beat of love - 1 books and stories free download online pdf in Gujarati

પ્યારનો માર - પ્યારની હારથી વાર અને માર - 1



"સોનું! ના હું તને મારું તો નહિ જ પણ જીવવા પણ નહીં દઉં!" એક ગુંડા એ સોનાલી કોલ પર ને કહ્યું.

"અરે પણ તમે મારી સાથે કેમ આવું કરો છો?! મે તમારું શું બગાડ્યું છે?!" સોનાલી બોલી.

સોના એના ઘર એ હતી ત્યારે જ એના પર અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો.

"કાલે કહું એ જગ્યાએ ચૂપચાપ આવી જજે. અને તારી પ્રોપર્ટી ના કાગળ પણ લાવજે!" એ ગુંડા એ કહ્યું.

"વિસુ, મને બહુ જ ડર લાગે છે, યાર! તું પ્લીઝ અહી આવી જા ને!" એણે એના સો ક્લોઝ ફ્રેન્ડ વિશાલ ને જ સૌપ્રથમ કોલ કર્યો!

"મને ખબર જ હતી તું બોલાવીશ એટલે જ તો જો હું બસમાં પણ બેસી ગયો છું!" વિશાલે કહ્યું.

"વાઉ!" સોનાથી બોલાઈ ગયું, જોકે એણે ખબર તો હતી જ કે વિશાલ આવું કંઇક જ કરશે!

"બસ હું આવું છું તું થોડી પણ ચિંતા ના કર... ઓકે!"

"વિસુ, મને બહુ જ ડર લાગે છે! કોલ ચાલુ રાખજે!" એણે કહ્યું.

"સારું!" કહી બંને એ ખાસી વાતો કરી!

કોલેજના સમયથી કોઈ પણ કામ હોતું તો વિશાલ ક્યારેય સોનુને ના કહેતો જ નહિ! બંને કળોઝ પણ ઘણા હતા!

🔵🔵🔵🔵🔵

"રાકેશ શાહ! આ નંબર રાકેશ શાહ ના નામથી રજિસ્ટર્ડ છે!" ફોનમાં નંબર સર્ચ કરી વિશાલ બોલ્યો.

"આ રાકેશ પેલો રાકેશ તો નથી ને!" સોનાએ યાદ દેવડાવ્યું.

"ઓહ કરીના નો બોય ફ્રેન્ડ!" વિશાલ બોલ્યો.

"તું એનું નામ ના લઈશ! આઈ જસ્ટ હેટ હર!" એની જ સગી બહેન ના નામથી એ ચિડાઈ ગઈ હતી!

"ભૂલ ને હવે એ બધું, પાગલ!" વિશાલ બોલ્યો.

"ચાલ જમી લઈએ." સોના બોલી. બંને એ સોનાં એ બનાવેલું જમ્યું!

"અરે હજી મને તો તું કોલેજમાં લવતીને એવું જ લાગે છે આ પણ! બહુ મજા આવતી કોલેજમાં તો!" વિશાલ બોલ્યો.

"હા... યાર!" બંને કોલેજની વાતોમાં પરોવાઈ ગયા.

બંને સોફા પર હતા. વિશાલના ખોળામાં સોનાનું માથું હતું!

"મારું આ દુનિયામાં તારા સિવાય કોઈ નથી! હું મરી જઉં ને તો..." એ આગળ બોલી શકે એ પહેલા જ વિશાલ એ એના હાથની હથેળીને એના મોં પર મૂકી દીધી!

વાતો કરતા કરતા અને વિશાલના સાંધિત્ય માં સોનાને ક્યારે ઉંઘ આવી ગઈ એણે ખુદને જ ભાન ના રહ્યું તો વિશાલ એણે બેડ પર મૂકી આવ્યો અને પેલા રાકેશ વિશે વિચારવા લાગ્યો!

🔵🔵🔵🔵🔵

સવારે કોલ પર કહેલા સ્થાને બંને પહોંચી ગયા. કોઈ ખુલ્લા મેદાન જેવી જગ્યા હતી!

સોનાની એક્ટિવા પર બંને આવ્યા હતા અને અમુક લોકો લોકો નહિ જંગલી લોકો તદ્દન ગુંડાઓ એ એમની ઉપર હુમલો કરવાનું શુુરું કર્યું! વિશાલ એ અમુકને માર્યા અને દૂર ઝાડની પાછળ સંતાયેલો અર્જુન પણ આવી ગયો હતો! બંને એ પહેલા તો સોનાને એક્ટિવા સુધી પહોંચાડી અને બંને એ થઈ ને એ ગુંડાઓ ને ખૂબ માર્યા!

અર્જુન એ પેલા મેઈન ગુંડાને ખૂબ મારતા પૂછ્યું, "કોને તને આ કામ કરવા કહેલું?!"

"આ ફોન જેનો છે અને એમને - રાકેશે!" એ થથરતા થથરતા બોલતો હતો.

"રાકેશ!" ત્રણેય એકસામટા બોલી ગયા!

"આ કરીના મને જીવવા નહિ જ દેવાની! આઈ જસ્ટ હેટ ધેટ બીચ!" સોનાથી ગાળ નીકળી ગઈ!

"સારું તો ગાય્ઝ, હું જાઉં છું! ગમે ત્યારે જરૂર પડે કોલ કરજો!" અર્જુન બોલ્યો.

"થેંકસ યાર, અર્જુન!" વિશાલ બોલ્યો.

🔵🔵🔵🔵🔵

બંને ઘરે આવી ગયા અને સોનાનું બનાવેલું બંને જમ્યા.

કાલની જ જેમ સોનાં વિશાલના ખોળામાં માથું નાખી વાતો કરતી હતી.

એટલામાં રાકેશ નો કોલ રણક્યો!

વિશાલે હળવેકથી કોલ રીસિવ કર્યો - "રાકા, કામ થયું કે નહીં?!"

જેને રાકા ને સોપારી આપી હતી એણે કોલ કર્યો હતો. અવાજ વિશાલ, અર્જુન અને સોનાલી પારખી ગયા હતાં! એ તો રાકેશ નો જ અવાજ હતો!

"અચ્છા સાંભળ, એણે લઈને આપના પુરાણા અડ્ડા પર આવી જજે... પૈસા પણ તને ત્યાં જ આપીશ હું!" ફોન પર એ બોલતો હતો.

સવારે અર્જુન સાથે વાત કરતા અર્જુન એ કહ્યું, "એ ગુંડા રાકા સાથે આપને ચારેય એ એ જગ્યા એ જવું જોઈએ!"

સૌએ ત્યાં જવાનો પ્લાન કર્યો, પણ આશ્ચર્ય, સાહસ અને થ્રિલ તેમનો ત્યાં ઇન્તજાર કરીને બેઠા હતા!

(ક્રમશ:)

એપિસોડ 2માં વાંચશો: વિશાલ અને અર્જુન પાસે પિસ્તોલ હતી એનો જુગાડ પણ અર્જુન એ જ કર્યો હતો. પેલો ગુંડો અને સોનાં બંને અંદર ગયા. બહારથી અલગ અનેં અંદરથી ઘર સાવ જ અલગ લાગતું હતું!

Share

NEW REALESED