tari ane mari yado books and stories free download online pdf in Gujarati

તારી અને મારી યાદો

અનન્યા આજે બેઠી હતી તેને યાદો ને સહેલાવવા..તેના જૂની વાતો ને ફરીથી સંભાળવા. વસંત ના વાયરા વાતા હતા અને અનન્યા ની ડાયરી ના પાના માંથી ધૂળ ઊડી રહી હતી. અને તે ચહેરો ધૂંધળો દેખાવા લાગ્યો.. રોહન!!
તેના નામ ના વિચાર માત્ર થી અનન્યા ના ચેહરા પર હાસ્ય આવી ગયું. ફકત એક મુલાકાત માં જ અનન્યા ને તેનો સાથ એવો લાગ્યો જાણે ધખધખતી ગરમી પછી પડેલો વરસાદ નો પહેલો સ્પર્શ થાય પછી ધરતી ને જે શાતા મળે છે બસ એવી જ શાતા એવી જ તૃપ્તિ મળી હતી.
રોહન એ તેની સામે બેઠેલી અનન્યા નો હાથ પકડ્યો હતો.
રોહન: મને તું બહુ ગમે છે અનન્યા.
અનન્યા: રોહન આપણે હજુ આજે સવારે મળ્યા.અને તને હું ગમવા પણ લાગી
રોહન: હા અને કદાચ તારી સાથે પ્રેમ થઇ ગયો છે. અને આ કોઈ ક્ષણિક આકર્ષણ નથી. હું ખરેખર તને પ્રેમ કરૂં છું અનન્યા.
અનન્યા: કેવી રીતે પ્રેમ થઈ ગયો એક જ દિવસ માં??
રોહન:
આજે જ્યારે હું લગ્ન માં આવ્યો ત્યારે એકલો જ હતો. મારી સાથે કોઈ વાત કરવા માટે નઇ હતું. હું એકલો જ ફરતો હતો. પછી મારી નજર તારા તરફ ગઈ.. તારી સાદગી મને ગમી ગઈ. તારી આંખો નું કાજલ અને ખુલ્લા વાળ. બસ આ જ હતો તારો મેક અપ. અને હું તારી તરફ આકર્ષાયો. તું પણ એકલી જ બેઠી હતી. તો વિચાર્યું કદાચ તું પણ મારા જેવી જ હશે . એટલે આવ્યો તારી પાસે દોસ્તી કરવા. તને યાદ હશે આપણી પેહલી વાતો..
તો હવે હું તમને જણાવું રોહન અને અનન્યા કેવી રીતે મળ્યા અને રોહન ને પ્રેમ થઈ ગયો .
રોહન:શું હું અહી બેસી શકું છું તમારી બાજુ માં?
અનન્યા: અહી બીજી પણ ખુરશી ખાલી છે.
રોહન: પણ ત્યાં કોઈ બેઠું નથી. હું એકલો છું. કોઈની કંપની જોઈએ છે.
અનન્યા: તો હું જ મળી તમને?
રોહન: હા..અહી બધા જ એક બીજા સાથે બેઠા છે. તમે જ એકલા દેખાયા તો લાગ્યું કદાચ તમે પણ મારા જેવા જ હશો.
અનન્યા: એટલે હું સમજી નહિ.. તમારા જેવી?
રોહન: બેસીને વાત કરીએ??
અનન્યા: એટલે તમારે અહી બેસવું જ છે એમ ને?
રોહન: હા એટલે જ તો આવ્યો. ( રોહન ત્યાં બેસી જ જાય છે)
અનન્યા: સારું તો કહો.
રોહન: હું મારા મિત્ર ના લગ્ન માં આવ્યો છું પણ એકલો જ છું. કોઈને નથી ઓળખતો. આખો દિવસ પસાર કરવાનો છે. હજુ તો પીઠી નુ ફંક્શન ચાલુ થયું. તો વિચાર્યું કોઈ સાથે મિત્રતા કરી લેવ તો થોડું સારું લાગે.
અનન્યા : તો કોઈ છોકરા સાથે મિત્રતા કરી શકાય ને? મને જ કેમ પસંદ કરી?
રોહન: બસ એમજ..
અનન્યા હસવા લાગી.
અનન્યા : બસ બસ હવે હું સમજી ગઈ હા. અને તમારું અનુમાન સાચું હતું. હું પણ તમારી જેમ એકલી જ છું. કોઈ કંપની ની જરૂર તો હતી પણ તમારા જેવું હું ના કરી શકું.
રોહન: સારું થયું તમે આવું કહ્યું. મને તો લાગ્યું હતું કે બોવ attitude છે તમારા માં.
અનન્યા : એ તો થોડો બતાવો જ પડે ને. પણ તમે હિંમત હારી ના ગયા.
રોહન: હા..( તમને જોતા જ ગમી જાવ તેવા છો. તો હિંમત તો કરવી જ પડે ને)
તો મારું નામ રોહન. આર્કિટેક્ટ છું. મુંબઈ રહું છું.
અનન્યા: હું અનન્યા..લેખિકા છું. હું અહીં બરોડા જ રહું છું.
રોહન: અચ્છા .. શું લખો છો?
અનન્યા: કવિતા, વાર્તા, ન્યૂઝ પેપર માં લેખ લખું.
રોહન: વાહ..મારા માટે પણ કોઈ કવિતા લખી આપજો હા.
અનન્યા: ચાર્જ લાગશે હા.
રોહન: હા તમે જેમ કેવ તેમ.
અનન્યા: અત્યારે તો મારે ચા પીવી છે.
ત્યાં જ રોહન નો ડ્રાઈવર આવે છે..
ડ્રાઈવર: સર, તમને કેટલો સમય લાગશે? મારે થોડું બહાર કામ છે. જો તમને વધારે સમય લાગતો હોય તો હું મારું કામ કરી આવું.
રોહન: હા વાંધો નહિ. તું જઈ આવ.
ડ્રાઈવર: સારું તો આ લો ચાવી.
રોહન: પણ તું કેવી રીતે જઈશ?
ડ્રાઈવર: મારો એક મિત્ર છે તે આવશે લેવા.
રોહન: હા સારું જઈ આવ. મને એમ પણ સમય લાગશે વધારે.
ડ્રાઈવર: તમે જરા જોઈ લેવ ની કાર નું પાર્કિંગ ક્યાં કર્યું છે તે.
રોહન: હા સારું.અનન્યા તું પણ આવે સાથે?
અનન્યા: હું શું કરીશ ત્યાં આવીને. તું જોઈ આવ ને.
રોહન: બહાર એક ચા ની લારી છે..ત્યાં ની ચા સારી છે.
અનન્યા: એવું હોય તો સારું ચાલ. એમ પણ અહીં ની ચા નઇ સારી લાગી મને.
તે બંને બહાર આવે છે કાર પાસે.ડ્રાઈવર બતાવી દે છે કાર ની જગ્યા.
અનન્યા જોઈ છે કે રોહન ની પાસે મર્સિડિઝ કાર છે.
રોહન: ચાલ હવે ચા પીએ.
રોહન ૨ ચા નો ઓર્ડર આપે છે.

અનન્યા( ચા પીતા પીતા): સરસ ચા છે...ચા વગર મારું શું થતે..હું એક પણ કવિતા ચા પીધા વગર નથી લખી શકતી.
રોહન: ઓહ..ચા એટલી બધી પ્રિય છે એમ.
અનન્યા: અરે મારી સવાર નથી થતી ચા વગર તો. અડધી રાતે પણ કોઈ કહે ચા પીવા જઈએ તો હું ના નઇ કહું.કેમ તમને નથી પસંદ ચા?
રોહન: પસંદ છે ને. પણ તમારા જેટલી નહિ .
રોહન અને અનન્યા વાતો કરતા રહ્યા . રોહન ને અનન્યા ની વાતો, તેની માસૂમિયત, તેનું હાસ્ય ગમી ગયું. રોહન ને ખરેખર તો ચા પસંદ ના હતી પણ આવતી વખતે તેણે જોયું હતું કે બહાર ચા ની લારી પર બોવ ભીડ હતી. એટલે કહી દીધું અનન્યા ને કે અહી ની ચા સારી છે કારણે કે તેણે તેની સાથે સમય વિતાવવો હતો.
અનન્યા ની મિત્ર અચાનક ત્યાં પાર્કિંગ પાસે આવી જેના લગ્ન હતા, તેણે જોયું કે નમ્રતા ચા ની લારી પાસે ઊભી હતી.
નમ્રતા: અનન્યા.. તું ક્યાં હતી. હું તને ક્યારની શોધતી હતી. સોરી યાર..તને કોઈ કંપની નથી અહી. પણ તું અહી શું કરે છે?
અનન્યા: અરે આ છે ને મારી સાથે તેણે મને એકદમ મસ્ત ચા પીવડાવી... રોહન ને બતાવીને કહ્યું.
નમ્રતા: અરે રોહન તું અહી...અને તું આવ્યો તે તો રાહુલ એ મને કીધું જ ના હતું.
રોહન: રાહુલ ને તને જોવા માંથી ફુરસત મળી હશે તો મારા વિશે કહે ને.
નમ્રતા(શરમાઈને): એવું કઈ નથી હા. કદાચ તેના મગજ માંથી નીકળી ગયું હશે .
રોહન: હા રે...એમાં સફાઈ નઇ આપ તું. પણ આ સારું કર્યું તમે..બંને ના બધા પ્રસંગ એક સાથે જ રાખ્યા. બધા ને મજા આવે.(મનમાં કહ્યું.. સારું થયું તમારા લીધે હું અનન્યા ને તો મળી શક્યો)
નમ્રતા: હા એ તો છે જ. અને તમે બંને એ દોસ્તી કરી દીધી તે સારું કર્યું. અને એક મિનિટ...અનન્યા તું ગઈ હતી રોહન ને મળવા? કારણ કે રોહન તો કોઈ છોકરી પાસે ના જાય મળવા. છોકરી ઓ તેની પાસે આવે.
અનન્યા ( આશ્ચર્ય થી રોહન સામે જોઈને કહે છે) : ના, રોહન જ આવ્યો હતો મારી સાથે મિત્રતા કરવા.
નમ્રતા: ઓહો રોહન...not bad ha..
ત્યાં જ નમ્રતા ને કોઈ બોલાવે છે..
નમ્રતા: સારું તો તમે એન્જોય કરો. હું જાવ છું. અને હા હવે થોડી વાર માં જમવાનું શરૂ થશે . અને પછી શાંતેક છે. તો તું મને ફોન કરજે જમીને. મને પાર્લર માં તારે જ લઈ જવાની છે.
અનન્યા: હા સારું.
નમ્રતા જાય છે ત્યાંથી .
અનન્યા: વાહ આ તો મારા અહોભાગ્ય કહેવાય કેમ રોહન...અને તે હસી પડે છે રોહન સામે જોઇને.
રોહન(થોડું શરમાઈ જાય છે) : ચાલ તું મને તારી કોઈ સ્ટોરી વાંચવા આપ. મને કંટાળો આવે છે.
અનન્યા : અચ્છા તો ટોપીક ચેન્જ કરવો છે એમ ને.સારું તો ચાલ ત્યાં બેસીએ તને બતાવું મારી વાર્તા. અને તારો ખૂબ ખૂબ આભાર એકદમ મસ્ત ચા પીવડાવી તે માટે
રોહન: તો તું પણ મસ્ત સ્ટોરી વાંચવા આપ મને.
અનન્યા: હા ચાલ.
રોહન(વિચારે છે): હવે હું શું કેવ અનન્યા ને. અનન્યા અલગ છે બધી છોકરી ઓ કરતા. બીજી બધી છોકરી મારી આગળ પાછળ ફરતી પણ ફકત મારા દેખાવ અને પૈસા ને લીધે. જ્યારે અનન્યા ને તો કઈ પડેલી જ નથી . તે તો બસ તેની જ મસ્તી માં જ છે. તેને મન થાય એવી વાતો કરે છે...નથી પોતાના રૂપ નું અભિમાન કે નથી તેની લેખિકા તરીકે ની પ્રતિભા નું.
અનન્યા રોહન ને તેની વાર્તા અને તેના ન્યૂઝ પેપર ના આર્ટિકલ પણ બતાવે છે. અને ટૂંક સમય માં તેનું એક પુસ્તક પબ્લિશ થવાનું છે તે વાત પણ કરે છે.
રોહન ને નવાઈ લાગે છે કે.. કેટલી સરળતા થી તે વાત કરે છે આ. કોઈ બીજું હોય તો અભિમાન થી કહે બધી વાત. પણ અનન્યા જાણે કોઈ સામાન્ય વાત હોય તેમ કહે છે.
રોહન: વાહ અનન્યા.. I'm impressed!!
અનન્યા : કઈ વાત થી?
રોહન: તું આટલી સારી લેખિકા છે. તારી બુક પણ પબ્લિશ થવાની છે. પણ તું એકદમ સામાન્ય વાત હોય એવી રીતે કહે છે.
અનન્યા: અચ્છા એવું .. મને બધા સામે એવુ કહેવાનું પસંદ નથી. મારા ઘણા ચાહકો છે. જેમના લીધે જ હું અહી પહોંચી છું. આ તો તે પૂછ્યું મને એટલે તને વિગતે વાત કરી. બાકી હું તો એવું માનું છું કે આપણું કામ જ બોલવું જોઈએ. જ્યારે મૈં પહેલી વાર્તા લખી ત્યારે કોઈ પણ સગા વહાલા કે મિત્રો એ મારી વાર્તા ની સરાહના કરી ના હતી. મારા વાચકો એ જ મને પ્રોત્સાહન આપ્યું અને હું એક પછી એક એમ ૩૦ કવિતા અને ૩૫ વાર્તા લખી શકી. એટલે હવે હું કોઈને કહેવાનું જરૂરી નથી સમજતી.
(રોહન ને ખૂબ જ ગમી જાય છે અનન્યા ની પ્રમાણિકતા અને સમજણ.)
રોહન: wonderful અનન્યા. ચાલ આપણે જમવા જઈએ હવે.
અનન્યા : હા ચાલ. જો ફટાફટ જગ્યા શોધી ને બેસી જજે.બધી જગ્યા હમણાં ભરાય જશે..તમારા મુંબઈ જેવું અહી નથી હોતું.
રોહન: અચ્છા એવું છે.. સારું થયું તે કહી દીધું. હું પહેલી વખત આવા લગ્ન માં આવ્યો છું. તું જ જગ્યા શોધીને બેસી જજે. અહી છોકરા છોકરી અલગ બેસે એવું તો નથી ને? મૈં સાંભળ્યું હતું એવું.
અનન્યા: એવું જ હોય છે. પણ આપણે સાથે બેસી જઈશું વાંધો નહિ. કોઈ નઇ ઓળખતું અહી.
રોહન: હા હા .. જોરદાર છે બધું અહીં.
અનન્યા : અહી જમવાનું પણ જોરદાર જ હોય છે.
અનન્યા જગ્યા શોધીને રોહન ને બોલાવે છે. બંને બેસી જાય છે .
અનન્યા : તું ગુજરાતી નથી?
રોહન: ગુજરાતી જ છું પણ મારો જન્મ દિલ્હી માં થયો હતો અને હવે મુંબઈ રહું છું. પપ્પા આર્મી માં હતા..તેમના દેહાંત પછી અમે મમ્મી સાથે મુંબઈ આવી ગયા હતા. તો મને ગુજરાતી વિશે વધારે ખબર નથી.
અનન્યા: ઓહ એવું છે. તો અહી બરોડા ફકત લગ્ન માટે આવ્યો એમ.
રોહન: હા..રાહુલ અને નમ્રતા મારા ખૂબ સારા મિત્રો છે. મારા પપ્પા ના દેહાંત પછી તેમણે મને ખૂબ જ સાથ આપ્યો હતો. હું ખૂબ જ ભાંગી પડ્યો હતો. તેમની હિંમત ના લીધે જ હું આજે એક સફળ આર્કિટેક છું.
અનન્યા રોહન નો હાથ પકડીને કહે છે: ખૂબ હિંમત જોઈએ જ્યારે કોઈ પોતાનું છોડીને જાય ત્યારે. ચાલ હવે આપણે જામી લઈએ , ઠંડુ પડી જશે તો મજા નઇ આવે.
રોહન: હા, મને પણ એકદમ શુદ્ધ ગુજરાતી ખાવાનું ખાવાની ખૂબ જ ઈચ્છા છે.
અનન્યા: સારું તો ચાલ શરૂ કર જમવાનું.
રોહન અને અનન્યા જમવાનું પતાવીને ઉભા થાય છે.
અનન્યા: ભાવ્યું જમવાનું તને?
રોહન: હા ભાવ્યું ને...સારું હતું.
અનન્યા: સારું તો હવે હું જાવ છું. નમ્રતા ને લઈને પાર્લર જવાનું છે.
રોહન: હું પણ આવું તારી સાથે? ( રોહન એક પણ પળ માટે અનન્યા થી દૂર થવા માંગતો ના હતો)
અનન્યા : તું શું કરવાનો પાર્લર આવીને??
રોહન: અહીં રાહુલ તેના ફૅમિલી સાથે વ્યસ્ત હશે. હું કંટાળી જઈશ. હું ડ્રાઈવર બની જઈશ ને.
અનન્યા: હા હા...સારું ચાલ તો તું પણ.
રોહન જાય છે અનન્યા સાથે નમ્રતા પાસે.
નમ્રતા: તું કેમ આવ્યો રોહન ??
રોહન: હું પણ તમારા સાથે આવીશ. મને અહી કંટાળો આવે.
નમ્રતા એ રોહન ને સાઇડ પર લાવીને પૂછ્યું...
નમ્રતા: ચાલ બોલ ...
રોહન: શું બોલું?
નમ્રતા: હું તને ૫ વર્ષ થી ઓળખું છું રોહન. કેટલી છોકરી આવી પણ કોઈ તરફ તે આટલું ધ્યાન ના આપ્યું જેટલું અનન્યા તરફ આપે છે . અને આજે તો તે ચા પણ પીધી તેની સાથે. કેમ??
રોહન: કારણ કે તે બીજા જેવી નથી.તે એકદમ અલગ છે. તેની પ્રાથમિકતા કોઈને મેળવવામાં નથી પણ પોતાને સાબિત કરવામાં છે. અને તે એકદમ માસૂમ અને નિખાલસ છે. અને મને તે ગમી ગઈ છે.
નમ્રતા: તે છે જ એવી..પણ તેને ઓળખવી થોડી મુશ્કેલ છે.
રોહન: Trust me.. I know her!!
નમ્રતા: સારું ત્યારે જોઈએ ક્યાં સુધી પહોંચે છે તમારી વાત.
અનન્યા આવે છે.. ' તમે શું વાત કરો છે?? મોડું થાય છે. વાત પછી પણ કરી શકો.'
રોહન: હા ચાલ જઈએ. વાતો તો રસ્તા માં પણ થશે.
નમ્રતા જોઈ રહે છે રોહન ની સામે.
વાતો કરતા કરતા પાર્લર આવી જાય છે.
નમ્રતા: હું જાવ છું. પણ અનન્યા તું આવીશ મારી સાથે?
રોહન: લગ્ન તારા છે તો તે શું કામ પાર્લર માં તૈયાર થવાની??
નમ્રતા આંખો કાઢે છે રોહન સામે.
રોહન: એટલે તારે કંપની આપવા જવું હોય નમ્રતા સાથે તો જાય શકે છે અનન્યા.
નમ્રતા: તારી હા કે ના ની જરૂર નથી અનન્યા ને. ચાલ અનન્યા.
અનન્યા જાય છે પણ તેને નથી ગમતું રોહન ને આવી રીતે એકલા મૂકીને જવાનું.
બંને પહોંચે છે પાર્લર માં. અનન્યા જોય છે ત્યાં એક બહાર રૂમ હોય છે જ્યાં કોઈ પણ બેસી શકે.
અનન્યા: નમ્રતા તું તૈયાર થવાનું ચાલુ કર હું આવી.
નમ્રતા જોઈ છે કે તે રોહન પાસે જ ગઈ હશે.અને નમ્રતા તે જ જોવા માંગતી હતી કે અનન્યા રોહન વિશે વિચારે છે કે નહિ.
થોડીક વાર માં અનન્યા આવે છે રોહન સાથે.
અનન્યા: રોહન તું અહી બેસી શકે છે. બહાર ખૂબ ગરમી છે. અહી તને સારું લાગશે. હું આવું થોડી વાર માં. જરા નમ્રતા ને મળી આવું.
રોહન: હા વાંધો નઇ. તું પણ તૈયાર થશે?
અનન્યા: હા પણ હું જાતે જ તૈયાર થાવ. ચાલ હું આવી.
અનન્યા આવે છે નમ્રતા પાસે.
નમ્રતા: ક્યાં ગઈ હતી તું?? મારે તારું કામ હતું.
અનન્યા: હું રોહન ને લેવા ગઈ હતી. અહી બહાર જગ્યા છે તો થયું બોલાવી લાવ તેને. બહાર બોવ ગરમી છે ત્યાં કેવી રીતે રહી શકે.
નમ્રતા: અચ્છા.. હજુ તો ૨-૩ કલાક પહેલા મળી અને એટલો ખ્યાલ રાખવા લાગી એમ.
અનન્યા: હું ફક્ત માણસાઈ ની રીતે તેણે ઉપર લઈ આવી. બીજું કશું નહિ. તને ખબર છે મને અમીર લોકો નથી પસંદ. જ્યારે આ તેના પૈસા નો રોફ જમાવા લાગશે ત્યાર પછી તેની સાથે બોલીશ નહિ.
( અનન્યા તેનો ફોન બહાર મૂકી ગઈ હતી અને કોઈનો ફોન આવતો હતો એટલે રોહન તે આપવા જતો હતો ત્યાં તેણે આ બંને ની વાતો સાંભળી અને પાછો જગ્યા પર આવીને બેસી ગયો . તેને વિચાર્યું કે તેની પસંદ ખોટી તો ના જ હતી)
થોડી વાર માં અનન્યા આવે છે.
અનન્યા: હું તૈયાર થવાની છું તો મારે મારા ઘરે જવું પડશે. તું આવીશ મારી સાથે કે અહી રોકશે?
રોહન: નમ્રતા ને હજુ સમય લાગશે?
અનન્યા: ના તેને લેવા તો આવે છે તેનો ભાઈ. હું મારા ઘરે જાવ છું. એટલે જ પૂછું છું તને કે તું અહી રોકાશે ને?
રોહન: તને કઈ પ્રોબ્લેમ છે હું તારી સાથે આવું તો?
અનન્યા : ના.. મને શું વાંધો હોય.ચાલ તારે આવું હોય તો.
રોહન વધારે વિચાર્યા વગર જવા તૈયાર થઈ જાય છે અનન્યા ના ઘરે.
આ વખતે અનન્યા કાર ચલાવે છે.
રોહન: આ કાર તારી પોતાની છે?
અનન્યા : હા. મૈં લીધી હતી. જ્યારે હું જોબ કરતી હતી ત્યારે .
રોહન: અચ્છા તો તું જોબ પણ કરતી.
અનન્યા : હા.
થોડી વાર માં તેનું ઘર આવી જાય છે.
અનન્યા તેના મમ્મી અને ભાઈ સાથે રોહન ની ઓળખાણ કરાવે છે.
અનન્યા : તારે ફ્રેશ થવુ હોય તો ભાઈ ને કહેજે. હું જાવ છું.
રોહન વિચારે છે કે તે શું કામ આવ્યો અહી...તેને ખૂબ
અજીબ લાગે છે.
થોડી વારમાં અનન્યા આવે છે તૈયાર થઈને.
રોહન જોય છે તેને...અને બસ જોયા જ કરે છે. વિચારે છે કોઈ મેક અપ વગર પણ આટલું સુંદર કેવી રીતે લાગી શકે.
અનન્યા: તું હજુ અહી જ બેઠો છે. ફ્રેશ નઇ થયો.
રોહન: ના,મને બોવ અજીબ લાગે છે.
અનન્યા: તું પણ યાર પાગલ છે. ચાલ હવે નીકળ્યે?
રોહન: હા ચાલ.
બંને પહોંચે છે ત્યાં લગ્ન ના સ્થળ પર. ત્યાં રાહુલ આવે છે.
રાહુલ: અરે યાર તું સવાર થી ક્યાં હતો ભાઈ?? ક્યારે નો શોધું છું તને. અને અનન્યા તું આની સાથે?
રોહન બધી વાત કરે છે સવાર થી અત્યાર સુધી ની.
રાહુલ: ઓહ એવું છે. ચાલ તું મારી સાથે આવ.
રોહન ની ઈચ્છા તો નઇ હતી અનન્યા થી દૂર જવાની પણ રાહુલ ને ના નઇ કહી શક્યો.
અનન્યા : હા રાહુલ તું તેને લઈ જા. અને રોહન તું થોડો ફ્રેશ થઈ જા. પછી મળીયે .
એમ કહીને અનન્યા નીકળી જાય છે.

રાહુલ: આ શું છે ભાઈ...મને નમ્રતા એ બધી વાત કરી. તું તો ગયો આ વખતે. લાગે છે મારા પછી તારો જ વારો છે.
રોહન: તેને જોઈને લાગતું તો નથી એવું. મને તો તે ગમે છે પણ તેનું ખબર નથી.
રાહુલ: હજુ અડધો દિવસ બાકી છે. ચાલ તૈયાર થઈ જા...કે તને જોઇને જ ફિદા થઈ જાય તે.
રોહન: તે એવી નથી યાર. હું સવાર નો તેની સાથે જ છું.અને તે મારા થી ઇમ્પ્રેસ થઈ હોય એવું લાગતું નથી.
રાહુલ: ધીરજ રાખ થોડી.
રોહન: ચાલ જઈએ.
રોહન તૈયાર થઈ ને આવે છે અને વિચારે છે કે કદાચ અનન્યા તેને કોઈ compliment આપે.
તે શોધે છે અનન્યા ને. ત્યાં જ પાછળ થી તેના ખભા પર કોઈ હાથ મૂકે છે. પાછળ ફરીને જોઈ છે તો તે અનન્યા હોય છે.
અનન્યા : મને જ શોધતો હતો ને??
રોહન: ના ના..હું તો ચા શોધતો હતો ત્યાં તું આવી ગઈ.
અનન્યા : બોવ જ ખરાબ જોક હતો. ત્યાં મસ્ત ફોટો સ્પોટ બનાવ્યું છે તો જઈએ.
રોહન: હા ચાલ..
બંને ત્યાં પહોંચે છે અને અલગ અલગ પોઝ માં ફોટો પાડે છે.
અનન્યા : મજા આવી ને.
રોહન: હા તું સાથે હતી એટલે મજા આવી.
અનન્યા: હા તો હું એકલી પણ મજા નઇ કરી શકતે ને તારા વગર.
બંને એકબીજા સાથે મસ્તી કરતા કરતા વાતો કરતા કરતા સાંજ વિતાવે છે. રાત ના સંગીત નો પ્રસંગ હોય છે.
રોહન અને અનન્યા બંને કંટાળે છે તે ફંકશન માં.
અનન્યા: મને ખૂબ જ કંટાળો આવે છે અહીં.
રોહન: મને તો ઊંઘ આવી જશે એવું લાગે છે.
અનન્યા: મારે તો ઘરે જવું છે.
રોહન: મારો તો ડ્રાઈવર ગાડી લઈને ગયો છે . હજુ આવ્યો નથી.
અનન્યા: કેમ તે તો તને ચાવી આપીને ગયો હતો ને.
રોહન: હા પણ તે તો સવાર ની વાત. પછી બપોરે તે આવ્યો હતો અને થોડું કામ છે કરીને ગયો હતો. હજુ આવ્યો નથી.
અનન્યા : તું અહી રાહુલ ને ત્યાં જ રોકાયો છે?
રોહન: હા. પણ તું જતી રહીશ તો હું શું કરીશ??
અનન્યા : હું મારા ઘરે નથી જવાની. ફરવા નીકળીશ બહાર.
રોહન: જો તને વાંધો ના હોય તો હું પણ આવી શકું તારી સાથે??
અનન્યા : પણ મારી પાસે કાર નથી.. ભાઈ લઈ ગયો હતો અને હું મારી એક્ટિવા પર જઈશ.
રોહન : હા તો મને એક્ટિવા પર ફરવામાં કોઈ જ વાંધો નથી.
અનન્યા : તમે મર્સિડિઝ માં ફરવા વાળા લોકો એટલે પુછ્વું પડે.
રોહન: સિરિયસલી તને એવું લાગે છે અનન્યા??
અનન્યા : અરે તું તો સિરિયસ થઈ ગયો. હું તો મસ્તી કરતી હતી.
સારું તો ચાલ જઈએ.
બંને પાર્કિંગ માં આવે છે.
અનન્યા : તને ફાવશે ચલાવતા ?
રોહન: હા ફાવશે પણ રસ્તા જોયા નથી.
અનન્યા : આપણે ક્યાં કશે પહોંચવાનું છે કે રસ્તા ની ફિકર. બસ મન ભરી ફરવાનું છે.
રોહન: સારું તો ચાલ જઈએ.
બંને ખુલ્લા રસ્તા પર..પવન ની સાથે થઈને ફરે છે. ખૂબ બધી વાતો કરે છે. રોહન કંઇક વિચારે છે અને કહે છે..
રોહન: મને ભૂખ લાગી છે..
અનન્યા : શું ખાવું છે?
રોહન : તું કહે તે.
અનન્યા : ભૂખ તને લાગી છે અને તું મને પૂછે છે શું ખાવું તે.
રોહન: અહી શું સારું મળશે આ સમયે તે તને જ ખબર હોય ને...
અનન્યા: સારું એવું હોય તો અત્યારે chinese & samdwich મળશે.
રોહન: તો પછી chinese ખાઈએ.
અનન્યા: સારું તો હું કહું તે રસ્તે લઈ લે.
બંને એક લારી પાસે રોકાય છે. અને ત્યાં જઈને બેસે છે.
અનન્યા : શું ખાવું છે તારે?
રોહન: તને ભાવે તે ઓર્ડર કરી દે તું.
અનન્યા: તું યાર નંગ છે.ભૂખ તને લાગી છે અને બધું મને કરવા કહે છે.
અનન્યા ઓર્ડર આપે છે.
અને હવે વર્તમાન માં આવીએ..
રોહન અનન્યા નો હાથ પકડીને તેના દિલ ની વાત કહી રહ્યો હોય છે.
અનન્યા: તું આ શું બોલે છે રોહન. હું તને નથી ઓળખતી વધારે. તો શું કહું હું. તું મને એક દિવસ માં કેવી રીતે પ્રેમ કરવા લાગ્યો.
રોહન: જ્યારે તું મારી સાથે પહેલી વાર ચા પીતી હતી ત્યારે જ મને તું ગમી ગઈ હતી. જ્યારે તું મને લેવા માટે પાર્લર ના પાર્કિંગ માં આવી હતી ત્યારે મને તારી સાથે પ્રેમ થઇ ગયો હતો. બસ થઈ ગયો. હું તને ખૂબ જ પસંદ કરું છું..એક પળ પણ તારા વગર રહેવું મને ગમતું ના હતું. પહેલી વાર કોઈને હું કેવ છું અનન્યા.
( રોહન મંચુરિયન ને fork માં ભેરવીને નીચે બેસી જાય છે ઘૂંટણ પર)
' I love you Ananya.. will you like to eat Manchurian with me for all life??'
અનન્યા હજુ સુધી સ્તબ્ધ હતી કે આ શું થઈ રહ્યું છે. તે ઈચ્છતી હતી કે કોઈ તેને પ્રેમ કરે પણ કોઈ એક જ દિવસમાં તેની સાથે પ્રેમ માં પડી જશે એવું વિચાર્યું ન હતું. અનન્યા ને પણ રોહન ગમી ગયો હતો પણ તે પ્રેમ નઇ કરતી હતી તેને .
પણ તે રોહન ને નિરાશ પણ નઇ કરવા માંગતી હતી. એટલે તેણે પણ નીચે બેસીને તે મંચુરિયન ખાઈ લીધું . રોહન ખૂબ જ ખુશ થઈ જાય છે અને અનન્યા ને હગ કરી લે છે. અનન્યા ની આંખો માં આંસુ આવી જાય છે. રોહન તે જોય છે. અનન્યા ને બેસાડે છે..
રોહન:શું થયું? સોરી તને ગઈ ગમ્યું હોય મૈં તને હગ કર્યું તે.
અનન્યા: એવું કંઈ નથી.પણ હું તને પ્રેમ નથી કરતી રોહન.
રોહન: મને ખબર છે તે. પણ હું તો કરું છું ને. અને મને પાક્કો વિશ્વાસ છે કે તું પણ મને પ્રેમ કરવા લાગશે એક દિવસ.
અનન્યા: તે એવું કેવી રીતે કહી શકે છે?
રોહન : કારણ કે હું ઓળખું છું તને..
અનન્યા: બસ એક જ દિવસમાં ઓળખી ગયો?
રોહન: હા..કારણ કે તારું મન પણ તારી જેમ જ સુંદર અને પવિત્ર છે. અને તે કોઈ દિવસ સાચા પ્રેમ ને ઠુકરાવી ના શકે.
અનન્યા: તું મારા ભૂતકાળ વિશે જાણે છે?
રોહન: મારે તારું ભવિષ્ય બનવું છે. મને ખબર છે આ થોડું જલ્દી છે તારા માટે કઈ પણ નિર્ણય કરવા માટે. પણ તું સમય લઈ શકીશ. મને કઈ જ વાંધો નથી. પણ હું વધારે સમય મારી લાગણી મારા મન માં નઇ રાખી શક્યો.
અનન્યા: મને સમજ નથી પડતી કે હું શું કરું..
રોહન: બસ એક ચાન્સ...મને અને મારા પ્રેમ ને. હું તને ક્યારે પણ નિરાશ નહિ કરું.
અનન્યા: મને થોડો સમય જોઈશે વિચારવા માટે.
રોહન: Yes you can take your time. I can wait.
અનન્યા: ૧૧ વાગ્યા હવે આપણે નીકળવું જોઈએ.
રોહન: હા તો હું તારા ઘરે જ આવું અને ત્યાં જ ડ્રાઈવર ને બોલાવી લેવ.
અનન્યા: અરે વાંધો નહિ હું તને મૂકી આવીશ.
રોહન: પણ હું તને એકલી નઇ જવા દેવ આટલી રાત ના. અને અહી થી મને ખબર છે તારા ઘર નો રસ્તો તો વાંધો નહિ.
રોહન તેના ડ્રાઈવર ને ફોન કરીને બોલાવે છે અનન્યા ના ઘરે.
આખા રસ્તે બંને માંથી કોઈ કશું બોલતું નથી પણ અનન્યા રોહન ના ખભા પર માથું રાખીને સૂઈ જાય છે.

રોહન અચાનક બ્રેક મારે છે. અનન્યા ચમકીને જાગી ઊઠે છે.
રોહન: મેડમ, ઘર આવી ગયું તમારું.
અનન્યા એક્ટિવા પરથી ઉતરે છે.રોહન પણ નીચે ઉતરી ઊભો રહે છે. અનન્યા તેને જોતી રહે છે. બંને એક બીજા ની આંખો માં ખોવાઈ જાય છે. અનન્યા રોહન નો હાથ પકડે છે અને અચાનક કાર નો હોર્ન વાગે છે. બંને ચમકી જાય છે. રોહન નો ડ્રાઈવર આવી ગયો હોય છે.
રોહન: તો હું નીકળું હવે.
અનન્યા: મને એકલી મૂકીને જઈશ??
રોહન અનન્યા ની એકદમ નજીક આવે છે અને તેનો હાથ પકડીને કહે છે..
રોહન: જ્યાર થી તું મળી છે તને એક પળ માટે પણ એકલી મૂકવાનું મન નથી થતું. હું સતત તારો સાથ ઈચ્છું છું. બસ તારી મરજી હોય તો..
અનન્યા: હું અત્યારે તો તને પ્રેમ નથી કરતી પણ કરવા માંગુ છું...તને ઓળખવા માંગુ છું. મને નથી ખબર હું આ કેમ કહી રહી છું તને પણ તારી આ આંખો મને તારા તરફ ખેંચે છે. તું મારી સાથે હમેંશા રહેશે રોહન?
રોહન: જ્યાં સુધી હું છું ત્યાં સુધી તને એકલી નઇ રહેવા દેવ. આ મારું પ્રોમિસ છે તને.
અનન્યા: તો બસ એક ચાન્સ આપીએ આપણા સંબંધ ને.
અને રોહન ને અનન્યા એક બીજા ને વળગી રહે છે થોડા સમય સુધી...અને શરૂ થાય છે તેમના જીવન નો નવો અધ્યાય.
અચાનક અનન્યા જાણે તંદ્રા માંથી જાગી ઉઠે છે જ્યારે તેને અવાજ સંભળાય છે..
" અનન્યા ચાલ ચા બની ગઈ"
અને અનન્યા તેના પુસ્તક ને બંધ કરે છે જેના પર નામ હોય છે.. ' તારી અને મારી યાદો '

રોહન: તું શું કરતી હતી ક્યારે ની?
અનન્યા: મારું મનગમતું કામ. આપણી પહેલી મુલાકાત ની યાદો વાગોળતી હતી.
રોહન: કેટલી વખત તું તે પુસ્તક વાંચશે..જૂની થઇ ગઇ તે વાત.
અનન્યા: પણ તું જૂનો નથી થયો રોહન. તું હજુ પણ તે જ રોહન છે જેને ફકત એક જ દિવસમાં મારી સાથે પ્રેમ થઇ ગયો હતો..અને હજુ પણ તે પ્રેમ અકબંધ છે.
રોહન: હા પણ તને પ્રેમ થતાં ૧ મહિનો લાગ્યો હતો.
અનન્યા: કદાચ મને પણ પ્રેમ તો તે ક્ષણે જ થઈ ગયો હતો જ્યારે તારી સાથે નવી સફર ના શરૂઆત ની વાતો કરી હતી. પણ તેનો અનુભવ એક મહિના પછી થયો.
રોહન: વાંધો નહિ..હું રાહ જોવા તૈયાર હતો.મને તો ફક્ત તું જોઈતી હતી.
રોહન અનન્યા ને ગળે લગાવતા બોલે છે.
અને અનન્યા ફરી એક વખત રોહન ના પ્રેમ માં પડી જાય છે!!!

મારી આ વાર્તા કેવી લાગી તેના પ્રતિભાવ જરૂર થી આપજો. અને મારી નવલકથા ' ફેસબુક પ્રેમ...શું શક્ય છે??' નો નવો ભાગ પ્રકાશિત થઈ ચૂક્યો છે. તો તે જરૂર થી વાંચજો.

- કુંજલ