Sacrifice - 2 in Gujarati Fiction Stories by Rashmi Rathod books and stories PDF | સમર્પણ - 2

Featured Books
Categories
Share

સમર્પણ - 2

( ગતાંકથી શરુ )

આપણે અત્યાર સુધી જોયુ કે દીપાંશીના પરિણામ નો દિવસ પણ આવી ગયો અને તેનુ પરિણામ ખુબ જ સારુ આવ્યુ હતુ તેથી તેને આગળ ભણવા માટે ડોકટરની લાઇન લીધી. માંડ કરીને ફીના પૈસા જમા કર્યા.. તેમ જ દીપાંશી પણ રાત દિવસ અભ્યાસમા ખુબ મહેનત કરતી હતી.. જયના પણ આ જોઇને ખુબ ખુશ થતી.. આમને આમ ઘણો સમય વીતી ગયો અને જયના ઉેમરલાયક થઈ ગઈ હતી તેથી સમાજના લોકો પણ તેના પિતા રમેશભાઇ ને સગપણ વિશે અવારનવાર પુછયે રાખતા.. પાછી જયના અભ્યાસ નહોતી કરતી એટલે એના દાદીની પણ ઇચ્છા હતી કે જયનાના લગ્ન સમયસર પોતે જીવે છે ત્યા કરાવી દેવા.. તેથી તેના પિતાએ વાત અમુક જગ્યાએ કરી હતી. જયના આગળ ભણવાનુ ઇચ્છવા છતા નહોતી ભણી શકી તેનો તેને મનમાં થોડો રંજ હતો પણ તેને આ સમર્પણ પોતાની બહેન માટે આપ્યુ છે તેનો તેને ખુબ આનંદ હતો.

હવે એ દિવસ આવી જ ગયો જયારે જયનાને જોવા માટે મુરતિયો આવવાનો હતો. જયનાને લગ્ન કરવાની જરા પણ ઇચ્છા નહોતી પણ તેણે તેના પરિવાર માટે હા પાડી દીધી. સવારથી ખુબ કામ હતુ અને પાછુ ઠીકઠાક દેખાવાનુ એ તો અલગ. રમેશભાઈ પણ આજે કામ પર ન ગયા કેમ કે આજે તેની દીકરીને મુરતિયો પસંદ કરવા આવવાનો હતો. જયના પણ ફટાફટ ઘરનુ બધુ કામ પતાવીને તૈયાર થઈ ગઈ. દીપાંંશી ને પણ આજે ઘરે રાખી હતી પરિચય કરાવવા માટે. જયનાને મનમા ઘણા સવાલો હતા પણ જવાબ એક જ હતો કે બધુ ઠીક થઈ જશે.

બરાબર દસ વાગ્યે મહેમાન આવી ગયા. છોકરાનુ નામ હતુ વિનીત. વિનીત વિણાબહેન અને નમીતભાઈ નો એકનો એક છોકરો હતો. જે એક મલ્ટીનેશનલ કંપનીમા કામ કરતો હતો. પરિવાર પૈસે ટકે ખુબ સુખી હતુ અને છોકરો પણ દેખાવડો અને કમાઉ હતો. તેઓને પણ જયના ગમી ગઈ હતી. તેથી મોટાઓએ છોકરી કે છોકરાને પુછયા વગર જ વાત પાકી કરી દીધી. કેમ કે તેઓના પરિવાર રુઢીચુસ્ત હતા. તેઓના માતાપિતા તેમને ખુબ પ્રેમ કરતા પણ રુઢીચુસ્તતાથી વધુ કંઈ જ નહી. આમ ને આમ અઠવાડીયા પછી જયનાની વિનીત સાથે સગાઈ પણ થઈ ગઇ. જયના લગ્ન પહેલા માંડ બે ત્રણ વાર વિનીત સાથે મુલાકાત કરી શકી અને એ દ્ભારા એ જાણી શકી કે વિનીત ખરેખર સારો છોકરો છે અને મનમા રહેલા તમામ સવાલોનો અંત આવ્યો. જોતજોતામા તો જયનાના લગ્ન નો પણ દિવસ આવી ગયો એ ખબર જ ના પડી. તેઓને એક બીજાને સમજવા માટે ખુબ જ ઓછો સમય મળ્યો હતો. જયનાને બીજી કોઈ ચિંતા તો ન હતી પણ પોતાના ગયા પછી આ ઘરમા પપ્પાને કોણ આર્થિક ટેકો આપશે એ ચિંતા સતાવતી હતી. દાદી પણ હાલતા બીમાર રહેતા તેથી તેની દવાનો ખર્ચ પણ રહેતો અને ઉપરથી દીપાંશીને હજુ ચાર વર્ષ ભણવાનુ હતુ એટલે એની ફી પણ કેમ ભરાશે એ વિચારો મનમા વિચરતા હતા... તેવામાં જ બ્રાહ્મણના શ્ર્લોકોના ઉચ્ચારથી તે એકદમ સજાગ થઈ ગઈ અને એક પળ માટે વિશ્ર્વાસ નહોતો આવતો કે આટલા જલ્દી તેના લગ્ન થઈ રહ્યા છે. પોતે થોડીવારમા પોતાના પરિવારને છોડી એક નવી જ દુનિયામા પ્રવેશ કરશે. કદી પણ કોઇની સાથે બિનજરુરી વાત ન કરનાર જયના માટે નવો પરિવાર નવી દુનિયા સમાન જ હતો.પણ તેને પોતાની જાત પર ખુબ વિવાસ હતો કે પોતે ખુબ સારી રીતે નવા ઘરમા એડજસ્ટ કરી લેશે.

( આગળ વાંચો ભાગ 3 )