lagni ne pele paar - 2 books and stories free download online pdf in Gujarati

લાગણી ને પેલે પાર (ભાગ-૨)

વરસાદ ની ઋતું પૂરી થવામાં હતી અને હવે વાતાવરણ ખુશનુમાં રેહતું હતું . ધીમે ધીમે ગુલાબી ઠંડી ની શરૂઆત થઈ ચૂકી હતી . શરદ ઋતુ જેમાં ધીમે ધીમે વેહતી નદીઓ અને સાફ થયેલા રસ્તાઓ અને ઉઘાડું આકાશ. રાત્રે તો જાણે તારાઓના તેજ થી હિરકણ થી જડેલું લાગતું આકાશ . અને ઘણા બધા તેહવારો થી ભરપુર એવી શરદ ઋતુ નો સમય હતો .

નવરાત્રી બસ શરૂ થવામાં હતી અને આંશિકા ના મન માં આનંદ હતો નવરાત્રી નો ,એના પ્રિય તહેવારનો કદાચ ગુજરાત ની દરેક સ્ત્રીનો પ્રિય તેહવાર હશે નવરાત્રી . નૃત્ય દ્વારા દેવીની ઉપાસના કરવાનો તેહવાર નારીશક્તિ નું પૂજન અને દરેક સ્ત્રીના મન માં આવતો આનંદ નો ઉમળકો એટલે નવરાત્રી. ભાતભાત નાં ચણિયાચોળી માં શોભતી નાર , એ નવરાત્રીનો શૃંગાર.... પગમાં ખાનકતી પાયલ , હાથમાં ચૂડો , કેડે કંદોરો , માથા પર ઓઢેલી એ રાતી ચુંદડી અને ઉપરથી લગાવેલો એ ચાંદલો . કાજળમાં મોહક લાગતી આંખો અને ગુલાબી ગાલ ..આ રીતે સોહાતી કન્યાઓ જાણે કોઈ શક્તિ નું જ સ્વરૂપ લાગતી હોય છે . સ્ત્રીઓ ને સજવા સવરવા નો શોખ હોય છે તેથી પણ નવરાત્રી એમને પ્રિય હોય છે . પરંતુ આંશિકા ને નવરાત્રી પ્રિય હોવાનું કારણ કૈક અલગ જ હતું .

નવરાત્રી ની એ કદાચ સૌથી મીઠી યાદ હતી આંશિકાની,
જેને એ નાં ઈચ્છતી હોવા છતા પણ વાગોળી રહી હતી. કદાચ 1 વર્ષ પેહલા ની અમુક વસ્તુ એને યાદ નહિ હોય પણ 9 વર્ષ જૂની આ યાદ એને સતત સતાવતી હતી . હા આજ થી 9 વર્ષ પેહલા જ્યારે આંશિકાની ઉંમર 14 વર્ષ ની હતી. તે 9 માં ધોરણ માં અભ્યાસ કરતી હતી . આંશિકા મમ્મી પપ્પા ની લાડકી હતી . સ્કુલ માં હમેશા ફર્સ્ટ આવતી. આખા કુટુંબમાં એની અલગ જ છાપ હતી. સ્કૂલમાં બધી એક્ટિવિટી માં આગળ રહેતી તેથી બધાની ફેવરિટ હતી. એવા સમય માં એના દાદાની દીકરી ની સગાઈ નક્કી થાય છે . નવરાત્રી ના પેહલા દિવસે સગાઈ નક્કી થઈ હતી. તરુણાવસ્થા માં પ્રવેશેલી આંશિકા આ બધું જોવા માટે ખૂબ જ ઉત્સુક હોય છે .

સબંધ , પ્રેમ, આદર, માન, મર્યાદા આ બધા શબ્દો થી
આંશિકા જાણે દૂર દૂર જ હતી. ત્રીજું સંતાન હતી એના માબાપ નું કદાચ દીકરાની પ્રાથના માં આવી ગયેલી એ દીકરી હતી. બાળપણ થી એક જ સપનાં સાથે જીવતી હતી કે હું મારા મમ્મી પપ્પા નો દીકરો બનીને બતાવીશ .બાળપણ થી જ આંશિકા છોકરા જેવા કપડાં પેહરતી અને છોકરા જેવા શોખ સાથે જીવતી . ઉંમર વધતી જતી પણ એની નિર્દોષતા માં હમેશા એક બાળપણ જલકતું હતું .બહેન ની સગાઈ માટે એ છોકરા જેવા પહેરવેશ માં તૈયાર થાય છે પણ મમ્મી પરાણે એને છોકરીઓ વાળા શરારા પેરવી દીધા. જેમાં એ એકદમ સુંદર દેખાઈ રહી હતી . એની અંદર છુપાયેલી સ્ત્રી જાણે ખીલી ઉઠી હતી .અને ગોળધાણા ની રસમ ચાલે છે. અને એ લોકો ને એવી રિવાજ હતો કે નાની બહેન તિલક કરે બધાને અને ગોળધાણા થી મોઢું મીઠું કરીને રસમ નિભાવે. આંશિકા ને બોલાવી આ કામ માટે . તે આ બધા થી ખૂબ દૂર હતી પણ આત્મવિશવાસ તો ભરપુર હતો એટલે એને શરૂ કર્યું .

થોડી વાર થઈ એટલે ગોરમહારાજે એને ટોકી કે બેટા ડાબો નહિ જમણા હાથે તિલક કરાઈ એ હાથ લઈ ને તિલક કરી દે અને એ વાત અમલ માં મૂકી ને હજી આગળ ચાલતી હતી ત્યાં અચાનક કોઈ એ જોરથી એના પગ પર પગ માર્યો.પાછળ જોયું તો કોઈ દેખાયું નહિ એટલે તે આગળ ચાલી થોડું તો ફરીથી કોઈ એ પગ આડો કર્યો અને તે નીચે પડી ગઈ . તેના ગુસ્સા નો પાર નાં રહ્યો . બાળપણ થી જ તે ખૂબ જ ગુસ્સા વાળી અને અકડું હતી. એ વ્યક્તિ જેને તેને નીચે પછાડી હતી એનો ચેહરો એને પાક્કો યાદ રહી ગયો હતો . સગાઈ બાજુ માં રહી ગઈ અને નાસમજ આંશિકા એ બદલો લેવાની પ્લાનિંગ શરૂ કરી. એ વ્યક્તિ જેનાં લીધે બધા હસ્યા મારા પર એને હું નહિ જ છોડુ ..પણ નામ નહિ આવડતું , દીદી નાં સાસરિયાં પક્ષ માંથી જ હતું કોઈક. બસ પછી તે નામ ની શોધ માં મંડી પડી. દીદી નાં સાસુએ એટલે કે થનાર સાસુ એ બૂમ પાડી શિવ! વાહન માં પડેલી સુટકેસ ઉતારી આવ એમાંથી સમાન કાઢવાનો છે . અને તેમની આ કૃપા થી આંશિકાને એના દુશ્મનનું નામ ખબર પડી ગઈ . મન થયું કે એક થપ્પડ લગાવી દવ એને પણ પછી દયા આવી ગઈ બિચારાની , એક તો સાઈડ પાર્ટી શન માં સંસ્કારી દેખાવાની કોશિશમાં હતો એમાં એની ઈજ્જત બધા સામે ક્યાં ઉતારવી ક્યારેક એકલો મળે ત્યારે જોઈ લઈશ એમ વિચારીને આંશિકા એ શિવ ને જવા દીધો.

ઓળખાણ તો મળી ગઈ કે આ દિદીના સાસરી પક્ષ તરફથી કોઈ છે.પણ કોણ હશે ???! અને પછી ... detective આંશિકા મેડમ એ જાસૂસી શરૂ કરી. એ જમાનામાં ગામડાં માં સ્માર્ટ ફોન નતાં આવ્યા હજી પણ , નોકિયા નો નાનો ફોન દીદી પાસે હતો જેમાંથી એ જીજુ જોડે સુખ દુઃખ ની વાતો કરતી. અને
આંશિકા એ એક દિવસ દીદી ને પુછી જ લીધું , આ શિવ કોણ છે??! તો દી એ કહ્યું કે મારા દિયર થાય. તારી ઉંમરના જ છે ,9th માં છે. ભણવામાં ખૂબ હોશિયાર છે. તો આંશિકાને વધુ ગુસ્સો આવ્યો કે હોશિયાર તો હું પણ છું. અને પછી દી એ કહ્યું કે મે તો તારા જીજુ ને કહી પણ દીધું કે મારી બહેન પણ 9th માં જ છે અને એ પણ હમેશા ફર્સ્ટ જ આવે છે અને પછી મે અને તારા જીજુ એ શરત લગાવી કે ચાલ જોઈએ 10th બોર્ડમાં કોણ વધુ માર્કસ લઈ આવે છે .અને આંશિકાનાં મન માં જસ્સો આવી ગ્યો ...આ એ શિવલા જોડે બદલો લેવાનો મસ્ત આઈડિયા હતો . અને એને ખુશ થઈ ને દીદી ને કહી દીધું , હા દીદી થેંક યું ..હું એ ડફોળ કરતા વધુ માર્કસ લાવીને જ રહીશ.

અને પછી મેડમ આંશિકા સતત એ જ વિચાર માં કે દુશ્મન દેશ આપણા થી આગળ નાં નીકળી જાય 😅. અને મંડી પડી મેહનત માં ... અઠવાડિયે એકવાર દીદી નાં ઘરે ખબર લઈ આવતી શિવ નાં ટેસ્ટ નાં માર્કસ . અને એના ટેસ્ટ નાં માર્કસ દીદી ની મદદ થી શિવ સુધી પહોંચાડી દેતી જે હંમેશાં શિવ કરતા વધુ જ હતા. આ સ્પર્ધાના બહાને એકબીજા ના સતત વિચાર માં રેહતા શિવ અને આંશિકા નાં મન માં કૈક અલગ જ લાગણી હતી એકબીજાના માટે જે બહારથી તો નફરત ની જ લાગતી હતી પણ કદાચ ભગવાન એ કૈક અલગ જ નક્કી કર્યું હતું.

દીદી!!!!! અંશી દીદી !!!! આંશિકાને હલાવતાં એનાં ઘરે કામ કરતા માસી એ કહ્યું ! અરે દીદી ક્યાં ખોવાયા છો! ક્યારની તમને સાદ પાડું છું! આ જમવાનું ઠંડુ થઈ જશે , જમી લ્યોં અને તમે ઠીક તો છો ને??!! કાલે સવારે તમારે વહેલું ઊઠવાનું છે !! તમે કૈક મીટીંગ માં જવાની વાત કહેતા હતા ને ! કામવાળા માસી એ આટલી ટકોર કરી અને આંશિકા વર્તમાન માં પરત ફરી. એ ભૂલી જ ગઈ હતી કે કાલે એને મીટીંગ માં જવાનું છે તેથી સવારે વહેલું ઊઠવાનું છે અને હવે એને સવાર માં કોલ કરીને જગાડે એવું પણ કોઈ ન હતું . મગજ માં ચાલતી સંવેદનાઓ એ એની ઊંઘ છીનવી લીધી. એની આંખો છલકાતી રહી અને સવાર થઈ ગય.શિવ સાથે ની એ પેહલી મુલાકાત હતી.

इत्तेफ़ाक़ से ही सही मगर मुलाकात हो गयी,
अंजान थे हम की यह क्या बात हो गयी,
देखते ही उन को जाने कहाँ खो गए हम,
जैसे कोई जंग(इश्क) की आगाज़ हो गयी ।

-mini દવે