Sacrifice - 4 books and stories free download online pdf in Gujarati

સમર્પણ - 4

(ગતાંક થી શરૂ)

આપણે જોયુ કે જયના તેના દાદીના મૃત્યુના દુખથી ખુબ જ દુખી હતી. તે અંતિમક્રિયા અને અન્ય વિધીઓ પતે ત્યા સુધી તેના પિયર જ રોકાઈ. ઘરનુ વાતાવરણ ખુબ ગમગીન હતુ. જયના અને દીપાંશી બંને આવનારા મહેમાનોની વ્યવસ્થા સંભાળતી છતા દિવસ તો લાંબા દરિયા સમાન બની રહેતો. થોડા દિવસો પછી ધીમે ધીમે બધા પોતાના કામમા પરોવાવા લાગ્યા. દીપાંશી ભણવામા લાગી ગઈ અને હવે જયના પણ હવે પોતાના સાસરે આવી ગઇ હતી. હવે ધીમે ધીમે બધુ સામાન્ય થવા લાગ્યુ હતુ. જયના આખો દિવસ ઘરના કામોમા વ્યસ્ત રહેતી અને કયારેક નવરાશની પળમા બંને સાસુ વહુ ખુબ વાતો કરતા. વિણાબહેનનો સ્વભાવ ખુબ સારો હતો જયનાને જાણે પોતાની દિકરી જ માની લીધી હતી ! આમેય વિણાબહેનને એકેય દિકરી નહોતી એટલે જયનાને ખુબ પ્રેમ આપતા.
એક દિવસ જયના બધુ કામ પરવારી પોતાના રુમમા ગઇ કેમકે વિનીતનો ફોન તેને પહેલેથી જ આવી ગયો હતો કે તેને આવવામા મોડુ થશે અને એમ પણ કહયુ કે તુ જમી લેજે મારી રાહ ન જોઈશ છતા જયનાએ ન જમ્યુ અને વિનીતની રાહ જોતી હતી. વિણાબહેન અને નમિતભાઇ પણ પોતાના રુમમા સુવા માટે જતા રહ્યા. જયના પોતાના રુમમા થોડુ બધુ વ્યવસ્થીત મુકતી હતી અને આજે તેને વિનીતને એક સરપ્રાઈઝ આપવુ હતુ કેમ કે આવતીકાલે વિનીતનો જન્મદિવસ હતો તેથી રુમને સજાવવાનુ પણ તેણે શરુ કર્યુ ઘણા સમયથી વિનીત સાથે સમય વિતાવવાનો મોકો જ નહોતો મળ્યો. અને આમ પણ લગ્ન પછીનો વિનીતનો પહેલો જન્મદિવસ હતો તેથી તે તેને ખુબ યાદગાર બનાવવા માંગતી હતી. તેણે દીપાંશીને ફોન કરીને સજાવટ ભાટેની થોડી સલાહ લીધી. ફુલો અને મીણબતીથી આખો રુમ ખુબ જ સુંદર લાગતો હતો હવે લગભગ સજાવટ પુરી થવા આવી હતી તેટલામાં જ જયનાને ડોરબેલનો અવાજ આવ્યો તેથી તે બારણુ ખોલવા માટે ગઇ.
જ..ય..ના.. આટલું તો માંડ બોલાયું... વિનીત લથડિયાં ખાતો ઘરમાં પ્રવેશ્યો અને પડતા પડતા રહી ગયો ને સીધો જ કપાળ પર ડાયનિંગ ટેબલ નો ખૂણો વાગ્યો. કપાળ પર થી થોડું લોહી પણ વહી રહ્યું હતું.. જયના વિનીત ને હાથ પકડીને પોતાના રૂમમાં લઈ ગઈ કેમ કે જો મમ્મી પપ્પા ને ખબર પડે તો આખી રાત ચિંતા કરતા રહે ને પછી તબિયત પણ બગડી જાય.. રૂમમાં જઈ ને પલંગ પર તેને આરામથી બેસાડ્યો અને પછી તેના ઘાવ પર દવા લગાડી અને ઘણું કરીને સુવડાવ્યો.... પછી પોતે તેની બાજુમાં બેસી પોતાના મન જે સવાલો કરી રહ્યા હતા તેના સવાલો શોધવા લાગી...આની પેહલા તેને ક્યારેય વિનીત ને આવી હાલત માં નથી જોયો... તો એવું તો શું થયું હશે વિનીત ને પોતાના દર્દ ને ભૂલવા માટે નશો કરવો પડયો... શું તે એક સારી પત્ની નથી કે પોતાનો પતિ તેની સાથે કોઈ સુખ દુઃખની વાત કરે. પોતે જાણે વિનીત ની ખુશી શેમાં છે તે જનીજ નથી સકી તેવું તેને લાગી રહ્યું હતું.. તેને ગભરાહટ અનુભવાતી હતી.. તે આખી રાત સૂઈ ના સકી કેમ કે તેના મનમાં ઘણા સવાલો હતા જેના જવાબો માત્ર વિનીત જ આપી શકે એમ હતા... પણ પોતે નક્કી કર્યું કે વિનીત ને ક્યાંક બહાર લઈ જઈ ને તેને પેહલા સામાન્ય કરવા પડશે કેમ કે તેથી ઘરમાં પણ કંઈ ખબર નહિ પડે અને જો વિનીત સામાન્ય થશે તોજ તેના દરેક સવાલો ના સાચા જવાબો મળી શકશે.

તો મિત્રો આગળ જયનાની જિંદગીમાં શું થશે તે જોઈએ આગળના ભાગમાં