beat of love - 2 books and stories free download online pdf in Gujarati

પ્યારનો માર - પ્યારની હારથી વાર અને માર - 2

પ્યારનો માર - 2


કહાની અબ તક: સોનાલી પર એક ગુંડા નો ધમકી ભર્યો કોલ આવે છે તો એ ખૂબ જ ગભરાઈ જાય છે અને એના કલોઝ કોલેજ ફ્રેન્ડ વિશાલને મદદ માટે બોલાવે છે. વિશાલ અર્જુન સાથે મળી ને એ ગુંડાઓ ને મારે છે તો સોનલીની બહેન કરીનાના બોયફ્રેન્ડ રાકેશનું નામ આવે છે!

ઘરે કોઈ નો ફોન એ ગુંડા રાકા માટે આવે છે તો એ ફ્લો માં બોલી જાય છે કે પુરાણા અડ્ડા એ એણે લઈને આવે એમ તો અર્જુન એ ગુંડા પાસે એડ્રેસ લઈ સૌ ત્યાં જવાનું વિચારે છે. અવાજ રાકેશ નો જ હોય છે!

હવે આગળ: પ્લાનિંગ પ્રમાણે ચારેય ત્યાં પુરાણા અડ્ડા એ પહોંચ્યા.

વિશાલ અને અર્જુન પાસે પિસ્તોલ હતી એનો જુગાડ પણ અર્જુન એ જ કર્યો હતો. પેલો ગુંડો અને સોનાં બંને અંદર ગયા. બહારથી અલગ અનેં અંદરથી ઘર સાવ જ અલગ લાગતું હતું!

"ઓહ! આવી જા માય સ્વીટ હાર્ટ! હાવ નાઇસ યુ લુકસ!" રાકેશ બોલતો હતો પણ આ શું એ તો સાવ બીજો જ રાકેશ હતો!

પ્લાનિંગ પ્રમાણે જ સોનાં જાન - જીગર કોડ વર્ડ બોલી! જાન એની જાન જેવા વિશાલ અને જીગર જીગરી અને સાહસી એવા અર્જુન માટે! બંને બહાર આવી ગયા અને એક સામટા જ બોલ્યાં - "હેન્ડ્સ અપ!"

રાકેશ હેબતાઈ ગયો એ અસમંજસ માં હતો!

અર્જુન એ આદત પ્રમાણે શક્તિથી પેશ આવવું પડ્યું! એણે રાકેશને એક ઝાપટ જોરથી મારી!

ઝાપટ મારવા નજીક ગયેલા અર્જુન એ એક વાત નોંધી કે એનાં પેટમાંથી ટીક ટીક નો અવાજ આવતો હતો! અર્જુન ના તો હોશ જ ઉડી ગયા!

"બસ થોડી જ વારમાં આપને બધા જ ઉડી જઈશું!" પેલો ગુંડો એક જ શ્વાસમાં બોલી ગયો!

"યાર, રાકેશ એ મને પણ ધોકો આપ્યો છે... કહેતો હતો કે તારે બીજામાં બોમ્બ ફીટ કરવાનો છે ને એણે મારામાં જ બોમ્બ ફિક્સ કરી દીધો!" રાકેશ બોલતો હતો!

અર્જુન અને વિશાલ બોમ્બને ડિફ્યુઝ કરવા મથી રહ્યા હતા અને તેમને જોયું તો ત્યાં લખ્યું હતું કે બોમ્બ ને ડીફયુઝ કરવો હોય તો એક કી વર્ડ ઇનપુટ કરો...

બહુ જ ઓછો સમય બાકી હતો. વિશાલ એ પહેલા તો "કરીના", પછી "રાકેશ" એમ નામો નાખવા લાગ્યો!

આખરે એણે "સોલ્ટી" કી વર્ડ ઇનપુટ કર્યો અને બોમ્બ ડીફયુઝ થઈ ગયો! સૌના જાનમાં જાન આવી!

"આ સોલ્ટી કોણ છે?!" રાકેશ નામના એ વ્યક્તિએ કહ્યું!

"મારી દુશ્મન નંબર વન! કોલેજમાં સૌ એણે એના સ્વભાવ પ્રમાણે સોલટી (નમકીન) અને મને સ્વીટી (મીઠી) કહેતા હતા!" સોના બોલી!

સૌ ત્યાંથી સીધા સોનાના ઘરે ગયા.

"સો મિસ્ટર રાકેશ, તમને એમ કહેવામાં આવ્યું હતું કે તમારે સોનામાં બોમ્બ ફીટ કરી દેવાનો એમ!" વિશાલ એ એમને પાણી નો ગ્લાસ ઓફર કરતા પૂછ્યું.

"જી." કહી એણે પાણી પીધું.

"શું એ આ રાકેશ છે?!" અર્જુન એ એના ફોનમાં રાકેશ નો પિક બતાવ્યો.

"હા... આ જ તો છે... એમને જ તો મને આવું કરવા કહેલું!!!" એ વ્યક્તિ બોલ્યો.

"જોયું, એ મારી દુશ્મન ને મને સતાયા વિના મજા નહિ આવતી હોય ને એટલે જ એના બોય ફ્રેન્ડ ને મારું મર્ડર કરવા કહેલું!" સોના એ વિશાલને અને અર્જુન ને કહ્યું.

અર્જુન એ ફ્યુચર માટે એ રાકેશ નો નંબર અને એડ્રેસ લઈ લીધું.

"ચાલ, ભાઈ મે પણ જાઉં છું, મળીએ!" કહી ને અર્જુન પણ રાકેશ પછી રવાના થઈ ગયો.

રોજ પ્રમાણે બને એ ખાધું અને સોફા પર રોજની જેમ જ સોનાં વિશાલના ખોળામાં માથું રાખી સૂતી!

"કાલે જઈએ આપણે એ રાકેશના ઘરે અને એણે એક્સ પોઝ કરીએ!" સોના બોલતી હતી!

🔵🔵🔵🔵🔵

હવે પાંચેય જન વિશાલ, સોનાલી, અર્જુન, પેલો ગુંડો અને રાકેશ સૌ રાકેશ ના ઘરે જવા નીકળ્યાં!

રાકેશ એ જાતે જ દરવાજો ખોલ્યો! અરે ઇવન, સોલ્ટી ગર્લ કરીના પણ ત્યાં જ તો હતી! એમને બંને એ પ્રેમ થી સૌ ને આવકાર્યા!

સૌ સોફા પર બેઠા. રાકેશ એ વિશાલ અને અર્જુન ની આખી વાત સાંભળી ને ખળખળાટ હસવા લાગ્યો!

"અરે, એ કોલેજની વાતો હતી! મજાક મસ્તી તો ચાલ્યાં જ કરતી હતી ને! હવે એણે તમે ખોટું સિરિયસલી લઈ લીધું!" રાકેશ બોલ્યો.

એની વાત સાંભળી ને વિશાલ, અર્જુન અને સોનાલી ને જોરનો ઝટકો લાગ્યો!!!

(ક્રમશ:)


એપિસોડ 3માં જોશો: "અરે વાત તો એમ હતી ને કે મયુર ને શુરૂથી જ કરીના બહુ જ ગમતી હતી! એણે તો રાકેશ સાથે પણ એટલે જ ફ્રેન્ડ શીપ કરેલી કે એ કરીના થી નજીક રહી શકે!" સોના બોલતી હતી.

"ઓહ! એવું હતું એમ! મને તો ખબર જ નહોતી!" વિશાલ એ આશ્ચર્ય થી કહ્યું.