Ajib Dastaan he ye - 4 books and stories free download online pdf in Gujarati

અજીબ દાસ્તાન હે યે…. - 4

અજીબ દાસ્તાન હે યે...

4

પાછળ ના પાર્ટ માં જોયું કે નિયતિ અંગત ને ખૂબ જ પ્રેમ કરે છે…..અને આજે એ વેલેન્ટાઈન ડે હોવાથી અંગત ને પોતાના દિલ ની વાત કરવા તૈયાર થઈ ને કોલેજ જાય છે…...અને રસ્તા માં એ અંગત ને પહેલીવાર જોયો ત્યારથી લઈ ને અત્યાર સુધીના મુમેન્ટ યાદ કરતી હોય છે હવે આગળ……

નિયતિ અંગત ના વિચારો માં જ કોલેજ પહોંચી જાય છે.....અને ત્યાં પહોંચતા જ કોલેજ નું વાતાવરણ જોઈ ને એ તંગ રહી જાય છે......નિયતિ એ જેટલું વિચાર્યું હતું કોલેજ નું વાતાવરણ એના થી પણ વધારે સુંદર હતું.....ચારેતરફ બસ જાણે પ્રેમ જ પથરાયેલો હતો....કોઈ બોય કોઈ ગર્લ ને પ્રપોઝ કરી રહ્યો હતો... તો કોઈ કઈ રીતે પ્રપોઝ કરવું એની પ્રેકટીસ કરી રહ્યું હતું....કોઈ હાથ માં ફૂલ સાથે ઉભું હતું....તો કોઈ ફુગ્ગા સાથે ઉભું હતું.....નિયતિ તો બધા ને જોઈને ખુશ જ થઈ ગઈ....અને પોતાની મંજિલ અંગત તરફ આગળ વધવા લાગી....તે ચારેબાજુ ગ્રાઉન્ડમાં અંગત ને શોધવા લાગી....પણ અંગત ક્યાંય દેખાયો નહીં….ત્યાં જ એ જોવે છે કે એના જ કલાસ ના બે ત્રણ બોયસ એની તરફ રોઝ લઈને આવતા હોય છે…..આ જોઈ નિયતિ ને જાણ થઈ જાય છે કે તેઓ એને જ પ્રપોઝ કરવા આવે છે…..

નિયતિ જેમ બને એમ એ બધા થી દુર જવા જ ઇચ્છતી હોય છે…..પણ એ પહેલાં જ એક પછી એક એ લોકો નિયતિ ને પ્રપોઝ કરે છે…..નિયતિ આ લોકો ને કઈ રીતે ના કહેવી એ વિચારમાં પડી જાય છે…..અને પછી અચાનક કંઈક વિચારી એ બોયસ ને કહે છે કે….."sorry I have a boyfriend….."આ સાંભળીને એ બોયસ ને વિશ્વાસ નથી આવતો…..અને તેઓ એ બોય નું નામ પૂછે છે…..નિયતિ અચાનક અંગત નું નામ આપી ત્યાં થી અંગત ને શોધવા ચાલી જાય છે…..નિયતિ અંગત ને શોધતી જ હોય છે ત્યાં જાણે એને યાદ આવતા મન માં જ બબડે છે...."શું નિયતિ તું પણ એને અહીં ગ્રાઉન્ડમાં શોધે છે...તને ખબર તો છે એ ક્યાં હશે...."એમ બબડી ને એ લાયબ્રેરી તરફ ચાલવા લાગી....

લાયબ્રેરી પહોંચતા જ એ અંગત ની રોજ ની જગ્યા હતી ત્યાં પહોંચે ગઈ....અને અંગત ને કહેવા લાગી...."અંગત તું અહીં શું કરે છે....?બધા students બહાર વેલેન્ટાઈન મનાવી રહ્યા છે....અને તું અહીં આ બુક માં મશગુલ છે....ચાલ જલ્દી બહાર...."એમ એક સાથે નિયતિ બોલી દે છે.....અંગત ને તો જાણે નિયતિ ની વાત થી કોઈ ફર્ક જ ન પડ્યો હોય એમ એ હજી બુક માં જ જોતો હતો....ત્યાં જ ફરી નિયતિ બોલી….."અંગત હું તારી સાથે વાત કરું છું....તું સાંભળે છે કે નહીં....એટલીસ્ટ વાત નો કંઇક જવાબ તો આપ...."નિયતિ થોડી દુઃખી થતા બોલી.....અને અંગત ના જવાબ ની રાહ જોવા લાગી....

અંગત એ પોતાની બુક બંધ કરી નિયતિ ને કહ્યું...."જો નિયતિ આ બધા તહેવારો આપણાં નથી....અને મને આ બધા નો શોક પણ નથી....અને હું આ તહેવાર માં માનતો નથી....કેમ કે પ્રેમ નો ઈઝહાર કરવા માટે કોઈ એક દિવસ ન હોય....પ્રેમ કરવા માટે એક દિવસ ન હોઈ.....અને જ્યારે કોઈ બે વ્યક્તિ એકબીજાને દિલ થી પ્રેમ કરતા હોય ત્યારે એના માટે બધા જ દિવસો વેલેન્ટાઈન જ હોય છે....તો માત્ર પ્રેમ નું પ્રદર્શન જોવા હું બહાર નથી આવવા માંગતો....અને હું તો એમ કહું છું કે તું પણ આ બધા થી દુર રહે એ જ સારું....બાકી તારી મરજી....તું જઈ શકે છે.... પણ મને આવવા માટે ફોર્સ ન કરતી...."આટલું કહી ને અંગત પાછો પોતાની બુક માં ખોવાય ગયો....

નિયતિ તો જાણે એકચિત્તે અંગત ને સાંભળતી જ રહી..... તેને તો આજે અંગત ની વાતો સાંભળી એના પર પહેલા થી પણ વધુ પ્રેમ આવવા લાગ્યો.....થોડી વાર સુધી એનાં મન માં બસ અંગત ની વાતો ફરવા લાગી....અને એ ચૂપચાપ બેઠી બેઠી અંગત ને જોવા લાગી.....આ વાત અંગત એ નોટ કરી....અને નિયતિ ને પૂછ્યું કે"તું શું જોવે છે નિયતિ?શું થયું?"પણ નિયતિ હજી ચૂપ જ હતી...પછી અંગત જ બોલવા લાગ્યો….."હા મને ખબર છે તારા ને મારા વિચાર એક સમાન નથી....તને કદાચ હું જુનવાણી વિચારો નો લાગતો હશે.... પણ મારા વિચાર આવા જ છે.... હું આ બધા તહેવારો માં નથી માનતો....અને જો તારે આ તહેવાર ઉજવવો હોય તો તું જઈ શકે છે…..અને હા નિયતિ મારા માટે અત્યારે સૌથી વધુ મહત્વ નું બસ મારુ અને મારા પરિવાર નું સપનું છે….મારા પાસે અત્યારે આ બધા માટે સમય નથી હું બસ ડૉક્ટર બનીને મારા સપના પુરા કરવા માગું…..અને આ બધા માટે આખી જિંદગી પડી છે…..પણ એના માટે હું મારું કરીઅર ન બગાડી શકું…..

આ સાંભળી નિયતિ બોલી…."અંગત મને ખબર છે તારા સપના વિશે….અને હું એના માટે ખૂબ જ ખુશ છું….અને મારે પણ આ તહેવાર હવે નથી ઉજવવો પણ આજે હું તને કંઈક કહેવા આવી હતી….અને એ વાત હું તને કહેવા માગું છું….."અંગત કાંઈ પણ જવાબ આપ્યા વિના ચુપચાપ નિયતિ ની વાતો ને સાંભળતો હતો….ત્યાં જ નિયતિ પોતાની ચેર પર થી ઉભી થઇ અને ઘૂંટણિયે બેસી ગઈ...અને અંગત તરફ પોતાનો એક હાથ માં બધાં થી છુપાવીને લાવેલું ફુલ આગળ કરતા બોલી…."અંગત i love u…..હું તને ખુબજ પ્રેમ કરું છું…..અને આજ થી નહીં પણ તે દિવસ થી જ્યારથી તું કોલેજમાં અને મારી જિંદગી માં આવ્યો છે….અને આજે તો તારી વાતો અને વિચાર સાંભળીને મારો પ્રેમ ખૂબ જ વધી ગયો છે….અંગત હું તારી સાથે આખી જિંદગી જીવવા માંગુ છું….અને એવું નથી કે હું તારા વિના નહિ જીવી શકું….પણ હું તારા વિના જીવવા નથી માંગતી…..અને હા અંગત કદાચ તારા દિલ માં મારા માટે પ્રેમ ન પણ હોય….તો પણ હું તને પ્રેમ કરતી રહીશ…અને એ દિવસ ની રાહ જોતી રહીશ જ્યારે તને પણ મારા થી પ્રેમ થઈ જાય…..હું તને કોઈ જ ફોર્સ નહિ કરું….આજે આમ તો હું ઘણું વિચારીને તને મારો બનાવવા જ આવી હતી…..પણ હવે મને અહેસાસ થયો છે કે પ્રેમ એ માત્ર પામવાની નહિ પણ સાચા દિલ થી કરવાની અને નિભાવવાની ફીલિંગ્સ છે….અને હું એ દિવસ ની રાહ જોવીશ જ્યારે તને પણ મારા પ્રેમ નો અહેસાસ થાય….અને હું તારા અને તારા સપના વચ્ચે ક્યારેય નહીં આવું….અને કદાચ તું આજે પ્રપોઝલ અપનાવી પણ લેશે ને તો પણ હું તારો સાથ આપી તારી સાથે રહીને તારુ સપનું પૂરું કરાવીશ….હું તારા દરેક સુખ દુઃખ માં તારી સાથે રહેવા માંગુ છું….

અંગત એકીટશે નિયતિ ને જોતો રહ્યો અને સાંભળતો રહ્યો…..એને ક્યારેય આવું નહતું વિચાર્યું કે જેની પાછળ આખી કોલેજ ના બધાં જ છોકરાઓ પડ્યા છે તે છોકરી એને આવી રીતે પ્રપોઝ કરશે….અંગત ને તો સમજાતું જ નહતું કે એ હવે શું કરે….એના માટે એક તરફ એનું કરીઅર હતું તો બીજી બાજુ એને આટલો પ્રેમ કરવા વાળું પાત્ર….અંગત માટે કદાચ આ દુનિયા ની સૌથી સારી પળ હતી…..અને આ જ કારણે અંગત વિચારમાં પડી ગયો….અને એને આ રીતે ચુપચાપ જોઈ નિયતિ ને એનો જવાબ મળી ગયો….અને એ કારણે નિયતિ ઉભી થઇ ગઇ અને અંગત નો જવાબ સાંભળ્યા વિના જ ચાલવા લાગી….અને ત્યાં જ અચાનક એવું બન્યું જે નિયતિ ની કલ્પના બહાર નું હતું…..

વધુ આવતા અંકે….

શું થયું હશે જે નિયતિ ની કલ્પના બહાર નું હતું??

શું અંગત નિયતિ ના પ્રેમ ને અપનાવશે??

શું હશે નિયતિ નો ભૂતકાળ??

જાણવા માટે વાંચતા રહો….અજીબ દાસ્તાન હૈ યે….