muchhada ni manovyatha - 2 books and stories free download online pdf in Gujarati

મૂછાળા ની મનોવ્યથા - 2

આગળ આપણે વાંચ્યું કે છોકરાઓ ને પણ પોતાની અલગ વ્યથા હોય છે જેના તરફ કદાચ આપણુ ધ્યાન ગયુ જ નથી, બસ આજ વિષય માં થોડુ વધુ

---@@@@--------------------------------------------


આઠમા ધોરણ નો એ પહેલો દિવસ કદાચ મારી જીંદગી નો પહેલો એવો દિવસ જે ક્યારેય નહિ ભુલાય !
હું અને મારો એક મિત્ર સ્કૂલે વહેલા પંહોચી ગયા અને પહેલી પાટલી પર બેેેગ રાખી અન્ય મિત્રો સાથે વાત કરતાં હતા ત્યાં સાધારણ દેખાવની બે છોકરીઓ ક્લાસ મા દાખલ થઈ અને અમારી બેગ પાછળ રાખી ત્યાજ બેસી ગઈ .આ જોઇ મને ખૂબ ગુસ્સો આવ્યો અને હું તેમની સામે જઇ કમર પર હાથ રાાખીને ઉભો રહ્યો. શું છે? તેેેેમાની એક બબડી ?" મારી બેેેગ તેે પાછળ કેમ નાખી " મેેં ગુસ્સા થી પૂછ્યું. "પાટલી તુ ઘરે થી લાવ્યો છે? "તેણે મને પૂછ્યું? મેં રાડ નાખી "ના!! તારા ઘરેેથી મંગાવી છે નથી ખબર તને""? બસ આમજ અમારી તુતુમેમે ચાલી.
મારો મિત્ર મને સમજાવવા લાગ્યો "આપણે પાછળ બેસી જઇશુ !ચલ જવા દે ને! તુય શું છોકરીઓ સાથે માથાકૂટ કરે છે? "
બીજી છોકરી પણ બોલી "ચલ ચલ પાછળ બેસ, તારા બાયલા મિત્ર જોડે થી શીખ કંઇક! "
મારૂ મગજ તપી ગયુ અને મેં એમની બેગ ઉપાડી છેક છેલ્લી પાટલી એ નાખી દીધી અને હું મારા મિત્ર નો હાથ પકડી પહેલી પાટલીએ બેસી ગયા અને બરાબર ત્યારે જ શિક્ષક વર્ગ મા દાખલ થયા.અત્ય।ર સુધી વાઘણની જેમ લડતી એ છોકરી ની આંખોમાંથી મગર ના આંસુ નીકળવા લાગ્યા ,રડતા રડતા એણે કહેલા દરેક શબ્દો ને સાચા માની લેવામાં આવ્યા અને અમને ચોખવટ કરવાનો પ્રયત્ન પણ કરવા દેવામાં ના આવ્યો અને વર્ગ ની બહાર નીકળી જવાનું કહેવામાં આવ્યું.
શું માત્ર પુરુષજાતિ ના હોવાથી આ સજા ફટકારી દીધી? કે પછી સ્ત્રી જાતિ ને તેનો લાભ મળ્યો?
રિસેસ મા ઘણાએ મારી તરફેણ કરી તો ઘણાએ છોકરીઓ સાથે માથાકૂટ કરી એના માટે મૂરખ કહ્યો.
આજ સુધીમાં આ સમજણ તો નાજ આવી કે સાચા હોવા છતા પુરુષોએ પાછા પડવુ જ પડે કેમકે સામે સ્ત્રી છે
પુરુષ સ્ત્રી સાથે માથાકૂટ કરે તો મૂરખ અને ના કરે તો બાયલો આવુ કેમ?
ઘણી વખત સ્કૂલ ના દિવસો માજ એવુ બનતું કે કોઇ છોકરી તમારી સાથે હંસીને વાત કરે અને પછી જ્યારે તમે તેની સાથે વાત કરવા જાવ તો" સાલો લાળ પાડતો પાછળ પડ્યો છે "એવુ સંભળાવી જાય અને વાત ના કરો તો તેને તો છોકરીઓ સાથે વાત કરતાં જ નથી આવડતું " સાંભળવા મળે.
ઘણી વખત છોકરીઓ નોટ્સ માંગે , આપી દઇએ તો "કેવા મૂરખ બનાવ્યો "અને ના આપીએ તો "અકડુ સાલો"
બસ આજ તો કોઈ સમજાવે, કરવુ તો કરવુ શું અમારે.
પાછુ આખી દુનિયા છોકરાઓ ને તો કંઈ તકલીફ હોય જ નહિ, એય લીલા લહેર.
પહેલા હતુ એવુ કે ઘર ના કામ છોકરીઓ જ કરે અને બહાર ના છોકરા, પણ હવે તો એવું ય નથી, અમારે પણ ઘર ના કામ શીખવાના, ના ના એમા કંઇ ખોટું તો નથી જ, મને પણ મજા આવે છે મમ્મી અને દીદી સાથે રસોઈ બનાવવાની કંઇક નવું શીખવા ની.પણએના કોઈ વખાણ ના કરો તો કંઈ નહી પણ નોંધ તો લો, પણ ના છોકરીઓ બહારના કામ કરે તો કેવા વખાણ થાય "બહુ હોંશિયાર છે છોકરી, ઘર અને બહાર બેય સાચવી જાણે છે "વગેરે વગેરે
અને તોય પાછુ છોકરી હોવાનું "victim card"તો જાણે એમનો અબાધિત અધિકાર!
કેટલુય યાદ કરવાની કોશિશ કરુ છું પણ એક પ્રસંગ એવો યાદ નથી આવતો કે જ્યારે મારી અને દીદી વચ્ચે ઝગડો થયો હોય અને દીદી ને માર પડ્યો હોય, એના માટે તો હું જ હોવ
ને!
જાણુ છું સ્ત્રી અત્યાચાર થયા છે અને થાય છે પરંતુ દરેક ઘરમાં એવુ નથી હોતું અને હું એવું માનુ છું કે આ બદી રોકવા માટે સ્ત્રી શિક્ષણ જેટલુ જ જરૂરી છે પુરુષો નુ પણ!
પણ ખેર અહીં તો મારે મારી મનોવ્યથા લખવી છે.


તો મળીએ આવતા અઠવાડિયે મારા કોલેજ ના અનુભવો સાથે અને એની સાથે જ મારી વ્યથાઓ પણ છે જ ને!!