nava jivanno pravesh books and stories free download online pdf in Gujarati

નવા જીવનનો પ્રવેશ

સલોની આજે ખૂબખુશ હતી.હોય પણ કેમ નાં.એનાં સપનાનાં રાજકુમાર સાથે એનાં લગ્ન જો થવાના હતાં.જેને એને પહેલેથી ચાહ્યો હતો એવા એનાં મનનાં માણીગર જોડે એનાં લગ્ન થવા જઈ રહ્યાં હતાં.એટલે સલોની ખૂબખુશ હતી.

બસ એક મહિના પછી જ સલોની અને સાહિલનાં લગ્ન હતાં.

સાહિલ એક બિઝનેસ મેન છે.જે પહેલા સલોનીની પડોશમાં જ રહેતો હતો.પણ હવે તેમણે અમદાવાદ નાં એક પોશ એરિયામાં બંગલો લીધો હતો અને ત્યાં રહેવા જતા રહ્યાં હતાં.સાહિલ અને સલોની બચપણથી એકબીજાને ઓળખે અને બચપણથી એકબીજાનાં મિત્ર.આ દોસ્તી પ્રેમમાં ક્યારે ફેરવાઈ ગઈ એની ખબર એ બંનેને નાં રહી.

જો સલોની હુ તને કહી દઉ છું.લગ્ન પછી મારે બે વર્ષ સુધી માત્ર ને માત્ર તારી જોડે સમયપસાર કરવો છે.એટલે આ લગ્ન પછી બાળકની લમણાઝીંકમાં પડવાની વાત ન કરતી.મારે તને પૂરેપૂરો સમય આપવો છે.

મારે ઝિંદગી જીવવી છે.જો બાળક આવી જશે પછી આપણે આપણી લાઈફ સારી રીતે જીવી ન શકીએ.

સાહિલ મારી વાત સાંભળ.બાળકનું જીવનમાં આવવું એ કોઈ લમણાઝીંક વાળી વાત નથી. સાહિલ એ તો જીવનનો ખૂબસુંદર હિસ્સો છે.દરેક દંપતિ માટે.એ તો એક કુદરતી અહેસાસ છે સાહિલ.

એની માટે તુ શા માટે નાં કહે છે.સાહિલ એની ચિંતા તુ હમણાં નાં કર.એ બધુ તુ સમય પર છોડી દે.

સારુ સારુ મારી માં. બસ હવે હુ એવી કોઈ વાત ન કરૂ બસ.ચાલ હવે જલ્દી તૈયાર થઈ જા.નીચે તારા થનાર સાસુ સસરા તારી રાહ જોઈને ઉભા છે.એમનું ઓલું જૂનું પુરાણું સ્કૂટર લઈને જેમાં પપ્પા ચાલે અને મમ્મી પાછળ બેસે અને તારે અને મારે બાજુનાં બીજા ઓલા થ્રી વ્હીલ વાળા ડબ્બામાં બેસવાનું છે.

એ હા સાહિલ સાચું કહુ તો મને એ સ્કૂટરમાં બેસવાની બહુ મજા આવે. બાળપણમાં પણ હુ અને તુ અંકલનાં એ સ્કૂટરમાં બેસીને વસ્ત્રાપુર લેકની સવારી કરતા હતાં.કેવી મજા પડતી હતી ને સાહિલ. ત્યાં જઈ ને આપણે ઓલા બુદ્ધિનાં બાલ ખાતા.એને જે કહેવાતું હોયપણ આપણા માટે તો એ બુદ્ધિનાં બાલ જ હતા.

ડોબી એને આઈસ કેન્ડી કહેવાય

મોટો આવ્યો આઈસ કેન્ડી કહેવાવાળો.મારા માટે તો એ બુદ્ધિનાં બાલ જ છે.

આવી નટખટ અને બચપણની વાતો વાગોળતા બંને લિફ્ટમાં નીચે આવ્યાં અને પપ્પાનાં સ્કૂટરમાં બેસી ગયા.

કેમ છો અંકલ આન્ટી.

અરે બાપા અમે બંને મજામાં છીએ પણ તુ મને એમ કહે કે આ અંકલ આન્ટી કહેવાનું ક્યારે બંધ કરીશ.હવે તો લગ્નને પણ માત્ર થોડા દિવસ જ રહયા છે તો પણ તુ અમને આમ જ કહે છે.

બેટા અમે તારા મમ્મી પપ્પા છીએ. સલોનીની સામે જોતાં રમીલાબેન બોલ્યા.

સારુ સારુ હુ ચોક્કસ ટ્રાય કરીશ. પણ હમણાં આપણે ક્યાં જઈ રહ્યાં છીએ એ તો કહો.

લે આ સાહિલયા એ તને કઈ નથી કહ્યુ.સારૂ ચાલ હવે તુ ત્યાં જઈને જ જોઈ લેજે કે આપણે ક્યાં જઈ રહ્યાં છીએ.

સ્કૂટર કલ્યાણ જ્વેલર્સ પાસે આવીને રોકાયું.

મમ્મી આપણે અહિ શોપિંગ કરવા આવ્યાં છીએ. એ પણ કલ્યાણ જ્વેલર્સમાં?

હા બેટા મને ખબર છે તને બચપણથી જ સજવા સવરવાનું ખૂબ જ ગમતુ.તુ નાની હતી ને ત્યારે હુ અને તારી મમ્મી જ્યારે પણ લાલ દરવાજા જઈએ ત્યારે તારી માટે કઈ ને કઈ લઈ આવીએ.એ જોઈ ને તુ ખૂબખુશ થઈ જતી.

આજે પણ જ્વેલર્સની શોપ જોઈને તારા મોઢા પર એ જ ખુશી જોવા મળી. જે પહેલા જોવા મળી હતી.બેટા તને જે ગમે એ તુ લઈ લે લેજે.

જોજે હો બંને સાસુ વહુ મળીને ઘરેણાની દુકાન ન બની જતા હો.નહીં તો મારે અને પપ્પા એ તમને શોધવા ભારે પડી જશે.

હાહાહા સો ફની સાહિલ.

રમીલાબેન સલોની માટે એક મસ્ત ગોલ્ડ પ્લેટીનિયમ વાળો સેટ જોય છે.એની ડિઝાઇન બધાને ગમી જાય છે એટલે એ સલોની માટે લઈ લે છે.

સમય ને જતા ક્યાં વાર લાગે છે.સાહિલ અને સલોનીનાં લગ્નનો એ દિવસ આવી ગયો જેની બધા ખૂબ જ આતુરતાથી રાહ જોતા હતાં.

લગ્નમાં બંને પરિવારો એ કોઈ કમી છોડી ન હતી.ખૂબ જ હર્ષોલ્લાસથી બંનેનાં લગ્ન બંને પરિવારનાં લોકો એ મળી ને સંપન્ન કર્યા.

લગ્ન પછી બંને કૂલુ મનાલી ફરવા ગયા.દસ દિવસે બંને પાછા ફર્યા.

સલોની ખૂબખુશ હતી.એને સાસરીમાં એવું લાગતુ જ ન હતુ કે એ કોઈ પરાયા ઘરમાં છે.રમીલા બેન એની ખૂબસંભાળ રાખતાં.

એમલગ્ન ને એક વર્ષ ક્યા વીતી ગયુ એની ખબર જ ન રહી.

સલોની એ સાહિલ પાસે આજે એક ગિફ્ટની માંગણી કરી.

સાહિલ આજે મને તારી પાસેથી એક ગિફ્ટ જોઈએ છે.

બોલને સલોની તુ જે કહે એ તને હુ આપીશ.

સાહિલ મને એક બાળક જોઈએ છે.હવે તે મને પ્રોમિસ કર્યું છે કે જે જોઈએ એ આપીશ.એટલે મને હવે તારે આપવુ જ પાડશે.

અરે પણ મારી વાત તો સાંભળ.આટલુ વર્ષ થોભી જા.પછી આપણે એ વિશે વિચારીશું.

નાં સાહિલ. એક વર્ષ નહીં બસ મને આ વર્ષે જ આ ગિફ્ટ જોઈએ.

સારુ ચાલ હુ હાર્યો અને તુ જીતી બસ.

આમ જ બીજુ વર્ષ પણ વીતી જાય છે.પણ સલોનીને જે જોઈતુ હતુ એ ન મળ્યું.સલોની એને કારણે ચિંતિત રહેવા લાગી.

સલોની તુ ચિંતા નાં કર. આપણે કાલે જ ડૉક્ટર પાસે જઈને તારુ અને મારુ બંનેનું ચેકપ કરાવીએ.એટલે જે પણ કઈ પ્રોબ્લેમ હશે એ આપણને ખબર પડી જશે.

બીજા દિવસે બંને ડૉક્ટર પાસે તપાસ માટે જાય છે.જયાં સાહિલનાં બધ રિપોર્ટ નોર્મલ આવે છે પણ સલોનીનાં રિપોર્ટ નોર્મલ નથી હોતા.એને કારણે સલોની ભાંગી પડે છે.

સાહિલ મારુ માં બનવાનું સપનુ અધુરૂ રહી જશે. સાહિલ શુ હુ માં ન બની શકુ?

સલોની થોડી શાંતિ રાખ.પહેલા ડૉક્ટર શુ કહે છે એ સાંભળ.પછી શુ કરવાનું એ વિશે આપણે વિચારીએ.

બંને ડૉક્ટરની કેબીનમાં જાય છે.

આવો સાહિલ અને સલોની.તમે બંને એ રિપોર્ટ તો જોઇ લીધા છે.પણ એનાથી તમને ચિંતા કરવાની જરૂર નથી. હજી પણ આપણી પાસે એનો એક ઈલાજ છે.

આપણે સલોનીને એનાં અંદાશયમાં બીજ બને એ માટે નો જે કોર્ષ છે એ કરાવીશુ અને જો તો પણ સલોનીને ગર્ભ નાં રહે તો આપણે બીજ નું કૃત્રિમ રીતે આરોપણ કરીશું.જે અત્યારે ટેસ્ટ ટ્યુબ બેબીનાં નામે પ્રચલિત છે.

સલોની બેટા એટલે તારે ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી. ભગવાનની ઈચ્છા હશે તો ચોક્કસ તુ માતૃત્વ પ્રાપ્ત કરીશ અને આજે તો ટેક્નોલોજી એટલી બધી વિકસી ગઈ છે કે દરેક પ્રોબ્લેમનો હલ નીકળી શકે છે.

પણ હા આ જે બીજ બનવા માટેનો જે કોર્ષ છે એમા તમારે સંપુર્ણ બેડ રેસ્ટ કરવું પડશે. આ એક મહિનાનો કોર્ષ છે.જેમાં તમારે થોડી સાવચેતી રાખવાની છે.

ડૉક્ટર માતૃત્વ પ્રાપ્ત કરવા માટે હુ બધુ જ કરવા માટે તૈયાર છું.

આમ સલોનીની ટ્રીટમેન્ટ શરૂ થાય છે.

સલોની સંપુર્ણ બેડ રેસ્ટ કરે છે.એ સમય દરમિયાન રમીલાબેન તેનુ સૌથી વધુ ધ્યાન આપે છે.ઘરે કોઈ પણ પ્રકારનો કકળાટ તેઓ કરતા નથી.જેની અસર સલોનીનાં દિમાગ ઉપર પડે.

એક મહિનો પૂરો થાય છે.બધી ટ્રીટમેન્ટ ખૂબ જ સારી રીતે થઈ જાય છે.એટલે ડૉક્ટર બધા રિપોર્ટ ફરીથી કરાવે છે.રિપોર્ટ જોઈને ડૉક્ટર અને બધા જ ખૂબખુશ થઈ જાય છે.સલોની હવે માતા બની શકશે એ વાત જાણી ને સલોની અને સાહિલ બંને ખૂબખુશ થઈ જાય છે.

થોડા દિવસ પછી સલોની થોડી બેચેની અનુભવે છે. પણ એ બેચેની આજે એને કષ્ટ દાયક નથી લાગતી પણ એ બેચેની એને રોમાંચિત કરી દે છે.એને ખુદ ને સમજણ નતી પડી રહી કે મને આ શુ થઈ રહ્યુ છે.

સલોની એ આ વાત રમીલાબેન ને કહી.

બેટા તારા પિરિયડની તારીખ વહી ગઈ કે હજી વાર છે.

મમ્મી તારીખ તો વહી ગઈપણ હજી સુધી હુ પિરિયડમાં નથી આવી.

બેટા મેડીકલ પર જઈને પ્રેગનેન્સી ચેક કરવાની કીટ લઈ આવજે.

સલોની મેડીકલ પર જઈને એ કીટ લઈ આવે છે અને વહેલી સવારે ચેક કરે છે.

રિઝલ્ટ જોઈ ને સલોની ખૂબખુશ થઈ જાય છે.એ સાહિલ ને ઉઠાડે છે અને સાહિલને વળગી પડે છે.

સાહિલ મારા જીવનમાં નવા જીવનનો પ્રવેશ થઈ ગયો છે. સાહિલ હુ માં બનવાની છું.સાહિલ આપણુ અંશ આપણુ વંશ મારા શરીરમાં આકાર લઈ રહ્યુ છે.

સાહિલ હુ આજે એટલી બધી ખુશ છું કે મારી ખુશી હુ કઈ રીતે વ્યકત કરૂ એ મને ખબર નથી પડી રહી.

હુ જલ્દીથી જઈને આ ખબર મમ્મીને આપુ છું.જેવી એ મમ્મી પાસે જાય છે ત્યાં મમ્મી જ એની પાસે આવતા હોય છે.

એ રમીલાબેનને ભેટી પડે છે.એની આંખો ખુશીનાં આંસુથી છલકાઈ રહીં હોય છે અને એનું મુખ ખુશીનું માર્યું ચમકી રહ્યુ હોય છે.

હા બેટા હુ સમજી શકુ છું એક સ્ત્રી માટે માતા બનવાનો અહેસાસ એ દુનિયાનો સૌથી સુંદર અહેસાસ હોય છે.

આમ સલોની એક ખુબ જ સુંદર એક બાળકીને જન્મ આપે છે.ઘર આખું ખુશીઓથી મહેકી ઉઠે છે.

મમ્મી આજે મને હુ એક સંપુર્ણ સ્ત્રી છું એનો અહેસાસ થઈ રહ્યો છે.

આવુ કહી સલોની રમીલાબેનને વળગી પડે છે.

રાજેશ્વરી