DAUGHTER books and stories free download online pdf in Gujarati

DAUGHTER

"દીકરી" આ શબ્દ સાંભળતાની સાથે જ મનમાં એક પ્રેમની લાગણી છલકાઈ આવે છે.
" બેટી બચાઓ બેટી પઢાઓ " આ અભિયાન વિશે તો બધાએ સાંભળ્યું જ હશે. પરંતુ હજી કેટલાય સમાજોમાં આ અભિયાન બસ સાંભળવા પૂરતું જ સીમિત રહી ગયું છે.

હજી કેટલાય એવા લોકો છે કે જેણે દીકરીના જન્મથી ખુશી નથી થતી. બધાને બસ દીકરો જ જોઈએ છે. જરાક વિચાર કરશો તો સમજાશે કે એક દીકરાનો જન્મ પણ એક સ્ત્રીમાંથી જ થયો છે. સ્ત્રી વગર તો આ સમાજ, આ દુનિયા બધું જ અધૂરું છે. પોતે ભગવાન પણ શક્તિ અર્થાત સ્ત્રી વગર અધૂરા છે.

આ જગત પુરુષ અને સ્ત્રી બન્નેના એકસમાન સમતુલનથી જ ચાલે છે. ના એકલા પુરુષથી દુનિયા ચાલશે કે ના એકલી સ્ત્રીથી તો પછી આવો ભેદભાવ શાનો?? એક બાજુ ઘરમાં દીકરી નથી જોવતી અને બીજી બાજુ સારી પુત્રવધુ શોધવી છે. હે પ્રભુ, કેવો કળયુગ આવી ગયો છે મને તો વિશ્વાસ નથી થતો કે લોકો આટલા હદ સુધી પણ વિચારી શકે છે???

છોકરો જયારે નોકરી કરતો હોય અને જો રાત્રે મોડું થાય એવું હોય તો જયારે એ એના પેરેન્ટ્સને ફોન કરીને કહે કે આજે હું ઘરે નહિ આવું કાંતો આજે મારે મોડું થશે ઘરે આવતા તો પેરેન્ટ્સ એવું જ કહેશે કે હા હા બેટા કઈ વાંધો નહિ તું તારે શાંતિથી આવજે. અને જો આ જ શબ્દ એક છોકરીએ કીધો હોત તો?? પછી તો આગળ કઈ બોલવાનું આવતું જ નથી. બધાને સમજાઈ જ ગયું હશે કે શું જબાબ મળ્યો હશે. ના, તારે મોડી રાત્રે ઘરે નહિ આવાનું. અત્યારે જમાનો ખરાબ છે. નોકરી છોડી દેશે એ અમને ગમશે પરંતુ આ રીતે મોડી રાત્રે નહિ આવાનું.

શું કામ પોતાની દીકરીને તમે પોતે જ કમજોર બનાવી દો છો? પછી આ સમાજના લોકો એમ કહે છે કે રૅપ થાય છે, છોકરાઓ છેડખાની કરે છે તો થાય જ ને કેમ ના થાય?? તમારે તમારી છોકરીને કઈ શીખવવું જ નથી તો પછી આજ પરિણામ આવશે. Self defence શીખવાડો ને પોતાની દીકરીને. શું કામ એનાથી વંચીત રાખો છો એણે?

છોકરી એની ઈચ્છાથી રાત્રે બાર ફરવા ના નીકળી શકે, એના મનપસંદ કપડાં ના પેહરી શકે વગેરે... વગેરે.... શું આ કંઈ એક છોકરીનું જીવન છે?? બધા જ છોકરી ઉપર આંગળી ઉઠાવે છે કે નાના મોટા કપડાં પેહરે તો પછી છોકરા સામું જોવે જ ને એમાં શું મોટી વાત થઈ?? પરંતુ કોઈ માં બાપ પોતાના છોકરાને એમ નથી શીખવતા કે એક છોકરીનું, એક સ્ત્રીનું સન્માન કરવું જોઈએ, ખરાબ નઝરથી એની સામે ના જોવું જોઈએ અને કઈ પણ કરતા પેહલા એટલું યાદ રાખજે કે આપણા ઘરે પણ એક દીકરી છે.

એક લગ્નની વાત કરીએ તો છોકરાને પ્રેમલગ્ન કરવાની છૂટ છે છેવટે અન્ય કોઈ અટક હોય છતાંય પેરેન્ટ્સ મોટા ભાગે માની જ જાય છે. છોકરી માટે તો પ્રેમલગ્ન વિશે વિચારવું પણ શાયદ પાપ ગણાતું હશે. શું કામ એક દીકરીની આઝાદી, જિંદગી એનાથી છીનવી લો છો?? દીકરી જયારે ઘરે વાત કરે એના મનપસંદ છોકરા સાથે લગ્ન કરવાની ત્યારે એક વાર એની વાત તો સાંભળી લો, એક વાર એની પસંદ જોઈ તો લો. પછી તમે હા કે ના કહો એ અલગ વાત છે. પરંતુ અહીંયા તો વાત મુકતા પહેલા જ જવાબ મળી જતો હોય છે કે ના સમાજ માં મારી શું ઈજ્જત રહી જશે, આ બધું આપણા ઘરે નહિ ચાલે, તારે ભૂલી જ જવુ પડશે, કાલથી તારે ઘરની બહાર નીકળવાનું બંધ વગેરે..... એક છોકરીની બધી આઝાદી છીનવાઈ જાય. જાણે એણે કોઈ મોટો ગુનોહ ના કર્યો હોય. એના જન્મથી જ એની પાંખો કાપી લેવામાં આવે છે.

શું તમને એમ નથી લાગતું કે પેરેન્ટ્સ એ પણ પોતાની છોકરીને સમજવાની જરૂર છે, જમાનાની જેમ બદલવાની જરૂર છે? એક છોકરીને એના માં બાપથી વધારે હિમ્મત બીજું કોણ આપી શકે આ જગતમાં?? છેવટે સમાજ એક દીકરીને જ દોશી માની બેસે છે કે આને તો ભાગીને લગ્ન કર્યા, આતો ચારિત્રહીન છે વગેરે..... એણે તો એની વાત ઘરમાં મૂકી જ હતી એની કોઈ ભૂલ જ નથી. ભૂલ છે તો બસ એક પેરેન્ટ્સના નાસમજની છે.

છેલ્લે હું બસ એટલું જ કહીશ કે પેરેન્ટ્સે પોતાના છોકરાઓ સાથે એક મિત્ર બનીને જ રેહવું જોઈએ. ઘરમા એવું વાતાવરણ બનાવવું જોઈએ કે તમારા છોકરા તમારી સામે કંઈ પણ વાત ક્યારેય અચકાય નહિ. અને સૌથી પેલા જો તમને એ એમના મનની વાત કહેશે તો સમજી લેજો કે તમે દુનિયાના બેસ્ટ પેરેન્ટ્સ છો..




અંજલિ...... ✍️