manomanthan books and stories free download online pdf in Gujarati

મનોમંથન




સૌ કોઈ એ સન્યાસીનો આદર કરતા હતા..

નિશિથાનંદજીનું વ્યક્તિત્વજ એવુ મેગ્નેટીક હતું કે એમના પરિચયમાં આવનાર એમનાથી અંજાઈ જતા!!

ઘણા લોકો કહેતા કે જાહેરસભા કરો તમારે ધર્મના અનુયાયીઓ ખૂબ વધી જશે.

નિશિથાનંદજી જોકે જાહેરસભામાં ક્યારેય જતા નહીં..

તેઓ પોતાના નિજાનંદમાં મસ્ત,અને પોતાના કાર્યો માં વ્યસ્ત રહેતા...
કોઈ મળવા માટે આવે તો પ્રેમથી તેની સાથે વાતો કરતા...

ખૂબજ પ્રેમાળ વ્યક્તિ હતા..

જગતના દરેક પ્રશ્નોનું નિરાકરણ એમની પાસે હતું એમ લોકો કહેતા હતા...
કોઈએ એમને ગુસ્સે થતાતો જોયાજ નહોતા...

એમનો શિષ્ય ધમ્માચારીજ નિશિથાનંદજી વિશે બધું જાણતો હતો..

એમની આગળની જીંદગી વિશે ક્યારેય કોઈએ પૂછ્યું નહોતું...

તે ફક્ત બૌદ્ધ સાધુ નહોતા પરંતુ અનેક ગામોમાં ફરીને વ્યસનમૂક્તિ, બેટી બચાવો, આરોગ્ય કેમ્પ, છૂતાછૂતનો વિરોધ,સ્ત્રી-પુરૂષ સમાનતા,હિંસામૂક્ત જીવન,રુઢિ,પરંપરાને નામે ઢોંગ,એમ ઘણી બધી પ્રવ્રુતિ કરતા હતા...

તેઓ ક્યારેય પોતાનું જમવાનું બીજાને ન આપતા, જાતે બનાવતા..

ટૂંકમાં એમનું જીવન આદર્શ ને સાદુ હતું..

આજે જે ગામમાં હતા તે ગામમાં એક વડીલ એમને જોઈને બોલી ઉઠ્યા અરે આતો જગ્ગુ છે...

ગામના લોકોમાં સોપો પડી ગયો!!!

શું કહ્યું જગ્ગુ?!!!!

પ્રશ્નમિશ્રિત આશ્ચર્ય લોકોમાં છવાઈ ગયું...

એ-કે 47ની મદદથી એકજ રાતના 9 લોકોને છડેચોક મારી નાખ્યા એ જગ્ગુ??

એ નિશિથાનંદ ક્યાંથી હોય??

હવે ધમ્માચારી બધો ફોડ પાડે છે.

જગદીશ ઉર્ફે જગ્ગુ પાલિતાણાનો મશહૂર મવાલી હતો...

દાણચોરી, બુટલેગર,મારામારી જેવા 40 ગુના એના પર નોંધાયા હતા.

આથી 3 જિલ્લામાંથી એને તડીપાર કરવામાં આવ્યો હતો...

તડીપાર થયેલો જગદીશ ગયો એ ગયો એ ક્યારેય પાછો ન આવ્યો..

ક્યાં રહેતો હતો એ કોઈને જાણ ન હતી...

અમદાવાદ માં વાડજમાં ભાડે મકાન લઇ ત્યાં પોતાનો માળો વસાવ્યો...

થોડાજ દિવસોમાં એણે એરીયામાં પોતાની સારી એવી ધાક જમાવી દીધી હતી...

પોલીસ સાથે સાંઠગાંઠ વધારી બે નંબરી ધંધો શરુ કરી દીધો હતો...

જોકે ભલે તે મવાલી હતો પરંતુ તેણે ક્યારેય કોઈ સ્ત્રીને હેરાન કરી નહોતી..સ્ત્રીઓ સાથે,વડિલો સાથે માથાકૂટ કરનાર સામે કોઈ પણ જાતની બાંધછોડ તે કરતો ન હતો ..

એક રાત્રે જ્યારે તે મોડી રાત્રે ચાલીને આવી રહ્યો હતો ત્યાં પોળમાં કંઈક હો હા થતી સાંભળીને ઊભો રહી ગયો...

થોડાક લોકો એક ઘરમાંથી બધો સામાન કાઢી ફેંકતા હતા એ ઘર માવજીકાકાનું હતું.

વાત એમ હતી કે માવજીકાકા ને પાંચ સંતાન હતા તેમાય ગરીબી આંટો મારી ગયેલી,એટલે તેમણે ડેનિસ પાસે દેવું કર્યુ હતું પરંતુ મકાન ઉપર જે દેવું કર્યું એમા 80% રકમ ભરપાઈ કરવા છતા તે એક વાર મુદત ચૂકી ગયા હતા..

ડેનિસ સૌને વ્યાજે નાણા ધીરવાનું કામ કરતો હતો..

ઊંચુ વ્યાજ લેતો, ને શીયાળને પણ શરમાવે તેવો લુચ્ચો હતો..

પૈસાના જોરે કામ કઢાવતા એને આવડતું હતું..
એ માવજીકાકાનું ઘર ઝપ્ત કરવા આવ્યો હતો.

માવજીકાકા રીતસર પગમાં પડી ગયા પણ ડેનિસમાં માણસાઈ નામે મીંડું હતું..

તેણે કાકલૂદી કરતા માવજીકાકાને ધક્કો મારી પાડી દીધા.
મોટી દીકરી હેતવી પોતાના પિતાને ઊભા કરવા ગઈ તેનો ડેનિસ હાથ ઝાલી લીધો ને બોલ્યો આને એક રાત મોકલી દે તારા પૈસા નહીં માંગુ.

ટોળુ જાણે મૂર્તિ બની આ તમાશો જોઈ રહ્યું હતું,પણ કોણ જાય ડેનિસ સામે?

જગ્ગુનું ખૂન ઊકળી ઉઠ્યું તેણે જઈને ચાર-પાંચ તમાચા ડેનિસને મારી દીધા ને કહ્યું બીજીવાર આ એરિયામાં નજરે ચડીશ તો હાથપગ સલામત નહીં રહે. અને લઈ જાજે જે પૈસા બાકી હોય તે મારી પાસેથી...

ડેનિસ પડતો આખડતો ત્યાંથી ચાલ્યો જાય છે.

માવજીકાકાનું આખું ઘર આ ફરિશ્તા સામે કૃતજ્ઞતા પૂર્વક જોઈ રહે છે!!!

જગ્ગુ જાણે કંઈ ન બન્યું હોય તેમ જતો રહે છે..

જગ્ગુ એક ટપોરી હતો પણ પોતાના પરિવાર પર આફત આવી પડી ત્યારે કોઈ પડખે ઉભું ન રહ્યું,એ ક જગ્ગુ આવ્યો હતો.એ વાત ને લીધે હેતવી એને મનોમન ચાહવા લાગી હતી.

રોજ જગ્ગુ ત્યાંથી નીકળે એ વખતે છત પર ચઢી હેતવી એને જોયા કરતી.

હજુ સતર વર્ષની ઉંમર માંડ હશે હેતવીની.

ક્યારેક રસ્તા વચ્ચે ભેટો થઈ જાય તો શરમના શેરડા તેના ચહેરા પર દેખાઈ આવતા.
મનોમન પ્રેમ કરતી હોવા છતા સસલી જેમ ગભરાઈ જતી.!!
તેની આંખો લજ્જાથી ઢળી પડતી..

જગ્ગુને પણ તેના સાગરીતો કહેતા જો ભાભી આવે છે. પણ જગ્ગુ પોતાનો ધંધો તો ગુંડાનો છે એમ વિચારીને એકરાર ન કરતો.

પણ બન્ને બાજુ આગ બરાબર લાગી હતી..
ક્યારેક ઊંઘમાં પણ હેતવીનું નામ લેતા તેના સાગરીતોએ સાંભળ્યું હતું.

તે ક્યારેક તીરછી નજરથી હેતવીને જોઈ લેતો..

પહેલા કોણ પ્રેમની અભિવ્યક્તિ કરશે તે નક્કી નહોતું..

એકવાર જગ્ગુ એકલો આવતો હતો ત્યારે હેતવી તેની બહેન સાથે આવતી હોય છે.
જગ્ગુ તેને ઊભી રાખી પોતાના પ્રેમનો એકરાર કરે છે.
એક ગુલાબ આપી તે પ્રપોઝ કરી દે છે.

હેતવી શરમથી માથું નીચે ઢાળી દે છે.. અને મૌનમાજ સહમતિ આપી દે છે.

હવે તો બન્ને અવારનવાર મળવા લાગે છે..
હેવી તેને આ ધંધો છોડી દેવા સમજાવતી રહે છે.

આજે જગ્ગુ મળવા માટે ઈંતઝાર કરતો હતો,પણ હેતવી મોડી આવે છે..

તે હેતવીથી રિસાઈ ગયો હતો. આજે પહેલી વાર એક સામાન્ય માણસના લક્ષણો તેનામાં જોવા મળ્યા!!

આટલું મોડું થોડુ હોય? હું ક્યારનો રાહ જોવું છું? જગ્ગુએ કહ્યું.

અરે મારા ભોળા મહાદેવ મારે ચોરીછીપી આવવું પડે અને એમાંય તારા કામો વિશે જગત આખું જાણે છે.
મારે સંતાઈનેજ આવવું પડે,પણ પ્રોમિસ કરૂ છું કે હવે જ્યાં હોઈશ, ત્યાં તારા પહેલાં પહોંચી જઈશ હેતવીએ કહ્યું .

પણ મને તુ જે ધંધો કરી રહ્યો છો એ જરાય નથી ગમતો. કદાચ પપ્પા હા પાડે તોય તારા ડરને લીધે હા પાડે.તુ આ ધંધો મુકી દેને...

હા હું બહુ જલદીથી આ ધંધો મૂકવા માગું છું,બસ મને થોડો ટાઈમ જોઈએ છે..
મારા પર ચાલતા કેસ પૂરા થઈ જાય અને થોડાક પૈસા ભેગા થઇ જાય એટલે આપણા સપનાની દુનિયા વસાવવી છે.આ ધંધો છોડી દઉં પછીતો માવજીકાકા હરખથી હા પાડશે ને? જગ્ગુએ કહ્યું.

હા પછી ઘરમાં બધા રાજીખુશીથી હા પાડશે. હેતવીએ કહ્યું.

રવિવારે જગ્ગુ હેતવીને મળીને ગામડે જવા નીકળી ગયો..
તે તડીપાર હતો એની છેલ્લી તારીખ હતી.

પીએસઆઇ વાઘેલાએ ફાઈલ આપી કહ્યું,તારા ગોરખધંધા બંધ કરી દેજે.બીજી વાર પકડાઈશ તો મોટી સજા લાગશે.

જગ્ગુ બોલ્યો સાહેબ આ ધંધો મૂકી ઈમાનદાર વ્યક્તિ બની ઘર વસાવવું છે..

ઓહો મજનુને લૈલા મળી ગઈ એમને? હું આશા રાખું છું તારી હવેની જીંદગી સારી રીતે વિતે.પીએસઆઈ વાઘેલાએ કહ્યું.

જગ્ગુ ખૂશ થતો અમદાવાદ જવા નીકળ્યો,તેના મનમાં અસંખ્ય સપના સાકાર થઇ રહ્યાં હતા.

આવ્યા બાદ તેને ખબર પડી કે હેતવી દવાખાને છે, તેના પર ડેનિસ અને તેના મળતીયાઓએ બળાત્કાર ગુજાર્યો હતો..
જગ્ગુની આંખમાં લોહી ધસી આવ્યું.તેણે મુઠ્ઠીઓ વાળી પુછ્યું,ડેનિસ ક્યાં છે?

પેલા કહ્યું તે હજુ તેના ઘરે હશે તેણે ધમકી આપી છે કે કોઈને કેશે તો ઘરમાં કોઈને જીવતા નહીં મૂકે..

છગ્ગા પોતાની લાઈસન્સ વગરની રિવોલ્વર લઇ ડેનિસના એરિયામાં ગયો.આજે તેના પર ખૂન સવાર થઇ ગયું હતું..
ડેનિસના ઘરનો દરવાજો તેણે પાછું મારી તોડી નાખ્યો.
અંદર જોયુ તો લગભગ 23 લોકો મહેફિલ માણી રહ્યા હતા..
તેણે કાંઇ વિચાર કર્યા વિના અંધાધૂંધ ફાયરિંગ શરૂ કર્યું.. અંદર ભગદડ મચી ગઈ હતી...
ગોળી ખૂટતા બીજી ગોળી ભરી ફાયરિંગ કર્યું..
જ્યારે તેને એમ લાગ્યું કે બધા મરી ગયા છે ત્યારે તે દોટ મૂકીને દવાખાને જાય છે..
હેતવીને જોતાજ તે એને વળગી પડે છે..
તેની આંખમાં આંસુ સરી પડી પડ્યા .

જગ્ગુ બોલ્યો આપણે આવી દુનિયાથી ક્યાંક દૂર જતા રહીશું તુ ચિંતા ન કર મેં કોઈને મૂક્યા નથી, બધાને મારી નાખ્યા છે.

હેતવી આ સાંભળીને હેબતાઈ ગઈ. એ નાના-મોટા ઝગડા કરતો ત્યાં સુધી ઠીક હતું પણ તેણે વીસથી વધારે લોકોને ગોળીઓ મારી છે એ વાત સાંભળીને આઘાત લાગ્યો.
એ આઘાતમાંજ તે કોમામાં સરી પડી..

જગ્ગુને તે મળીતો ખરી પણ મડદા રૂપે!!

જગ્ગુ બોલ્યો હવે હું કોઈ ઝગડા કે કોઈ ખોટું કામ નહીં કરૂ તુ એકવાર મારી સાથે વાત કર. પણ હવે એ શક્ય નહોતું..

જગ્ગૂએ જે ગોળીબાર કર્યો એમા ચાર ગંભીર રીતે ઘાયલ થયા ને, નવ ના મૃત્યુ થઈ ગયા..
એને જનમટીપ પડી પરંતુ જેલમાંજ એણે સન્યાસ લઇ લીધો..
તેણે બૂરાઈનો રસ્તો મૂકી દીધો,પોતાના કર્મોની સજા હેતવીને મળી એ વાત તેને ડંખતી રહી.
તેણે વિચાર કર્યો કે આ નફરતમાં કાંઈ રહ્યું નથી, પોતે એનું પ્રાયશ્ચિત કરવા માટે બૌદ્ધ ધર્મ અપનાવી દીક્ષા લઇલે છે.

તેના સારા કાર્યો ને લીધે સજા માફ થાય છે.
આટલા ખૂન કર્યા બાદ તે હેતવીનું દુખ જોઈ વ્યથિત થાય છે ને અહિંસાનો માર્ગ અપનાવી લે છે.

હેતવીનો ઈલાજ નિશિથાનંદજી ચેરીટેબલ હોસ્પિટલ ખાતે થાય છે પરંતુ હવે હેતવી એની ગુરુ છે રોજ એને પ્રણામ કરી પોતાને કંઈક પ્રાપ્ત થયું છે કે એના પ્રતાપે અવતાર સુધરી ગયો છે એવુ તે મનોમન અનુભવે છે..