love story - 4 books and stories free download online pdf in Gujarati

લવ સ્ટોરી. - 4

આજે મિત્રો તમારી સમક્ષ લવ સ્ટોરીનું નવું પ્રકરણ લઇને આવી રહયો છું.મિત્રો તમે બધા ભાગો ને વાંચીને મને સપોર્ટ કરશો.મિત્રો સ્ટોરી રિલેટેડ કોઇ પણ સજેશન આપવા માંગતા હોવ તો મને વોટસએપ દ્રારા જણાવી શકો છો.મારો વોટસએપ નંબર અહી આપું છું , 9586163927 . મિત્રો હવે પ્રકરણ 3 પર જઇ રહયો છું.

પ્રકરણ : 3 ઘોરણ 12 માં ભણતા યુવક અને યુવતી પ્રેમ કહાની.


આમ તો આ બંને બાળપણ થી એક જ સ્કુલ માં હતા , નાના હતા ત્યારે બંને એક બીજા સાથે રમતા હતા , એક બીજા ના ઘેર આવ - જાવ કરતા હતા.જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ બંને સમજણા થવા લાગ્યા.

પવન અને પ્રીતિ બંને 11 ઘોરણ સુધી સાથે એક જ કલાસમાં હતા.ત્યાં સુધી બંને એક બીજા ને ફેન્ડ જ માનતા હતા.ઘોરણ 12 ની શરૂઆત થઇ ચુકી હતી.પવન મનમાં પ્રીતિ પ્રત્યેનો પ્રેમ વધવા લાગ્યો હતો.તેના મનમાં ડર પણ હતો અને એકરાર કરવાની હિંમત પણ ના હતી.

એક દિવસ પવન તેના મિત્રને બધી વાત કરે છે.પવન નો મિત્ર પવનને મદદ કરવા તૈયાર થાય છે.પવન ને પ્રેમ નો એકરાર કરવા માટે જોશ આપે છે.એક દિવસ બંને સાથે જતા હોય છે , ત્યારે બરાબર પ્રીતિ સામે થી આવતી હોય છે.પવનનો મિત્ર પવન ને કહે છે કે જા તેની સામે જોઇ ને જો ફિલિગ્સ છે તે તું જણાવી દે.પવન આગળ પણ વધે છે , વળી તેના મનમાં ચિંતા થાય છે કે અમારી ફેન્ડશીપ તુટી જશે તો ?

પવન પાછળ આવી જાય છે.પવન અને તેનો મિત્ર બંને ત્યાંથી જાય છે.પવન નો મિત્ર પુછું કે કા શું થયું ? કાં ફિલિગ્સ જાહેર ના કરી ? પવન જવાબ આપે છે કે મને ડર એ વાત છે કે હું કહીશ તે ના પાડશે અને અમારી ફેન્ડશીપ તુટી જશે તો ?


પવનનો મિત્ર આઇડિયા આપે છે કે તું જો બોલી ના શકતો હોય તો લવ લેટર થી તારા પ્રેમ નો એકરાર કરી દે.પવન પણ માની જાય છે.તે એક કોરો કાગળ લે છે અને તેમાં લખે છે .

પ્રિય પ્રિતી ,
હું તને ખુબ જ પ્રેમ કરુ છું , આ હું બોલી શકતો નથી.એટલા માટે પત્ર દ્રારા જણાવી રહયો છું.તું મારા પ્રેમ નો સ્વીકાર કરજે.

પવન પત્ર લખી ને પ્રિતી ની બુક માં મુકી દે છે.જયારે પ્રિતી ના હાથ માં આ પત્ર આવે છે ત્યારે તે પહેલા વાંચી લે છે , પછી વિચાર કરે છે કે હવે શું કરવું.પવન પણ પત્ર ની રાહ જોઇ રહયો હતો કે જવાબ પણ પત્ર દ્રારા મળશે.


પ્રિતી પવન પાસે જાય છે . પવન મનમાં ચિંતા થવા લાગી કે શું થઇ રહયું છે.પ્રિતી પવન નજીક પહોંચી સીધી જ પવન ને બાથ ભરી લે છે.પવન સમજાય ગયું કે પ્રિતી પણ મને ખુબ પ્રેમ કરે છે.

પ્રિતી કહે છે કે હું પણ તને પ્રેમ કરુ છું , પણ મને કહેવાની હિંમત ના હતી.જયારે પત્ર વાંચ્યો ત્યારે મનમાં ખુબ ખુશ થઇ રહી હતી.બંને વાત ચીતો કરવા લાગે છે.

બંને એક કલાસ માં હતા એટલે એક બીજા ને જોયા કરતા.અને બ્રેક પડે તેની રાહ જોતા હતા.બ્રેક પડે એટલે બંને સાથે નાસ્તો કરતા અને વાતો કરતા હતા.બારમાં ઘોરણ માં હતા એટલે ભણવામાં ધ્યાન આપવું પડે.


બંને નકકી કરે છે કે હવે આપણે બાર માં ઘોરણ ની પરીક્ષા સુધી ભણવા પર ધ્યાન આપીશું.પછી આગળ જઇને આપણે વધુ વિચારીશું.આ બાબતે બંને સહમત થઇ ગયા.


12 પરીક્ષા પુરી થઇ અને હવે તો બંને ને ખુલ્લું મેદાન મળી ગયું.બંને એક બીજા મોધી મોધી ગિફટો આપે છે.બંને એક બીજા ફરવા જાય અને મજા કરતા હતા.તેમની લવ સ્ટોરી આગળ વધતી રહે છે.