Hindustan Pencils books and stories free download online pdf in Gujarati

Hindustan Pencils - “નવા નિશાળીયાનું કંપાસબોક્ષ

Hindustan Pencils - “નવા નિશાળીયાનું કંપાસબોક્ષ”


कैसे है रे आप लोग ? आज अपुन उसकी स्टोरी सुनायेगा जो बचपन में आपकी पक्की दोस्त रही है |

लेकिन आज आप उसे भूल गए हो।


उस दोस्त ने,


आपकी क्रिएटिविटी को शब्द दिए है,

आपके सपनो को पँख दी है ,

और आपकी मंजिल को आकर भी दिया है।


अभी तक नहीं पहचाना ?? अरे, मैं पेन्सिल की बात कर रहा हु। है ना वो आपके बचपन की असली साथी।।।।


સાચું કહેજો ભાઈઓ, મેં પેન્સિલનું નામ લીધું એટલે તરત તમારા મગજમા પેલી લાલ-કાળા પટ્ટાવાળી પેન્સિલનું જ ચિત્ર બન્યું ને ! જેને આપણે પ્રાથમિક શાળામાં ભણતા ત્યારે ‘નટરાજ’ પેન્સિલ કહેતા. આપણે બધા નટરાજ પેન્સિલનો ઉપયોગ કરીને કેટકેટલી કસોટીઓમાંથી ઉત્તીર્ણ થયા હોઈશું. આજ સુધી આ પેન્સિલ આપના સફરની સાક્ષી બની છે તો આજે આપણે પેન્સિલની સફર વિષે થોડું જાણી લઈએ.


ખરેખર, નટરાજ પેન્સિલને આકાર આપવાવાળી બ્રાન્ડ તો “હિંદુસ્તાન પેન્સિલ પ્રાઇવેટ લિમિટેડ” છે. ૧૯૪૭મા અંગ્રેજોથી આઝાદ થયા બાદ દેશમા પેન્સિલ મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગ સરકારની સહાયથી ફૂલવા લાગ્યો હતો. ત્રણ મિત્રો બી.જે.સંઘવી, રમણનાથ મેહરા અને મન્સૂકાનીએ પણ વહેતી ગંગામા હાથ ધોવાના ઈરાદે ૧૯૫૮મા “હિંદુસ્તાન પેન્સિલ” કંપનીના પાયા નાખ્યા. “હિંદુસ્તાન પેન્સિલ”ના ધ્વજ હેઠળ નટરાજ, અપ્સરા અને સિવો જેવી બ્રાન્ડ્સની સ્ટેશનરી પ્રોડક્ટ્સને શાળાએ જતો દરેક ટાબરિયો પોતાના ખિસ્સામા રાખતો થયો છે. આપણી જેવા 90’s ના ટાબરિયાઓની વાત કરું તો પેન્સિલ એટલે ‘નટરાજ HB’. હા, ભાઈ એ જ લાલ-કાળા પટ્ટાવાળી.


બ્રાન્ડનું પ્રોડક્ટ મેન્યુલ દરેક પ્રકારની સ્ટેશનરી આઈટમથી ભરચક છે. જેવી કે, પેન્સિલ, ઈરેઝર (ટાબરિયાની લેંગ્વેજમા લબ્બર), શાર્પનર (સંચો), ફૂટપટ્ટી, મિકૅનિકલ સેટ, ચોક સ્ટિક, કલર પેન્સિલ, કિટ્સ, આર્ટ મટીરિયલ, બોલપોઈન્ટ પેન, જેલ પેન અને પ્રોફેસનલ પેન્સિલ, વોટર કલર, પોસ્ટર કલર વગેરે વગેરે.


“હિંદુસ્તાન પેન્સિલ” નામ હેઠળ સૌથી પહેલા નટરાજ બ્રાન્ડની સ્ટેશનરી વસ્તુઓ લોન્ચ થઇ. નટરાજ પાછળ કંપનીનો હેતુ બધાને પરવડે એવી પેન્સિલ બનાવવાનો હતો. નટરાજ બ્રાન્ડની ફિલોસોફી જ “Pencil For All” હતી. એટલે જ તો કદાચ આ બ્રાન્ડને પબ્લિકે “Value For Money”ની ઈમેજ આપી હશે ! તમે લોકોએ નટરાજ પેન્સિલની પેલી TV એડ તો જોઈ જ હશે. “નટરાજ પેન્સિલ- ચલતે હી જાયે” ત્યારબાદ ૧૯૭૦મા પ્રિમીયમ સ્ટેશનરી વસ્તુઓ આપવાના ઈરાદાથી “અપ્સરા“ ડ્રોઈંગ પેન્સિલ લોન્ચ કરવામા આવી.

૧૯૯૦મા “અપ્સરા” બ્રાન્ડ હેઠળ લોન્ચ કરવામાં આવેલી રાઈટિંગ પેન્સિલ અને બીજી પ્રિમીયમ સ્ટેશનરી આઈટમ વિદ્યાર્થીઓમાં ઘણી ફેમસ થઇ. ઉદાહરણ તરીકે, “અપ્સરા એબ્સોલ્યુટ”- Extra Dark, Extra Strong. નટરાજ પેન બનાવવાની શરૂઆત ૨૦૦૭મા થઇ. નટરાજ ક્લાસિક બોલપોઈન્ટ પેન, લાલ અને કાળા પટ્ટા, ભારતમા સૌથી વધુ દેખાતી પેન ગઈ છે. હિંદુસ્તાન પેન્સિલ માટે “SIVO” એક વાઈબ્રન્ટ નવી બ્રાન્ડ છે, જે આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ પ્રમાણે સ્ટેશનરી પ્રોડક્ટ્સ માટે ખાસ વખણાય છે.


ભારતમા ૫ અલગ અલગ લોકેશન પર “હિંદુસ્તાન પેન્સિલ”ના કુલ ૧૦ “સ્ટેટ ઓફ આર્ટ” પ્લાન્ટ્સ આવેલા છે જે દેશના દરેક વિદ્યાર્થીને ઉત્તમ ભવિષ્ય અપાવવા માટે રાત-દિવસ ધમધમે છે. ઉત્પાદન ક્ષમતાની વાત કરું તો આ બ્રાન્ડ રોજની ૮૫ લાખ પેન્સિલ, ૧૭ લાખ શાર્પનર, ૨૭ લાખ ઇરેઝર, ૩ લાખ ફૂટપટ્ટી, ૧૦ લાખ પેન બનાવે છે. બ્રાન્ડના પોતાના ૧.૭ લાખથી વધુ ડાયરેક્ટ ડિસ્ટ્રીબ્યુસન આઉટલેટ છે અને દેશભરમા ૨૮૦૦ RDS પણ છે જે દેશના ખૂણે-ખૂણે આ બ્રાન્ડની સ્ટેશનરી પ્રોડક્ટ્સને ઉપલબ્ધ કરાવે છે. ભારત ઉપરાંત બીજા ૫૦ દેશોના સ્ટુડન્ટ પણ આ બ્રાન્ડની વસ્તુઓ સહજતાથી મેળવતા થયા છે. આજની તારીખમા દેશ અને દુનિયાના ૧૦ કરોડથી વધુ બાળકો “હિંદુસ્તાન પેન્સિલ” બ્રાન્ડ સાથે એક અથવા બીજી રીતે જોડાયેલા છે. ૫૦૦ માણસોની તો ખાલી સેલ્સફોર્સ જે દેશ અને દુનિયામાંથી બિઝનેસના નવા સ્કોપ શોધે છે.


આ બ્રાન્ડ વિષે બીજી મજાની વાત એ છે કે ઈકોલોજીકલ સંતુલન જાળવી રાખવા માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પેન્સિલ બનાવવા માટે બેઝિક રો-મટીરિયલ તરીકે તો લાકડાનો જ ઉપયોગ થાય છે. આ લાકડા માટે કંપની જંગલોને બિલકુલ પણ નુકસાન પહોચાડતી નથી. કંપનીને પોતાના બગીચા છે જેમાં વૃક્ષોનો ઉછેર કરવામાં આવે છે અને એ લાકડું પછી પેન્સિલ બનાવવા માટે વપરાય છે. અને બીજું વધારાનું એગ્રો-વૂડ ખેડૂતો પાસેથી ખરીદવામાં આવે છે. પેકેજિંગ મટીરિયલ તરીકે બાયો-ડિગ્રેડેબલ અને રિસાઇકલ મટીરિયલનો જ ઉપયોગ થાય છે.


સર્ટીફીકેટની વાત કરું તો, ઓફિસની વોલ નાની પડે એમ છે

ક્વોલીટી મેનેજમેન્ટ માટે ISO 9001:2008
યુરોપિયન ઇકોનોમિક એરિયા માટે CE સર્ટીફીકેટ
ASTM (અમેરિકન સોસાઇટી ફોર ટેસ્ટીંગ & મટીરિયલ) સર્ટીફાઈડ
BSCI (બિઝનેસ સોશિયલ કમ્પલાયન્સ ઇનીસ્યેટીવ) સર્ટીફાઈડ
FSC (ફોરેસ્ટ સ્ટેવાર્ડશીપ કાઉન્સીલ) દ્વારા પ્રમાણિત
PEFC (પ્રોગ્રામ ફોર એન્ડોર્સમેન્ટ ઓફ ફોરેસ્ટ સર્ટીફીકેટ)

પર્યાવરણ સાથે સમાજની પણ ચિંતા કરી આ બ્રાન્ડ લોકોના દિલોદિમાગમા વસી ગઈ છે. “હિંદુસ્તાન પેન્સિલ” બ્રાન્ડ પોતાની CSR એક્ટીવીટી દ્વારા સમાજના નબળા વર્ગને આધુનિક મેઈન સ્ટ્રીમમા લાવવા માટે સતત પ્રયાસો કરે છે. જેમ કે,


નટરાજ રિસર્ચ સેન્ટર & ટ્રેનિંગ કોલેજ
KLJ ઇન્સ્ટીટયુટ ઓફ ડીફ & ડમ્બ
હિંદુસ્તાન કોલેજ ઓફ આર્ટસ & કોમર્સ
ત્રિવેણીબેન જમનાદાસ હાઈ સ્કૂલ
નટરાજ સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ્ડ ચાઈલ્ડ

તમને એક રસપ્રદ વાત કહું. “હિંદુસ્તાન પેન્સિલ” બ્રાન્ડની વેબસાઈટ પર પેન્સિલના પ્રોડક્સનનું લાઇવ કાઉન્ટિંગ ચાલતું હોય છે..


चलो, अपुन को बताओ अभी कितनी पेन्सिल बनेली है?? इधर इच बताना मांगता...