Varsadi Sanj - 9 books and stories free download online pdf in Gujarati

વરસાદી સાંજ - ભાગ-9

"વરસાદી સાંજ" ભાગ-9

સાંવરી: અરે બાપ રે, એવું છે ? હજી તું ટુ મન્થ પછી ઇન્ડિયા આવવાનો હતો ? અને હા, તે મને ફોનમાં કેમ કોઈ દિવસ આવી કોઈ વાત ન કરી કે હું તને ગમું છું, તારે મને જોવી છે એટસેટરા....એટસેટરા...
મિતાંશ: અરે ગાંડી, ફોનમાં એકદમથી કોઈ છોકરીને એવું થોડું કહી દેવાય. અને હું ફેસબુક અને વોટ્સઅપ ઉપર તારા ફોટા અને ડિટેઇલ્સ ચેક કર્યા કરતો હતો. પણ મને કંઇજ ઇન્ફર્મેશન કે ફોટા કશુંજ જોવા ન મળ્યું. એટલે તું સીંગલ છે કે મેરિડ એવી કંઈજ ખબર ન હતી અને મારે તારા વિશે બીજા કોઈને કંઈ પૂછવું ન હતું.અહીં આવીને મેં તારી પર્સનલ ફાઇલ ખોલીને બધી ડિટેઇલ્સ લીધી એટલે ખબર પડી કે તું અનમેરિડ છે. પછી વિચાર્યું તું રૂબરૂ મળે થોડી વાતચીત થાય પછી આગળ કંઇ પૂછાયને....એવી રીતે ફોનમાં કોઈ છોકરીને થોડું બધું પૂછાય.અને બંને ખડખડાટ હસ્યા.

સાંવરી: અરે યાર, તું તો ઘણુંબધું મારા વિશે વિચારે છે..!!
મિતાંશ: જે છોકરીને લાઇફ પાર્ટનર બનાવવાની હોય તેના વિશે વિચારવું તો પડે જ ને ??
સાંવરી: હું તને એક ક્વેશ્ચન પૂછું, સાચો જવાબ આપજે હોં..
મિતાંશ: સાવુ, માય ડિઅર હું કોઈ દિવસ ખોટું નથી બોલતો.
સાંવરી: તું આટલો બધો ટાઇમ યુ.કે.રહ્યો, અહીં ભણ્યો તો કયારેક કોઈક તો છોકરી તારી લાઇફમાં આવી હશે ને ?
મિતાંશ: હા, યુ.કે.માં તો એવી કોઈ ફ્રેન્ડ થઇ નથી. બધાની સાથે બિઝનેસ રીલેશન જ છે. અને અહીં પણ મારું સારું એવું ગૃપ છે.પણ જ્યારે હું કોલેજના ફર્સ્ટ ઇયરમાં હતો ત્યારે એક છોકરી નિધિ કરીને હતી. બહુ મસ્ત લાગતી હતી. તેની પર્સનાલીટી જ એવી હતી કે કોઈને પણ ગમી જાય. તે મને ખૂબ ગમતી હતી. એની સાથે થોડું ફ્લર્ટીંગ પણ કર્યું હતું. બીજી એક ફ્રેન્ડ જોડે પૂછાવ્યું પણ હતું. પણ તેને હું નહિ મારો ફ્રેન્ડ નિશાંત ખૂબ ગમતો હતો અને નિશાંતને પણ તે ગમતી હતી. એટલે આપણે પછી વાત પડતી મૂકી અને રક્ષાબંધન આવી એટલે તેની જોડે રાખડી બંધાવી લીધી.
સાંવરી: (ખડખડાટ હસે છે. અને બોલે છે.) કેમ જે છોકરી જોડે મેળ ના પડે તેની જોડે રાખડી બંધાવી લેવાની, તો તો મારી જોડે મેળ ના પડે તો તું રાખડી બંધાવી લઇશ એમ ને ??
મિતાંશ: ના ના, યાર જોજે એવું બોલતી, તારી જોડે તો મેળ પાડવાનો જ છે યાર. હું તને થોડો એમ છોડી દેવાનો છું ?
સાંવરી: ( થોડી સીરીયસ થઇને ) પણ એક વાત કહું મિતાંશ, તને મારા કરતાં બહુ સરસ છોકરી મળશે. અને આપણે ફ્રેન્ડ તો છીએ જ ને ? તું આટલો વેલસેટ છે. આટલી મોટી ફર્મનો ઓનર છે,યુ.કે.માં પણ તારી ઓફિસ છે. તો ગમે તે છોકરી તારી સાથે મેરેજ કરવા તૈયાર થઇ જાય. તું ટ્રાય તો કર.
મિતાંશ: મને ખબર છે સાવુ, પણ તું મને ખૂબજ ગમે છે અને એકવાર દિલ કોઈની ઉપર આવી જાય પછી આ દિલને મનાવવું ખૂબ મુશ્કેલ છે.તને કોઈ બીજો છોકરો ગમતો હોય તો તું મને કહી શકે છે.
સાંવરી: ના ના, એવું કંઇ નથી. પણ તારા મમ્મી-પપ્પા મને પસંદ કરશે ?
મિતાંશ: મારા મમ્મી-પપ્પાએ મને કોઈ દિવસ કોઈપણ વસ્તુ માટે " ના " પાડી જ નથી અને આ તો મારી લાઇફનો સવાલ છે મને જે ગમે તેની સાથે જ મારા મેરેજ થાય ને.અને હું પણ ક્યાં એટલો બધો રૂપાળો છું ?
સાંવરી: લાઇફનો સવાલ છે એટલે જ કહું છું. પહેલા મમ્મી-પપ્પાને વાત કર પછી આગળ આપણે વિચારીશું.
મિતાંશ: ઓકે, ચલ આજે જ મમ્મી-પપ્પાની સાથે વાત કરી લઉં.
સાંવરી: અરે, આજે ને આજે એમ ઉતાવળ કરવાની જરૂર નથી. પણ પૂછી લેજે એમ કહું છું.
મિતાંશ: ઓકે બાબા પૂછી લઇશ બસ.
એટલામાં સાંવરીનું ઘર આવે છે એટલે તેને સોસાયટીની બહાર જ મિતાંશ ડ્રોપ કરીને ચાલ્યો જાય છે.

સાંવરી રસ્તામાં ઘરે જતાં જતાં વિચારે છે કે, કેવો છે મિતાંશ નહિ, એકદમ ઇનોસન્ટ જે હોય તે બધું જ સાચું કહેવા વાળો. બિલકુલ ફ્રેન્ક.

ઘરે જઇને હાથ-પગ મોં ધોઇને તૈયાર થઈ સાંવરી મમ્મી-પપ્પા સાથે જમવા બેસે છે. એટલે મમ્મી પૂછે છે કે, " ઓટો કરીને આવી બેટા ? "
સાંવરી: ના મમ્મી, મીતસર મૂકી ગયા. ( તેને મીત સાથે થએલી બધી જ વાતો મમ્મીને કહેવી હતી પણ કહું કે ના કહું તેમ વિચારતી હતી....
મમ્મીને વાત કરે છે કે નહિ વાંચો આગળના ભાગમાં...