teacher - 11 books and stories free download online pdf in Gujarati

ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 11

ભૂમી મેડમની તબિયત બરોબર નહતી, ઘરે પહોંચીને એક ફોટાને હાથમાં લઈને પોતાની આંખોમાંથી ગંગા જમના વહેવડાવ્યા. આ દ્રશ્ય જોતાં જ એવું લાગી રહ્યું છે કે ભૂમી મેડમ કોઈની યાદમાં તડપી રહ્યા છે. આ ફોટો કોનો હશે? ભૂમી મેડમના જીવનમાં અનેક મુશ્કેલીઓ આવી હતી, અનેક પરીક્ષાઓ તે આપી ચુક્યા હતા અને ઘણી પરીક્ષા આપી રહ્યા હતા.

એમના જીવનના મારગમાં ખુબ જ વધારે કાંટાઓ હતા.
સ્કૂલના બીજા દિવસે પણ તેઓ નહોતાં આવ્યા. સ્ટાફ રૂમમાં પણ એક જુદું જ વાતાવરણ છવાઈ ગયું હતું. ભૂમી મેડમની તબિયત વધારે ખરાબ થઇ ગઈ હતી. એમના પાડોશીઓ દ્વારા જાણવા મળ્યું કે એમને સખત તાવ હોવાથી નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સ્ટાફમાં આ વાત ફેલાતા જ બધા લોકો ચિંતામાં મુકાયા. આજ પણ વિદ્યાર્થીઓને વહેલા છોડી દેવાનો નિર્ણય લેવાયો. ત્રણ લેક્ચર બાદ વિદ્યાર્થીઓને છોડી દેવામાં આવ્યા હતા.

આજ સ્કૂલ વહેલી છૂટી ગઈ હોવાથી કિશન, અક્ષર અને ધારાએ ફૂડ હાઉસમાં જવાનું નક્કી કર્યું હતું. ત્રણેય ત્યાં પહોંચ્યા.

“એ, શું ખાશો તમે બંને?” અક્ષરે વેઈટર બની બંનેનો ઓર્ડર લેતા પૂછ્યું.

“મારે.... એક ચીઝ વડાપાંવ”

“હું ચીઝ મેગી લઈશ.”

અક્ષરે બે ચીઝ મેગી અને એક ચીઝ વડાપાંવનો ઓર્ડર આપ્યો.

દસેક મીનીટમાં જ આપેલ ઓર્ડર પ્રમાણે નાસ્તો આવી ગયો.

“યાર, તમને શું લાગે છે? આ દેવાંશી કંઈક વધારે જ અજીબ છે કે નહિ?”

“તારે શું છે? એ જે હોય એ.” ધારાએ કિશનના પગ પર પગ મારતા કહ્યું.

“બરોબર” અક્ષર મલકાતા બોલ્યો.

“અરે, હું તો જસ્ટ એમ જ પૂછું છું, બાકી મને શું?” કિશને અક્ષર સામે જોતાં કહ્યું.

નાસ્તો કરી ત્રણેય ત્યાંથી ઘરે જવા રવાના થયા. અક્ષરના મનમાં વિચારોનું વાવાઝોડું ફરવા લાગ્યું. દેવાંશીનું આ વર્તન ક્યાંક અક્ષરને કંઈક મુશ્કેલીનો સંકટ દેખાઈ રહ્યો હતો. અક્ષર જાણે પોતાના મન સાથે જ વાત કરી રહ્યો હતો.

"ભૂમી મેડમનો લેક્ચર આવતા જ દેવાંશી ક્લાસમાંથી રડતાં રડતાં બહાર નીકળી ગઈ, દેવાંશીને રડતાં જોઈને ભૂમી મેડમના પણ હાવ ભાવ અચાનક બદલાઈ ગયા, આજ ના તો ભૂમી મેડમ સ્કૂલે આવ્યા, ના તો દેવાંશી આવી. કંઈક તો લોચો છે, પણ શું?”

અક્ષર આ બધું વિચારતા વિચારતા સુઈ ગયો.

નવી સવાર અને નવું જ બહાનું. અક્ષર મોડી રાત સુધી જાગતો હતો માટે આજ સ્કૂલે જવાનું ટાળવું હતું, પણ મમ્મી સામે કોઈ જ બહાનું કામ કર્યું નહિ. અંતે અક્ષરે બગાસા ખાતા ખાતા સ્કૂલે જવું પડ્યું.

આજ સ્કૂલમાં ભૂમી મેડમ પણ આવી ગયા હતા, પણ એમના ચહેરા પરના હાવભાવ થોડા બદલાયેલા દેખાઈ રહ્યા હતા. ક્લાસમાં લેક્ચર શરુ થયા, હજુ સુધી તો બધું બરોબર ચાલી રહ્યું હતું પણ દેવાંશી આજે પણ સાવ ચુપ ચાપ બેઠી હતી. ટીચર જે સૂચનાઓ આપે એનું શાંતિપૂર્ણ પાલન કરી રહી હતી.

“આજથી આપણે પહેલું પ્રકરણ બહુપદીઓ શરુ કરશું, બધા પોતાની પાઠ્યપુસ્તક બહાર કાઢો.” ડસ્ટર વડે બોર્ડ સાફ કરતા વીરેન સર બોલ્યા.

વીરેન સર પ્રકરણ પ્રસ્તાવના અને સમજુતી આપી રહ્યા હતા. દેવાંશી વિચારોમાં જ ખોવાયેલી હતી. વીરેન સરે તેને બધાની સામે ટોકવા ને બદલે લેકચર બાદ જ કારણ પૂછ્યું, પણ દેવાંશીએ કોઈ ખાસ પ્રતિક્રિયા આપી નહિ અને સરને સોરી કહીને જતી રહી.

અક્ષરના મનની શંકા ધીરે ધીરે વધી રહી હતી. આજે પણ બ્રેકમાં તદન શાંત રહીને પોતાના ક્યુબ સાથે જ રમી રહી હતી. બધા તેની સામે જોઈ રહ્યા હતા, પરંતુ એને શું થયું છે એ પૂછવાની હિંમત કોઈએ ના કરી. બધાથી અલગ રહેવા વાળી આ છોકરી હંમેશા કોઈને કોઈ વિચારોમાં ખોવાયેલી રહેતી. ભણવામાં બરોબર ધ્યાન પણ ના આપતી. જ્યારે પણ ભૂમી મેડમનો લેકચર આવે ત્યારે દેવાંશીનું વર્તન થોડું વિચિત્ર જ હોય.

સ્કૂલ શરુ થયાને આશરે બે મહિના જેટલો સમય વીતી ગયો હતો. બે મહિનાથી સ્કૂલમાં આવું જ ચાલી રહ્યું હતું. આશ્ચર્યની વાત તો એ છે કે સ્કૂલ શરુ થયાને બે માસ થયા હોવા છતાં દેવાંશીના વર્તનમાં કોઈ જ ફેરફાર નહોતો. અક્ષરે પણ પોતાના ઇન્વેસ્ટીગેશન પર થોડી બ્રેક મારી હતી.

એક દિવસે બ્રેકમાં અક્ષર કેન્ટીન પાસેથી પસાર થયો ત્યારે છેલ્લા ક્લાસમાંથી કોઈ રડતું હોય એવો અવાજ તેને સંભળાયો, ત્યાં જઈને જોયું તો દેવાંશી રડી રહી હતી. આજે
અક્ષરે દેવાંશી સાથે વાત કરવાની હિંમત કરી જ લીધી.

“હેય, તને પ્રોબ્લેમ ના હોય તો અંદર આવું.”

દેવાંશીએ કંઈ બોલ્યા વગર પોતાના હાથ વડે ઈશારો કરી અક્ષરને અંદર આવવાની પરવાનગી આપી.

“તને શું થયું છે? કેમ તું કોઈ સાથે વાત નથી કરતી? કેમ સાવ શાંત રહે છે?”

અક્ષરે પ્રશ્નોની લાંબી હારમાળા દેવાંશી સામે મૂકી દીધી અને તેણીને જવાબ આપવા કહ્યું.

“જો, મારે કોઈ વાત નથી કરવી.”

“અરે પણ, શું થયું છે એ જણાવીશ તો જ નિવારણ આવશે.”

“અત્યારે મૂડ નથી, સાંજે ગ્રીન પાર્ક ગાર્ડનમાં આવજે. હું તને બધી જ વાત કરીશ.”

“પણ તું પહેલા રડવાનું બંધ કર. મને નથી ખબર કે તને શું થયું છે અને તું શા માટે રડે છે , પણ કોઈ સર કે મેડમ તને જોઈ ગયા તો અનેક પ્રશ્નો કરશે.” આટલું કહીને પાર્થે દેવાંશીને શાંત કરી.

બ્રેક પૂરો થવાને હજુ વાર હતી. અક્ષરને ત્યાંથી નીકળી જવું જ યોગ્ય લાગ્યું.

તે ક્લાસમાં ગયો અને ધારા અને કિશનને સાંજે પાર્કમાં મળવાની બાબત જણાવી.

અક્ષરના કહ્યા પ્રમાણે ધારા અને કિશન પાર્કમાં પહોંચી ગયા. અક્ષરે બધાનો એક બીજા સાથે પરિચય કરાવ્યો. દેવાંશી અત્યારે પણ શાંત હતી.

“હેય, આ મારા પાક્કા મિત્રો છે, તું આમની સામે મને કંઈ પણ વાત કહી શકે.”

“હા દેવાંશી, તું અમને કંઈ પણ વાત કરી શકે છે, ડોન્ટ વરી.” ધારાએ દેવાંશીને આશ્વાસન આપતાં કહ્યું.

દેવાંશીએ આ ત્રણેયને બધી વાત કરી, દેવાંશીની વાત સાંભળીને કિશન, ધારા અને અક્ષરના પગની નીચેથી જમીન સરકી ગઈ. ત્રણેય એક બીજા સામે જોઈ રહ્યા.

“આવી છે મારી અત્યાર સુધીની લાઈફ, એટલે જ મારું વર્તન આવું લાગે છે, જો મારી જગ્યા પર તમે લોકો હોત તો તમારું વર્તન કેવું હોય?” દેવાંશી આટલું કહીને રડવા માંડી.

“તું ચિંતા ના કર, બધું જ ઠીક થઇ જશે. ભગવાન બધું જ સરખું કરી દેશે.”

“હા, એને જો બધું ઠીક કરવું જ હોતને તો ક્યારના કરી ચુક્યા હોત, હું ભગવાનમાં માનતી જ નથી.”

દેવાંશીને શાંત કરીને ત્રણેય ઘરે ગયા, દેવાંશી પણ ત્યાંથી રવાના થઇ.

દેવાંશીની વાતે ત્રણેયને આજ સુવા ના દીધા.

શનિવારે ધારા, કિશન અને અક્ષર દેવાંશી પાસે બેઠા હતા. દેવાંશીને આવા સારા મિત્રો મળ્યા હતા માટે હવે એનામાં થોડી હિંમત દેખાઈ રહી હતી, પણ સાવ શાંત રહેવાનો અને ચુપચાપ રહેવાનો સિલસિલો ચાલુ જ હતો.

દીપ આટલા દિવસથી સ્કૂલે આવ્યો નહોતો. આજ પ્રિન્સિપાલે એને બોલાવ્યો હતો, બ્રેકના સમયમાં તે સ્કૂલમાં પ્રવેશ્યો અને બધા લોકોને મળ્યો. આજ થોડો ઉદાસ દેખાઈ રહ્યો હતો. વિલે મોઢે આચાર્યની ઓફીસમાં પ્રવેશ્યો.

“યસ સર, તમે મને કોલ કરેલો;”

“હા દીપ, આવ, બેસ અહીં.”

“ઓ.કે. સર”

“દીપ, બધું બરોબર તો છે ને? હમણાં તું સ્કૂલે પણ નથી આવતો, કોઈ પ્રોબ્લેમ હોય તો જણાવ અમને,”

“હા સર, પણ છેલ્લાં કેટલાંક દિવસથી મારી તબિયત સારી નથી રહેતી. થોડા દિવસો પછી જ મારે પગનું ઓપરેશન કરાવવાનું છે માટે ડોકટરે વધારે બહાર જવાની નાં પાડી છે, એટલે હું સ્કૂલે નથી આવતો.”

“તો બેટા, તારે અમને જાણ કરવી જોઈતી હતી ને,”
“પણ પછી બધા ટેન્શનમાં ના આવે એટલે મેં કોઈને જાણ ના કરી.”

“ઓ.કે. કોઈ વાંધો નહિ. તારું મેડીકલ સર્ટીફીકેટ તારા વર્ગ શિક્ષકને જમા કરાવી આપજે.”

“ઓ.કે સર, થેંક-યુ.”

દીપ પ્રિન્સીપાલની ઓફિસમાંથી બહાર નીકળ્યો કે તરત જ તેના મિત્રોએ તેના પર સવાલોનો વરસાદ કર્યો. પોતાનું ઓપરેશન થવાનું છે એ વાત દીપે કહેવી જ પડી. દીપ ત્યાંથી ઘરે જવા રવાના થયો, થોડી વાર પછી શાળામાં વિજ્ઞાન વિકાસ ભવનથી ત્રણ મેમ્બર્સની એક ટીમ આવી હતી. વિકાસ સર સાથે વાત કરીને તેઓ બધા ક્લાસમાં ગયા. અને ત્યાં એક જાહેરાત કરી.

શું હશે આ જાહેરાત?

આ વાર્તા પ્રત્યે આપના વિચારો જણાવો.

આ વાર્તા આપને શું યાદ કરાવે એ પણ ચોક્કસ જણાવો.

આગળ જાણવા માટે વાંચતા રહો....

*ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી*

ig:- @author.dk15

FB:- Davda Kishan

eMail:- kishandavda91868@gmail.com