drr aek pret atma - 1 books and stories free download online pdf in Gujarati

ડરર એક પ્રેત આત્મા - 1

'ડર એક પ્રેત આત્મા' ખતરનાક ડર ઉત્પન્ન કરનારી સ્ટોરી નાના બાળકોએ આ સ્ટોરી વાંચવી નહીં રાતના સમયે સ્ટોરી વાંચશો તો ડર અવશ્ય લાગશે ડરી જશો!એકલા બેસીને વાંચવું નહીં સાથે એક માણસને બાજુમાં રાખો વાંચતા-વાંચતા ગળુ સુકાય જશે! પાણીની બોટલ સાથે લઈને બેસવું. ગ્લાસ માં પાણી લઈને બેસો તો ડરના લીધે પાણી ઢોળાઈ જવાની શક્યતા ખરી .(😂😀😁 આ ઈમોજી એટલે મૂક્યા કે કોઈએ મજાક સમજવો નહી )એકલા માણસને ઘોરઘાટ અંધકારના જંગલમાં છોડી દેવામાં આવે જે ડર ઉત્પન્ન થાય તે ડર આ સ્ટોરી માં દેખાય આવશે....


મરી ગયેલા સાપની કાતર માંથી બે કિડી નીકળી. જેવો પગમાં ડંખ માર્યો તેવી પૃથ્વીની આંખ ખુલી.આજુબાજુ નજર ફેરવી ઘોર ઘાટ અંધકાર કંઈ દેખાઈ રહ્યું ન હતું. પુથ્વી ત્રણ ચાર મોટા કાળા પથ્થર પર પડેલો હતો. તરત બાસ થયો કે ઝેરીલા સાપ,વીંછી,કીડી,જીવજંતુ ના રહેઠાણના સ્થાને હું ક્યાં! હું સપનામાં તો નથી! મન માં મુંઝાયો. નાનકડો પથ્થર હાથમાં લીધો નાની આંગળી પર જોરથી પથ્થર માર્યો મોઢામાંથી ચીસ નીકળી ગઈ આંગળીના નખ ના ભાગ માંથી ખૂન નીકળવા લાગ્યું.હું સપનામાં તો નથી! હું ક્યાં છું !

આંખની સામે ઘોર ઘાટ અંધકાર જંગલની ચારે બાજુ કઈજ દેખાઈ રહ્યું રહ્યું ન હતું. પુથ્વી પૂરે પૂરો સમજી ગયો હતો કે હુંજંગલમાં છું. કીડાઓ નો અવાજ કુરર કુરર કુરર ચોખ્ખો સંભળાઈ રહ્યો હતો. અવાજ સામે જોયું તો એક દમ અંધકાર મોટા ઝાડ સામે નજર કરી તો કોઇ ડાળી હલાવી રહ્યું હતું. જમીન પરના પાંદડા નીચે ખડખડ કરી રહ્યા હતા. દિલ દિમાગ ના ધબકારા ધક ધક થઈ રહ્યા હતા. શરીર પરના વાળ ડરના લીધે ઉભા થઇ ગયા હતા.આખું શરીર સુન્ન પડી ગયું હતું.કાન બહેરા થઈ ગયા હતા.આંખોની રોશની ચાલી ગઇ હોય એમ કંઈ જ દેખાઈ રહ્યું ન હતું.આખુ શરીર થર થર કાંપી રહ્યુ હતું.

ડરર ના કારણે પૃથ્વીની પેન્ટ પલડી ગઇ. પુથ્વી ના પેશાબનું પાણી પથ્થર પરથી વીંછીના પીઠ પર પડ્યું. પુથ્વીના પગની ચામડી પર કંઈક ચાલતું હોય એવો બાસ થયો.પુથ્વી ખૂબ ડરી ગયો હતો.જે સમયે આંખો ખોલી એ જ સમયથી ઘોડાનો અવાજ સંભળાઈ રહ્યો હતો. તબડક તબડક અવાજ સામે નજર કરી કંઈ જ દેખાઈ રહ્યું ન હતું.

જેવો વીંછીએ ડંખ માર્યો એવો ફરી જોરથી રાડ પાડી.પુથ્વી ત્યાંથી ભાગવા લાગ્યો મનમાં ડર સાથે જોરથી ભાગવા લાગ્યો ઘોડાના અવાજ સામે દોડવા લાગ્યો.મરેલા સાપના કાતરમાં રહેલી કીડી વધુ ઝેરી હતી.કીડી ના ડંખની ઝેરની અસર ધીરે ધીરે થવા લાગી હતી. દોડવાથી શરીરના આખા ભાગ જલ્દી કામ કરતા હતા.હાથ પગની નસો જોરથી કામ કરી રહી હતી શરીરના હલનચલનને કારણે કીડી નુ ઝેર વધુ અસરકારક બનતું હતું. ત્રણ મિનિટ ના સમયમાં જ બીજા પગમાં મારેલો. વીંછીનો ડંખ નું ઝેર પગમાં ફેલાઈ ગયું.

પુથ્વી ક્યાં ભાગી રહ્યો હતો એ જરા પણ ભાન ન હતી માત્ર ઘોડાના દોડવાના અવાજ સામે જોર જોરથી દોડી રહ્યો હતો અચાનક એક નાનકડા પથ્થર સાથે ઠોકર વાગી ત્રણ-ચાર ગુલાટી સાથે પૃથ્વીના પગમાં બાવળ નો મોટો કાંટો ખુશી ગયો. હવે આગળ જવું કઈ રીતે.
ઝેર શરીરમાં ધીરે-ધીરે પસરી રહ્યું હતું.જમીન પર પીધેલા ની હાલત માં પડયો. મોઢામાંથી લાડ ની ધાર પડી રહી હતી ત્યારે મોટેથી શ્વાસ લેવાથી જમીન પર નો કચરો-માટી મોઢામાં ખેંચાઇ આવતા હતા.

કાંટો વાગ્યો હતો તે ભાગે ખૂન નીકળી રહ્યું હતું કીડી અને વીંછીના ડંખના ઝહેર થી મોતનું દસ્તાવેજ તૈયાર થઈ રહ્યું હતું.આંખ સામે મોત છલકી રહી હતી.ગળામાં પહેરેલું માદળિયું જમીના પર્સથી ગળામાં ખૂંચ્યું.પુથ્વી ને તરત લાઈટ થઇ અઘોરી એ આપેલું મંત્રેલું દોરા સાથે સાત ગાંઠ વળેલુ માદળિયું.મોત નજીક હશે તો માદળિયું રક્ષા કરશે.. દોરાનો એક ગાંઠ છૂટી જશે..

જ્યારે પૃથ્વીએ મરેલાની હાલત દોરાનો ગાંઠ ચેક કર્યો તો માલૂમ પડ્યું. દોરાના છ ગાંઠ હતા. કીડી અને વીંછીનું ઝેર શરીર માંથી દૂર થઈ ગયું હતું.શરીર થાકેલાની હાલતમાં જમીન પર પડ્યું હતું.પગમાં બાવળનો કાંટો કાઢવા પગને આંખ તરફ કર્યો.આંખ બંધ કરી કમળના ફૂલને મનમાં યાદ કરતા...જેવો કાંટો કાઢ્યો તેવો પૃથ્વીના મોઢામાં કાંટાના જગ્યાએથી ખૂન ની ધાર મોઢામાં ઉડી. પોતાનું ખૂન પોતે જ પીધું ..બે મિનિટ પછી પુથ્વીમાં થોડી તાકાત આવી... પાછળથી જેવો બીલાડી નો રડવાનો અવાજ આવ્યો તેઓ લંગડાતો લંગડાતો પુથ્વી ભાગવા લાગ્યો.

પાછળ નજર કરી તો કોઈ નજર ન આવતું હતું પુથ્વી ક્યાં ભાગી રહ્યો હતો એનું ભાન પણ ન હતું. આકાશનો નજારો વૃક્ષોના ઘેરાવાથી દેખાઈ રહ્યું ન હતું. પુથ્વી હાથમાં જીવ પકડીને દોડી રહ્યો હતો. હાથની મુઠ્ઠી ખોલી તો જીવ ગયો મનમાં ડર સાથે ઘોર ઘાટ જંગલમાં ભાગતા ભાગતા એક સફેદ પડછાયા પર પગ મુકાયો જાણે પગ સાથે કરંટ લાગ્યો હોય એવી શક્તિ શરીર સાથે અથડાઈ અને ત્યાં ગુલાટી સાથે જમીન પર પડ્યો.

અચાનક ત્યાંથી સફેદ પડછાયો ચમકારા સાથે ગાયબ થઈ ગયો ધક ધક આખુ શરીર પસીના થી રેલાઈ ગયું. ધીરે-ધીરે પૃથ્વીએ નજર ફેરવી એકદમ કાળી રાત ઘોર ઘાટ અંધારુ. એકદમ શાંત વાતાવરણ માત્ર ઘોડાનો અવાજ સંભળાઈ રહ્યો હતો.

શરીર પર હાથ ફેરવ્યો તો પૃથ્વીના કપડા શરીર પરથી ગાયબ થઇ ગયા હતા માત્રા ગળામાં માદળિયું રહ્યું હતું.નગ્નહીન માણસ બની ગયો હતો.કાળા દોરાના ગાઠ ગણ્યા તો પાંચ પૃથ્વી સમજી ગયો કે બીજીવાર જીવ બચ્યો.હું કેટલા સમય સુધી બચી રહીશ શાયદ સફેદ પડછાયો જ પૃથ્વી નો જીવ લેવા આવ્યો હશે.. પણ ગળામાંનો દોરો રક્ષા કરી ગયો અડધી રાત થઈ ગઈ હતી સુમસાન જંગલમાં ભટકવું એટલે સિંહના મો માંથી જીવ બચાવો.

પુથ્વીએ એક ઊંડો શ્વાસ લીધો ભગવાનને યાદ કર્યા. પુથ્વી એટલો ડરી ગયો હતો કે ભગવાનના નામનો એક પણ શ્લોક યાદ આવતો ન હતો થોડા સમય માટે તો વિચાર્યું કે મરવાનું નાટક કરી મોટા ઝાડની નીચે પડી રહું. જંગલી જાનવર વધુ સમય સુધી ટકવા દેશે નહીં એ પોતાની પેટપૂજા કરી લેશે...

પુથ્વી જીવ બચાવવા માટે ઘોડાના અવાજ સામે ફરી ભાગવા લાગ્યો. એક કલાકથી વધુ સમય સુધી જંગલમાં ભટકી રહ્યો હતો ક્યાંય એવો રસ્તો ન મળ્યો હતો કે એ પોતાનો જીવ બચાવી શકે.થોડે આગળ જતા એક નદી દેખાય.ઘોડાનો અવાજ બંધ થઈ ગયો હતો. આસપાસ નજર ફેરવી તો ઘોર અંધકાર નદી કિનારો પાણીથી ધોઈને થોડો બંજર વિસ્તાર થઈ ગયો હતો. પુથ્વી નાગાની હાલતમાં નદીમાં પાણી પીવા ડોકું નીચે કર્યું જેવું ડોકું નીચે કર્યું તેવું પાણીમાંથી હાથ નીકળ્યો પુથ્વીના ગળામાં દબોચીને પુથ્વીને પાણીમાં ખેંચી લીધો.પુથ્વી પાણીમાં ફફળવા લાગ્યો નગ્ન હાલતમાં પુથ્વી પાણીથી ઉપર નીચે ઉપર નીચે ડૂબી રહ્યો હતો. શરીર પર એક કપડું પણ ન હતું. પુથ્વી ને શ્વાસ લેવાની તકલીફ થઈ રહી હતી શ્વાસ પાણીમાં ઘૂંટાઈ રહ્યો હતો.પૃથ્વીએ મોડા થી એક મોટું બચકું ભર્યું ગળા માંથી હાથ છોડાવ્યો નદીના પાણીના વહેણથી પૃથ્વી કિનારા પર આવ્યો.

નજર સામે કરી દેવતા સળગતા દેખાઈ રહ્યા હતા મનમાં થોડી થોડી ખુશી થઇ. પણ મનમાંથી ડર ગયો નહીં.ઠંડા પાણીથી કાપતા નાગા શરીરે પુથ્વી દેવતા નજીક ગયો. ત્યાં સફેદ-કાળી નાની ધજા જમીન પર ખોચેલી હતી. ચુંદડી-નારિયેળ સાથે બાંધેલી પડી હતી, કાળી માટલી નારિયેળ બાજુમાં પડી હતી.માટલીની અંદર સિક્કો ચમકી રહ્યો હતો.ઘાસ લાકડા વડે કૂકરના બોક્સ જેવડુ ઘર બનાવ્યું હતું. તેની આસપાસ કપડા પડેલા હતા એક નાનકડા પથ્થર પર કંકુ કરેલા લાલ ચોખા સાથે અગરબત્તી સળગીને રાખ થઈ ગઈ હતી ખાખરાના પાંદડામાં દાળ ભાત પીર સાયલા અવસ્થામાં પડયા હતા.લાકડા સળગીને પડેલા કોલસા ચમકી રહ્યા હતા.

પુથ્વી નું મોઢું ખોલ્યું.આંખો મોટી થઈ.શરીર ધ્રુજવા લાગ્યું મોડા માનો થુંક ડર ના કારણે ગળામાંથી ઘટ ઘટાવી રહ્યો હતો.ડર થી થોડો થોડો પુથ્વીના ગુપ્ત અંગ માંથી પેશાબ રૂપે થુંક બહાર નીકળવા લાગ્યો.હાથની આંગળીની મુઠ્ઠીઓ વળી ગઈ.ઠંડા પડી ગયેલા શરીરમાંથી પસીનો નીકળવા લાગ્યો એ જ સમયે પૃથ્વી ને સમજાયું કે મોટા અવાજે ચીસ પાડવાની કોશિશ કરી..સ્મશાન... સ્મશાન... સ્મશાન...
પણ બોલી શક્યો નહી. સ્મશાન ને જોઈને આખો ફાટી.


1)અડધી રાત્રે પુથ્વી.જંગલમાં કઈ રીતે આવ્યો.!!
2) પુથ્વીને મારવા માટે માયાવી ઘોડા સ્મશાન તરફ ખેંચી લાવ્યા એ આત્મા કોણ હશે.!!
3)આત્મા અલગ-અલગ ડર ઉત્પન્ન કરી પુથ્વી ને ડરાવી રહ્યાં હતા. કોણ હશે!
4)ભૂત,ચુડેલ,ડાકણ,મેલી આત્માઓ સ્મશાનમાં રહેલા આત્મા થી..પૃથ્વી બચી શકશે ખરો...!!

આવા વિવિધ સવાલના જવાબ માટે આગળ ના ભાગ વાંચતા રહો...

તમારો યોગ્ય પ્રતિભાવ આપવાનું ભુલશો નહીં

દસ્તુર ચૌધરી.......