lagni ne pele paar - 3 books and stories free download online pdf in Gujarati

લાગણી ને પેલે પાર - (ભાગ-૩)

વળતે દિવસે આંશિકા મીટીંગ માટે તૈયાર થઈ ને સવારે 3 વાગ્યા ની એની બસ હતી , ગાંધીનગર જવા માટેની ... અંદર થી ખુશ હતી એ કારણ કે એનું પ્રિય સિટી હતું એ..અને અપ્રિય પણ .... આંશિકા બસમાં બેઠી હતી ને હંમેશની જેમ જ વિન્ડો સીટ લીધી હતી . કાનમાં ઇયર ફોન અને અરિજિત સિંહ નાં સોંગ સાંભળતા સાંભળતા એની આંખ ક્યારે લાગી ગઈ ખબર જ નાં રહી. અંશુ તું યાર તારું કામ પતાવીને શોપિંગ ચાલ ને મારી જોડે યાર! મારા કઝીન નાં મેરેજ છે . અને u તો know me ના! કપડાં સિલેક્ટ કરવામાં હું ખાસ કંઇ ટેલેન્ટેડ નથી ને!! ચલ તો 6:05 એ હું નીચે તારી રાહ જોઇશ. અને આંખો માં ચમક અને ચેહરા પર નૂર આવી ગયું ! ખુશી નો પાર ના રહ્યો. દિલની ધડકન તેજ થઇ ગઇ ઉત્સાહ નાં લીધે એ કંઇ બોલી જ નતી શકતી, શિવને કઈ જવાબ આપે એ પેહલા જ ફોન કટ થઈ ગયો !! બસ ડ્રાઈવર એ જોરથી બ્રેક મારી અને આંશિકા ની આંખો ખુલી ગઈ. એને સમજાતું ન હતું કે આ સપનું હતું કે સાચે કોઈ કોલ આવ્યો હતો. બેગ માંથી ફોન કાઢ્યો અને વારંવાર ચેક કર્યું . કોઈ કોલ ન હતો સાચે જ બધું સપનું જ હતું .અને તે થોડી ઢીલી પડી ગઈ. એની આંખોમાંથી લાગણી વહી રહી હતી.

આમ તો ઠીક જ હોઉં છું પણ જ્યારે તારું આ શહેર બૂમો પાડીને તારી યાદ અપાવે i break a little more !

અચાનક તારો હેન્કી મારા બેગ માંથી મળી આવે ને ત્યારે i break a little more !

તારું એ ગાયબ થઈ ગયેલું ડીપી અને વ્યસ્ત આવતો ફોન broke me little more !

કોઈ જોરથી બૂમ પાડે અંશુ અને પાછળ ફરીને જોઉં એ તું નો હોય ને ત્યારે i break a little more !

લાખો વાર જાકી ને જોઉં અને મારા માં તારા સિવાય બીજું કશુંય નાં મળે ત્યારે i break a little more.

મગજ ની નસો બમણા વેગ થી દોડવા લાગી , સંવેદના ઓ ની પાળ તૂટી ગય અને આંશિકાં રડી પડી. બસ પછી થોડી વાર માં એનું સ્ટેશન આવી ગયું. ત્યાંથી કેબ લઈને તે મીટીંગ માં પહોંચી.

તે પ્રોજેક્ટ આસિસ્ટન્ટ હતી . msc with chemistry પુર્ણ કર્યું હતું અને છેલ્લાં 2 વર્ષ થી તે એક કંપની માં જોબ કરતી હતી.સાથે સાથે ટ્યુશન ક્લાસ પણ જતી. મિસ imperfect કેટલી ચીવટપૂર્વક બધું જ મેનેજ કરીને જીવતા શીખી ગય હતી. 11 વાગ્યા ની એની મિટિંગ હતી અને એ પછીનું એક નાનકડું સેશન જેમાં થોડા સેમિનાર રજૂ થવાના હતા. એ બધું 5 વાગ્યા આસપાસ પતી ગયું હતું અને તેની બસનો ટાઇમ 8 વાગ્યા નો હતો . થોડો ટાઈમ ફ્રી હતી તો એણે બાજૂમાં આવેલા એક પાર્કમાં શાંતિથી બેસવાનું વિચાર્યું. તૂટેલા સપનાં સાથે સ્ટ્રોંગ બનવાનો ઢોંગ કરતા કરતાં એની સાચી મુસ્કાન ગાયબ જ થઈ ગઈ હતી. ખોટું સ્મિત કરવાની બસ હવે એને આદત પડી ગઈ હતી. કદાચ એકલું રેહવું એને હવે વધુ પસંદ હતું કારણ કે દેખાડા થી એ હવે કંટાળી ગઈ હતી. જેમ સંતાન મા બાપ ને છોડીને જતું રહે ત્યારે તેનું બાળપણ યાદ કરીને મા બાપ ખુશ રહે , બસ એ જ રીતે આંશિકા હવે સારી યાદો ને જ યાદ કરતી.

યાદ છે, જ્યારે પેલી વાર મે ભગવાન પાસે કૈક માગ્યું તું તારા માટે શિવ ! god please શિવ ને 10th મા સારા માર્કસ આપી દેજો.હું ખુદ આશ્ચર્ય માં હતી કે હું મારા માટે નહિ પણ તારા માટે શું કામ પ્રાથના કરું છું , ભગવાન પાસે !! અને મારું સાંભળી પણ લીધું ભગવાને . તારે મારાથી 2 માર્કસ વધુ આવ્યા 10th માં. અને એ 2 માર્કસ માટે આંશિકા એ આખું ઘર માથે લીધું રોઈ રોઈ ને . અને એમાં પણ ઓછાં માં પૂરું દીદી ઘરે આવી એને જલે પે નમક છિડક્યું અને છેલ્લે છેલ્લે કહેતી ગય કે કઈ નહિ હવે તું 12th માં લઇ આવજે સારા માર્કસ . ભડકેલો ક્રોધાગ્નિ થોડી વાર માટે શાંત થયો. ગુસ્સો હતો ખુદ પર અને થોડો શિવ પર પણ . ખુશી પણ હતી કે શિવને સારા સ્કોપ મળશે આગળ study ના . બસ પછી સિલસિલો શરૂ થઈ ગયો , એક નવા સફરની શરૂઆત થઈ ચૂકી હતી. ક્યારેક દીદી નાં ફોન માંથી difficulty સોલ્વ કરવાના બહાને શિવ આંશિકાં વાત કરી લેતા. પછી શિવને બહાર study માટે જવાનું થયું . અને આંશિકા ને પણ બીજા સિટી માં ટ્રાન્સફર થવાનું થયું . પણ અનાયાસે બન્નેને મળવાનું થઈ જ જતું . જાણે પ્રકૃતિ ખુદ એનું નિમિત્ત બનતી હોય. જાણે કોઈ સાઈન ઓફ યુનિવર્સ હોય.

મીઠી યાદો ને વાગોળીને આંશિકા, ભાવુક થઈ ગઈ. અને શિવ માટેની એની લાગણી હવે કાબૂમાં રહી શકતી નહોતી.એને એવું લાગી રહ્યું હતું જાણે કોઈ વ્યક્તિ એને સાદ પાડી રહ્યો છે અને એ શિવ જ છે. અને કદાચ આ પણ સાઈન ઓફ યુનિવર્સ જ હશે !! આ એ જ પાર્ક છે, જ્યાં શિવ રોજ સાંજના વોકિંગ માટે આવે છે પણ આંશિકા આ વાત થી અજાણ હતી . એ ઉભી થઈને ચાલવા લાગી એ લાગણીઓથી એટલી ઘેરાયેલી હતી કે આજુબાજુ શું ચાલી રહ્યું છે એ ખબર જ ન હતું જાણે બધું છોડીને ભાગી જવા માંગતી હોય એ રીતે એણે દોટ મૂકી. અને અચાનક જ કોઈ વ્યક્તિ જોડે અથડાઈ ગય. સોરી કહીને પાછળ જોયા વગર જ એ દોડવા લાગી . પણ એને એ સ્પર્શ અને અવાજ કૈક સાંભળેલો લાગ્યો . ઇટ ઇઝ ઓકે કહીને જતો રહેલ વ્યક્તિ શિવ જ હતો.કદાચ એને પણ એહસાસ થયો આંશિકાની મોજુદગી નો, પણ એ અહીંયા ક્યાંથી હોય એમ વિચારીને તે ત્યાંથી ચાલી ગયો. આંશીકા એ પાછળ ફરીને જોયું તો એ વ્યક્તિ ત્યાંથી જતો રહ્યો હતો . એક એહસાસ થયો શિવ નાં હોવાનો અને પછી એના મનમાં સવાલોનું ચકડોળ ચાલ્યું!!! મન ને મનાવતી આંશિકા હવે અહીંયાથી જલદી જ ઘરે જવા માગતી હતી. તે રસ્તા પર દોડીને જઈ રહી હતી અને એના મન માં યાદોનું વાવાઝોડું ચાલી રહ્યું હતું ! શિવાંશિકા, સપનાનું ઘર , લગ્નના સપનાં , ફોટો શૂટ , સરપ્રાઈઝ પાર્ટી ..બધી જ યાદો ફાસ્ટ ફોર્મ માં ફોરવર્ડ થઈ રહી હતી . અને અસહ્ય માથાનો દુખાવો !! આંશિકા અધમૂઆ જેવી હાલત માં બસ માં બેસી અને માથાના દુખાવાની દવા પિય ને સુઈ ગઈ .

કેહવાય છે ને કે દરેક સવાર એક નવી શરૂઆત લઈને આવે છે ,બીજા દિવસે સવારે આંશિકા ઘરે પહોંચી ગય હતી. શિયાળાની ગુલાબી સવારમાં ખીલેલી ગુલાબની કળી ની જેમ જાણે આંશિકા નાં જીવનની નવી કુંપળ ફૂટી હતી. તે ધીમે ધીમે હસતા શીખી રહી હતી. ધીમે ધીમે દિવસો પસાર થતાં ગયાં. સમય જાણે પલકારા માં પસાર થઈ જતો હતો. બધું બરાબર ચાલી રહ્યું હતું . આંશિકા પણ પોતાનાં રોજિંદા જીવનમાં વ્યસ્ત થઈ ગઈ હતી . અને અચાનક એક દિવસ આંશિકાનાં ફોન ની રીંગ વાગી , ડિસ્પ્લે પર નામ આવ્યું શિવ!! અંશિકાના રોમે રોમ ઊભા થઈ ગયા , આખા શરીરમાં ધ્રુજારી ફરી વળી.....

कुछ नया सा एहसास हो रहा था,
कोई बेगाना जब खास हो रहा था ,
दुर हो कर भी कोई पास हो रहा था,
जब कोई इजहार - ए - इश्क हो रहा था।

- mini દવે