Collage na divaso - Prem ni ek zalak - 18 books and stories free download online pdf in Gujarati

કોલેજ ના દિવસો - પ્રેમ ની એક ઝલક - 18

કોલેજ ના દિવસો


પ્રેમની એક ઝલક ભાગ-18


કેમ કે બ્લડ આપનાર વ્યક્તિએ રાજ હતો. તે મનીષા સાથે નાનપણમાં તેની સાથે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હતા. બહુ જ વર્ષે પછી જોતો મનીષા ચોંકી ગઈ હતી. કારણ કે રાજ અને મનીષા અલગ ગામના હતા પણ જ્ઞાતિએ એક જ કુળના હતાં. પણ બન્ને સાથે પ્રાથમિક શાળામાં જતાં હતાં. પણ અભ્યાસ પૂરો કર્યા પછી રાજ તેના આગળની સ્ટડી માટે તે બીજા શહેર જતો રહ્યો હતો. મનીષા અને રાજ કદી મળ્યાં નહિ. પણ આજે રાજને જોતાં એ ઓળખી જાય છે માટે તે ચોંકી ગઈ હતી. મનીષા રાજના પલંગ પાસે જઈને ઉભી રહીને તેની સાથે વાત કરે છે. તેના ખબર અંતર પૂછે છે, ત્યાં ડોકટર બધાને રૂમની બહાર જવાનું કહે છે.
બધાં બહાર આવીને રાહ જોતા હોય છે. થોડાં સમયબાદ રાજ રૂમની બહાર આવે છે. અને તે ડોકટરના ડ્રેસમાં હતો. ત્યારે મનીષા કઈ બોલે એ પહેલાં રાજ કહે છે કે સોરી મનીષા મને માફ કરી દે હું તેને કહ્યા વગર જતા રહ્યો હતો. તે સમયે મનીષા કહ્યા કહે છે પ્લીઝ તું માફી ના માંગ રાજ પણ આભાર રાજ તું મારા પપ્પાને બ્લડ આપવાં માટે, હું સદાય તારી આભારી રહીશ.


આ બાજુ રાજ કહે છે કે મને ખબર નહોતી કે અહી તારા પિતાજીને લાવવામાં આવ્યા છે, પણ મને ડોકટર સર નો ફોન આવાથી હું અહી આવ્યો હતો કારણ કે હું જે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરીને તાલીમ અને સેવા માટે હું આ હોસપિટલમાં આવતો જતો રહ્યો છું માટે તેમને મારા બ્લડ વિશે માહિતી હતી. પણ સવારે હું જ્યારે અહીં આવ્યો ત્યારે મને ખબર પડી કે અહી અંકલને લાવવામાં આવ્યા છે. મનીષા બન્ને વાતચીત કરતા હોય છે. ત્યારે ડોકટર સાહેબ આવીને મનીષાના પિતાને ઑપરેશન રૂમમાં લઈ જાય છે, ડોકટર રાજને પણ સાથે ઓપરેશન રૂમમાં લઈ જાય છે.


થોડાં કલાકો પછી મનીષાના પિતાને ઓપરેશન બાદ બીજા રૂમમાં લઈ જાય છે. ડોકટર અને રાજ બંને ખુશ હતાં. એને રાજ તે અંકલના રૂમમાં આવીને કહે છે કે આંટી હવે ગભરાવાની જરૂર નથી હવે અંકલ જલ્દી ઠીક થઈ જશે. મનીષા અને નિરાલી તેનાં પિતાજીના પાસે આવે છે. અને ત્યાં બન્ને બહેનો તેમણે જોઈને વાત કરવા જાય છે, ત્યારે રાજ કહે છે હાલ અંકલને આરામની જરૂર છે તો થોડીવાર પછી અંકલ સાથે વાતચીત કરજો અત્યારે તેમને આરામની ખૂબ જરૂર છે, બાદમાં મુલાકાત લઈ શકો છો. બહાર આવીને બધાં બેઠાં હતાં


મનીષા કહ્યું રાજ તું ડોકટર થઈ ગયો પણ તારું સપનું તો બીજું હતું.
રાજ કહ્યું મનીષા જેવી અંકલની બીમારી હતી તેવી બીમારી મારી મમ્મીને હતી ,પણ તેને તે સમયે તેનો ડોકટરના અભાવ હોવાથી તે મૃત્યુ પામીને તે સમયેથી મે નક્કી કર્યું કે હું આ બીમારીનો નિષ્ણાંત ડોક્ટર બનીશ. માટે હું તે સમયે બીજા શહેરમાં કોઈને કહ્યા વગર મારા મામાં પાસે જઈને રહયો અને ત્યાંજ અભ્યાસ પૂરો કર્યા. તે શહેરમાં મેડીકલ કોલેજમાં એડમિશન મળ્યું અભ્યાસ બાદ હું અહી આપણા શહેરમાં મારા નવાં દવાખાના માટે અહી આવ્યો હતો. અને પછી થોડાં સમય માટે હું અહી સેવા શરૂ કરી બસ તું બોલ મનીષા તું શું કરે છે હાલ....


મનીષા કહ્યું હુ હાલ કોલેજમાં અભ્યાસ કરું છું અને મને લોકોની મદદ કરવી બહુજ ગમે છે. પછી બન્ને મિત્રો તેમના પ્રાથમિક શાળાની યાદોને વાગોળતાં અને તાજી કરી રહ્યા હતા.
પૂજા આવીને કહ્યું હવે ડોક્ટર સાહેબ કાકાની તબિયત કેવી છે.
મનીષાના ચહેરા પર સ્મિત કરતાં કહ્યું પૂજા આને તું ઓળખે છે.
પૂજા કહ્યું કે ના હું આ ડોકટર સાહેબ નથી ઓળખતી.
રાજ કહ્યું પૂજાને તેને હેરાન કરનાર વાંદરો છું.
ત્યારે પૂજા કહે છે કે રાજ તું અહી આટલાં વર્ષો બાદ અને ક્યાં હતો આજ સુધી.
ત્રણેય મિત્રો આગળ વાતો કરતા જાય છે ,અને હસતાં જાય છે.
રાજને ફોન આવતી જવું પડે છે માટે તે પહેલાં તેમનો નંબર આપતો જાય છે. પૂજા અને મનીષા તેને બહાર મુકવા માટે જાય છે.
મનીષા, પૂજા એને રાજ એ નાનપણ ની જેમ આજે પણ એકબીજાને ગુપમાં ભેટી રહ્યા હતા .


નિશાંત અને તેના કોલેજના મિત્રો સાથે આવતો હતો. ત્યારે નિશાંત દ્રશ્ય જોઈ ગયો હતો. નિશાંત તેનાં મિત્રોને આગળ વધવા માટે કહે છે અને તે પાર્કિંગ તરફ પાછો જતો હોય છે. મનીષા પણ આ જોઈ રહી અને નિશાંત કેમ આમ જતો રહ્યો. ત્યારે મનીષા પણ નિશાંત તરફ તે દિશામાં આગળ વધે છે ત્યારે.................


વધું આવતા અંકે*


*to be continued*


*✍🏻મનીષ ઠાકોર✍🏻*પ્રણય*


ટૂંક સમયમાં આટલો મોટો પ્રતિભાવ આપવા માટે ખૂબ ખૂબ આભાર આપનો આગળ પણ આવો પ્રેમ અને સહકાર આપતાં રહેજો. આગળ શેર કરજો


જલ્દી આગળ નો ભાગ આવશે


🙏 આભાર બધાનો🙏