Love Revenge - 21 books and stories free download online pdf in Gujarati

લવ રિવેન્જ - 21

લવ રિવેન્જ

પ્રકરણ-21

"બધાં રાહ જોતાં ઊભાંજ છે....!" બાઇક ચલાવી રહેલાં સિદ્ધાર્થે પાછળ તેને ચીપકી બેઠેલી લાવણ્યાને કહ્યું.

તેઓ કોલેજ પહોંચવાંજ આવ્યાં હતાં. રોડની પેલી બાજુ કોલેજનાં ગેટનાં ઢાળ ઉપર ગ્રૂપનાં બધાંજ ટોળું વળીને રાહ જોતાં ઊભાં હતાં.

"આ બાજુ થોડું દૂર ઊભું રાખજેને ....!" લાવણ્યાએ હાથ કરીને સિદ્ધાર્થને કોલેજ કેમ્પસનાં કમ્પાઉન્ડની બાઉંન્ડરી વૉલ પાસે ગ્રુપનાં ફ્રેન્ડ્સથી થોડું દૂર બાઇક ઊભું કરવાં જણાવ્યું.

સિદ્ધાર્થે ડોકી હલાવીને બાઇકનાં સાઇડ મિરરમાં જોયું. પાછળ કોઈ સાધન નથી આવતું એ જોઈને સિદ્ધાર્થે બાઇક વાળીને રોડની બીજી બાજુ કોલેજ કેમ્પસનાં કમ્પાઉન્ડની બાઉંન્ડરી વૉલ જોડે ધીમી સ્પીડે ચલાવ્યું.

રોયલ એનફિલ્ડનો ઘેરો અવાજ સાંભળીને અંકિતા સહિત બધાંએ એ દિશામાં જોયું.

બાઇક ધીમું થતાં સિદ્ધાર્થે છેવટે બાઇક ઊભું રાખ્યું. લાવણ્યા બાઇક ઉપરથી નીચે ઉતરી અને સ્ટિયરિંગ પાસે આવીને ઊભી રહી. થોડીવાર સુધી લાવણ્યા અને સિદ્ધાર્થે એકબીજાની સામે જોયે રાખ્યું.

"તારે કઈંક કે'વું છે.....! પણ તું બોલતો નથી...!" સિદ્ધાર્થની આંખોમાં રહેલી વાત વાંચી લઈને લાવણ્યા મનમાં બબડી.

"બાય....!" છેવટે સિદ્ધાર્થ બોલ્યો.

"બાય જાન....!" લાવણ્યા ભાવથી બોલી અને થોડી વધુવાર તેની સામે જોઈ રહીને ગેટ તરફ ચાલવાં લાગી.

"અ....! લવ....!" જઇ રહેલી લાવણ્યાને સિદ્ધાર્થે છેવટે ટોકી અને તેનો હાથ પકડીને પાછી પોતાની નજીક ખેંચી લીધી.

તેની કમરનાં ઘાટ ઉપર હાથ મૂકીને સિદ્ધાર્થે સહેજ ભીની આંખે તેની સામે જોયું. લાવણ્યા સામે જોઈ સિદ્ધાર્થે એક નજર ગેટ પાસે ઉભેલાં ગ્રૂપનાં મિત્રો તરફ નાંખી. અંકિતા સહિત બધાં તેમની બાજુજ જોઈ રહ્યાં હતાં. લાવણ્યાએ પણ એ તરફ જોયું.

લાવણ્યા હજીતો સિદ્ધાર્થ તરફ પાછું જોવે એ પહેલાંજ સિદ્ધાર્થે બાઇક ઉપર બેઠાં-બેઠાંજ લાવણ્યાને પોતાની તરફ એક હળવો ઝટકો આપીને વધુ નજીક ખેંચી લીધી અને તેનાં ઉરજો ઉપર પોતાનું માથું મૂકી દીધું.

લાવણ્યા અચરજ પામી ગઈ. બધાં મિત્રો તેમની સામે જોઈ રહ્યાં હોય છતાંપણ આવું વર્તન અગાઉ સિદ્ધાર્થે માત્ર હોસ્પિટલમાં કર્યું હતું. એજ દિવસની જેમ સિદ્ધાર્થે હવે તેનો હાથ લાવણ્યાની કમરનાં ઘાટ ઉપરથી સરકાવીને પાછળ સુધી લઈ ગયો અને તેની પકડ વધુ કસી. તે હવે ઊંડા શ્વાસ ભરવાં લાગ્યો. તેનાં શ્વાસની ગરમી લાવણ્યાનાં ઉરજો ઉપર અથડાઇ રહી હતી.

"શક્ય હોયતો શોપિંગ વે'લ્લી પતાવજેને....!" સિદ્ધાર્થ સજળ આંખે લાવણ્યા તરફ જોઈને ગળગળાં સ્વરમાં બોલ્યો "મારે સાંજે તને મલવું છે....!"

"શ....શું વાત છે....!? શું થઈ ગયું તને અચાનક...!?" સિદ્ધાર્થની ભીની આંખો અને ઢીલો થઈ ગયેલો ચેહરો જોઈને લાવણ્યા અદ્ધર શ્વાસે બોલી "આમ કેમ ઢીલો થઈ ગયો જાન....!?"

સિદ્ધાર્થ કઇંપણ બોલ્યાં વગર ભીની આંખે તેની સામે થોડીવાર જોઈ રહ્યો.

"સ....સોરી....! લવ....!" સિદ્ધાર્થ માંડમાંડ બોલ્યો.

"સોરી...!?" લાવણ્યાને નવાઈ લાગી "સોરી કેમ કે'છે...!? કોઈ....કોઈ મોટી વાતછેને ...!?" લાવણ્યાએ વ્હાલથી તેનો ચેહરો પકડી લીધો "બોલને...!? બરોડા...! બરોડામાં તારી જોડે કઈંક મોટું થયું છે....! હેંને...!?"

"તને કેવીરીતે ખબર...!" સિદ્ધાર્થ નવાઈ પામીને બોલતાં-બોલતાં અટકી ગયો.

"જો...જો...! છેને....!? મને...મને ખબર હતી...! શું વાતછે જાન મને કે'ને...! પ્લીઝ...!?" લાવણ્યા હવે રડુંરડું થઈ ગઈ "મને ખબર છે ...! કોઈક મોટી વાત છે પણ તું ....તું કહી નથી શકતો....!"

"અ....એવું કઈ નથી....!" સિદ્ધાર્થે નજર ફેરવી લીધી.

"મારી સામેતો જો...!" લાવણ્યાએ ફરીવાર તેનું મોઢું પકડીને તેની તરફ ફેરવ્યું "શું વાતછે જાન...!? બોલને...!? મારો જીવ અદ્ધર થઈ ગયો છે....! શોપિંગમાં પણ મારો જીવ નઇ લાગે...!"

"અરે....! તું શાંતિથી જા....! એવું કઇં નથી...!"

"અરે લાવણ્યા...!" ગેટ પાસે ઊભેલી અંકિતા બે ડગલાં આગળ આવીને ઊંચા સ્વરમાં તેને બોલાવવાં લાગી "ચાલને હવે મોડું થાયછે...! હજી તમારે બેયને પતતુંજ નથી...!?"

"શાંતિ રાખને તું....!" લાવણ્યા ગુસ્સે થઈ ગઈ અને ઘાંટો પાડીને બોલી.

અંકિતા ડઘાઈને ત્યાંજ ઊભી રહી ગઈ. સિદ્ધાર્થે તેને જોઈને લાવણ્યા તરફ જોયું.

"ચાલ....! ચાલ....! આપડે તારી કોઈ ફેવરિટ જગ્યાએ જઈએ...! બ....બધાંથી દૂર...! હમ્મ...! બસ તું અને હુંજ ...! ત્યાં...ત્યાં આપડને કોઈ ડિસ્ટર્બ નઇ કરે...! પછી તું ત્યાં જઈને શાંતિથી મને બધુ કે'...!" લાવણ્યા તેનો હાથ પકડી બોલી "મ....મોઢેરાં જવુંછે...!?"

"અરે...! નાં લવ....! તું જા...! બધાં રાહ જોવેછે તારી...!"

"સિડ...! જાન...! આવું શું કરેછે...!? તું એકલો-એકલો કેમ મૂંઝાયછે....!? આપણે આટલાં ક્લોઝ થઈ ગયાં પછી પણ તું મને નઇ કઈ શકતો...!?" લાવણ્યાની આંખમાંથી હવે આંસુ પડવાં લાગ્યાં "ન....નેહા...!?અ...એણે કઇં કીધુંને...!? બરોડામાં ક...કઇં થયું...!?"

"લવ....! એવું કઇં નથી થયું...! બરોડાની બધી વાત મેં તને કીધીતો ખરાં...!" સિદ્ધાર્થ હવે શાંતિથી બોલ્યો "હવે તું જા....! તું મોડી જઈશ...! તો પાછી સાંજે મળવાં નઇ મળે...!"

"પણ...પણ..!"

"લવ....! મારે સાંજે તને મળવુંછે....! પ્લીઝ...!" સિદ્ધાર્થ ફરી ઢીલો થઈ ગળગળાં સ્વરમાં બોલ્યો "તું અત્યારે જલ્દી જા...!નઇતો મોડું થશે અને મલાશે નઇ...!" સિદ્ધાર્થ હવે ભારપૂર્વક બોલ્યો.

"નાં...ના....! તું...ચિંતા નાં કર...!" લાવણ્યા હવે તેનું મોઢું લૂંછવાં લાગી "હું...હું ફટાફટ શોપિંગ કરી લઇશ....! પછી ....પછી...! આપડે મલશું....! હોંને....!? તું....તું તારો ફોન ચાલુજ રાખજે....! હું ફોન કરીશ...!"

"હાં...! સારું....!" સિદ્ધાર્થે પરાણે સ્મિત કરતાં કહ્યું "અને અંકિતા અને ત્રિશાને કે'જે કે એમનાં મોમ-ડેડને નવરાત્રિ માટે મનાવવાં પણ આજે સાંજેજ એમનાં ઘરે આઈશ...! યાદછેને..!?"

"હાં....! સારું....!" લાવણ્યા કમને તેનાથી આઘી ખસી.

"બાય....!" થોડીવાર તેની તરફ જોઈ રહીને તે હવે ગ્રૂપનાં મિત્રો તરફ ચાલવાં લાગી.

સિદ્ધાર્થે હવે બાઇકનો સેલ માર્યો અને ધીમી સ્પીડે બાઇક ચલાવી લીધું. લાવણ્યા હવે બધાં જોડે પહોંચીજ ગઈ હતી.

બાઇક ચલાવતાં-ચલાવતાંજ સિદ્ધાર્થે પહેલાં લાવણ્યા તરફ નજર નાંખી અને પછી બીજાં ફ્રેન્ડ્સ તરફ નજર નાંખીને ડોકું હકારમાં ધુણાવ્યું અને સામે જોઈને બાઇક ચલાવી લીધું.

"ચાલો જલ્દી ....!" લાવણ્યાએ કામ્યાની જોડે પહોંચીને કહ્યું. અંકિતાએ નારાજ થઈને આડું જોઈ લીધું.

"ઓટોમાં જવુંછે કે એક્ટિવા લઈને...!?" જોડે ઉભેલાં પ્રેમે પૂછ્યું.

"નાં...! શોપિંગનો બધો સામાન લઈને એક્ટિવા ઉપર નઇ ફાવે....! અને એમપણ...!" કામ્યા બોલી "કાલથી નવરાત્રિ શરૂ થતી હોવાથી આજે તો લૉ ગાર્ડન એટલી ભયંકર ભીડ હશેકે પાર્કિંગની માથાકૂટ થશે...!"

"તો હું ઓટો ઊભી રાખું છું...!" પ્રેમની જોડે ઉભેલો રોનક બોલ્યો.

"પણ તમે બેય જણાં આવીને શું કરશો...!?" અંકિતા લાવણ્યાનો ગુસ્સો ઉતારતી હોય એમ થોડાં ઉગ્ર સ્વરમાં બોલી "અમે પે'લ્લાં પાર્લરમાં જઈશું...! શોપિંગમાં પછી જઈશું...!"

"તમારું પાર્લર પતે ત્યાંસુધી અમે અમારી કુર્તા વગેરેની શોપિંગ કરી લઈશું...!" રોનક બોલ્યો.

"હાસ્તો....!" ત્રિશા રમત કરતાં બોલી "પછી આપણી શોપિંગ વખતે તમે બેય જણાં તમારી શોપિંગ કરશો તો અમારો સામાન કોણ ઉઠાવશે....!?"

બધાં હસી પડ્યાં.

"અરે લાવણ્યા....!?" કામ્યાએ લાવણ્યાની સામે જોઈને કહ્યું "શેનાં વિચારોમાં ખોવાયેલી છે...!?"

"એમાં શું પૂછવાનું...!" અંકિતા ટોંટ મારતાં બોલી "એનાં રોમિયોના વિચારોમાંજ ખોવાયેલી હોયને....!"

"એને રોમિયો-રોમિયો કેમ કે'છે તું....!?" લાવણ્યા રડી પડી અને ઉગ્ર સ્વરમાં બોલી "એ કોઈ સડકછાપ છોકરો નથી....!"

"અરે chill લાવણ્યા....! અંકિતા મજાક કરેછે....!" પ્રેમ બોલ્યો.

"મને નઇ ગમતો આવો મજાક....!" લાવણ્યા રડતાં-રડતાં અંકિતાની સામે જોઈનેજ બોલી "જ્યારે જોવો ત્યારે મજાક....! તને બધુ મજાકમાંજ જાયછે...! મેસેજ પણ વાઇરલ કરી દીધો...! એ પણ મજાક....!"

"સોરી યાર. ...! હવેતો એ વાત માટે મને માફ કરીદે...!" અંકિતા છોભીલી પડી ગઈ અને ઢીલાં મોઢે બોલી.

"તારાં સોરી કે'વાથી બધુ સરખું થઈ જાય ...! નઇ...!?" લાવણ્યા હજીપણ ગુસ્સાંમાં બોલી રહી હતી.

"લાવણ્યા....! શાંત થઈજા....!" કામ્યા લાવણ્યાનાં ખભાં ઉપર હાથ મૂકીને બોલી "અંકિતા...! તું હવે એને બહુ છેડીશ નઇ....! શોપિંગનો મૂડ ખરાબ થઈ ગયો યાર...!"

"અચ્છા....! આઈ પ્રોમિસ લવ...!" અંકિતાએ લાવણ્યાના બંને હાથ તેનાં હાથમાં પકડ્યાં "હું તને હર્ટ થાય એવું હવે કઈં નઇ કઉ બસ.....! અને સિડ વિષે પણ એવું કઈં નઇ બોલું.....!"

"મને "લવ" કે'વાનો હક ફક્ત સિદ્ધાર્થનેજ છે....!" લાવણ્યા બાળકની જેમ નારાજ સ્વરમાં બોલી "અને તારે એને "સિડ-સિડ" પણ નઇ કે'વાનું....!"

"હા....હા....હા...!" અંકિતા સહિત બધાંજ હસી પડ્યાં.

"બહુ પઝેસિવ થઈ ગઈ છું તું તો....!" અંકિતા હસતાં હસતાં બોલી.

"તને હજુપણ મઝાક સૂઝે છે...!?" લાવણ્યા એવાજ સ્વરમાં બોલી

"આ છેલ્લું વર્ષ છે....!" અંકિતા હવે ભાવુક થઈને બોલી "પ્લીઝ લાવણ્યા....! થોડું સહન કરીલે....! પછી કોને ખબર આપણે મળશું કે નઇ....!?"

"હવે તમે લોકો આ બધો ઈમોશનલ ડ્રામા બંધ કરશો....!?" રોનક સહેજ ઊંચાં સ્વરમાં બોલ્યો. તેણે ગેટના ઢાળ ઉપરથી ઉતરીને બે ઓટોવાળાને ઊભાં રાખ્યાં હતાં "અને હવે ઓટોમાં બેસશો તો શોપિંગનું કામ પતે યાર....!"

"હાં...હાં...જલ્દી ચાલો....!" લાવણ્યા તેનું મોઢું લૂંછતાં-લૂંછતાં ઢાળ ઉતરી ગઈ અને આગળ ઊભેલી ઓટોમાં બેસવાં લાગી.

"અરે ઊભી'રે ....! પેલ્લાં હું બેસું પછી તું અને પછી કામ્યા....!" અંકિતા બોલી અને દોડીને પહેલાં ઓટોમાં એક છેડે સરકીને બેસી ગઈ. પછી લાવણ્યા બેઠી અને પછી કામ્યા બેઠી.

"લૉ ગાર્ડનજ ઊભી રાખજો...!" કામ્યાએ ઓટોમાં બેસતાં પહેલાં પ્રેમ અને રોનકને ઉદ્દેશીને કહ્યું. બંનેએ ડોકી હલાવી.

ત્રિશા, રોનક અને પ્રેમ ત્રણેય પાછળ ઊભેલી બીજી ઓટોમાં બેસી ગયા. બંને ઓટોવાળાઓએ ઓટો લૉ-ગાર્ડન તરફ હંકારી મૂકી.

----

"તું....! લૉ-વેઈસ્ટ ચણિયાચોલી લઇશ...!?" સિદ્ધાર્થનો સ્વર ફરીવાર હવે લાવણ્યાનાં કાનમાં ગુંજવાં લાગ્યો અને લૉ-વેઈસ્ટ ચણિયાચોલીની ડિમાન્ડ કરતી વખતે સિદ્ધાર્થનો એ ઇનોસંન્ટ ચેહરો પણ લાવણ્યાને યાદ આવી જતાં લાવણ્યા મલકાઈ રહી.

ઓટો હવે લૉ-ગાર્ડન પહોંચવાંજ આવી હતી.

"શું વાત છે...!?" અંકિતાએ લાવણ્યાનાં ખભાંને પોતાનો ખભો હળવેથી અથડાવ્યો "એકલી એકલી મલકાયછે....! અમનેતો કે....!"

"નાં....! પછી તું બધાંને વાઇરલ કરતી ફરીશ....! મારી અને સિડની પર્સનલ વાતછે...!" લાવણ્યા ખભાં નચાવતાં બોલી.

"આવું નાં કર યાર....! તું તો હવે મને કાયમ ટોંટજ માર્યા કરીશ....!" અંકિતા નારાજ થઈ હોય એમ બોલી.

"લાવણ્યા કે'ને હવે..!" કામ્યાએ હવે થોડું જોર આપીને કહ્યું "અંકિતા કે હું ....! અમે કોઈનેય નઇ કઈએ બસ....!"

"પ્રોમિસ...!?" લાવણ્યાએ પૂછ્યું.

"હાં....પાકું...!"

"એણે મારી જોડે એક ડિમાન્ડ કરીછે...!" લાવણ્યા હળવું હસી અને તેની વાત કહેવાં લાગી.

"શેની ડિમાન્ડ....!?" અંકિતા પૂછે એ પહેલાંજ કામ્યાએ પૂછી લીધું.

" લૉ-વેઈસ્ટ ચણિયાચોલીની....!"

"ઓહો....!" અંકિતા મોઢું બનાવીને બોલી "મને નહોતી ખબર કે એની ચોઈસ આટલી જોરદાર છે....!"

"એ કેટલો ખચકાતો'તો મને કે'તાં-કે'તાં ....! ખબરછે....!? એકદમ નાનાં બેબીની જેમ....!" લાવણ્યા ભીની આંખે સિદ્ધાર્થનો એ ચેહરો યાદ કરતાં બોલી. કામ્યા અને અંકિતા લાવણ્યાનાં એ ચેહરાંને મલકીને જોઈ રહ્યાં.

"એ બહુ બદલાઈ ગયો છે....! બરોડાથી આવ્યાં પછી...!" લાવણ્યા ફરીવાર એજરીતે ભાવુક સ્વરમાં બોલી.

"હાં....! એતો અમે પણ જોયું...!" કામ્યા યાદ કરતાં બોલી "હોસ્પિટલમાં એણે તને જેરીતે જકડી લીધી હતી....! એ પછી આજે જાહેરમાં એણે બધાં ફ્રેન્ડ્સની સામે તને એ દિવસ કરતાંપણ વધુ આવેગથી જકડી લીધી હતી.....!"

"હમ્મ....!" અંકિતાએ હકારો ભણ્યો "અને છતાંપણ....! એણે હજીસુધી તને એક કિસ પણ નથી કરવાં દીધી....!"

"એવું નથી યાર....!" લાવણ્યાએ બંને તરફ જોયું અને છેવટે અંકિતા તરફ જોઈ બોલી "તમે લોકો એ છોકરાંને સમજતાં કેમ નથી....!? એ બીજાં છોકરાંઓ જેવો નથી....! એ બસ રાહ જોવે છે...!"

"શેની...!?" કામ્યા અને અંકિતાએ લગભગ સાથેજ પૂછ્યું

"કે ક્યારે નેહાથી એ ફાઇનલી છૂટો થાય....!" લાવણ્યા બોલી "એક કિસ મારાં માટે કદાચ કોઈ મોટી વાત નથી...! પણ એનાં માટે છે....!" લાવણ્યાએ થોડું અટકીને બંને સામે જોયું પછી આગળ બોલી-

"કદાચ એક નવી શરૂઆત....! મારી સાથે....! અને એ શરૂઆત કરતાં પહેલાં એ બસ નેહાથી પુરરેપૂરો છૂટો થઈ જવાં માંગેછે...! એટ્લેજ એ એટલો મૂંઝાયેલો રે'છે....!

..... એ તકલીફમાં છે....! કોઈક મોટીવાત છે ....! જે એ મને કહેવાં માંગેછે....! પણ કહી નથી શકતો....! બસ મને નાનાં બેબીની જેમ વળગી રે'છે અને ઊંડા-ઊંડા શ્વાસ ભર્યા કરેછે....!"

....કદાચ એનું ફેમિલી....! એને...એને...! નેહાની જોડે મેરેજ કરવાં દબાણ કરેછે....! પણ હવે એ નથી કરવાં માંગતો.....! એટ્લેજ એ બરોડાથી આવ્યાં પછી આટલો બદલાઈ ગયોછે....! અને એટ્લેજ એ મારી જોડેને-જોડેજ રહેવાં માંગતો'તો...! મારી જોડે આખો દિવસ સ્પેન્ડ કરવાં માંગતો'તો....! મને કઇંક કહેવાં માંગતો'તો....!"

સિદ્ધાર્થનો એ દયામણો થઈ ગયેલો ચેહરો યાદ આવી જતાં લાવણ્યા વધુ ઈમોશનલ થઈ ગઈ.

"અડધો કલ્લાક પણ જોડે નાં રે'વાં મલ્યું....!" લાવણ્યાને છેવટે ભાંગી પડી અને ડૂસકાં લઈ રડવાં લાગી "અ....! આટલાં....દિવસે એ પાછો આવ્યો....! અને....અને....! સરખો ટાઈમ પણ સ્પેન્ડ કરવાં નાં મલ્યો....!"

"અરે ....! તું રડ નઇ....! લાવણ્યા...!" અંકિતાએ લાવણ્યાનું માથું તેનાં ખભાં ઉપર ઢાળી દીધું. તેની અને કામ્યાની આંખો પણ ભીંજાઇ ગઈ "કાલથી નવરાત્રિનાં ગરબાં શરૂ થાય ...! એ પછી તમે બેય જોડેજ રે'જો.....! હમ્મ....!"

"ખબર નઇ શું વાત હતી .....!" અંકિતાનાં ખભાં ઉપર માથું ઢાળી રાખીને લાવણ્યા રડતાં-રડતાં બોલી "એનાં મોઢે......મોઢે આવી ગયેલી વાત એ ગળી જતો'તો....!"

"કદાચ કોઈ મોટી વાત હશે...!" કામ્યાએ આશંકિત સ્વરમાં પૂછ્યું.

"હાં....! પણ શું....!?" લાવણ્યા અંકિતાનાં ખભાં ઉપર માથું ઢાળીને રડતાં-રડતાં વિચારી રહી. થોડીવાર સુધી એમજ તે એ વિચારે ચડેલી રહી.પછી અચાનકજ તેનાં મગજમાં નેહાની વાત યાદ આવી ગઈ.

"એનાં અને નેહાનાં મેરેજતો નઇ થઈ ગયાં હોયને....!?" લાવણ્યા ધ્રૂજતાં સ્વરમાં વારાફરતી બંને સામે જોઈને બોલી.

"વ્હોટ નોનસેન્સ.....!" અંકિતા તાડૂકી "હજીતો એક્સિડેંન્ટમાંથી સરખો થયે એને અઠવાડિયુંય નથી થયું....! અને એવી હાલતમાં મેરેજ....! no ways...! અને એમ પણ...!" અંકિતાએ બંને સામે જોયું "આટલાં ઓછાં ટાઇમમાં મેરેજની તૈયારીઓ કેવીરીતે થાય...!?"

"તો પછી બીજી શું મોટીવાત હોય શકે....!?" કામ્યાએ ઠંડા સ્વરમાં પૂછ્યું "અને મેરેજની તૈયારીઓતો ક્યારની થઈજ ગઈ હતીને....! એતો નેહાએ છેલ્લી ઘડીએ નાં પડી એટ્લે બધું અટકી ગયું...!"

કામ્યા સહેજ અટકી પછી આગળ બોલી -"હોય શકે કદાચ એણે "હાં" પાડી દીધી હોય...! અને બરોડામાં એમનાં મેરેજ થઈ ગયાં હોય....! યાદ છે....! તે મને કીધું'તું...!" કામ્યાએ અંકિતાની જોડે નજર મિલાવી "જ્યારે તમે બેય સિદ્ધાર્થનાં ઘરે એની ખબર કાઢવાં ગયાં'તા....! નેહા સિદ્ધાર્થનાં બરોડાવાળાં ઘરે એક ફેમિલી ફંકશનમાં જવાનું કે'તી'તી.....!?"

કામ્યાએ યાદ અપાવતાં લાવણ્યાને દિવસે સિદ્ધાર્થનાં મામાનાં ફ્લેટ નીચે થયેલી વાત આવી ગઈ. તેનું શરીર હવે ફરીવાર ધ્રુજી ઉઠ્યું.

"એજ દિવસથી લઈને ત્યારપછીનાં લગભગ ત્રણેક દિવસ સિદ્ધાર્થનાં મામા....! આપણાં ટ્રસ્ટી સાહેબ પણ નહોતાં આવ્યાં કોલેજ....!" કામ્યા આગળ બોલી "કેમ....!?" કામ્યાએ બંનેને પૂછ્યું "સિદ્ધાર્થનાં મેરેજમાં મામેરું લઈને ગયાં હશે એટ્લે...!?"

"નઇ....! નઇ...! એવું થોડી ચાલે....!" લાવણ્યાનાં ધબકારાં વધી ગયાં. તે હાંફવાં લાગી "સિદ્ધાર્થ એવો છોકરો નથી....! એ...એ....મને ચીટ નઇ કરે....! અ...એવું હોયતો તો....એ મને કીધાં વગર ના રે'....!"

"હાં....! એટ્લેજ એ વાત કે'વાં માટેતો એ મથી રહ્યોછે...! પણ કહી નથી શકતો....!" કામ્યા હજીપણ ઠંડા સ્વરમાં બોલી.

"નાં....! એવું કઇં નથી....!" અંકિતા દ્રઢ સ્વરમાં બોલી "મને સિદ્ધાર્થ ઉપર વિશ્વાસછે....! એ લાવણ્યાને ચીટ નઇ કરે....!"

"હાં...હાં....! મને પણ ....! મને પણ ટ્રસ્ટછે....! એ...એ...એ પણ મને લવ કરેછે...! મને ટ્રસ્ટછે એની ઉપર....! એ છોકરો બહુ ઇનોસંન્ટ છે....! એ એવું કઇં નઇ કરે...!" લાવણ્યા કામ્યાની સામે દયામણું મોઢું કરીને બોલી.

"તું મને મનાવી રહી છે કે તારાં મનને લાવણ્યા....!?" કામ્યાએ વેધક સ્વરમાં લાવણ્યાની આંખોમાં જોઈને પૂછ્યું.

લાવણ્યા ઢીલી થઈ ગઈ. કામ્યા કદાચ સાચું બોલી ગઈ હતી. અંકિતા પણ મૂંઝાઇ ગઈ. તે લાવણ્યાની સામે જોઈ રહી.

"એવો નથી એ....હમ્મ...!" અંકિતાએ લાવણ્યાનો હાથ દબાવીને તેને ભરોસો અપાવવાંનો પ્રયત્ન કર્યો.

"મને એની ઉપર ટ્રસ્ટ છે....!" લાવણ્યા શૂન્યમનસ્ક જોઈ રહેતાં મનમાં બબડી "પણ મારાં નસીબ ઉપર નથી....!"

"ખબર નઇ કેમ....!" કામ્યા હવે ઓટોની બહાર જોઈ રહેતાં ઠંડા સ્વરમાં બોલી "પણ ....! સિદ્ધાર્થનું આમ અચાનક બદલાઈ જવું...!" હવે કામ્યાએ પાછું લાવણ્યા તરફ જોયું "કદાચ તને ખોટું લાગશે લાવણ્યા પણ...! મનેતો એ છોકરાં ઉપર હવે સહેજપણ વિશ્વાસ નથી....! મને એ નથી ગમતો...!"

"તું....! તું.....! કેમ આમ બોલે છે...!?" ડૂસકાં લેતી લેતી લાવણ્યા માંડ બોલી.

"કામ્યા....!" લાવણ્યા વધુ કઇંક બોલવાં જતી હતી ત્યાંજ અંકિતા વચ્ચે બોલી પડી "છોડને આ બધી વાતો....! જો આપણે પહોંચી પણ ગયાં....!"

લૉગાર્ડન આવી જતાં ઓટોવાળાએ ઓટો ઊભી રાખી. કામ્યાએ વાત પડતી મૂકી અને ઓટોનું ભાડું આપી દેતાં બધાં નીચે ઉતાર્યા. નવરાત્રિને લીધે ઓટો લૉગાર્ડનની વધુ નજીક લઈ જવાની પરમિશન નહોતી. આથી ઓટોવાળાએ થોડે દૂર ઓટો ઊભી રાખી.

બધાં હવે ચાલતાં-ચાલતાં લૉગાર્ડન તરફ જવાં લાગ્યાં. ત્રિશા, પ્રેમ અને રોનક પણ તેમની પાછળ આવી રહ્યાં હતાં.

"યાર.....! ભીડતો જો....!" અંકિતા આંખો મોટી કરીને આજુબાજુ જોતાં બોલી.

લૉ ગાર્ડનનાં ફેમસ ચણિયાચોલી માર્કેટમાં દરવર્ષની જેમજ આ વર્ષે પણ એટલીજ જોરદાર ભીડ હતી. ભારતીય સિવાય વિદેશી સહેલાણીઓની પણ એટલીજ ભીડ દર વખતની જેમ હતી.

લૉ ગાર્ડનની આખી બાઉંડરી વૉલને અડીનેજ સહેજ ઊંચાં પ્લેટફોર્મ ઉપર લાઇનબંધ ચણિયાચોલીનાં નાનાં-મોટાં અનેક સ્ટૉલ લાગેલાં હતાં. સાથે ચણિયાચોલી જોડે પહેરવાંની એક્સેસરીઝનાં પણ. ચાલવાં માટે પેવમેંન્ટ ટ્રેકની જગ્યા છોડીને રોડની સાઈડ ઉપર પણ અનેક ફેરિયાઓ તેમજ લારીઓવાળાં એક્સેસરીઝ વગેરે વહેંચી રહ્યાં હતાં. સામે લૉ કોલેજનાં કૅમ્પસની પણ બાઉંડરી વૉલને અડીને ચણિયાચોલીનાં, પગરખાંનાં, તેમજ કુર્તિ વગેરેનાં નાંનાં-મોટાં અનેક સ્ટૉલ લાગેલાં હતાં.

લૉ ગાર્ડનનાં ખાણીપીણી બજારની જેમ લૉ ગાર્ડનનું ચણિયાચોલી માર્કેટ પણ અમદાવાદની ઓળખ બની ગયું હોવાથી અમદાવાદનાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારાં આખાય એરિયાંમાં સરસ મજાનું લાઇટિંગ પણ કરવામાં આવ્યું હતું. અનેક સ્ટોલોવાળાઓએ તેમની સ્ટોલોમાં સ્પીકરો મૂકીને નવરાત્રિનાં ગરબાં વગાડતાં હતાં જેને લીધે આખુય વાતાવરણ એટલું ઉત્સાહમય બની ગયું હતું કે જે લોકોને નવરાત્રિનો કે ગરબાનો શોખ નાં પણ હોય એનાં પગ પણ થીરકી ઊઠે અને મન ઝૂમી ઊઠે. આટલું ઓછું હોય એમ કાળાં ઘેરાયેલાં વરસાદી વાદળોને લીધે વાતાવરણ વધુ ભીનું, ઠંડુ અને રોમેન્ટીક થઈ ગયું હતું.

"કેટલી મસ્ત ભીડ છે યારરર....!" ઉત્સાહથી થનગની રહેલી અંકિતાએ લાવણ્યાનું બાવડું પકડી લીધું અને કુદવાં લાગી.

"હાં...! એતો છે યાર....!" પાછળ આવી રહેલી ત્રિશા હવે આગળ ત્રણેયની લગોલગ ચાલતી-ચાલતી બોલી.

"એ.....! આ કેટલી મસ્ત છે યાર...!" અંકિતા હવે એક સ્ટોલની આગળ લટકી રહેલી અનેક ચણિયાચોલીમાંથી એક સરસ મજાની ચણિયાચોલીને પકડી બતાવવાં લાગી. લગભગ દસેક મિનિટ સુધી અંકિતા અને ત્રિશા બેય એજરીતે કોઈને કોઈ વસ્તુ જોવાં માટે આમતેમ ઉછળકૂદ કરવાં લાગ્યાં.

"હવે જલ્દી પાર્લર ચલોને....! મોડું થાયછે...!" છેવટે લાવણ્યા આકળાઇ.

"લાવણ્યા શું તું પણ....!" અંકિતા નાનાં બાળકની જેમ નારાજ થતાં બોલી "અમે તારાં માટે આટલી રાહ જોઈ....! તું થોડાં કલ્લાક અમારાં માટે સિડથી દૂર રહીશ તો નઇ ચાલે....!?"

"પણ હું તારાં માટેજ કઉ છું...!" લાવણ્યા દલીલ કરતાં બોલી.

"મારાં માટે....!?" અંકિતાએ નવાઈપૂર્વક મોઢું બનાવ્યું.

"હાસ્તો...! મોડું થશે તો સિડ તારાં અને ત્રિશાના મોમ-ડેડને ગરબાં માટે મનાવવાં કેમનો આવશે....!?"

"અરે બાપરે...!?" અંકિતાએ માથે હાથ દીધો "એ વાતતો હું ભૂલીજ ગઈ'તી....!?"

"હાં...યાર....!" ત્રિશાએ પણ સૂર પુરાવ્યો.

"જલ્દી...! જલ્દી ચાલો....! પે'લ્લાં પાર્લર પતાવી લઈએ...! પછી શોપિંગ...!" અંકિતા હવે રોડ ક્રોસ કરીને લૉ-ગાર્ડનની સામેજ આવેલાં મોલ તરફ જવાં લાગી.

તેણે ઉતાવળે ચાલતાં-ચાલતાં લાવણ્યાનો હાથ પકડી લીધો. બધાં હવે તેમની જોડે આજુબાજુ જોઈ રોડ ક્રોસ કરવાં લાગ્યાં.

"રોનક...! પ્રેમ....!" કામ્યા તેમની જોડે રોડ ક્રોસ કરી રહેલાં એ બેયને જોઈને બોલી "અમારું પાર્લર પતે ત્યાંસુધી તમે લોકો તમારું પતાવીલો....!"

"સારું...!" રોનક બોલ્યો "અમે પેલ્લાં મોલમાંજ કુર્તા જોઈ લઈએ...!"

"હું શું કઉછું...!" અંકિતા બોલી. તેઓ હવે રોડ ક્રોસ કરીને સામે આવી ગયાં અને મોલના પગથિયાં ચઢવાં માંડ્યાં "આપણે બીજું બધુ આજે કરાવી લઈએ...! અને સ્કીન વ્હાઇટનીંગની ટ્રીટમેંન્ટ કાલે કરાવીએતો....!? એમાં આખા બે કલ્લાક જેટલો ટાઈમ જશે યાર....!"

"હાં...! એવુજ કરીએ...!" મોલના મુખ્ય ભાગમાં પ્રવેશતાં-પ્રવેશતાં કામ્યા બોલી " આવતી કાલે આપણે હેયરસ્ટાઇલ અને મેકઅપ માટેતો આવવાંનુજ છેને...! તો થોડાં વે'લ્લાં આવીને સ્કીન વ્હાઇટનીંગ પણ કરાવી લઈશું...! શું કેવુંછે તારું લાવણ્યા..!?"

"હાં.....ચાલશે...!" લાવણ્યા બોલી "કયાં પાર્લરમાં જવાનું છે...!?"

લાવણ્યા મોલના વિશાળ ખુલ્લાં ભાગમાં આજુ-બાજુ જોતાં બોલી. વચ્ચે ચોરસ મોટો ખુલ્લો એરિયા અને આજુબાજુ અનેક ફ્લોરમાં અનેક શોપ્સ બનેલી હતી. નવરાત્રિને લીધે મોલમાં પણ સરસ લાઇટિંગ કરવામાં આવ્યું હતું. મોલમાં પણ એટલીજ ભીડ હતી.

"ત્યાં....!ફર્સ્ટ ફ્લોર ઉપર" કામ્યાએ હાથ કરીને કહ્યું "બેલેઝાંમાં ....!"

ચારેય ઓટોમેટિક એસ્કેલેટર ઉપર ઊભાં રહીને ફર્સ્ટ ફ્લોર ઉપર બેલેઝાં સેલોનમાં ગયાં. અગાઉથી ફિક્સ એપોઈંટમેંન્ટ હોવાથી તેઓને વધુ રાહ ના જોવી પડી.

----

"ફટાફટ કરોને....!" હાથ ઉપર વેક્સ કરાવી રહેલી લાવણ્યા ઉતાવળાં સ્વરમાં બોલી.

જ્યારથી તેઓ આવ્યાં હતાં ત્યારથી લાવણ્યા દરેક કામમાં ઉતાવળ કરવાં કહેતી રહેતી હતી. કામ્યા, ત્રિશા અને અંકિતા લાવણ્યાના આ રઘવાટ જોઈને મલકી રહ્યાં હતાં.

"હાશ....! હજીતો મેનીક્યોરને બધુ પણ બાકી છે...!" અંકિતા બોલી.

લગભગ બે કલ્લાક પછી ફૂલ બોડી વેક્સ પતાવી ફ્રેશ થયાં પછી લાવણ્યા સહિત બધાં સેલોનના સોફાંમાં આરામથી બેઠાં હતાં.

"લાવણ્યા....! તું પાછો ફોન મંતરવા માંડી...!?" સામેનાં સોફાંમાં બેઠેલી ત્રિશાએ પૂછ્યું.

"હમ્મ....! સિડને ફોન કરવો પડેને....!" અંકિતાએ ટીખળ કરી.

લાવણ્યાએ હસીને પ્રતીભાવ આપ્યો અને પોતાનાં ફોનમાંથી સિદ્ધાર્થનો નંબર ડાયલ કર્યો. આખી રિંગ વાગી ગયાં છતાંપણ સિદ્ધાર્થે ફોન ના ઉઠાવ્યો.

"હાય હાય...! આ છોકરો ફોન કેમ નઇ ઉઠાવતો....!?" લાવણ્યાના ધબકારાં અચાનક વધી જતાં તેનાં ઉરજોની ગતિ વધી ગઈ અને તે સોફાંમાંથી હાંફળી-ફાંફળી થઈ ઊભી થઈ ગઈ.

"અરે બીઝી હશે એ....!" કામ્યાએ પણ ઊભાં થતાં કહ્યું "કેમ આટલી બધી ચિંતા કરે છે..!?"

લાવણ્યાએ ફરીવાર ફટાફટ નંબર ડાયલ કર્યો.

"હાં ...! લવ....! બોલને...!?" બીજી-ત્રીજી રિંગ વાગ્યા પછી સિદ્ધાર્થે ફોન ઉઠાવ્યો.

"ઓહ...ગોડ..! હાશ...! તું ફોન કેમ નથી ઉઠાવતો જાન....!?" લાવણ્યાએ ઉચાટભર્યા સ્વરમાં પૂછ્યું "તું....તું.....! ઠીકતો છેને...!?"

"હાં...હાં....! ડોન્ટ વરી માય લવ ...! હું ઠીકજ છું....! હું બાઇક ઉપર છું....! એટ્લે બાઇક ઊભું રાખવાં ગયો ત્યાંસુધીમાં તારો ફોન કટ થઈ ગયો.....! પાછો તને કોલ કરું ત્યાંસુધીમાં તારો ફરી ફોન આવી ગયો.....!" રોડનાં ટ્રાફિકમાં સંભળાય એટ્લે સિદ્ધાર્થ ઊંચા સ્વરમાં બોલ્યો.

"તું...તું...! બાઇક ઉપર છેતો શું લેવાં ફોન ઉપાડયો....!?" લાવણ્યા હવે સિદ્ધાર્થને ધમકાવવાં લાગી. અંકિતા સહિત બધાં મલકી રહ્યાં.

"અરે વાત કરવાં માટે સાઈડમાં ઊભો રહ્યો છું...!"

"હાં....હાં....! સારું....!તું ફ્રી થાય એટ્લે ફોન કરજે...! હોને જાન....!?" લાવણ્યા વ્હાલથી બોલી.

"ઓહ લવ...! તું આટલું પ્રેમથી "જાન" બોલે છે....! તો એમ થાયછે કે તને ત્યાં આવીને વળગી પડું...!"

"તો...તો....આવને જાન.....!" લાવણ્યા ખુશ થઈ ગઈ અને ઉમળકાથી બોલી "લૉ ગાર્ડનની સામેનાં મોલમાં બેલેઝા સેલોન છે...! પેલ્લેમાળ....! તું આવતો રે'....! હું બા'ર ઊભી રઉ છું....!"

"લવ....!" સિદ્ધાર્થથી હળવું હસાઈ ગયું "તું શાંતિથી બધું પતાવીલે....! આપણે સાંજે મળીએ....!હમ્મ...!"

"ઓકે જાન....! પણ તું બાઇક ધીમું ચલાવજે...! હોને...!?વરસાદની સિઝન છે..!" લાવણ્યા ભીના ચિંતાતુર સ્વરમાં બોલી "અને...અને...હું ફોન કે મેસેજ કરું......! તો ...તો રિપ્લાય કરજે....! મારો જીવ અદ્ધર થઈ જાયછે....!"

"હાં...! પ્રોમિસ બસ...! હવેથી ચોક્કસ રિપ્લાય કરીશ...! ચલ બાય....!" સિદ્ધાર્થે કહ્યું.

"બાય જાન....!" લાવણ્યાએ ફરીવાર એજરીતે વ્હાલથી કહ્યું. છેવટે બંનેએ ફોન કટ કર્યો.

"હા....ય....!" લાવણ્યાએ ફોન મૂકતાંજ અંકિતા એને ચીડવવાં લાગી "કાશ હું પણ છોકરો હોત....! તો મારી પણ કોઈક આટલી ચિંતા કરત...!"

લાવણ્યા સહિત બધાં હસી પડ્યાં. થોડીવાર પછી લાવણ્યાએ તેનાં મોબાઇલમાંથી સિદ્ધાર્થને વોટ્સએપમાં મેસેજ ટાઈપ કરી એક સોંગની કેટલીક લાઈનો લખીને મોકલી.

"મુઝે ઈક પલ ચેનના આવે...હોં મુઝે ઈક પલ ચેનના આવે...

સજના તેરે બીના....! હોં સજના તેરે બીના....!

મેરે દિલકો કુછ નહીં ભાવે ....! હોં સજના તેરે બીના....!

હોં સજના તેરે બીના....!"

સોંગની લાઈનોની જોડે કેટલાંક હાર્ટશેપનાં અને લવનાં સ્માઇલીઝ પણ લાવણ્યાએ મોકલી દીધાં.

મેસેજ કરીને લાવણ્યા મલકી રહી અને સિદ્ધાર્થનો રિપ્લાય આવવાની રાહ જોતી રહી. થોડીવાર સુધી બ્લૂટીક નાં આવતાં લાવણ્યાએ ફોન પાછો તેનાં જીન્સનાં પોકેટમાં મૂક્યો. તરતજ તેનો ફોન વાઇબ્રેટ થયો. લાવણ્યાએ ઝટપટ તેનો ફોન કાઢીને જોયું.

નોટિફિકેશનમાં સિદ્ધાર્થનો મેસેજ હતો. લાવણ્યએ તરતજ ફોન અનલોક કર્યો અને મેસેજ ઓપન કર્યો. સિદ્ધાર્થે પણ લાવણ્યાનાં સોંગનાં રિપ્લાયમાં સરસ મજાનાં એક ગુજરાતી રોમેન્ટિક સોંગની કેટલીક લાઈનો લખીને મોકલી હતી. લાવણ્યા ખુશ થઈને વાંચી રહી.

"હું મને શોધ્યાં કરું...!

પણ હું તને પામ્યાં કરું....!

તું લઈને આવે લાગણીનો મેળો રે....!"

સિદ્ધાર્થે જે લાઈનો પસંદ કરી હતી એ જોઈને લાવણ્યાને ખુશી પણ થઈ અને દુ:ખ પણ. એ લાઈનોમાં સિદ્ધાર્થનાં મનની હાલની "કન્ફ્યુઝનની" સ્થિતિ સ્પષ્ટ થતી હતી.

"એને સૂટ કરેછે આ સોંગ...!" જોડે ઊભેલી અંકિતા બોલી.

લાવણ્યાને નહોતી ખબરકે અંકિતા પણ તેનાં ફોનની સ્ક્રીનમાં જોઈને લાવણ્યાના સિદ્ધાર્થ સાથેનાં એ ચેટ મેસેજ વાંચી રહી હતી અને મલકી રહી હતી.

"તું...તું...! ફરી મારાં અને સિડનાં પર્સનલ મેસેજ વાંચવાં લાગી...!? ચિડાયેલી લાવણ્યા થોડી ગભરાયેલાં સ્વરમાં બોલી.

"અરે....!" અંકિતાએ લાવણ્યાના ખભાં ઉપર પ્રેમથી હાથ મૂક્યો "હું સમ ખાઉંછું બસ....! હું કોઈને કશુંજ નઇ કહું....!"

"તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે.....! લાવણ્યા ભીંજાયેલી આંખે તેની સામે જોઈને બોલી "મને હવે ફરી હર્ટ ના કરતી....!"

"નઇ કરું....! આઈ પ્રોમિસ....!" અંકિતા સ્મિત કરતાં ભાવુક સ્વરમાં બોલી "સિદ્ધાર્થે જે સોંગ લખીને મોકલ્યું છેને એની બધી લાઈનો સરસ છે....! ગૂગલમાં જોઈને રિપ્લાયમાં એજ સોંગની બીજી લાઈનો મોકલને .....! મજા આવશે....!"

લાવણ્યા સ્મિત કરીને વિચારી રહી.

"ચાલ બેસ જલ્દી...!" અંકિતાએ લાવણ્યાને ખેંચીને સોફાંમાં બેસાડી અને પોતે પણ જોડે બેઠી.

લાવણ્યાએ સ્મિત કરતાં-કરતાં તેનાં મોબાઈલમાં હમણાંજ નવી રીલીઝ થયેલી હિટ ગુજરાતી મૂવી "લવની ભવાઇ"નાં એ હિટ સોંગનાં લીરિક્સ સર્ચ કરવાં માંડ્યા.

કામ્યા અને ત્રિશા પણ હવે કુતૂહલવશ લાવણ્યાની જોડે આજુબાજુ બેસી ગયાં.

સોંગ સર્ચ કરીને લાવણ્યા ઈયરફોન તેનાં મોબાઇલમાં કનેક્ટ કરીને કાનમાં ભરાવ્યાં અને સોંગ સાંભળવાં લાગી. જોડે જોડે તે લીરિક્સ પણ વાંચતી ગઈ.

"કેટલું મસ્ત સોંગછે યાર....!" આખું સોંગ સાંભળ્યા પછી લાવણ્યા કાનમાંથી ઈયરફોન કાઢતાં બોલી "હવે આખો દિવસ મારાં મગજમાં ઘૂમરાયાં કરશે....!"

"અરે તું ફટાફટ એને લખીને મોકલને ....!" અંકિતા ઉત્સાહપૂર્વક બોલી.

"હાં....! એક મિનિટ....! મને વિચારવાં તો દે....! કઈ લાઈનો સૂટ થશે....! એનાં માટે....!" લાવણ્યા બોલી અને સોંગના લીરિક્સ મનમાં ગાવાં લાગી.

"એની એ માંજારી આંખો....!" થોડીવાર સુધી સોંગના લીરિક્સ મનમાં ગણગણ્યા પછી લાવણ્યા ધીરેથી બોલી.

"હેં શું...!?" જોડે બેઠેલી અંકિતા બોલી.

કઈંપણ બોલ્યાં વગર લાવણ્યા વોટ્સએપમાં સિદ્ધાર્થને ફટાફટ મેસેજ ટાઈપ કરવાં લાગી.

અંકિતા, કામ્યા અને ત્રિશા કુતૂહલથી તેનાં મોબાઇલની સ્ક્રીન સામે ડોકી ઊંચી કરીને જોઈ રહ્યાં અને લાવણ્યા જેમ-જેમ મેસેજ ટાઈપ કરતી જતી હતી તેમ-તેમ તેઓ મેસેજ વાંચી રહ્યાં.

"તારી બોલતી આંખો.....!

જાણે ખોલતી વાતો......!"

"એની એ આંખો...!" લાવણ્યાએ સોંગની એ લાઈનો ટાઈપ કરીને ઇનોસંન્ટ ચેહરે વારાફરતી ત્રણેયની સામે જોયું "એ પોતે ભલે કઈં ના બોલે....! પણ એની એ આંખો બધુ બોલી નાંખતી હોયછે....!"

"Aww....! ચો ચ્વિટ.....!" અંકિતાએ કાલી ભાષાંમાં કહ્યું.

લાવણ્યા આગળ મેસેજ ટાઈપ કરવાં લાગી.

"હર વાતમાં હું જાત ભૂલું રે…...!

કે વ્હાલમ આવોને આવોને....

મન ભીંજા...વોને... આવોને.....

કેવી આ દિલની સગાઇ...

કે માંડી છે લવની ભવાઈ...

વ્હાલમ આવોને આવોને.....!"

લાવણ્યાએ છેવટે આખો એ મેસેજ ટાઈપ કરીને સેન્ડ કરી દીધો.

"કેટલું રોમેન્ટીક થઈ ગયું યાર આતો....!" ત્રિશા બોલી "હું પણ નિશાંતને આ સોંગ લખીને મોકલું....!?"

"નિશાંત....!?" ત્રિશાની જોડે બેઠેલી કામ્યાએ પૂછ્યું "ઓલો બીજાં ગ્રૂપવાળો તારો બોયફ્રેન્ડને...!?

"તું તો એવું બોલેછે જાણે એ બીજાં ગ્રૂપનો નઇ પાકિસ્તાનનો હોય....!" ત્રિશા વ્યંગ કરતાં બોલી.

બધાં હસી પડ્યાં.

લાવણ્યા હસતી-હસતી તેનાં ફોનની સ્ક્રીન સામે જોઈ રહી. બ્લૂ ટીક આવી ગઈ હતી. સિદ્ધાર્થે મેસેજ રીડ કરી લીધો હતો.

લાવણ્યા સિદ્ધાર્થ વિષે વિચારીજ રહી હતી ત્યાંજ સિદ્ધાર્થનો કોલ આવી ગયો.

"લે...! આય જબરો અધિર્યો થઈ ગ્યો છે...!" અંકિતા ટીખળ કરતાં બોલી.

"હું આવું વાત કરીને....!" એટલું કહીને લાવણ્યા ઝડપથી ઊભી થઈ અને બહાર જવાં લાગી.

"અરે....! આ છોકરીતો જો...!" અંકિતા બહાર જઈ રહેલી લાવણ્યાને જોઈને બોલી.

"હેલ્લો....! હાં...જાન ....! બોલને....!" લાવણ્યા ઉતાવળે સેલોનની બહાર આવી ગઈ અને મોલના કોરિડોરની પેરાપેટ જોડે ઊભી રહી નીચેની ભીડને જોતાં-જોતાં વાત કરવાં લાગી.

"બસ....! કઈં નઇ.....!" સિદ્ધાર્થ બોલ્યો "સોંગ મગજમાં ફરવાં માંડયું છે...!"

"મારાં મગજમાં પણ....!" લાવણ્યા હળવાં સ્મિત સાથે બોલી "તું બાઇકતો નથી ચલાવતોને....!?"

લાવણ્યાએ ચિંતાતુર સ્વરમાં પૂછ્યું.

"ના....લવ....! હું તો અત્યારે ચ્હા પિવાં ઊભો છું....!" સિદ્ધાર્થ બોલ્યો "અને એ સોંગ મગજમાં ગણગણું છું....!"

"તો પછી આવોને વ્હાલમ.....!" લાવણ્યા ટીખળ કરતાં બોલી "બઉ મિસ થાય છે જાન.....!"

"તું આવીરીતે "જાન-જાન" ના બોલને...!" સિદ્ધાર્થ બોલ્યો.

"હું તો બોલવાની...!" લાવણ્યા તેને ચિડાવતાં લહેકો લઈને બોલી "જા...ન.....!"

સિદ્ધાર્થ હસી પડ્યો. બંને થોડીવાર મૌન થઈ ગયાં.

"સિડ.....!"

"હમ્મ....!"

"સ....સાંજે આવીશને ....!?" લાવણ્યા હવે થોડી ઈમોશનલ થઈ "અમારે પાર્લર પતવાંજ આયું છે....! પછી શોપિંગ ફટાફટ પતાવી લઈશું...!"

"તમારે બધું પતવાં આવે એટ્લે મને ફોન કરજે...!" સિદ્ધાર્થ બોલ્યો "હું નજીકમાંજ છું....! માંડ દસ-પંદર મિનિટ થશે લૉ ગાર્ડન પોં'ચતા...!"

"ઓકે....!"

"તો હવે મૂકું....!?"

"ના.....!"

"તો પછી મોડું થશે હોં....!"

"ઓકે ઓકે.....! બાય...જાન....!" લાવણ્યાએ તરતજ કીધું અને સિદ્ધાર્થે પણ "બાય" કહી દેતાં લાવણ્યાએ ફોન કટ કર્યો.

કોરિડોરમાં ઊભાં-ઊભાંજ લાવણ્યા થોડીવાર સુધી સિદ્ધાર્થના વિચારોમાં ખોવાયેલી રહી.

"ટ્રીંગ.....! ટ્રીંગ.....! ટ્રીંગ.....! ટ્રીંગ.....!" વિચારોમાં ખોવાયેલી લાવણ્યાનાં ફોનની રિંગ ફરી વાગી.

લાવણ્યાએ તેનાં ફોનની સ્ક્રીનમાં નંબર જોયો.

"વિશાલ....!?" લાવણ્યાને નવાઈ લાગી. તેણે સ્ક્રીન ઉપર ટચ કરીને કૉલ રિસીવ કર્યો.

"આવતી કાલથી નવરાત્રિ શરૂ થાય છે...!" લાવણ્યાએ ફોન રિસીવ કરતાંજ વિશાલ બોલ્યો "તારે હવે ચણિયાચોલી ક્યારે લેવાની છે....!? યાદ છેને....!? ચણિયાચોલી વગેરે બધું મારાં તરફથી છે...!?"

"અરે બાપરે.....!?" વિશાલે યાદ અપાવતાં લાવણ્યા મનમાં બબડી "અરે યાર....!" તે પોતાનાં માથે હાથ દઈને ત્યાંજ ઊભી રહી ગઈ "હુંતો ભૂલીજ ગઈ'તી....! મારાં મોટાભાગનાં પૈસાંતો વૉચ લેવામાં વપરાઇ ગયાંછે...!"

"તો પછી...!" વિશાલ બોલ્યો "હવે બોલ.....! ક્યારે જવું છે...!?"

"પણ હું તો પાર્લરમાં છું....! લૉ ગાર્ડન.....! અને અમે પાર્લર પતાવીને પછી સામે માર્કેટમાંજ ચણિયાચોલી વગેરેની શોપિંગ કરશું....!"

"તો એક કામ કર.....!" વિશાલ બોલ્યો "મને તારો બેન્ક અકાઉંટ નંબર આપ....! હું પૈસાં ટ્રાન્સફર કરી દઉં.....! તું ATMમાં જઈને ઉપાડી લેજે.....!"

"હાં ....! સારું....! હું watsapp કરું છું....!"

"ઓકે....બાય....!"

"બાય....!"

લાવણ્યાએ ફોન કટ કર્યો અને watsapp ઓપન કરી વિશાલને તેનાં મોબાઇલમાં અગાઉથી સેવ કરેલો બેન્કનો અકાઉંટ નંબર મેસેજ કરી દીધો.

"લાવણ્યા....!" અંકિતાએ સેલોનના કાંચના વૉલપેપેર લાગેલાં દરવાજાંને સહેજ ખોલીને ડોકી કાઢીને બૂમ મારી "ચાલ.....! જલ્દી....! હેયર સ્ટ્રેટનીંગમાં આપણો નંબર આવી ગયો....!"

"કે વ્હાલમ આવોને આવોને....

મન ભીંજા...વોને... આવોને

કેવી આ દિલની સગાઇ

કે માંડી છે લવની ભવાઈ....!"

લાવણ્યા તેનો ફોન લોક કરી "વ્હાલમ આવોને" સોંગને મનમાં ગણગણતી સેલોનમાં જવાં લાગી.

----

"આ કેવી લાગે છે....!?" લાવણ્યાએ એક ચણિયાચોલીનાં ચણિયાને તેની જીન્સની બેલ્ટ ઉપર ધરીને બતાવ્યો.

ત્રણ-ચાર કલ્લાક પહેલાંજ તેઓ પાર્લર પતાવીને મોલની સામેજ ચણિયાચોલી માર્કેટમાં શોપિંગ કરી રહ્યાં હતાં. વિશાલે પ્રોમિસ કર્યા મુજબ નવ દિવસની ચણિયાચોલી અને બીજી બધી વસ્તુઓ માટે લાવણ્યાનાં એકાઉન્ટમાં લગભગ ચાલીસેક હજાર જેટલી રકમ ટ્રાન્સફર કરી દીધી હતી. લાવણ્યાએ મોલમાંજ આવેલાં ATMમાંથી પૈસાં ઉપાડી લીધાં હતાં. સાંજનાં લગભગ સાડાં છ વાગવાં આવ્યાં હતાં. બધાં લગભગ ત્રણ-ચાર કલ્લાકથી શોપિંગ કરી રહ્યાં હતાં. પાર્લર પત્યાં પછી બધાંએ લૉ ગાર્ડનનાં મેઇન ગેટની સામે આવેલાં અમદાવાદની ઓળખ સમાન એવાં ખાણી-પીણી બજારમાં જમી લીધું હતું.

લાવણ્યાને જ્યારે-જ્યારે સમય મળ્યો ત્યારે-ત્યારે તેણે સિદ્ધાર્થને ફોન કર્યો હતો કે રોમેન્ટીક મેસેજ કર્યા હતાં. સિદ્ધાર્થે બધાંજ ફોન કોલ્સનો તેમજ મેસેજીસનો રિપ્લાય આપ્યો હતો. લાવણ્યાનો દિવસ આખો ખુશનુમાં વિત્યો હતો. તેની ખુશી તેનાં ચેહરા ઉપરથી છલકાઈ રહી હતી. સિદ્ધાર્થે પહેલીવાર તેની જોડે કોઈ ડિમાન્ડ કરી હોવાથી લાવણ્યાએ બધીજ ચણિયાચોલી લૉ વેઇસ્ટ ખરીદી હતી.

"અરે તું બધાં ચણિયા લૉ વેઇસ્ટજ લઇશ....!?" અંકિતાએ લાવણ્યાએ સિલેક્ટ કરીને નીચે મુકેલી બાકીની ચણિયાચોલીની થપ્પીની તરફ જોઈને કહ્યું.

"હાસ્તો.....!" લાવણ્યા તેની કમર ઉપર બીજો એક ચણિયો મૂકીને જોતાં-જોતાં બોલી "અને આ કેવોછે..!?"

"મસ્ત છે....!" કામ્યા તેની તરફ જોઈને બોલી.

"અરે યાર તમારું લોકોનું પત્યું કે નઇ....!?" ચણિયાચોલીનાં સ્ટૉલની બહાર પ્રેમની જોડે ઉભેલો કંટાળેલો રોનક બોલ્યો. ચારેય છોકરીઓએ જે-જે ખરીદી કરી હતી તે બધો સામાન લઈને રોનક અને પ્રેમ સ્ટૉલની બહાર જોડેજ ઊભાં હતાં.

લૉ ગાર્ડનની દીવાલને અડીને બનેલાં લગભગ બધાંજ સ્ટૉલ બહુ મોટાં કે નાનાં નહીં એવાં મધ્યમ કદનાં કહી શકાય તેટલાં હતાં. નવરાત્રિની ભીડને લીધે સ્ટૉલમાં ઓલરેડી જગ્યાં ઓછી હોવાથી બંને છોકરાંઓ સામાન લઈને બહારજ ઊભાં રહ્યાં હતાં. જે-જે સ્ટૉલમાં છોકરીઓ સામાન ખરીદવાં જતી, એ બધાંજ સ્ટોલોમાં બંને જણાં જોડે-જોડે ફરતાં.

એકેય છોકરીએ રોનકને જવાબ નાં આપ્યો અને તેમની ખરીદીમાં મશગુલ રહી.

"પગનીતો કઢી થઈ ગઈછે....!" અકળાયેલો રોનક મોઢું બગાડતાં બોલ્યો "આ સિદ્ધાર્થ જબરો છટકી ગયો....! નઇ....!?" રોનકે જોડે ઉભેલાં પ્રેમને જોઈને કહ્યું.

પ્રેમે પણ કંટાળેલાં મોઢે માથું ધૂણાવ્યું. તે પણ પોતાનો અને રોનકનો સામાન સહિત છોકરીઓનો પણ કેટલોક સામાન લઈને ઊભો હતો.

"અરે ચાર કલ્લાકથી ઉપર થયું યાર....! હજી નથી પતતું તમારું લોકોનું...!?" થોડી વધુવાર વીતી ગયાં પછી હવે પ્રેમ બોલ્યો.

"શું છે તમારે...!?" ત્રિશા સ્ટૉલનાં પગથિયે ઊભી રહીને બોલી "હજીતો ચણિયાચોલીની મેચિંગ એક્સેસરીઝ બાકીછે....!"

"બે એ.....!" પ્રેમ હાથ કરીને બોલ્યો "તમારે અમને બેયને શહીદ કરાવી દેવાંછે...!? આ ટાઈમતો જોવો...!"

"અરે તમે લોકો પે'લ્લીવાર શોપિંગ માટે આવ્યાં અમારી જોડે....!?" ત્રિશા સ્ટૉલમાં જઈને પાછી બહાર આવતાં બોલી. તેનાં હાથ ત્રણ-ચાર મોટી પોલીથીનની બેગ હતી.

"આલો પકડો ....!" રોનક વધુ નજીક ઊભો હોવાથી ત્રિશાએ બધી બેગો તેની તરફ ધરી "આમાં મારી અને અંકિતાની ચણિયાચોલી છે....!"

"ટેમ્પો બોલવાવો છે....!?" પ્રેમે ટીખળ કરી.

ત્રિશા હસી અને પાછી સ્ટૉલમાં ઘૂસી ગઈ.

"એ કામ્યા....!" ચણિયાચોલીનો ચણિયો પોતાની કમર ઉપર મૂકીને ટ્રાય કરી રહેલી કામ્યાને જોઈને લાવણ્યા બોલી "તું પણ એકાદી લૉ-વેઇસ્ટ ટ્રાય કરને....! તારી કમર પણ કેટલી મસ્ત છે પતલી-પતલી.....!"

એટલું કહીને લાવણ્યા તેની નજીક આવી ગઈ અને તેનાં હાથમાં રહેલો લૉ-વેઇસ્ટ ચણિયો કામ્યાની કમરે મૂકી દીધો અને તેને બતાવવાં લાગી.

"અરે.....!" કામ્યાએ લાવણ્યાએ સામે જોયું "મારે શું કરવી છે લૉ-વેઇસ્ટ!? મારે ક્યાં કોઈ "સિદ્ધાર્થ" છે....! જેણે મારી જોડે ડિમાન્ડ કરી હોય....!?"

"અરે એવું થોડું હોય....!" લાવણ્યા બોલી "કેવો લાગેછે કલર...!?"

લાવણ્યાએ કામ્યાને પૂછ્યું પછી અંકિતા સામે જોયું.

"હાં.....! હાં....! સરસ કલર છે કામ્યા....! લાવણ્યા બરાબર કે'છે....! તારી કમર મસ્ત છે....! પતલી-પતલી....!" અંકિતાએ કામ્યાની ટી-શર્ટમાંથી સહેજ દેખાઈ રહેલાં તેની પાતળી કમરના ઘાટને જોઈને તેની ઉપર ચૂંટલી ખણતાં કહ્યું.

"અરે તમે બેય જણાં....!" કામ્યાએ દાંત દબાવીને ધીરેથી કહ્યું અને ઝટકાં સાથે અંકિતાનો હાથ દૂર કર્યો"આ દુકાનવાળો જોવે છે....! મારે કઈં લૉ-વેઇસ્ટ નથી લેવી...! મારી ચણિયાચોલીની શોપિંગ પતી ગઈ હવે.....!"

"ના...ના..ના.!" લાવણ્યા હવે નાનાં બાળકની જેમ તેનાં ખભાં ઉછાળવાં લાગી "એકતો લેવીજ પડશે...! આમાંથી ગમેતે એક પાછી આપીદે.....!" લાવણ્યાએ કામ્યાની ચણિયાચોલીની બેગમાંથી ચણિયાચોલી કાઢવાં લાગી.

"અને એની બદલે આ લૉ-વેઇસ્ટ લઈલે...!" લાવણ્યા બોલી.

"અરે પણ....!"

"મેં કીધુંને ....!" કામ્યા બોલવાં જતી હતી ત્યાંજ લાવણ્યા વચ્ચે છણકો કરતાં બોલી "આ લેવાની એટ્લે લેવાની....બસ..!"

"અરે ભાઈ...!" લાવણ્યાએ હવે સ્ટૉલમાં ચણિયાચોલી બતાવી રહેલાં એક ભાઈ તરફ ફરીને કહ્યું "આમાંથી એક પાછી લઈલો અને એનાં બદલાંમાં આ લૉ-વેઇસ્ટવાળી આપીદો....!"

"કઈં પાછી લેવાની....!?" એ ભાઈએ પૂછ્યું.

"તને જે ના ગમતી હોય એ કે...!" લાવણ્યાએ કામ્યા તરફ જોઈને કહ્યું.

"આલો....!" કામ્યાએ તેની ચણિયાચોલીની પ્લાસ્ટિક બેગમાંથી પરાણે એક ચણિયાચોલી પાછી આપી અને બદલાંમાં લાવણ્યાએ સિલેક્ટ કરેલી લૉ-વેઇસ્ટ ચણિયાચોલી લઈ લીધી.

ચણિયાચોલીની શોપિંગ પતાવ્યાં પછી વધુ દોઢેક કલ્લાક સુધી એક્સેસરીઝ વગેરેની શોપિંગ ચાલી. આખી શોપિંગ દરમ્યાન લાવણ્યા ટાઈમમળે સિદ્ધાર્થને ફોન કરી લેતી. દર વખતે અધિર્યા સ્વરમાં સિદ્ધાર્થ એકજ પ્રશ્ન પૂછ્યાં કરતો -

"કેટલીવાર લાગશે....!?" સિદ્ધાર્થનાં સ્વરમાં રહેલી એ આતુરતાં લાવણ્યાને દર વખતે હચમચાવી નાખતી. અને તે બધાંને શોપિંગમાં ઉતાવળ કરાવતી. ઘણી ઉતાવળ કરવાં છતાં પાર્લર અને શોપિંગમાં લગભગ આખો દિવસ પૂરો થઈ ગયો.

"હાય.....! શું કરેછે જાન....!?" શોપિંગ લગભગ પતવાં આવતાં લાવણ્યાએ સિદ્ધાર્થને ફોન કર્યો.

"હાશ....! તારાંજ ફોનની રાહ જોતો'તો...!" સિદ્ધાર્થ બોલ્યો "બહુવાર કરી તમે લોકોએતો....! સાડા છ થવાં આવ્યાં....! આખો દિવસ પૂરો કરી નાંખ્યો....!"

"સોરી જાન....!" લાવણ્યા ઈમોશનલ સ્વરમાં બોલી "પણ શું કરું....!? બહુ ટ્રાય કર્યો તોય મોડું થઈ ગયું...!"

"સારું...! કઈં વાંધો નઈ....! હવે તો આઈ જાઉંને...!?" સિદ્ધાર્થે પૂછ્યું.

"હાં....હાં....! આઈજા....! અમારે બસ પતવાજ આવ્યું છે...!" લાવણ્યાએ ઉત્સાહપૂર્વક કહ્યું "લૉ ગાર્ડનના મેઇન ગેટ પાસે ના આવતો...! અમે લોકો ઓલાં "નળ"વાળાં સર્કલની સામે એક્સેસરીઝ લેવાં ઊભાં છીએ...!"

"હાં....! સારું....! હું નજીકજ છું...! દસ મિનિટમાં આયો....! "

"હાં...! સારું....! બાય જાન.....!"

"બાય...!"

"અરે એકલું 'બાય'...!" લાવણ્યા નારાજ સ્વરમાં બોલી "બાય લવ"....! એવું આખું બોલને...!"

"બાય લ....વ....!" સિદ્ધાર્થે લહેકો લઈને કહ્યું અને ફોન કટ કર્યો.

----

"લાવણ્યા...! આ બરાબર છે...!?" અંકિતાએ તેની તેનાં કાનની બુટ ઉપર ચણિયાચોલી જોડે પહેરવાં માટેનાં ઝુમકાં લટકાવીને કહ્યું.

"હાં....હાં....! સારાંજ છે....!" લાવણ્યાએ તેની તરફ જોયાં વિનાજ કહ્યું "જલ્દી કરો ....! જલ્દી કરો....!"

લાવણ્યા હવે આતુરતાંપૂર્વક આજુબાજુ જોવાં લાગી.

"આ છોકરો હજુય કેમનાં આયો....!?" લાવણ્યા ચિંતાતુરસ્વરમાં એજરીતે આજુબાજુ જોઈને બોલી.

"સિદ્ધાર્થ.....!?" જોડે બધો સામાન પકડીને ઉભેલાં પ્રેમે પૂછ્યું "આવતોજ હશે યાર...!"

"પણ એ દસ મિનિટજ કે'તો'તો....!" લાવણ્યા ફરી ચિંતાતુર સ્વરમાં બોલી "અડધો કલ્લાક થઈ ગયો...!"

"એકતો એ છોકરો બાઇક પણ ઊડઝૂડિયું ચલાવે છે...!" અંકિતાએ જાણીજોઇને લાવણ્યાને છેડી.

"આવું કેમ બોલેછે તું....!?" લાવણ્યા ચિડાઇ ગઈ.

"અરે.....! અંકિતા શું તું પણ યાર...!" કામ્યાએ અંકિતાને ખખડાવી.

"સોરી..સોરી....! હું તો ખાલી મસ્તી કરતી'તી....!"

"તનેતો બધું મસ્તીમાંજ જાય છેને....!" લાવણ્યા હવે વધુ અકળાઇ.

"એ....!" અંકિતાએ રોડની બીજી તરફ હાથ કરીને કહ્યું "સિદ્ધાર્થ.....!"

લાવણ્યાએ તરતજ એ દિશામાં જોયું. સિદ્ધાર્થ રોડની બીજી તરફથી ચાલતો-ચાલતો આવી રહ્યો હતો. લાવણ્યા તેને આવતો જોઈ રહી.

"બ્લેઝરમાં શું ક"મા......લ" લાગે છે....!યાર....!" અંકિતાએ ફરીવાર લાવણ્યાને છેડવાં માટે "ડબલ મિનિંગ" વાક્ય કહ્યું.

"તું....!"

"લાવણ્યા....!" કામ્યા તરતજ વચ્ચે બોલી "એ મસ્તી કરેછે...! અને અંકિતા...!" કામ્યાએ હવે તેની તરફ હાથ કરીને કહ્યું "બસ હવે....! બહુ થયું....!"

અંકિતાએ મોઢું મચકોડીને પ્રતીભાવ આપ્યો. સિદ્ધાર્થ હવે રોડ ઓળંગવાં માટે ડિવાઇડર ઉપર ઊભો રહ્યો હતો. તેણે સવારમાં બ્લેઝરવાળાં જે કપડાં પહેર્યા હતાં એજ કપડાં પહેરી રાખ્યાં હતાં.

"સિદ્ધાર્થ....!" લાવણ્યાએ ઊંચા સ્વરમાં બૂમ પાડીને તેની તરફ હાથ હલાવ્યો.

સિદ્ધાર્થે લાવણ્યાને જોઈને સ્મિત કર્યું અને પ્રતીભાવમાં તેનો હાથ થોડો ઊંચો કરી હલાવ્યો. હવે તે ડિવાઇડર ઉપરથી ઉતરીને તેમની તરફ આવવાં લાગ્યો. લાવણ્યા મુગ્ધપણે તેને આવતો જોઈ રહી.

"પતી ગ્યું તમારે....!?" સિદ્ધાર્થ છેવટે જોડે આવીને ઊભો રહેતાં બોલ્યો "તો ચાલો ફટાફટ....! અંકિતા અને ત્રિશાનાં ઘરે....!"

"ઓહો....!" અંકિતા હવે ટીખળ કરતાં બોલી "જોતો....! કેટલી ઉતાવળ છે....!"

લાવણ્યાએ સ્મિત કરીને તેની સામે જોયું. બધાં સિદ્ધાર્થ સામે જોઈને રમતિયાળ સ્મિત કરી રહ્યાં.

"તું આખો દિવસ બ્લેઝર પે'રીને ફર્યો...!?" અંકિતાએ તેની આંખો નચાવતાં પૂછ્યું.

"એક ઈવેન્ટમાં જવાનું હતું....!" સિદ્ધાર્થ બોલ્યો "એટ્લે પછી પે'રીજ રાખ્યું....! મને તમારી જેમ વારેઘડીએ કપડાં બદલવાંની આદત નથી....!"

"પણ તું બહુ હોટ લાગેછે હો.....!" અંકિતાએ ફરીવાર તેની આંખો નચાવી અને લાવણ્યા સામે જોયું.

"બસ હવે....!" લાવણ્યા અકળાઇ.

અંકિતાએ તેનાં કાન પકડી લીધાં.

"લાવ...! હું તારી બેગ પકડી લઉં...!" સિદ્ધાર્થે લાવણ્યાને કહ્યું અને સહેજ વાંકાવળીને લાવણ્યાનાં હાથમાંથી તેનાં સામાનની બધી શોપિંગ બેગ્સ લેવાં લાગ્યો.

"નાં...!નાં....! તું રે'વા દેને....!" લાવણ્યાએ બધી બેગ્સ તેની પાછળ સંતાડવાં માંડી "તું આખાં દિવસનો થાક્યો હોઈશ....! હું મેનેજ કરી લઇશ....!"

"ઓહો...!" રોનક વ્યંગ કરતાં બોલ્યો "અમે બેય આખાં દિવસનાં આટલો બધો સામાન પકડીને ફર્યા કરીએછે....! તોય અમારો કોઈ ભાવ નથી પૂછતું અને આ રાજકુમાર હજીતો જસ્ટ આવ્યાંછે....! અને એમને આટલો બધો ભાવ....!?"

"અરે બસ કરો....!" કામ્યા થોડું અકળાઇને બોલી "હવે ચાલોને યાર....!"

"નાં....!" અંકિતા તેનો પગ પછાડતાં બોલી "મને ભૂખ લાગીછે....! પેલ્લાં કઈંક ખવડાવો....!"

"અરે શું યાર....!" લાવણ્યા હવે થોડી અકળાઇ "તું ઘરે જઈને જમી લેજેને...! આપણે તારાં ઘરેજ તો જઈએ છે....!"

"નાં....! આજેતો મારે સિદ્ધાર્થનાં જોડે પાર્ટી જોઈએજ છે....!" અંકિતા ફરીવાર નારાજ થવાનો દેખાડો કરતાં બોલી.

"પણ....પણ....! પછી મોડું થાયછે....!" લાવણ્યા હવે દયામણા સ્વરમાં બોલી "પ્લીઝ અંકિતા....! સમજને ....!"

લાવણ્યા ઢીલી થઈને તેની સામે જોઈ રહી. કામ્યા અને ત્રિશાએ હવે અંકિતા સામે જોયું.

"પણ પછી ક્યાં રોજ-રોજ આવું મસ્ત ભીડભાડવાળું એટમોસ્ફિયર મળશે યાર ...!" અંકિતાએ આજુબાજુ હાથ કર્યા "અને તને પણ સિદ્ધાર્થ જોડે બેસીને જમવાંની મઝા અવાશે...!" અંકિતાએ તેની આંખ મિચકારી.

લાવણ્યાએ સિદ્ધાર્થ સામે જોયું. ઈચ્છા નાં હોવાંછતાં તેણે પરાણે સ્મિત કર્યું.

"ચાલો....!" સિદ્ધાર્થ બોલ્યો અને પાછો વાંકો વળ્યો "લાવ બેગ્સ મને આપીદે હવે....!"

"પ્લીઝ બેગમાં જોતો નઇ....!" લાવણ્યાએ છેવટે તેનાં સામાનની બેગ્સ સિદ્ધાર્થને આપતાં કહ્યું "તારાં માટે બધી ચણિયાચોલી સરપ્રાઇઝ છે...!"

"હાં સારું....!" સિદ્ધાર્થ બોલ્યો "હવે જઈએ....!?"

"હાં...હાં...ચાલો...! મારે પણ પતીજ ગયુંછે....!" અંકિતા બોલી.

"બપોરે ખાધું'તું ત્યાંજ પાઉંભાજી ખાઈશું...!?" ત્રિશાએ પૂછ્યું.

"હાં...! ત્યાંજ ખાઈ લઈએ....! બીજે બધે ભટકવાં રઇશું તો મોડું થશે....!" લાવણ્યા બોલી.

"તો ચાલો...!" અંકિતા બોલી અને આગળ ચાલવાં લાગી.

બધાં હવે લૉ ગાર્ડનનાં મુખ્ય ગેટ તરફ ચાલવાં લાગ્યાં. ત્રિશા, અંકિતા, કામ્યા અને પ્રેમ સૌથી આગળ ચાલી રહ્યાં હતાં. રોનક વચ્ચે ચાલી રહ્યો હતો. તો લાવણ્યા અને સિદ્ધાર્થ બધાંની પાછળ સહેજ અંતર રાખીને ચાલી રહ્યાં હતાં.

ચાલતાં-ચાલતાં લાવણ્યાએ સિદ્ધાર્થનું બાવડું પકડી લીધું અને વ્હાલથી તેની ઉપર હાથ ફેરવી રહી.

"મને ખબર છે....! તારે કોઈ મોટીવાત શેયર કરવી છે...!" સિદ્ધાર્થનાં બાવડાં ઉપર હાથ ફેરવતી-ફેરવતી લાવણ્યા તેની સામે પ્રેમથી જોઈ મનમાં બબડી "પણ શું કરું...!? કોઈને કોઈ અડચણ આવીજ જાય છે....! અને મોડું થતુંજ જાયછે...!"

સિદ્ધાર્થે ચાલતાં-ચાલતાં પરાણે સ્મિત કરીને તેની સામે જોયું અને ફરી આગળ જોઈને ચાલવાં લાગ્યો.

અંદર-અંદર મજાક મસ્તી કરતું ગ્રૂપ છેવટે ખાણી-પીણી બજારમાં આવી પહોંચ્યું. ચણિયાચોલી બજારની જેમજ ખાણીપાણી બજારમાં પણ એટલીજ ભીડ હતી. રસ્તાની એક બાજુ પાઉંભાજી, પંજાબી, ફાસ્ટફૂડ વગેરેનાં અનેક ઠેલાંવાળાં કે નાનાં-મોટાં સ્ટોલોવાળાં હતાં. બપોરે બધાં જે જગ્યાએ તેઓ જમ્યા હતાં ત્યાંજ જમવાં બેસી ગયાં. લાલ કલરનાં પ્લાસ્ટિકનાં લંબચોરસ ટેબલ અને ચેયરમાં બધાં સામ-સામે ગોઠવાઈ ગયાં. લાવણ્યા સિદ્ધાર્થની જોડે એકદમ ચોંટીને બેસી ગઈ. બધાં તેને જોઈને મલકાઈ રહ્યાં.

ઓર્ડર કર્યા પછી થોડીવારમાં બધાં માટે પાઉંભાજી આવી ગયું. બધાંએ જમવાનું શરૂ પણ કરી દીધું. શોપિંગનાં થાકને લીધે બધાં જમવાં ઉપર રીતસરનાં તૂટી પડ્યાં.

"હમ્મ....!" લાવણ્યાએ ભાજીમાં પાઉંનો ટુકડો ડૂબાડીને સિદ્ધાર્થ સામે ધર્યો.

સિદ્ધાર્થે બીજાં ફ્રેન્ડ્સ સામે જોયું. લાવણ્યાએ પણ બધાં સામે જોયું. બધાં તેમની સામે જોઈને મલકી રહ્યાં હતાં.

બધાંનાં દેખતાં સિદ્ધાર્થ નઇ ખાય એમ માની લાવણ્યા ઢીલી થઈ ગઈ અને સિદ્ધાર્થને ધારેલો કોળિયો પાછો લેવાં લાગી.

પણ બધાંનાં આશ્ચર્ય વચ્ચે સિદ્ધાર્થે લાવણ્યાનો હાથ પકડીને કોળિયો તેનાં મોઢાંમાં મૂકી દીધો. કોળિયો ભરતી વખતે સિદ્ધાર્થે લાવણ્યાનાં હાથની આંગળીઓ ઉપર હળવેથી બાઇટ કરી લીધી. એવું કરતી વખતે તેણે એક શરારતી સ્મિત કરીને લાવણ્યા તરફ જોયું.

લાવણ્યા ભીંજયેલી આંખે હસી પડી.

"Aww.....! એક ફોટો...એક ફોટો...!" અંકિતા કાલી ભાષાંમાં બોલી અને ફોટો પાડવાં તેનો ફોન હાથમાં લેવાં લાગી.

"એ ફોટોવાળી....!" લાવણ્યા ચિડાઈ ગઈ અને અંકિતાનો ફોન ઝૂંટવી લીધો "વાઇરલ માસી...!"

"વાઇરલ માસી...!?" અંકિતાએ મોઢું મચકોડયું.

"હાં તારું નવું નામ....!" લાવણ્યા બોલી અને બધાં હસી પડ્યાં.

મજાક-મસ્તી કરતાં-કરતાં બધાંએ છેવટે જમવાનું પતાવી લીધું.

"તું બાઇક લીધાં વગર આવ્યો છે...!?" જમીને બધાં ઊભાં થયાં ત્યાંજ અંકિતાએ સિદ્ધાર્થને પૂછ્યું.

"નાં....! નળવાળાં સર્કલની આગળનાં ચાર રસ્તાંએ બેન્કનાં પાર્કિંગમાં મૂક્યું છે....!" સિદ્ધાર્થ બોલ્યો "અહીં સુધી વ્હીકલ નથી લાવવાં દેતાં....!"

"તમે લોકો...!?" સિદ્ધાર્થે પૂછ્યું.

"અમારું વ્હીકલ તો કોલેજનાં પાર્કિંગમાં પડ્યું છે...!" કામ્યા બોલી.

"તો એક કામ કરીયે....! હું કાર મંગાવી લઉં....! તમે બધાં અને તમારો સામાન કારમાં....! વારાફરતી બધાંને ઘરે પહોંચાડી દઇશું.....!" સિદ્ધાર્થે સૂચવ્યું.

"નાં.....!" લાવણ્યા તરતજ અધિર્યા સ્વરમાં સિદ્ધાર્થનો હાથ પકડીને બોલી "મારેતો તારાં બાઇક ઉપરજ જવુંછે...!"

"અરે પણ બાઇક ઉપર આટલો બધો સામાન લઈને જતાં નઇ ફાવે એટ્લે કઉછું...!" સિદ્ધાર્થ સમજાવવાંનાં સૂરમાં બોલ્યો.

"મને બધું ફાવશે....!" લાવણ્યા ભારપૂર્વક બોલી "હું તો બાઇક ઉપરજ જઈશ...!"

લાવણ્યાની જિદ્દ જોઈને બધાં હસી પડ્યાં. અંકિતા થોડું વધુ જોરથી હસતાં લાવણ્યાએ તેની સામે ઘુરકીને જોયું. અંકિતાએ તરતજ તેનાં કાન પકડી લીધાં.

"તો પછી તું અને લાવણ્યા બાઇક ઉપર આવો...!" કામ્યા સ્મિત કરતાં બોલી "અમે લોકો તું કાર મંગાવીશ એમાં આવીએ....! પેલ્લાં મારુ ઘર આવેછે તો મને ઉતારી દેજે....! પછી ત્રિશા અને અંકિતાને ઉતારી દેજે.....! એમનું ઘર એકબીજાંની આજુબાજુની સોસાયટીઓમાંજ છે.....!"

"બધો સામાન પણ કારમાંજ લઈલોને ....!" પ્રેમે સૂચવ્યું.

"સાચી વાત....!" ત્રિશા બોલી "પણ કામ્યા તું પેલ્લાં ઉતરી જઈશ પછી અમે બેય કારમાં એકલાં બોર નઇ થઈએ....!?"

"બે જણાં એકલાં કેવીરીતે કે'વાય....!?" રોનકે ટીખળ કરી.

"અરે પણ અમે કોઈ અજાણી વ્યક્તિ જોડે કારમાં ઘરે જઈશું તો પપ્પા ચિડાઈ જશે....!" અંકિતા બોલી.

"અરે પણ હું જોડે આવુંછુંને ....!" રોનક બોલ્યો "આપડને બધાંને ઉતારીને કાર પાછી આ બાજુ આવશે એટ્લે હું જોડે આવીશ અને કોલેજમાંથી મારું બાઇક લઈને પાછો ઘેર જતો રઈશ....!"

"તો તો બહુ લેટ નહીં થાય...!?" કામ્યાએ પૂછ્યું.

"અરે નારે....! અમેતો એમપણ રખડેલ માણસો છે...! મોડાં સુધી રખડતાંજ હોઈએછે...!"

"તો ચાલશે...! તું પણ અમારાં ઘરે જોડે રે'જે....! અમારાં મોમ-ડેડને મનાવવામાં સિદ્ધાર્થને સપોર્ટ કરવાં....!" અંકિતા બોલી.

"અને પ્રેમ તું....!?" કામ્યાએ પ્રેમને જોઈને પૂછ્યું.

"હું તો કોલેજમાંથી મારું બાઇક લઈને સીધો ઘરે હવે....!" પ્રેમ બોલ્યો.

બધાં વાતો કરતાં હતાં ત્યાંસુધી સિદ્ધાર્થે તેનાં અંકલ સુરેશસિંઘને ફોન કરીને તેમની કાર મંગાવી લીધી. પંદરેક મિનિટ પછી કાર આવી પહોંચતાં લાવણ્યા અને સિદ્ધાર્થ સિવાય રોનક, કામ્યા, અંકિતા અને ત્રિશા કારમાં જતાં રહ્યાં. પ્રેમ કોલેજ જવાં ઓટોમાં સિદ્ધાર્થે બાઇક કારની પાછળ-પાછળ સલામત અંતરે ચલાવી લીધું.

કામ્યાને ઉતારીને સિદ્ધાર્થ, લાવણ્યા અને રોનક પહેલાં ત્રિશા અને પછી અંકિતાનાં ઘરે તેમનાં પેરેન્ટ્સને મનાવવાં ગયાં. સિદ્ધાર્થ કોલેજનાં ટ્રસ્ટીનો છોકરોછે અને કોલેજનાં ટ્રસ્ટીનીજ કાર ત્રિશાને લેવાં-મૂકવાં આવશે એ વાત સાંભળીને ત્રિશાનાં પેરેન્ટ્સે વધુ આનાકાની કર્યા વિના ત્રિશાને નવરાત્રિ માટે બધાં જોડે જવાની "હાં" પાડી દીધી. અંકિતાનાં પેરેન્ટ્સને સમજાવવાંમાં થોડો વધુ સમય ગયો. છેવટે રોનકે જ્યારે કહ્યું કે કારમાં લેવાં-મુકવાં એમ બંને વખતે તે જોડેજ રહેશે ત્યારે અંકિતાનાં પેરેન્ટ્સ પણ માની ગયાં.

રોનક કારમાં પાછો કોલેજ ગયો અને ત્યાંથી બાઇક લઈને પોતાનાં ઘરે જતો રહ્યો. બધું પતાવીને લાવણ્યા અને સિદ્ધાર્થ હવે પાછાં ફરવાં લાગ્યાં.

"લાવણ્યા....!" પોતાનાં ઘરનાં કમ્પાઉન્ડનાં ગેટ પાસે ઊભેલી અંકિતા બોલી "સોરી.....!"

લાવણ્યા તેની જોડે ઊભી હતી. સિદ્ધાર્થ બાઇક ઉપર બેસવાંજ જતો હતો.

"સોરી કેમ...!?" લાવણ્યાએ આશ્ચર્યથી પૂછ્યું.

"મને ખબર છે ....!આજે મેં તમારો બેયનો બઉ ટાઈમ ખરાબ કર્યો....!" અંકિતા ઢીલાં સ્વરમાં બોલી "તમારે બેયને આજે જોડે ટાઈમ સ્પેન્ડ કરવોતો....! પણ મારાં લીધે....!"

અંકિતાનો સ્વર ગળગળો થઈ જતાં તે અટકી.

"અરે....! અંકિતા....!" લાવણ્યા બોલવાં ગઈ.

"લાવણ્યા....!" અંકિતા વચ્ચે બોલી "આ છેલ્લું વર્ષ છે....! છેલ્લી નવરાત્રિ....! પછી બધાં છૂટાં પડી જઈશું...! કોને ખબર મળશું કે નઇ....!? હું બસ શક્ય એટલી મેમરીઝ ક્રિએટ કરી તેને મનભરી જીવી લેવાં માંગુ છું...!"

અંકિતા ફરી થોડું અટકી અને વારાફરતી બંને બાજુ જોઈને ભીનાં સ્વરમાં બોલવાં લાગી-

"તને ચીડવવાનું, સિદ્ધાર્થ જોડે ફ્લર્ટ કરવાનું....! કેન્ટીનમાં બધાં જોડે મસ્તી કરવાની....! બધુ યાદ આવશે....! બહુ યાદ આવશે" છેવટે અંકિતા રડી પડી.

"ઇટ્સ ઓકે.....!" લાવણ્યાએ અંકિતાને બાથમાં ભરી લીધી.

"સિદ્ધાર્થ.....!" અંકિતાએ સિદ્ધાર્થની સામે જોયું "મેસેજ વાઇરલ કરવાં માટે સોરી....! લાવણ્યાનો કોઈ વાંક નોહોતો....!"

"કઈં વાંધો નઇ.....!" સિદ્ધાર્થે હળવેથી અંકિતાના ખભે ટપલી મારી.

થોડીવાર સુધી અંકિતા જોડે ઊભાં રહ્યાં બાદ બંને છેવટે બાઇક ઉપર પાછાં જવાં નીકળી ગયાં.

જતાં અને પાછાં ફરતી એમ બંને વખતે, આખાય રસ્તે લાવણ્યા સિદ્ધાર્થને ચીપકીને બેસી રહી હતી. ક્યારે તે સિદ્ધાર્થની ચેસ્ટ ઉપર તેનાં હાથ રબ કરતી તો ક્યારેક તેનાં ગાલ, કાન કે ગળાં ઉપર હળવેથી બાઇટ કરતી. સિદ્ધાર્થ તરફથી જોકે મોટેભાગે નાનકડાં સ્મિત જેટલો ઠંડો પ્રતીભાવ મળતો. અગાઉ કરતાં અલગ સિદ્ધાર્થનાં આ વખતે પ્રતીભાવમાં લાવણ્યાને એ ઉષ્મા નહોતી વર્તાઇ રહી જે દરવખતે લાવણ્યાની એવી હરકતોનાં જવાબમાં હોતી.

"મને ખબરછે....! જ્યાંસુધી તું મારી જોડે એ વાત શેયર નઇ કરે ત્યાંસુધી આવોજ રઈશ....!" સિદ્ધાર્થની બેક ઉપર માથું ઢાળીને લાવણ્યા મનમાં બબડી " મૂંઝાયેલો.... મૂંઝાયેલો.....!"

મનમાં વિચારી રહેલી લાવણ્યાએ સિદ્ધાર્થ ફરતે તેની પકડ વધુ કસી. તેનાં ઉરજો હવે સિદ્ધાર્થની કઠોર બેક ઉપર વધુ ભીંસાયાં. લાવણ્યાનું શરીર હળવી ઉત્તેજનાંથી ધ્રૂજવાં લાગ્યું.

"સિડ.....!" લાવણ્યાએ તેની દાઢી સિદ્ધાર્થનાં ખભાં ઉપર ટેકવી "રિવરફ્રન્ટ જવાંદે....!"

"તારે મોડું થશે....!" સિદ્ધાર્થ સુકાં સ્વરમાં બોલ્યો.

ભારે અવાજ કરતું રોયલ એનફિલ્ડ થંડરબર્ડ હવે જમાલપૂર બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યું હતું. નવરાત્રિ હોવાથી AMC દ્વારાં અમદાવાદનાં લગભગ બધાંજ ફલાયઓવર અને બ્રિજને ખૂબસુરત લાઇટિંગથી સજાવાયાં હતાં.

થોડીવાર સુધી બંને મૌન થઈ ગયાં. છેવટે જમાલપૂર બ્રિજનો છેડો આવી ગયો. લાવણ્યાનાં ઘરે જવાં માટે સીધું જવાનું હતું. જ્યારે રિવરફ્રન્ટ જવાં બ્રિજની ડાબી બાજુનાં રસ્તે. બ્રિજનાં છેડે પહોંચવાં આવતાં સિદ્ધાર્થે છેવટે બાઇક ધીમું કર્યું અને છેવટે ઊભું રાખ્યું.

"તું થોડી મોડી જઈશતો નઇ ચાલે....!?" સિદ્ધાર્થે સહેજ પાછું મોઢું કરીને લાવણ્યાને પૂછ્યું.

"તો મેં કીધુંતો ખરાં .....! કે રિવરફ્રન્ટ લઈલે....!" લાવણ્યા રડમસ સ્વરમાં બોલી "તો ....તો ...તું કેવાં સાવ રૂખાં-સુખાં સ્વરમાં બોલ્યો....!"

સિદ્ધાર્થ મૌન થઈને ઢીલાં ચેહરે આગળ જોવાં લાગ્યો.

"હું સાચું કઉ છું જાન.....!" લાવણ્યાની આંખ ભીંજાઇ ગઈ "મેં....મેં બઉ ટ્રાય કર્યો'તો શોપિંગ જલ્દી પતાવવાંનો....! પણ બધાંની જોડે મોડું થઈ ગયું....!"

"હાં સારું....!" સિદ્ધાર્થ બોલ્યો "તો....! હું જવાં દઉંને રિવરફ્રન્ટ ....!?"

"હાસ્તો....! જાન....! એમાં શું પૂછેછે....!"

સિદ્ધાર્થે છેવટે બાઇક બ્રિજની ડાબી બાજુનાં રસ્તે ઉતારી લીધું રિવરફ્રન્ટ તરફ ચલાવી લીધું.

રિવરફ્રન્ટ પહોંચીને તેનાં ઉપરનાં ભાગે બાઇક ઊભું રાખી બંને ઉતાર્યા. થોડીવાર સુધી બંને બાઇકની જોડેજ ઊભાં રહ્યાં. રાતનાં લગભગ સવા આઠ થયાં હતાં. શિયાળાંનો ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. એમાય રાત્રે-રાત્રે પડી જતાં જોરદાર વરસાદી ઝાપટાંઓને લીધે ઑક્ટોબર મહિનામાં વાતાવરણ ડિસેમ્બરની ઠંડી જેવુ થઈ ગયું હતું. સિદ્ધાર્થ અને લાવણ્યાની જેમ અનેક કપલ્સ આજુબાજુ ઊભાં હતાં.

થોડીવાર સુધી સિદ્ધાર્થ આમતેમ જોતો રહ્યો. લાવણ્યા તેની નજર ફેરવ્યાં વગર સિદ્ધાર્થની સામેજ વ્હાલથી જોઈ રહી.

"તું આ વ્હાઇટ ટી-શર્ટમાં અને જીન્સમાં પણ મસ્ત લાગેછે..!" સિદ્ધાર્થે પરાણે કોઈ વાત કરતાં કહ્યું અને તેણે લાવણ્યાનાં વખાણ કરી દીધાં.

લાવણ્યાએ પેહરેલી ચુસ્ત વ્હાઇટ ટી-શર્ટ અને સ્કાય બ્લ્યુ જીન્સમાં લાવણ્યા સુંદર લાગી રહી હતી. સિદ્ધાર્થ સ્મિત કરીને થોડીવાર તેની સામે જોઈ રહ્યો પછી ફરીવાર તેણે નજર ફેરવી લીધી.

"સિડ....!" સિદ્ધાર્થની વધુ નજીક સરકીને લાવણ્યા છેવટે પ્રેમથી બોલી "શું વાત કે'વીછે તારે જાન....!"

સિદ્ધાર્થ કઈંપણ બોલ્યાં વગર તેનાં હોંઠ ફફડાવી રહ્યો જાણે તે બોલવાનો પ્રયન્ત કરી રહ્યો હોય. આમછતાં પણ તેનાથી કશું કહીના શકાયું.

"સિડ.....!" લાવણ્યાએ સિદ્ધાર્થ ચેસ્ટ ઉપર હ્રદયના ભાગે હાથ મૂક્યો "મારું મન ગભરાય છે.....! જીવ અદ્ધર થઈ ગયો છે જાન....!બોલને...!"

"નીચે ચાલવાં જઈએ....!?" સિદ્ધાર્થ બોલ્યો "અહીં બઉ બધાં કપલ્સ ઊભાં છે....!"

"હમ્મ...!" લાવણ્યાએ હકારમાં માથું ધુણાવ્યું અને સિદ્ધાર્થનો હાથ પકડી લીધો.

બંને હવે રિવરફ્રન્ટનાં નીચેનાં ભાગે જવાનાં રસ્તા તરફ ચાલવાં લાગ્યાં.

"અરે એક મિનિટ....!" જતાં-જતાં લાવણ્યા અટકી અને બાઇક તરફ જોઈને બોલી "મારો બધો સામાન....! કોઈ લઈ જશેતો....!?"

સિદ્ધર્થે હવે બાઇકનાં બંન્ને બાજુનાં હૂક ઉપર ભરાવેલી લાવણ્યાનાં સામાનની બેગો જોઈ. બંને બાજુનાં હૂક ઉપર લગભગ સાતેક જેટલી મોટી પ્લાસ્ટિક બેગો ભરાવેલી હતી.

"અરે બાપરે....! આ બધી બેગો તારીજ છે...!?"સિદ્ધાર્થે નવાઈ પામીને પૂછ્યું "હુંતો વિચારોમાં એવો ખોવાયેલો હતો કે મારુંતો ધ્યાનજ નહોતું ગયું....! એટલું બધું શું છે આટલી બધી બેગોમાં...!?"

"અરે કેમ આમ કરેછે....!" લાવણ્યા હવે સિદ્ધાર્થનો હાથ પકડીને તેને બાઇક જોડે ખેંચી ગઈ "બધી ચણિયાચોલીજ છે...! અને એક્સેસરીઝ વગેરે....!?"

લાવણ્યાએ હવે એક થેલી હૂકમાંથી કાઢી અને અંદરથી ચણિયાચોલી કાઢવાં લાગી.

"હું તને બતાવું....!" લાવણ્યા ઉત્સાહપૂર્વક બોલી "લૉવેઇસ્ટજ લીધી છે....! નવ દિવસની નવ લીધી છે....! બધી જુદાં-જુદાં કલરની...!"

"આખી નવ....!" સિદ્ધાર્થ આંખો મોટી કરી અચરજથી બોલ્યો "એક કેટલાંમાં આવી...!?"

"ત્રણેક હજારની....!" લાવણ્યાએ હવે થેલીમાંથી ચણિયો બહાર કાઢ્યો "જો....! સરસછેને....!?"

"ત્રણ હજારની એટ્લે....!" સિદ્ધાર્થ હવે શૂન્યમનસ્ક જોઈને બબડ્યો "તો સત્યાવીસ હજારની તો ખાલી ચણિયાચોલીજ થઈ....!" સિદ્ધાર્થ લાવણ્યાની સામે જોઈને બોલ્યો.

"હાં....!" લાવણ્યા સ્વાભાવિક બોલી "આ જોતો ખરાં કેવીછે...!?"

"તો પછી....! બધી ચણિયાચોલીની એક્સેસરીઝ....! તારાં પાર્લરનો ખર્ચો....! અને નવ દિવસ તૈયાર થવાનું તમારું પેકેજ....! લાવણ્યા...! કેટલો પૈસાં ખર્ચ્યા તે...!?"

"પિસ્તાલીસ હજાર..!" લાવણ્યા ફરીવાર એજરીતે બોલી "કેમ...!?"

"હે ભગવાન...!?" સિદ્ધાર્થ ફરીવાર ચોંકીને બોલ્યો "લાવણ્યા ....! શું કરવાં આટલો બધો ખર્ચો કર્યો તે....!? અને આટલાં બધાં પૈસાં ક્યાંથી લાવી તું....!?"

"અરે બાબા....!" લાવણ્યા હજીપણ એવાજ ઉત્સાહ સાથે સ્વાભાવિક સ્વરમાં બોલી "મેં બહુ પૈસાં નથી ખર્ચ્યા....! વિશાલે મને ચાલીસ હજાર આપ્યાં'તાં...! ચણિયાચોલી અને એક્સેસરીઝ લેવાં માટે....!"

પોતાનાં હાથમાં ચણિયો આમતેમ ફેરવતી લાવણ્યા બોલી ગઈ. અચાનક તેને ભાન થયું કે સિદ્ધાર્થ કઈંપણ બોલ્યાં વિના તેની સામે જોઈ રહ્યો છે. લાવણ્યા હવે ચણિયા ઉપરથી તેનું ધ્યાન હટાવીને સિદ્ધાર્થનાં ચેહરા તરફ જોયું.

તેનો ચેહરાં ઉપરનાં ભાવ પૂરેપૂરાં બદલાઈ ગયાં હતાં. સિદ્ધાર્થ કઠોર ચેહરે અને ભીની આંખે લાવણ્યાની સામે જોઈ રહ્યો હતો.

"તે વિશાલ જોડેથી પૈસાં લીધાં....!?" સિદ્ધાર્થ કાંપતાં પણ કઠોર સ્વરમાં બોલ્યો "એ છોકરો જેણે તારી છેડતી કરી'તી....!?" તેની આંખો ભીની થઈ ગઈ.

"ન...નઇ....! સિડ...! એ....!"

"એ છોકરાં જોડેથી જેની જોડે તું વન નાઈટ...!" સિદ્ધાર્થ એજરીતે બોલતાં-બોલતાં અટકી ગયો અને આડું જોઈ ગયો.

લાવણ્યાને એકજ ક્ષણમાં પોતાની ભૂલ સમજાઈ ગઈ.

"સિડ....સિડ...! I'm sorry....! I'm sorry....! I'm so sorry....!" લાવણ્યાએ હવે ચણિયો બાઇકની સીટ ઉપર મૂકી દીધો અને સિદ્ધાર્થનાં ગાલ ઉપર વ્હાલથી હાથ મૂકી દીધો. સિદ્ધાર્થે છતાંપણ લાવણ્યાથી નજર મિલાવવાંનું ટાળ્યું અને આડું જોવાં લાગ્યો.

"સિડ....! સિડ...! આવું ના કરને ...! મારી ....મારી સામેતો જો...!" લાવણ્યા હવે રડી પડી " I'm sorry....! I'm sorry....! પ્લીઝ સિડ....! મારી વાતતો સાંભળ...! આમતો જો....! મારી સામેતો જાન...!"

"લાવણ્યા....!" સિદ્ધાર્થ ફરીવાર કાંપતા સ્વરમાં બોલ્યો. આ વખતે તેની આંખો થોડી વધું ભીંજાઇ ગઈ હતી "એકવાર....! તે એકવાર મને કીધુંપણ નઇ....!" સિદ્ધાર્થે લાવણ્યાનાં બંને ખભાં સહેજ જોરથી પકડી લીધાં "એકવાર મારી જોડે પૈસાં માંગ્યા હોતતો...!?"

"I....I'm sorry....! સિડ....!પ્લીઝ I'm so sorry....!" લાવણ્યાએ ફરીવાર સિદ્ધાર્થનાં ગાલ ઉપર હાથ મૂક્યો "મ....મારી વાત....! વાતતો સંભાળ"

"મને એમ હતુંકે હું તને પૈસાં આપીશ....! કે પછી મારી જોડેથી પૈસાં લેવાનું કઈશ તો તારું સ્વમાન....! તારી સેલ્ફ રિસ્પેક્ટ હર્ટ થશે....!" સિદ્ધાર્થ ભીંજાયેલી આંખે આડું જોઈ ગયો.

"અને તું.....!" સિદ્ધાર્થે પાછું લાવણ્યા સામે ભીની આખે જોયું. તે હવે વધુ કાંપતાં સ્વરમાં બોલ્યો "તું એ છોકરાંનાં પૈસાંથી ચણિયાચોલી લાવી અને મને સરપ્રાઇઝ આપવાની વાત કરેછે જેની જોડે તું વન નાઈટ..!"

હિમ્મત કરવાં છતાંપણ સિદ્ધાર્થ લાવણ્યા માટે "એ વાત" વધુ આગળ ના બોલી શક્યો. તેની આંખો વધુ ભીંજાઇ જતાં તે ફરી આડું જોઈ ગયો અને તેનું મોઢું તેનાં બંને પંજા વડે ઢાંકી દીધું.

"આ... આવું નાકર....! પ્લીઝ સિડ....! મારી વાતતો સાંભળ...!" લાવણ્યા હવે રઘવાઈ થઈ ગઈ અને સિદ્ધાર્થનો ચેહરો પોતાની તરફ ફેરવવાં મથી રહી "આમ જોને....! મારી સામેતો જાન...!"

"બાઇક ઉપર બેસ લાવણ્યા...!" સિદ્ધાર્થ માંડ પોતાનું રડવાનું રોકીને બોલ્યો અને સીટ ઉપર લાવણ્યાએ મૂકેલો ચણિયો ઉઠાવીને ગુસ્સાંમાં બેગમાં ઠૂંસવાં લાગ્યો.

"ઓહ ગોડ....! ઓહ ગોડ...! તું ....તું રડતો નઇ જાન....!" સિદ્ધાર્થની આંખમાં આવી ગયેલાં આંસુ જોઈને લાવણ્યા ભાંગી પડી "સિડ...સિડ...! મને...મને એકવાર એક્સપ્લેઇન તો....ક...કરવાંદે....! જાન આવ....આવું ના કરને...!"

"લાવણ્યા....! કીધુંને બાઇક ઉપર બેસ....!" સિદ્ધાર્થે પ્લાસ્ટિકને એ બેગને પાછી હુકમાં ભરાવી દીધી.

"એક...એકવાર મ....મ....મારી વાત...!"

"લાવણ્યા...! ચૂપચાપ બાઇક ઉપર બેસ કીધુંને....!" સિદ્ધાર્થ માંડ ગુસ્સો દબાવતાં ભીનાં સ્વરમાં બોલ્યો અને પોતે સ્ટિયરિંગ પકડીને બાઇકની સીટ ઉપર બેસી ગયો. બાઇકનો સેલ મારી તે લાવણ્યાનાં બેસવાંની રાહ જોઈ રહ્યો.

"સિડ...પ્લીઝ...! મારી વાત....!"

"બેસ.....!" સિદ્ધાર્થ લાવણ્યાની સામે જોયાં વિના થોડાં કઠોર સ્વરમાં બોલ્યો.

છતાંપણ લાવણ્યા તેની સામે દયામણી નજરે જોઈ રહી. તેની આંખમાંથી દડદડ આંસુ વહેવાં લાગ્યાં.

"મને વધારે હર્ટ નાં કરવાં માંગતી હોયતો....! બેસ...!" સિદ્ધાર્થ ફરીવાર બોલ્યો.

લાવણ્યા પરાણે હવે બાઇક ઉપર બેઠી. તેણે સિદ્ધાર્થને રોજની જેમ કચકચાવીને પકડી લીધો.

"એક પણ શબ્દ હવે નાં બોલતી....!" સિદ્ધાર્થ હવે વધુ કઠોર સ્વરમાં બોલ્યો અને બાઇક ગિયરમાં નાંખી સિદ્ધાર્થે ઝડપથી બાઇક રિવરફ્રન્ટથી મુખ્ય રોડ ઉપર લઈ લીધું.

----

"ઘ...ઘરે નઇ આવે....!?" સિદ્ધાર્થે બાઇક લાવણ્યાની સોસાયટીનાં નાકે ઊભી રાખતાં લાવણ્યા બાઇક ઉપરથી ઉતારી સ્ટિયરિંગ પાસે આવીને ઊભી રહેતાં બોલી "હું....હું....સરસ ચ....ચ...ચ્હા પીવડાવું....!"

સિદ્ધાર્થે સખત શબ્દોમાં બોલવાંની નાં પાડી દેતાં આખાં રસ્તે લાવણ્યા માંડ-માંડ મૌન રહીને બેસી શકી હતી.

"સીધી ઘરેજા....!" સિદ્ધાર્થે હવે લાવણ્યાની બધીજ શોપિંગ બેગ્સ બાઇકનાં બંને બાજુનાં હુકમાંથી કાઢીને લાવણ્યાનાં હાથમાંથી પકડાવી દીધી "અને તને મારાં સોગંધ જો પાછુંવળીને જોયુંતો...!"

"સિડ...સિડ...! આવું શું કામ બોલેછે....!" શોપિંગ બેસ્ગ્સ હાથમાં પકડીને લાવણ્યા કરગરવાં લાગી "જાન ....! એકવાર....પ્લીઝ...! એકવારતો મારી વાત સાંભળ...!"

"લાવણ્યા....! જા ....! મને એમ તું સોગંધમાં માનતી હોઈશ...!" સિદ્ધાર્થ વેધક સ્વરમાં વ્યંગ કરતાં બોલ્યો.

"પ...પાછુંવળીને પણ નઇ જોવાનું....!?" લાવણ્યા હવે ફરી રડુંરડું થઈ ગઈ "આવું નાં કરને જાણ....!"

સિદ્ધાર્થ કઈંનાં બોલ્યો અને સામેની બાજુ જોઈ રહ્યો.

"તું....તું....! કાલે આવીશને...!" લાવણ્યા હવે માંડ બોલી.

"જા લાવણ્યા.....!" સિદ્ધાર્થ તેની સામે જોયાં વિનાજ બોલ્યો.

"લાવણ્યા....! લાવણ્યા શું કામ કેછે....!? "લવ" કે'ને....!"

સિદ્ધાર્થ ફરીવાર ચૂપ રહ્યો.

"તું .....! તું શાંતિથી બાઇક...બાઇક ચાલવાજે....!" લાવણ્યાએ હવે તેનાં એક હાથમાં રહેલી શોપિંગ બેગ્સ નીચે રોડ ઉપર મૂકી અને સિદ્ધાર્થનાં ગાલ ઉપર હાથ અડાડવા ગઈ. સિદ્ધાર્થે તરતજ મોઢું બીજી દિશામાં ફેરવી લીધું.

"હ...હાથતો લગાડવાંદે....! આવું નાં કરને જાન...!"

"તું જઈશ હવે..!?" સિદ્ધાર્થ ભીની આંખે ગળગળાં સ્વરમાં તેની સામે જોઈને કહ્યું.

ભારે હ્રદયે લાવણ્યા છેવટે પાછી ફરી અને રોડ ઉપર મૂકેલી શોપિંગ બેગ ઉઠાવીને સોસાયટીમાં જવાં લાગી. લાવણ્યા સોસાયટીમાં હજી થોડું અંદર પહોંચીજ હતી કે પાછળથી સિદ્ધાર્થ દોડીને આવ્યો અને લાવણ્યા કઈંપણ સમજે એ પહેલાંજ તેણે તેણીના બંને હાથમાંથી શોપિંગ બેગ્સ લઈ લીધી અને આગળ થઈને ઉતાવળાં પગલે ચાલવા લાગ્યો.

લાવણ્યા તેની જોડે થવાં મથી રહી. સિદ્ધાર્થ વધુ ઉતાવળાં પગલે દોડી તેણીનાં ઘરે પહોંચી ગયો. કમ્પાઉન્ડમાં લાવણ્યાનાં મમ્મી સુભદ્રાબેન ઊભાં-ઊભાં તેમનાં પાડોશનાં કોઈ બહેન સાથે વાત કરી રહ્યાં હતાં.

સિદ્ધાર્થને જોઈને તેમણે કમ્પાઉન્ડનો ગેટ ખોલી દીધો.

"લાવ મને બેગ આપ...!" સુભદ્રાબેને કહેતાં સિદ્ધાર્થે બધી બેગ્સ તેમને આપી દીધી.

"આજે મારે મોડું થાયછે હોં આંટી બાય...સોરી...!" તે હવે ઝડપથી પાછો ફરીને એજરીત ઉતાવળા પગલે જવાં લાગ્યો.

"અરે પણ બેટાં....!" સુભદ્રાબેન બોલી રહ્યાં પણ સિદ્ધાર્થ ઉતાવળાં પગલે જતો રહ્યો.

"હું આવું મમ્મી...!" હજી માંડ આવીને ઊભી રહેલી લાવણ્યા પાછી સિદ્ધાર્થની પાછળ દોડી.

"સિડ...સિડ...!" લાવણ્યા હવે સિદ્ધાર્થની નજીક પહોંચી ગઈ. તે પાછો આવીને હવે બાઇક ઉપર બેસી ગયો.

"મારી વાતતો સાંભળ...!"

"ઘરે જા લાવણ્યા....!" સિદ્ધર્થે હવે બાઇકનો સેલ માર્યો.

"તું ધીમે-ધીમે જજે....! અને હું ફોન કરું તો...તો ઉપાડજે...!"

"ઘરે જતી રે'જે....!" સિદ્ધાર્થ બોલ્યો અને છેવટે બાઇકનું એક્સિલેટર ઘુમાવીને બાઇક મારી મૂકી.

"સિડ...સિડ...!" લાવણ્યા બૂમો પાડતી રહી અને સિદ્ધાર્થને બાઇક ઉપર તેની નજારોથી ઓઝલ થતો જોઈ રહી.

-----

નોંધ: "લવ રિવેંન્જ" એક "True Story" છે. બધાંજ પત્રો વાસ્તવિક છે. લેખક પોતેપણ આ વાર્તાનું એક પાત્ર છે. વાર્તા લખવાં કેટલીક સાહિત્યિક છૂટછાટ લેવામાં આવી છે. આપનાં પ્રતિભાવો મારાં watsapp નંબર 9510025519 ઉપર આવકાર્ય છે.

વાર્તામાં ઉપયોગમાં લીધેલાં સોંગ્સ ("મુઝે ઈક પલ ચેન ના આયે" તેમજ "વ્હાલમ આવોને") કે તેનાં લીરિક્સ ઉપર લેખકનો કોઈ હક્ક દાવો વગેરે નથી.