GADHINAA SIDHDAANTO ANE SANKALPO books and stories free download online pdf in Gujarati

ગાંધીનાં સિદ્ધાંતો :આપણા સંકલ્પો

ગાંધીનાં સિદ્ધાંતો :આપણા સંકલ્પો

પૂજ્ય બાપુની જન્મ જયંતીના ૧૫૦ વર્ષની ઉજવણી દેશ આખો કરી રહ્યો છે .શાળા,કોલેજો,શૈક્ષણિક સંસ્થાઓમા પૂજ્ય બાપુની ૧૫૦ મી જન્મ જયંતી ખુબ ધામ ધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે ,સાથે સાથે શાસિત સરકાર દ્વારા સ્વસ્થ ભારતના નિર્માણ માટે “પ્લાસ્ટિક મુક્ત ભારત “અને વ્યક્તિગત સ્વચ્છતાનુ અભિયાન પણ છેડ્યુ જે ખરેખર સરાહનીય બાબત છે .જેના ફળ આજે નહી તો કાલે આવનાર પેઢીને ચોક્કસ મળશે .આજે વિશ્વ અને ભારત દેશ અનેક વિકટ સમય અને સંજોગોનો સામનો કરી રહ્યુ છે જેના દરેક સવાલનો જવાબ ગાંધીયન ફીલોસોફીમાંં સમાયેલો છે જેના રસ્તે ચાલીની આપણે એક શ્રેષ્ઠ સમાજનું નિર્માણ ચોક્કસ કરી સકીશુ.આજે પણ પૂજ્ય ગાંધીના વિચારો એટલા જ પ્રસ્તુત છે

અહિ વાત કરવી છે કે માત્ર સંકલ્પ લેવાથી પૂજ્ય બાપુએ આપેલા સત્ય,અહિંસા ,બ્રહ્મચર્ય,અસ્તેય અને અપરિગ્રહના સિધ્ધાતો આપણા જિવનમાં ઉતરી જવાના છે ?જવાબ છે ના.સરકાર સાથે સાથે આપણે પણ કેટલીક બાબતોમા જાગ્રૂત બની બાપુના સ્વપ્નનાં ભારતનુ નિર્માણ આપણે જાતે જ કરવાનુ છે. સંકલ્પ કરવા માત્રથી પૂજ્ય બાપુના સપનાના ભારતનુ નિર્માણ થઈ શકવાનુ નથી ,એના માટે આપણી દ્રઢ ઈચ્છા શક્તિ હોવી જોઇશે.

પરમ પૂજ્ય ગાધી બાપુએ સેવેલ વર્ગવિહિન સમાજની કલ્પનાને સાકાર કરવા માટે આપણે આપણાથી જ શરૂઆત કરવી રહી, એ સમાજ એવો હોવો જોઇએ કે જેમા કોઈ ઉચ્ચ–નીચના ભેદભાવ હશે નહી. રંગભેદ,જ્ઞાતિભેદ,ધર્મભેદ હશે નહી .માત્ર હશે તો “સર્વ ધર્મ સમભાવના”!બાપુએ આપેલા વર્ગ વિહિન સમાજના સ્વપ્નને સાકાર કરવા માટે આપણે જ એક થઈ ,નેક થઈ કામ કરવુ પડશે.પૂજ્ય બાપુના ટ્ર્સ્ટીશીપના સિધ્ધાંતને પણ આપણે આર્થિકક્ષેત્રે લાગુ પાડીને આપણે આપણી જરૂરિયાત પૂરતુ રાખી બાકીનુ ધન કે આર્થિક ઉપાર્જન સમાજના નબળા વર્ગમાં વહેચણી કરવી પડશે જ્યારે આ સિધ્ધાંત સમાજનો ઉન્નત વર્ગ સમજશે ત્યારે ભારત દેશમાં કોઈ સામજિક,આર્થિક ભિન્નતા જોવા મળશે નહી.

સર્વોદય સમાજ જ્યારે આપણને આપણુ કામ કરવામા પણ શરમ આવે છે ત્યારે પૂજ્ય બાપુને એક એવા સમાજની અપેક્ષા હતી જે સમાજને “ગાદી આપશો તો ફૂલાશે નહી અને ઝાડું આપશો તો શરમાશે નહી” એ સમાજના લોકો માટે બન્ને કામની સમાન કિમ્મત હશે,ગાંધીનો વિચાર સર્વનો ઉદય તે સર્વોદય સમાજથી પ્રેરીત છે.ભારતના દરેક નાગરિકને પોતાનુ ઘર સમાજની ફેલાતી ગંદકી રોકવામા કે સાફ કરવામા શરમ આવવી જોઇએ નહી .આખરે સમાજ સ્વસ્થ હશે તો દેશ પણ સામાજિક, આર્થિક કે સ્વાસ્થ્ય ક્ષેત્રે સમ્રુધ્ધ થશે જ, અને આપણે શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરી શકીશુ.પૂજ્ય ગાધીજીએ આપેલા સત્ય,અહિંસાના સિધ્ધાંતોને દરેક વ્યક્તિએ અનુસરવા પડશે.આપણા જિવનમાં સત્યને આપણા પ્રાણવાયુ જેટલું જ મહત્વ આપવું જ રહ્યુ.પ્રૂથ્વી પર વસતા દરેક પશુ,પક્ષી અને દરેક નાના-મોટા જિવને નિર્ભયતાથી જિવવાનો હક છે માટે આપણે તેમને ખલેલ પહોચાડ્યા વગર આર્થિક ઉપાર્જન કરવાનું છે.”અહિંસાપરમો ધર્મ” સુત્રને સાર્થક કરવાનું છે.

દુનિયા આખી જ્યારે પૂજ્ય બાપુની ૧૫૦ મી જન્મ જયંતી ની ઉજવણી કરી રહી છે ત્યારે આપણે દેશવાસીઓએ દેશ ,દુનિયામાં પ્રેરણા સ્ત્રોત બનવુ જ રહ્યુ.આખરે પૂજ્ય ગાંધીબાપુ આપણા તો એમના સિધ્ધાંતો ને આપણે અનુસરવા જ રહ્યા, અને એજ બાપુને સાચી શ્રધ્ધાજલી હશે.પરમ પૂજ્ય બાપુ પર્યાવરણ બાબતે પણ એટલા જ જાગ્રૂત હતા,જે બાબતને આજે આપણે છેલ્લે મહત્વ આપીએ છીએ. સરકારશ્રી દ્વારા ચાલતી મુહિમ કે યોજનઓને આપણે સારી રીતે અપનાવીએ,સહભાગી બનીયે “એક વ્યક્તિ, એક વ્રૂક્ષ”ના સુત્રને સાકાર કરીએ .આજે અપણને જે સ્વસ્થ પર્યાવરણ મળ્યુ છે એ આવનારી પેઢીને પણ ભોગવાનો હક્ક છે માટે પર્યાવરણ પ્રત્યે જાગ્રૂત બની હરિયાળા ભારતનુ નિર્માણ કરીએ.

મેક્સ વેબર કે જેને પૂજ્ય બાપુને કોસ્મેટિકમેન કહ્યા છે,આઈસ્ટાઈન કે જેના આદર્શ બાપુ હતા,નેલ્સન મંડેલા કે જેને બાપુના સિધ્ધાંતો અને આદર્શોને આપનાવી પોતાના દેશ આફ્રીકાને આઝાદી અપાવી.વર્તમાન સમયે પણ દેશ અને દુનિયાની અનેક સંસ્થાઓ અને વ્યક્તિઓ બાપુના આદર્શોને અનુસરી રહ્યા છે અને પ્રગતી કરી રહ્યા છે ત્યારે આપણે સૌએ પણ પૂજ્ય બાપુએ સેવેલા સપનાના ભારતનુ નિર્માણ કરવુ જ રહ્યુ.

પૂજ્ય બાપુની ૧૫૦ મી જન્મજયંતી નિમિતે મારી એક રચના દ્વારા પૂજ્ય બાપુને શ્રધ્ધ્ધાજલી –

તારા સુતરના તાતણે બંધાયા ગાંધી,તારી લાકડીના સહારે ચાલ્યા ગાંધી.

તે આપેલી સ્વતત્રતા સાચવીશુ ગાંધી,તે આપેલા સત્ય,અહિંસાના નિયમો પાળીશું ગાંધી.

જો ક્યાક મળશે નહી ન્યાય ગાંધી??તો તારા સત્યાગ્રહના હથિયારથી લડીશુ ગાંધી.

તારા જિવન ચરિત્રને જિવનમાં ઉતારીશુ ગાંધી,સત્યના પંથ પર ચાલીશું ગાંધી.

તુ એટલે અમૂલ્ય વારસો ગાંધી,તારુ જિવન એજ અમારો સંદેશ ગાંધી.

તે બતાવેલા રસ્તા પર ચાલીશું ગાંધી,તુ એટલે સત્યનો જયકાર ગાંધી

તુ એટલે સ્વચ્છ્તાનો આગ્રહી ગાંધી,તું એટલે સત્યનો પુજારી ગાંધી.

તારા સુતરના તાતણે બંધાયા ગાંધી,તારી લાકડીના સહારે ચાલ્યા ગાંધી.......

મહેંદ્ર.ટી.વાઘેલા (સુજલ)