love story - 8 in Gujarati Love Stories by Pandya Ravi books and stories PDF | લવ સ્ટોરી. - 8

Featured Books
  • बेवफा - 44

    ### एपिसोड 44: नई सुबह की ओरसमीरा की ज़िन्दगी में सबकुछ बदल...

  • सर्वथा मौलिक चिंतन

    भूमिका मित्रों उपनिषद कहता है सर्व खल्विदं बृम्ह,सबकुछ परमात...

  • Zom-Bai - 1

    EPISODE #1Episode#1 First Blood"लेफ्ट राईट, लेफ्ट राईट लेफ्ट...

  • शोहरत का घमंड - 155

    सोमवार का दिन........अरुण वकील को जेल ले कर आ जाता है और सार...

  • THIEF BECOME A PRESEDENT - PART 4

    भाग 4: प्रहरी की आहटघंटे के गिरने की ऐसी धड़ाम की आवाज़ सुनकर,...

Categories
Share

લવ સ્ટોરી. - 8

લવ સ્ટોરી - 8
પ્રકરણ 5 : બસ સ્ટોપ પર થી શરૂ થયેલી પ્રેમ કહાની

લેખક : રવિ પંડયા

મિત્રો આજે તમારી સમક્ષ લવ સ્ટોરીનું નવું પ્રકરણ લઇને આવ્યો છું.આજે બસ સ્ટોપ પર થી શરૂ થયેલી પ્રેમ કહાની ની શરૂઆત કઇ રીતે થાય છે ,કઇ રીતે આગળ વધે છે ,એ તમારી સમક્ષ મુકવાનો છું.હવે સીધો સ્ટોરી પર લઇ જાવ છું.

મિત્રો આપણે આગળ જોયું હતું કે રાજેશ પોતાનો મોબાઇલ ચાર્જમાં મુકે છે.થોડી વાર પછી મોબાઇલ લે છે.ડેટા ચાલુ કરીને ઇન્ટાગ્રામને ચેક કરે છે,તેમાં એક નોટિફિકેશન હતું, તે જોવા ઉત્સુક થયો .ફટાફટ નોટિફિકેશન ઓન કરે છે.જોવે છે કે તેને રિકવેસ્ટ મુકી હતી તે એકસેપ કરીને સામેથી ફોલો બેક મળ્યું હતું.સીધો મેસેજ જોવે છે.તો સાધના મેસેજને સીન તો કર્યો હતો ,પરંતુ રિપ્લાઇ નહોતો આપ્યો.

હવે થોડીક વાર માટે ફરી મોબાઇલ મુકીને , તે તેના ફેન્ડને ફોન કરે છે .અને બહાર જવા માટે બોલાવે છે. અને બહાર જાય છે.ત્યાં ચા પીવા હોટલમાં બેસે છે,ત્યારે તે ડેટા ઓન કરીને ઇન્ટાગ્રામ ચેક કરે છે.જોવે છે તો એક મેસેજ .પહેલા ઉતારવ થી મેસેજ ચેક કરે છે.તો મેસેજ હતો.સાધના નો.

રાજેશ મનમાં ને મન હરખાઇ ગયો. મેસેજ રીડ કરે છે.સામેથી હાય નો મેસેજ હતો.રાજેશ પણ હાય નો રીપ્લાઇ હાય થી આપે છે.આગળ પુછે છે કે આટલી બધી વાર લગાડી મેસેજ કરવામાં.


સાધના Online જ હોય છે,એટલે તે ફટાફટ ટાઇપિંગ કરે છે.બંને એક બીજી અરસ - પરસની વાતો કરવા લાગે છે.રાજેશ ચા પી ને ત્યાંથી નીકળે છે.દોસ્ત સાથે વાતો કરે અને પછી ઘેર જાય છે.ઘેર પહોંચીને તેના માસી સાથે વાત કરે છે.


વાતો કરતાં કરતાં ઘણો સમય થઇ ગયો હોય છે.પછી તે પોતાનો મોબાઇલ લઇને બેસે છે.અને સાધનાને મેસેજ કરે છે.અને સાધના પણ ઓનલાઇન જ હોય છે .આમ બંને લાંબી લાંબી વાતો કરે છે.મોબાઇલ નંબર ટ્રાન્સફર કરે છે.

બીજે દિવસ.સવારે રાજેશ સુતો હતો, ત્યારે સવારમાં કોલ આવે છે ,પણ તે સુતો હોય છે.જયારે ઉઠે છે ત્યારે સીધો મોબાઇલ લે છે અને જોવે છે કે એક મિસ્ક કોલ.મિસ્ક કોલ હતો સાધના નો .


સાધનાને કોલ બેક કરે છે.સાધના પહેલા તો બહુ ગુસ્સો કરે છે,પણ પછી તેનો ગુસ્સો શાંત થઇ જાય છે.પછી રાજેશ કહે છે કે થાકી ગયો હતો.એટલે કોલ રિસીવ ના કરી શકયો.કોલ પર લગભગ કલાકની આસપાસ વાત ચીત કરે છે.

સાધના અને રાજેશ વચ્ચે ગાઢ મિત્રતા હતી તે પ્રેમ તરફ આગળ વધી રહી હતી.બંને એક દિવસ નકકી કરે છે કે આપણે બંને મળીએ.નકકી કર્યા પ્રમાણે એક સારી હોટલમાં મળે છે. રાજેશએ સાધના ને એક ગુલાબનું ફુલ આપીને પ્રપોઝ કરી.


સાધના I Love You કહીને તેના પ્રેમનો સ્વીકાર કર્યો.હવે બંને ત્યાં જમે છે.અને વાતો કરે છે.પછી રાજેશ સાધના ને તેના ઘરથી થોડે દુર છોડીને ત્યાં પોતાના ઘર તરફ જાય છે.


સાધના આજે ખુબ જ ખુશ હતી.તે મનમાં મન હસી રહી હતી.તેના મમ્મી પુછયું કે શું થયું બેટા , કેમ હસે છે ? સાધના જવાબ આપે છે.અને કહે છે કાંઇ નથી થયું મમ્મી.એમ જ હસું આવતું હતું.

સાધના પોતાના કામમાં લાગી જાય છે.થોડી વાર પછી ફી થઇને રાજેશને ફોન કરે છે.બંને વાતો કરતા હોય છે , ત્યારે સાધનાના મમ્મી આવે છે , પુછે છે કોની સાથે વાત કરશ ? સાધના સવાલ નો જવાબ ખોટો આપ્યો કે મારી ફેન્ડ સાથે વાત કરુ છું.


સાધના હજી કાંઇક કહેવા નથી માંગતી.તેના અને રાજેશના સંબંધોને છુપાવીને રાખે છે.રાજેશને પુછે છે કે આપણા સંબંધ વિશે વાત કરી દવ.રાજેશ ,ના પડે છે.એટલે સાધના રહેવા દે છે.


આમ ને આમ તેમના પ્રેમ સંબંધો આગળ વધે છે.