટબિનમા ફેકી ચાના કપને હાથમા લઈ અને હિમ્મત સાથે તેના ટેબલ તરફ ચાલવા લાગ્યો.

“HI! ” રિદ્ધિ ધીમા અવાજે હોઠ ઉપર સ્મિત સાથે બોલી કે જેવો હું તેના ટેબલ પર પહોચ્યો.

“Hi!” મે પણ તેને ધ્ર્જ્તા અવાજએ કિધુ.

“આજે ઘણા સમય પછી મે તને જોયો છે, ક્યાં જા છો ?” રિદ્ધિ બોલી એની આંખમા એક ચમક હતી મને જોયને એ હું જોય સકતો હતો.

“અમદાવાદ જાવ છું મહાસાગરમા, ત્યા MBA કરું છું બસ આ છેલ્લા સેમેસ્ટર ની Exam આપવા જાવ છું, અને તું ?” હું બોલ્યો ટેબલ ઉપર ચાનો ખાલી કપ મૂકીને.

“અરે, હું પણ મહાસાગરમા જ અમદાવાદ જાવ છું, મારી માસીની દીકરીએ ત્યા બુટિક ચાલુ કર્યું છે બસ તેના વિષે જાણવા અને સમજવા માટે ત્યા જાવ છુ કેમકે મારે પણ મારૂ પોતાનું બુટિક આપણા શહેર રાલવાવમા કરવાની ઈચ્છા છે” રિદ્ધિ બોલી પોતાના દિલ ઉપર હાથ રાખીને મોટા સ્મિત સાથે.

“અરે વાહ! ” મારાથી બોલાય ગયુ એ બીજું કાય આગળ બોલે એ પેહલાજ.

હજી તો અમે થોડી મિનિટો જ વાત કરી હશે ત્યાજ અમારી બસેથી અવાજ આવ્યો “ અમદાવાદ વાળા આવી જજો, બસ ઉપડે છે”

રિદ્ધિએ બાજુની દુકાનમાથી પાણીની બૉટલ લીધી અને અમે બસ તરફ ચાલતા થયા.

હું મનમા વિચારતો હતો કે આ બસમા અત્યરે પંચર કેમ નથ પડતું, આ બસ ચાલુ ના થાય તો સારુ તો મને થોડોક વધારે સમય રિદ્ધિ સાથે વાત કરવા મળી જાય અને હું તેને વધારે જાણી શકુ. રિદ્ધિ બસમા ચડવામા મારી આગળ હતી, બસમા ચડતાની સાથેજ તે નીચે ડાબી તરફ આવેલા બીજા નંબરના ડબલ સોફાના કોમ્પર્ટ્મેંટમા બેસી ગય અને હું મારો સોફો કે જે પાછડથી બીજો હતો ત્યા ચાલતો થયો અને બસ ચાલુ થય ગય, હું બેઠો-બેઠો મારી જાતને ગારો દેતો હતો કે થોડી હિમ્મત કરીને એના નંબર તો લય લેવોતો ત્યાજ મને મારી સીટના પડદાની બારની બાજુથી અવાજ સંભડાયો “રિશી! રિશી!”, મે પડદો હટાવ્યો તો રિદ્ધિ ત્યાજ ઊભી હતી, હું બસ આશ્ચર્ય સાથે તેની તરફ જોય રહ્યો હતો.

“હું આગળ CD નંબરના ડબલના સોફામા બેઠી છુ ત્યા જગ્યા છે, તું ત્યા આવી જા જો તને કોય પ્રોબ્લેમ ના હોય તો ?” રિદ્ધિ ધીમા આવજે બોલી જેથી બીજા કોય લોકોને ડિસ્ટબ ના થાય.

“હા,OK” બસ આટલું જ હું બોલી શકયો અને ફટાફટ મે મારી બેકપેક હાથમા લય લીઘી અને તેના સોફા તરફ તેની પાછડ-પાછડ ચાલવા લાગ્યો.

ડબલના સોફામા અમે બન્ને ગોઠવાય ગયા, તે બારીની બાજુમા લાંબા પગ કરીને ટેકો લઈને બેસી ગય અને હું પણ તેની બાજુમા થોડી જગ્યા મૂકીને તેની સામેની સાઇડમા તેને જોય શકુ તેમ લાંબા પગ કરીને ટેકો લઈને બેસી ગયો. બસની ફુલ સ્પીડથી રસ્તાઓની સ્ટ્રીટ લાઇટનો આછો પ્રકાશ તેના ચહેરા ઉપર પડી રહ્યો હતો એના ચહેરા ઉપર હજી એ જ મંદ હાસ્ય છવાયેલુ હતુ, મારુ મન તો તેની સાથે કેટ કેટલીય વાતો કરવા માટે તૈયારીઓ કરી રહ્યું હતુ.

“મને અંધારામા ડર લાગે છે એટ્લે મે તને બોલાવાનું નક્કી કર્યું, મારી મોટીબેન રામી મારી સાથે અમદાવાદ આવાની હતી એટલે મે ડબલનો સોફો બૂક કર્યો હતો પણ ઓચિંતું તેને બીજુ કામ આવી જતા તેને પ્લાન કેન્સલ કરવો પડ્યો, એ છોડ રિશી તું એ કે આટલો સમય તે લાઇફમા શું કર્યું?” રિદ્ધિ બોલી (તેના ચહરા ઉપરથી લાગી રહ્યું હતું કે હું જેટલો તેને જાણવા માંગુ છું એટલુજ તે મને જાણવા માંગે છે).

“બસ સ્કૂલ પૂરી કર્યા પછી હું BBA કરવા માટે રાજકોટ જતો રહ્યો અને ત્યાથી પછી એમબીએ માટે અમદાવાદ અને હા મને પણ તારી જેમજ પોતાનો બિજનેસ ચાલુ કરવાની ઈચ્છા છે.” હું મલ્કાતો બોલ્યો

“અરે વાહ!” રિદ્ધિ બોલી ધીમી તાળીઓ પાડીને

“રિદ્ધિ! તુ શુ રાલવાવ જ હતી કે પછી બીજે ક્યાય હતી? હું ક્યારેક શહેરમા આવતો હતો અને તારી ફ્રેન્ડ્સને જોતો પણ તુ ક્યારેય દેખાતી નહતી?” મે રિદ્ધિ ને આ સવાલ કર્યો પણ પૂછી લીધા પછી મને એમ લાગ્યુંકે આવુ કાય થોડી કોય છોકરી ને પૂછાય, એ કેવુ વિચારશે મારા વિષે?

“હું પણ રાજકોટ જ હતી ! ત્યા BCOM કરતી હતી અને તેના પછી રાલવાવમા જ છુ ” રિદ્ધિ હસતા હસતા બોલી

“તોપણ આપણે ક્યારેય રાજકોટ મળ્યા નય કેવુ પડે હો!” હું આશ્ચર્ય સાથે બોલ્યો.

“ મળ્યા નય? અરે જો હું તને મળી હોત ને તો પણ તુ મને ના બોલાવેત,” મારા પગ ઉપર થપ્કી મારતા સ્મિત સાથે રિદ્ધિ બોલી (તેના મોઢા માથી હવે શબ્દો માખણ ની જેમ વહી રહ્યા હતા).

એને હજી પણ એ સ્કૂલના દિવસો યાદ છે કે જ્યારે હું તેને દરરોજ તાકી-તાકીને જોતો હતો છતાપણ ક્યારેય તેની પાસે જય ને વાત કરવાની હિમ્મત ન કરી હતી, મને લાગેછે કે આજે તે એ જ ફરિયાદ મને કરી રહી છે કે મે તેને શુકામ બોલાવી ના હતી.

પછીતો જેમ બે જિગરી મિત્રો ઘણા સમય બાદ મલ્યા હોય અને વાતુઓ પૂરી જ ના થાય એમ અમારી વાતુઓનો ખજાનો ખુલતોજ ગયો.

“ગર્લફ્રેંડતો હશે જ તારે કે નય ? અમદાવાદમા સ્ટડિ કરતાં હોય અને ગર્લફ્રેંડ ના હોય એવું થોડું બને?” રિદ્ધિ પાણીની બૉટલ તેના હોઠોને લગાવતા બોલી અને પછી એ જ બૉટલ મને પીવા માટે આપી.

હવે એને કોણ સમજાવે કે તારા જેવુ કે તારાથી થોડુક નીચે ઉતરતું બીજુ કોય મળ્યુ જ નહીં કે જેને એકી નજરે જોતાજ મને બધુ મળી ગયુ હોવાનો અહેસાસ થાય.

“હા મને પણ એમ જ હતુ કે અમદાવાદમા હોય એને ગર્લફ્રેંડ તો હોય જ પણ મને લાગે છે કે એ પરંપરા મે તોડી નાખી છે.” મારા બોલવાની સાથેજ એ હસી પડી અને તેને જોયને હું પણ હસી પડ્યો અને મે એજ પાણી ની બૉટલ ના ઘૂટ લગાવ્યા કે જેમા રિદ્ધિના હોઠનો સ્પ્રશ હતો.

થોડી વાર માટે વાતાવરણ એકદમ શાંત થય ગયુ અને અમે બસ એક બીજા ને જોયજ રહ્યા હતા જેમ અમે એકબીજાને પાચ વરશ પેહલા જોતા હતા, બસની બંધ બારીમાથી બીજા વાહનોની લાઇટનો પ્રકાશ હવે નહિવત રહ્યો હતો.

“હવે તારે સૂઈ જવુ જોઈએ રિશી! તારે થોડા દિવસોમા પરીક્ષા છે ક્યાક તારી તબિયત ના બગડી જાય,” મારા પગ ને સ્પ્રશી ને રિદ્ધિ ધીમેથી બોલી.

પણ હુ તો મનમા પોતાને કહી રહ્યો હતો કે બેટા આજે તું સૂઈ ગયો ને તો લાઇફની સૌથી મોટી ભૂલ કરિશ, તુ સ્કૂલ સમયમા જે છોકરીના સપનાઓ જોતો હતો એ આજે તારી સામે છે એને કહીદે કે તુ એના માટે આજે પણ એ જ અનુભવે છે કે જે તુ એ સમયે કરતો હતો.

“તારી પાસે ઇયરફોન છે? હું ઘરે ભૂલી ગય છું, મને ગીતો સાંભળતાજ તરત નિંદર આવી જાય છે” રિદ્ધિ હળવા અવાજે મારી સામે જોઈને બોલી

“હા છે ને” બેકપકના આગળના ભાગમા હાથ નાખીને મે ગ્રીન કલરના ઇયરફોન કાડયા અને તે રિદ્ધિના હાથમા આપી દીધા.

રિદ્ધિએ ઇયરફોન હજીતો મોબાઇલમા ભરાવ્યા જ હતા ત્યાજ મે એના પગ ને અડીને હિમ્મત કરીને થોડા સ્મિત સાથે પૂછી જ લીધું “અમને ગરીબ માણસોને પણ સાંભળવા મલસે ?”

“ગરીબ માણસોને તો નય સાંભળવા મડે પણ હા ગાંડાઓ ચોક્કસ સાંભળી શકશે” રિદ્ધિ હસતા હસતા બોલી અને મને તેની બાજુમાં આવી ને બેસવા માટે ઈશારો કર્યો.

હું મારી જગ્યા એથી ખસીને મારી સામેની બાજુએ ટેકો લઈને રિદ્ધિને એકદમ અડીને બેસી ગયો, શું કરુ આજ કાલ ના ઇયરફોનન જ એટલા નાના આવે છે!, રિદ્ધિએ એક ઇયરફોન તેણે પોતાના જમણા કાનમા ભરાવ્યુ અને બીજુ ઇયરફોન તેણે મારા ડાબા કાનમા ભરાવ્યું તેમા ગીત વાગી રહ્યું હતું “અભિ ના જાઓ છોડકર કે દિલ અભિ ભરા નહી.”, ગીતની પેલી પંક્તિ સાંભળતાજ અમે બન્ને ધીમેથી મલકાયા અને રિદ્ધિએ મારા ખંભા ઉપર પોતાનું માથુ રાખી દીધુ અને થોડી વારમાજ એ ઉંધી ગય અને હું પણ તેના માથા પર મારુ માથુ રાખી ઉંઘી ગયો.

“હવે પછીનું સ્ટેશન ઇસ્કોન! ઇસ્કોન!” બસના ક્લીનરના અવાજથી મારી નિંદર ઉડી ગય, ઊઠીને મે મારી ઘડિયાળમા જોયુ તો સવારના 7 વાગ્યા હતા અને મારુ માથુ હજી રિદ્ધિના ખંભા પર હતુ, મે મારુ માથુ સીધુ કર્યું અને રિદ્ધિ સામે જોયુ તો તે બારીની બાર વેલી સવાર ને નિહાળી રહી હતી જેવી તેને ખબર પડી કે હું તેને જોય રહ્યો છું તેણે મારી સામે જોય અને ધીમા અવાજે બોલી “Good Morning રિશી”

“મોર્નિંગ” હું બોલ્યો (મને ખ્યાલ આવતા કે હું હજી તેને અડિનેજ બેઠો છું, બને વચે થોડુ અંતર રાખવા માટે હું થોડો તેનાથી દૂર ખસ્યો)

“હું ઇસ્કોન ઉતરવાની છું રિશી, હેભા મને લેવા માટે ત્યા આવતી જ હશે, તારે ક્યા ઉતરવાનુ છે?” રિદ્ધિએ તેના વાળ બનાવતા મને પૂછ્યું

“હું પણ ઇસ્કોન જ ઉતરવાનો છુ.” મંદ અવાજમા હું તેની તરફ જોયને બોલ્યો.

“રિદ્ધિ તુ મને તારા મોબાઇલ નંબર આપીશ ?” મે હીમ્મત કરીને તેને પૂછી જ લીધુ.

‘હા! કેમ નહિ એ પણ કાય પૂછવાની વાત છે આલે મારો મોબાઇલ” હસતાં ચહેરે તેણે પોતાનો મોબાઇલ અનલોક કરીને મને હાથમા આપી દીધો અને બે બંનેના કૉન્ટૅક્ટ નંબર એકબીજાના મોબાઇલમા સેવ કરી લીધા.

“આ રાખીદે તારા બેગ મા” તેણે ઇયરફોન મને હાથમા લંબાવતા કહયુ.

“ના આ હમણા તુ તારી પાસે જ રાખ જ્યારે આપણે પાછા મલિએ ત્યારે મને પાછા આપી દેજે” તેના હાથને મારા હાથથી જરા ધકેલતા હું બોલ્યો. (ખબરનય આવી તાકાત મારામા ક્યાથી ઓચિંતી આવી ચડી હતી અને હું મારી જાતને પૂછતો પણ હતો કે અત્યાર સુધી તુ ક્યા હતો?)

ત્યાજ ઇસ્કોન આવી ગયુ અને તેણે ખાંભા ઉપર પર્સ ચડાવ્યુ અને પોતાની બેગ લીધી અને મે મારુ બેકપેક લીધુ અને અમે બસની નીચે ઉતરી ગયા, ઉતરતાની સાથે જ મે તેને થોડા ડર સાથે પૂછી લીધુ “તું 2 દિવસ અમદાવાદમા છે પણ શુ તુ થોડો ફ્રીસમય કાઠીને મને મળી શકીશ?”

“હા! હું ચોક્કસ પ્રયત્ન કરીશ, હું કોલ કરીશ, હું પણ તને પાછી મળવા માંગુ છુ!” રિદ્ધિએ ઉત્સુક્તાથી જવાબ આપ્યો જાણે કે તે મારા પૂછવાની રાહ જ જોયને બેઠી હતી, થોડે દૂર સામેની બાજુએ એક છોકરીને ઊભેલી જોયને તેણે મને કહ્યું “હેભા મને લેવા માટે સામે ઉભી છે.”

“તો બાય, ફરી મળીશું” કહી હુ તેના તરફ થોડો નમ્યો પણ પછી વિચાર બદલતા હાથ મિલાવવા માટે હાથ આગળ કર્યો.

રિદ્ધાએ મારા આગળ લંબાવેલા હાથ ના બદલે મારા ચેહરા તરફ નાનકડી સ્માઇલ સાથે જોયુ અને મને સમજી ગયી હોય તેમ મને બાથમા લેવા માટે એક પગલું આગળ લંબાવ્યુ અને પછીની ક્ષણે અમે બંને એક બીજાની બાથમા હતા, તેણે તેના ગુલાબી હોઠ થી મારા ગાલને કિસ કરતા કહ્યુ “બાય, રિશી” અને તે હેભા ની કાર તરફ ચાલતી થય ગય અને હું થોડીવાર માટે મુર્તિ ની જેમ તેજ જગ્યાએ ઊભો જ રહી ગયો,

સવારની બપોર થઈ ગય અને હું પોતાને જ સવાલો પૂછી રહ્યો હતો હતો કે હું રિદ્ધિને મેસેજ કરુ કે કોલ કરુ? અત્યારે કરુ કે પછી કરુ, હજી તો થોડી કલાક જ થય છે તો આજે કરુ કે કાલે કરુ?તેના ફોનની રાહ જોવ કે હું જ મળવા માટે ફરી પૂછી લવ.? ત્યાજ મારા મોબાઇલની મેસજ રિંગ વાગી, મે જોયું તો એ રિદ્ધિનો જ મેસેજ હતો લખ્યું હતુ “”Hi! કાલે સાંજે 6 વાગ્યે આલ્ફા મોલે આવી શકીશ” તે વાચીને મારામા એક નવી ઉમંગ આવી ગય, મે તરત જ રિપલાય કરી દીધો “હા,હું આવી જયશ” તે રાત્રે તો મને ઉંઘ જ ના આવી બસ રિદ્ધિના જ વિચારો મનમા ફરી રહ્યા હતા કે તે મળશે ત્યારે હું આમ કરીશ ને તેમ કરીશ અને પછી સવાર પડી ગય.