Jaane-ajaane - 58 books and stories free download online pdf in Gujarati

જાણે- અજાણે (58)

શું કરશે હવે વંદિતા અને અમી તે તેમને પણ નહતી ખબર. પણ ભલે ગમેં તે થાય પણ તેમણે રોહનને રોકવાનો હતો. એટલે તેમણે હિંમત કરી રોહન તરફ કદમ વધાર્યા. અને તેને તે શરબત પીવા કહ્યું. પણ પહેલાની માફક તેણે ચોખ્ખી ના પાડી દીધી.

વંદિતા અને અમી નિરાશ બની પાછા આવી ગયા. " હવે શું કરીશું?.. આજની જ રાત હતી આપણી જોડે..." અમીએ કહ્યું. " અરે હા... હવે ચુપ થા.. કંઈક વિચારવા દે.." વંદિતા થોડી અકળાય ગયી હતી. " હા.. તુ બેઠી બસ વિચારતી જ રહેજે... અને રોહન કશું જાણ્યા વગર આપણાં માથે ડંગોરો મારીને જતો રહેશે.. અને રહીશું પછી આમ વિચારતા જ.." અમીએ વળતો જવાબ આપ્યો. વંદિતાએ ખુશ થઈ ને અમીનો હાથ ચુમી લીધો અને કહ્યું " અરે વાહ... સરસ આઈડ્યા છે...." અને અમી વિચારમાં પડી ગઈ કે મેં વળી શું કહી દીધું તે આ આટલી ખુશ થાય છે!" એટલે તેણે વંદિતાને કહ્યું " ઓ મેડમ... થોડું જમીન પર આવો અને મને છે ને આમ તારું અચાનક ખુશ થવા પર બીક લાગે છે હા... આ તારા શૈતાની મનમાં શું ચાલે છે એ કહે પહેલા..." " અરે મારી ડાહ્યી... તું શું ચિંતા કરે છે.. જે થશે એ જોયું જશે.. તું ખાલી એટલું સાંભળ કે હવે રોહનને શરબત પીવડાવવાની કોઈ જરૂર નથી. " વંદિતાએ કહ્યું. " તો?.. શું કરવાનું વિચારે છે?.." અમી હજું સમજી નહતી શકી. વંદિતાએ થોડું મુસ્કાન સાથે કહ્યું " જો... જેમતેમ કરીને આપણે રોહનને પેલા નાના કાચા ખંડેર જેવા ઘરમાં રાખવાનો છે ને.... તો એક કામ કરીએ તેને જેમતેમ કરી અહીંયાથી દુર કરીએ. અને એકવાર એ અલાયદિ જગ્યાએ આવશે એટલે તું તેને વાતોમાં ઘુંચવી રાખજે ત્યાં સુધી હું પાછળથી આવીને તેનાં માથે એક ડંડાનો જોરદાર ઘા કરીશ કે જેથી તે બેહોંશ થઈ જશે. અને બસ.. આપણું કામ થઈ જશે. " અમી એકધાર્યું તેની સામેં જોતી રહી અને કશું બોલી નહી એટલે વંદિતાએ પુછ્યું " શું?... કંઈક તો બોલ..." " તું પાગલ છે?... મગજ ખસી ગયું છે?... આ કોઈ ફિલ્મ ચાલે છે?.. કે તું તેને ઘા કરીશ, તે બેહોંશ થશે અને આપણે તેને ઘસેડીને એ રૂમમાં બાંધી દઈશું!.... તને ભાન પડે છે શું બોલે છે!... આ ડંડો મારવામાં જો તેને વધારે ઓછું વાગી ગયું તો?.. તને ખબર છે ને એક દિવસ આવી જ રીતે રોહને રેવાદીદીનાં માથે ઘા કર્યો હતો .. જ્યારે તે પોતાની બધી મેમોરી ભૂલી ગયા હતાં.. આવું જ કંઈક રોહન જોડે થઈ ગયું તો?.." અમીનો ગુસ્સામાં તેની બીક દેખાય રહી હતી. અને આ બીક દૂર કરતાં વંદિતાએ કહ્યું " અરે તું ચિંતા શાને કરે છે?.. કદાચ તને ખબર ના હોય તો હું તને જણાવું કે મેેં સેલ્ફ ડિફેેેેન્્સ ની ટ્રેનિંગ લિધેલી છે. એટલે મને ખબર છે ક્યારે કોને કેટલું મારવાથી તે ઘાયલ થઈ શકે છે અથવા મૌત આવી શકે છે. અને રહી વાત રેવાદીદીની , તો સારું જ છે ને એ બહાને રોહનને પણ ખબર પડશે કે જ્યારે તમેં કોઈકને મારો છો તો તેને પણ દર્દ થાય. તેને પણ પીડા થાય. આ તેનાં માટે એક બદલો પણ હશે. " અમી હજું ચુપ ઉભી હતી. તેનું મન હજું ખટકાતું હતું. " ચાલ ... હવે વધારે ના વિચાર... અને રોહનને શોધ. " વંદિતાએ અમીની વાત સાંભળવાની કોશિશ જ ના કરી. અને અમીએ પણ તેનાં વિચારો છોડી વંદિતાની મદદમાં લાગી ગઈ. રોહનને દૂરથી જોયો એટલે વંદિતાએ કહ્યું " ચાલ અમી.. જા તેની પાસે અને તેને થોડો દૂર લઈ જા. " અમીનું મન ગભરાતું હતું. છતાં તે રોહન પાસે ગઈ. અને થોડીવાર તેની આસપાસ ઉભી રહી. તે રાહ જોતી હતી કે રોહન તેની સાથે વાત કરવાની શરૂઆત કરે. અને અમીને જોતાં રોહને કહ્યું " નિયતિ.... હજું દેખાય નહિ... કેટલે રહી ગઈ? " અમીને મનમાં ને મનમાં ગુસ્સો આવતો હતો પણ તેણે સહન કરતાં કહ્યું " હા... અમેં જ લઈ ને આવવાના હતાં પણ ...." " પણ શું?" રોહને પુછ્યું. " પણ કૌશલભાઈ આવી ગયાં અને અમને ત્યાંથી જવાં કહી દીધું. ..પણ હવે તો બધાં પુછે છે તો હું તેમને લેવા જ જવાનું વિચારું છું પણ એકલી કેવી રીતે જઈ શકું આટલી રાત થઈ ગઈ છે... વંદિતાને શોધું છું પણ તે પણ ક્યાંય દેખાતી નથી. " અમીએ થોડું ભડકાવતાં કહ્યું. અને રોહનમાં થોડો અજંપો આવી ગયો. અને આ જોઈ અમીએ ભારપૂર્વક કહ્યું " કોઈ......કોઈ બીજું પણ આવી જતું મારી જોડે તો ....." અને રોહને તરત કહ્યું " હું આવી શકું છું. " અને બસ... કામ થઈ ગયું. અમી અને રોહન મંડપ છોડી ચાલવાં લાગ્યાં. અને દૂર ઉભેલી વંદિતાને ઈશારો કરતાં અમીએ તેનું કામ પુરું કર્યું. વંદિતાને હવે તેનું કામ કરવાનું હતું. અમી અને રોહન ચાલતાં ચાલતાં આગળ આવી ગયાં હતાં. થોડું અંધારું અને ખાલી જગ્યા જોઈ તે ઉભી રહી ગઈ. રોહને પુછ્યું " શું થયું ?.. ચાલ જલદી..." પણ અમીએ રોહનને રોકી રાખવાનો હતો એટલે તેને બહાનું કાઢ્યું " મારી પાયલ ખોવાય ગઈ. " " શું?" રોહને પુછ્યું. " અરે મારાં પગની પાયલ પડી ગઈ.. તેને શોધવું પડશે. " અમીએ કહ્યું. " ચાલશે હવે... ગઈ તો ગઈ. બીજી ખરીદી લેજે. હમણાં ચાલ નિયતિને લેવાં. " " ના.... તે મારી ફેવરેટ હતી. રેવાદીદી એ આપી હતી તેમની પાયલ પહેરવાં. " અમીએ કહ્યું. રેવાની પાયલ સાંભળી રોહને તેને શોધવામાં મદદ કરવાં કહ્યું. અને બંને પાયલ શોધવામાં લાગી ગયાં. આ અવસરનો લાભ વંદિતાને લેવાનો હતો . અને તે ડંડો લઈ ને તૈયાર હતી. આજુબાજું જમીન તરફ જોતાં અને રેવાની પાયલ શોધતાં રોહનની તરફ ધીમેથી વંદિતા વધી રહી હતી. તેની એકદમ નજીક આવી તેણે જોરથી ડંડો હવામાં ઘૂમાવ્યો. અને બસ......અમીની આંખો પીડાનાં અહેસાસમાં બે ક્ષણ માટે મિંચાય ગઈ. અને આંખો ખુલતાં ડંડાનો એક છેડો રોહને પકડ્યો હતો અને બીજો વંદિતાએ. વંદિતા પોતાનું જોર લગાવી તે છોડાવાની કોશિશ કરી રહી હતી આ જોઈ અમી ડરી ગઈ અને હાંફતાં- હાંફતાં તે વંદિતાની તરફથી તેની મદદ કરવાં આવી ગઈ. પણ રોહનની પકડ અને શક્તિ આ બંને કરતા વધારે હતી. એટલે તેને છોડાવવો સહેલો નહતો. અને રોહને કહ્યું " તમને શું હું એટલો બેવકૂફ લાગું છું કે તમારી આ રમતોમાં ફસાતો જઈશ?... જ્યારે તમેં બંને ઝઘડતા બંધ થઈ એકસાથે કામ કરતા દેખાયા ત્યારથી જ મને શક થયો. પછી તે શરબતની જબરદસ્તી જોઈ તે યકીનમાં બદલાતો ગયો. અને પછી જ્યારે નિયતિને લેવા જવાં હું જોડે આવું તે વાત પર અમી એ હા કહ્યું ત્યારે તે સચોટ થઈ ગયો. મને ખબર હતી કે કંઈકને કંઈક તો ચાલી જ રહ્યું છે. અને જો... હું સાચો સાબિત થયો. હવે જલદીથી બોલો શું ચાલે છે આ બધું?.. અને કેમ તમેં મારી પાછળ પડ્યા છો?.." અમી અને વંદિતાનો ગુસ્સો પણ વધવા લાગ્યો હતો. તેઓ એડીચોટીનું બળ લગાવી રોહન સામેં અડગ ઉભા હતાં. " તને શું લાગે છે!.. ખાલી તું જ બધું જોઈ શકે છે!... અમને પણ દેખાય છે કે તું શું કરી રહ્યો છે આટલાં દિવસથી. રેવાદીદીને હેરાન કરવાનું... તેની આગળ પાછળ ફરવાનું અને તેમને પોતાની વાતોમાં ફસાવવાની કોશિશ દેખાય છે અમને.... સીધી સીધી રીતે તેમનાંથી દૂર રહે... નહીં તો...." " નહીં તો શું હૈં?... શું કરી લેશો?.." રોહને વંદિતાની વાતનો જવાબ આપતાં કહ્યું. " બસ... આ જ કારણથી અમેં તને દૂર રાખવાનાં રસ્તા શોધી રહ્યા હતાં. " અમીએ કહ્યું.

બીજી તરફ રેવા અને કૌશલ પણ પોતાનાં ઘરેથી નિકળી ગયાં હતાં. તે ગમેં ત્યારે આ લોકોની સામેં પહોંચી જતાં. પણ રેવાને પણ નહતી ખબર આ બધી વાતની. તે પણ અજાણ બની બસ પોતાની મોજમાં ચાલી રહી હતી.
આ તરફ અમી અને વંદિતાને આ વાતની જાણ હતી. એટલે કંઈ પણ કરી રોહનને તેમનાં રસ્તાથી દૂર લઈ જવાનો હતો. અને તેમણે એકબીજાની આંખોમાં જોઈ એક પલકારો કર્યો. અને પલકારની સાથે જ બંને એ ડંડાનો બીજો છેડો છોડી દીધો અને મંડપની ઉંધી તરફ દોટ મુકી . ડંડો છોડતાની સાથે જ ભારથી પકડેલો રોહન પડી ગયો. અને તેમને દોડતા જોઈ તે પણ તેમને પકડવા માટે તેમની પાછળ કંઈ પણ વિચાર્યા વગર દોડવા લાગ્યો. અને ત્રણેવ જણે રેવા અને કૌશલનો રસ્તો છોડી દીધો. પોતાની બધી તાકાત લગાવી બંને નિરંતર દોડતા ગયાં. અને ઘણે દૂર આવ્યા પછી તે ઉભાં રહ્યા જોવાં માટે કે રોહન આવે છે કે નહીં. પણ રોહન તેમની પાછળ દેખાયો નહીં. " રોહન ક્યાં ગયો? " અમીએ પુછ્યું. " ખબર નહીં. અડધે સુધી તો એ આપણી પાછળ જ હતો. મેં જોયો હતો. પણ હવે..." વંદિતાએ હાંફતાં કહ્યું. અને બંને તેને આજુબાજું શોધવા લાગ્યા. દૂરથી પોતાની તરફ આવતાં રોહનને જોઈ અમી અને વંદિતા એ હાશકાર કર્યો. પણ તેમને નહતી ખબર કે તેમની તરફ વધી રહેલો રોહન આફત બની આવી રહ્યો હતો. " લે .... હવે દીદી સુરક્ષિત છે... તું અમને પકડવામાં એટલો મગ્ન થઈ ગયો કે તને ભાન જ ના રહ્યું કે તું દીદીથી દૂર થઈ રહ્યો છે. " અમીએ કહ્યું અને બંને રોહન તરફ જોઈ હસી પડ્યાં.

રોહન અમી અને વંદિતા ફરીથી સામ સામેં હતાં
અને આખરે ગુસ્સાની સીમાં તૂટતાં તેમની વચ્ચે ઝઘડાનો માહોલ સર્જાય ગયો. રોહન પાછો નિયતિ પાસે જવાં માંગતો હતો. અને વંદિતા અને અમી તેને રોકવાં માંગતાં હતાં. આ હાથમારીમાં થોડું રોહન ઘવાય રહ્યો હતો અને થોડાં વંદિતા અને અમી પણ. છતાં દરેક પોતાની જગ્યા અડગ હતાં. કોઈ હાર માનવાં તૈયાર નહતાં. અમી અને વંદિતાને ખબર હતી કે તેઓ રોહન સામેં વધારે નહીં ટકી શકે. છતાં તે પોતાની પુરેપુરી કોશિશ કરવા તૈયાર હતાં. અને આ જ હાથમારીમાં અમીને ધક્કો વાગ્યો અને તે જઈને એક મોટાં પથ્થર જોડે અથડાઈ. અને હવે તેનામાં ઉભું થવાની તાકાત નહતી. વંદિતા થોડી જાણકાર હતી પોતાની રક્ષા કરી શકતી હતી. અને હવે અમીનું રક્ષણ પણ જરૂરી હતું. એટલે તેણે હાર ના માની. પણ આખરે તેની પણ શક્તિ ખુટી રહી હતી. તે પણ હવે અધમુઈ બની ચુકી હતી. તેનાથી વધારે લડવું શક્ય નહતું અને તે પણ અમીની નજીક જમીન પર પડી ગઈ. અને રોહન પણ થાક્યો હતો, થોડો ઘવાયો હતો છતાં તે ત્યાંથી ચાલ્યો ગયો. અને વંદિતા અને અમી ને પોતાની બધી આશાનું મૌત થતાં જોઈ તે તુટી ગયાં. અને વધારે કશી કોશિશ યોગ્ય ના રહ્યા.

બીજી તરફ બધાં આ ત્રણેય જણને શોધી રહ્યા હતાં. પણ કોઈને નહતી ખબર કે છે ક્યાં. એટલે બધાં તેમને શોધવાં નિકળી પડ્યાં. અને છેવટે રાતનાં અંધકારમાં જમીન પર પડેલી અમી અને વંદિતાને જોઈ બધાં ચમકી ઉઠ્યાં. અને તેમને બચાવવા આવી પહોંચ્યાં. વંદિતા બેભાન પડી હતી. પણ અમીમાં હજું ચેતના બાકી હતી. તેણે બધાને જોઈ થોડી રાહત પામી. પણ પાછળથી આવતી રેવાને જોઈ તે રડી પડી. અને દીદી..દીદી બોલતી રહી. રેવા તેની નજીક આવી બેઠી એટલે તેેેણે માત્ર એક વાક્ય કહ્યું " માફ કરી દો દીદી.... અમેં રોહનને રોકી ના શક્યાં." અને તે પણ બેભાન થઈ ગઈ. ત્યાં હાજર દરેક વ્યકિત રેવાને દોષી માનવા લાગ્યું અને તેને કંઈકને કંઈક સંભળાવા લાગ્યું. પણ રેવાને પણ નહતી ખબર કે અમીએ આ શું કહ્યું. તેનાં સમજાવવાં ઉપરાંત પણ કોઈએ રેવાની વાત સાંભળી નહીં અને તેને જ દોષી માનવાં લાગ્યાં. તેની આશ હવે માત્ર મૌન ઉભેલાં કૌશલ તરફ હતી. રેવાની આંસુઓથી ભરેલી આંખો કૌશલનો સાથ માંગી રહી હતી. અને........

" અને શું થયું મમ્મી?..." એક નાનકડાં બાળકે પુછ્યું. થોડી ભિંજાયેલી પાંપણોથી એક થોડી જુવાન પણ તે નાના બાળકની માં લાગતી એ છોકરીએ મૌન સેવ્યું. અને એક લાલ ડાયરી બંધ કરતાં કહ્યું " કશું નહીં. ... બાકીની વાતો પછી ... અત્યારે તારો રમવાં જવાનો સમય છે... જા...." અને તે બાળક દોડીને ઘરની બહાર નિકળી ગયો. " ક્યાં સુધી છુપાવશો દીદી?..." એક સુંદર પણ ઘણી સમજદાર દેખાતી છોકરીએ કહ્યું. " જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી..." તેણે કહ્યું. અને ત્યાંથી ચાલી ગઈ. એકાંતમાં બેઠી વિચારતી એ માં પોતાને જ કહેવાં લાગી " નિયતિ થી રેવા અને રેવાથી આજે એક નવી જ પહેચાન સાથે હું અહીંયાં સુધી પહોંચી છું. અને અહીંયાથી આગળ જવાં મને પાછળ વળીને જોવાની જરૂર નથી. અને કોઈને કંઈ યાદ પણ કરવાની પણ જરૂર નથી. વર્ષો વીતી ગયાં છે. અને હવે હું પોતાનું અને બધાનું ધ્યાન રાખતાં પણ શીખી ગઈ છું. "

અને જાણે- અજાણે નિયતિ અને રેવાનું વ્યક્તિત્વ યાદ કરી રહેેેલી એ છોકરીએ પોતાની ડાયરી છુપાવી લીધી.



ક્રમશઃ