Taras premni - 37 books and stories free download online pdf in Gujarati

તરસ પ્રેમની - ૩૭



મેહા ઘરે જઈ વિચારમાં પડી ગઈ કે રજત સાથે ફાર્મ હાઉસ પર જવું કે નહીં. આખરે મેહાએ નિર્ણય લીધો કે જે થવાનું હોય તે થાય પણ હું રજત સાથે ફાર્મ હાઉસ પર જઈશ.

રવિવારે સાંજે ફાર્મ હાઉસ પર જવાનું નક્કી થયું.
રજત સાથે મેહા ફાર્મ હાઉસ પહોંચે છે. મેહા બેડ પર બેસે છે. રજત દરવાજાની સ્ટોપર મારી દે છે.

મેહાનું દિલ ધક ધક કરતું હતું. મેહાને થોડો ડર પણ લાગતો હતો. મેહા સ્વગત જ બોલે છે "મેહા એમાં ડરવાની શું જરૂર છે? તું ના પાડીશ તો રજત તને ટચ પણ નહીં કરે."

રજત મેહાની પાસે આવ્યો. રજતે પોતાનો બેલ્ટ કાઢી નાંખ્યો. મેહા તો નીચે નજર કરી બેસી રહી હતી. રજતે પોતાનું શર્ટ કાઢ્યું. મેહા નું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. રજતે મેહાને બેડ પરથી ઉઠાડી. મેહા રજતની સામે ઉભી રહી ગઈ. મેહા થોડી થોડી ધ્રૂજી રહી હતી. રજતે મેહાની ચિબુક પકડી. રજત મેહાને કિસ કરવાનો હતો કે મેહા શરમાઈને દિવાલ પાસે ઉભી રહી ગઈ.

રજતે Song ચાલું કર્યું.

आशिक़ बनाया आशिक़ बनाया
आशिक बनाया आपने
आशिक बनाया आपने
तेरे बिन सूनी सूनी हैं बाहें
तेरी बिन प्यासी प्यासी निगाहें
तेरे बिन बिन असर मेरी आहें
तेरे बिन सूनी सूनी हैं बाहें
तेरी बिन प्यासी प्यासी निगाहें
तेरे बिन बिन असर मेरी आहें
तेरे बिन

तेरे बिन लम्हा लम्हा सताए
तेरे बिन बेक़रारी जलाये
तेरे बिन चैन मुझको ना आये
तेरे बिन लम्हा लम्हा सताए
तेरे बिन बेक़रारी जलाये
तेरे बिन चैन मुझको ना आये
तेरे बिन

मेरी निगाहों में
तेरा चेहरा रवा हैं
गहरे हैं अरमान जाने
जा पागल समा हैं
मेरी निगाहों में
तेरा चेहरा रवा हैं
गहरे हैं अरमान
जाने जा पागल समा हैं
अपने दायरे से तो
मैं छुटने लगी हु
तेरे बाजुओ में
आके टूटने लगी हु
अपनी दायरे से तो
मैं छुटने लगी हु
तेरे बाजुओ में
आके टूटने लगी हु
तेरे बिन जीना नहीं हैं गवारा
तेरे बिन दिल का नहीं हैं गुजरा
तेरे बिन कौन अपना सहारा
आशिक़ बनाया आशिक़ बनाया
आशिक बनाया आपने
आशिक बनाया आपने

રજત મેહાની નજીક ગયો. રજત મેહાની આંખોમાં જોઈ રહ્યો. રજતની નજર મેહાના આખા શરીર પર ફરી વળે છે. મેહા ઝડપથી શ્વાસ લે છે. મેહા રજતની નજરોને સહન નથી કરી શકતી ને મેહા ફરી જાય છે. રજતે હળવે રહીને મેહા નું ટીશર્ટ ઉતાર્યું. મેહા નું દિલ વધારે જોરથી ધડકવા લાગ્યું. મેહાએ પોતાની જાતને બંન્ને હાથોથી છૂપાવી દીધી. મેહા એકદમ સંકોચાઈ ગઈ. રજતના હાથ મેહાની પીઠ પર ફરી રહ્યા. રજતના હાથ અટકી જાય છે અને રજતે મેહાની પીઠ પરની દોરી છોડી અને મેહાની પીઠ આખી ખુલ્લી થઈ. મેહાના વસ્ત્રો જમીન પર પડ્યા. મેહાની આંખોમાં ન સમજાય તેવી વેદના હોય છે. મેહાની આંખોમાં આંસુંની બુંદો ચમકી. રજતના હાથ ફરી મેહાની ખુલ્લી પીઠ પર ફર્યાં. મેહા તો પોતાની જાતને વધુ ને વધુ સંકોચતી ગઈ. મેહાએ પોતાની જાતને બે હાથ વડે છૂપાવવાની કોશિશ કરી.

રજતે મેહાને પોતાની તરફ ફેરવવાની કોશિશ કરી પણ રજત અટકી ગયો. રજતે બેડ પરથી ચાદર લીધી અને મેહાને ફરતેથી ઓઢાવી દીધી. મેહાને પોતાની તરફ હળવેથી ફેરવી રજતે મેહાને આઘોષમાં લઈ લીધી. રજતની બાહોમાં જતા જ મેહા રડી પડી.

રજત મેહાને માથા પર કિસ કરે છે અને કહે છે "શ... શ... રિલેક્ષ...મેહા...તને શું લાગ્યું? હું તારી મરજી વગર તને ટચ કરીશ...તે એવું વિચારી પણ કેવી રીતે લીધું કે હું તારી મરજી વગર તને આવી રીતના જોઈશ? પાગલ હું તને ચાહું છું...તને પ્રેમ કરું છું..."

મેહા કંઈ બોલતી નથી.

થોડીવાર પછી રજત કહે છે "ચાલ હવે જઈએ?"

મેહા રજતથી અળગી થાય છે. રજત શર્ટ પહેરતા પહેરતાં કહે છે "હું બહાર છું. તું ચેન્જ કરીને આવ."

રજત રૂમની બહાર ગયો. મેહાને તો વિશ્વાસ ન આવ્યો કે રજત મને આટલું ચાહે છે. મેહા તો ખુશ ખુશ થઈ ગઈ. મેહા ચેન્જ કરી રજત પાસે આવે છે.
ફાર્મ હાઉસને રજત તાળું મારી દે છે. બંન્ને કારમાં બેસે છે. મેહા નું દિલ તો હજી પણ જોર જોરથી ધડકતું હતું. થોડીવાર પછી મેહા સ્વસ્થ થાય છે.
રજત મેહા તરફ જોય છે.

રજત મેહાનો હાથ પકડે છે અને કહે છે "રિલેક્ષ મેહા."

મેહા:- "રજત તે તો કહ્યું હતું ને કે મારે સાબિત કરવું પડશે કે હું તને પ્રેમ કરું છું કે નહીં? અને એ પણ કહ્યું હતું કે જો હું સાબિત ન કરું તો તું માની લઈશ કે હું તને લવ નથી કરતી.પણ મેં તો કંઈ સાબિત જ ન કર્યું."

રજત:- "પ્રેમમાં કંઈ સાબિતી આપવાની જરૂર નથી પડતી. હું તને ફાર્મ હાઉસ એટલા માટે નહોતો લઈ ગયો કે આપણે Physically રિલેશનશીપ બાંધીએ. હું તને ફાર્મ હાઉસ એટલા માટે લઈ ગયો હતો કે તું મારા પર વિશ્વાસ કરે. સમજી?"

મેહા:- "રજત ધારો કે હું ફાર્મ હાઉસ ન આવતે તો? અને તારા પર વિશ્વાસ ન કરતે તો?"

રજત:- "તો કંઈ નહીં. તારી રાહ જોતે."

મેહા:- "રાહ જોતે તો પણ ક્યાં સુધી?"

રજત:- "કૉલેજ પૂરું થાય ત્યાં સુધી."

મેહા:- "મતલબ કૉલેજ પૂરું થાય પછી પણ હું તારા પર વિશ્વાસ ન કરતે અને તારી સાથે ફાર્મ હાઉસ ન આવતે તો તું મને છોડીને જતો રહેતે."

રજત:- "મેં એવું ક્યાં કહ્યું કે હું તને છોડી દેતે."

મેહા:- "તે જ તો કહ્યું કે કૉલેજ પૂરું થાય ત્યાં સુધી રાહ જોતે."

રજત:- "હા તો કૉલેજ પૂરું થાય પછી તો તારી સાથે લગ્ન કરી લઈશ ને."

મેહાને રાહત થઈ કે રજત મને આ હદ સુધી ચાહે છે. રજત મેહાને ઘરે ઉતારે છે. રજત એમ જ ઉભો ઉભો મેહાને જોઈ રહ્યો. મેહા રજતને Hug કરે છે.

મેહા:- "રજત શું કરે છે. મને ટાઈડ hug કરને."

રજત મેહાને ટાઈડ hug કરે છે.

મેહા ઘરમાં જતી રહે છે.

મેહા સૂતા સૂતા રજતના વિચાર કરવા લાગી. "રજત મને કેટલું ચાહે છે અને હું સમજી જ ન શકી કે રજત મને નવમાં ધોરણથી ચાહતો હતો. જો હું પહેલાં સમજી ગઈ હોત તો અમારી વચ્ચે આટલાં કોમ્પ્લીકેટ ન થયા હોત. કંઈ વાંધો નહીં હવે તો રજત મારો જ છે. ફાઈનલી હવે રજત અને મારા વચ્ચે બધું ઠીક છે." મેહા રજતના વિચારો કરતા કરતા સૂઈ ગઈ.

બીજા દિવસે કૉલેજમાં મેહા રજતને શોધતી શોધતી રિહર્સલ રૂમમાં આવે છે. રજત ડાન્સ કરી રહ્યો હતો.
મેહા અંદર આવે છે.

રજત:- "સારું થયું કે તું આવી ગઈ. ચલ આપણે બે તો પ્રેક્ટીસ કરીએ."

મેહા રજતને વળગી પડી અને કહ્યું "રજત મારું ડાન્સ કરવાનું બિલકુલ મૂડ નથી."

રજત:- "તો શું કરવાનું મૂડ છે. આજે તો મેડમ બહુ રોમેન્ટીક મૂડમાં છે ને?"

મેહા:- "ચાલને એમજ બાગમાં ચાલવા જઈએ."

રજત:- "અત્યારે નહીં. ફરી ક્યારેક."

મેહા:- "નહીં અત્યારે જ."

રજત:- "અત્યારે પ્રેક્ટીસ કરી લઈએ. આજે રાતે ચાલવા જઈશું. ઑકે?"

મેહા:- "ઑકે."

મેહા અને રજતના ફ્રેન્ડસ આવે છે અને બધાં પ્રેક્ટીસ કરવા લાગે છે.

રાતે જમીને મેહા રજતને ફોન કરે છે.

મેહા:- "હેલો રજત નીકળ્યો કે નહીં?"

રજત:- "નહીં હું તો ઘરે જ છું."

મેહા:- "તો શું કરે છે? આપણે જવાનું નથી?"

રજત:- "કશે જવાનું હતું આપણે? પણ ક્યાં?"

મેહા:- "આજે સવારે તો કહ્યું હતું કે ચાલવા જઈશું."

રજત:- "ઑ હા હું તો ભૂલી જ ગયો."

મેહા:- "ઑકે તો જલ્દી આવ હવે."

રજત:- "આવી ગયો. તારા ઘરની નીચે જ ઉભો છું."

મેહા:- "ઑહ તો તને યાદ હતું?"

રજત:- "હાસ્તો વળી. ચાલ હવે ફોન મૂક અને ફટાફટ નીચે આવ."

મેહા ફટાફટ નીચે આવે છે. રજત સાથે ચાલવા નીકળી પડે છે. ચાલતા ચાલતા રજત અને મેહા એક ગાર્ડનમાં બેસે છે.

મેહા રજતને જોઈ રહી.

મેહા:- "રજત એક વાત પૂછું?"

રજત:- "એક શું બે વાત પૂછ."

મેહા:- "રજત તું મને ચાહતો હતો તો મને કહ્યું કેમ નહીં?"

રજત:- "ફુલ તૈયારી હતી તને પ્રપોઝ કરવાની પણ બીજા દિવસે આવીને જોયું તો મેડમનો લુક્સ ચેન્જ. બેબી બિન્દાસ બની ગઈ હતી ને!"

મેહા:- "રજત થોડો ઈશારો તો કરવો જોઈએ. હું બિલકુલ ઈચ્છતી નહોતી કે હું પોતાની જાતને ચેન્જ કરું."

રજત:- "તો પછી શું કામ ચેન્જ કરી પોતાની જાતને?"

મેહા:- "મને લાગ્યું કે હું આ રીતે રહીશ તો મને મારો ડ્રીમબોય નહીં મળે. અને તે પણ મને મેક ઓવરની સલાહ આપી હતી."

રજત:- "થોડોક જ મેક ઓવર કરવા કહ્યું હતું પણ તે તો પોતાની જાતને જ બદલી નાંખી...લુક્સમા પણ અને સ્વભાવમાં પણ..."

મેહા:- "સારું હવે. આપણે બીજી વાત કરીએ. રજત તને ખબર છે આપણે પહેલી વાર ક્યારે વાત કરી હતી?"

રજત:- "હા આપણે પહેલી વાર ડાન્સની પ્રેક્ટીસ કરી હતી ત્યારે. ડાન્સ કરતી વખતે તું મારી સાથે અન્કમ્ફર્ટેબલ ફીલ કરતી હતી."

મેહા:- "રજત તને યાદ છે આપણે નવમાં ધોરણમાં મુવી જોવા ગયા હતા. પછી આપણે બધા બાઈક..."

રજત:- "હા યાદ છે. શ્રેયસ સાથે બાઈક પર બેસવા કેટલી ઉતાવળી થતી હતી. મન તો થતું હતું કે તને મારી સાથે બેસાડીને લઈ જાઉં."

મેહા:- "ઑહો શું વાત છે રજત. તને તો ઝીણામાં ઝીણી વાત યાદ છે ને! મને નહોતી ખબર કે તું મને આટલો લવ કરે છે."

રજત:- "જરૂરી થોડી છે કે લવ કરતા હોય તે જ ઝીણામાં ઝીણી વાત યાદ રાખે. દુશ્મની હોય ત્યારે પણ ઝીણામાં ઝીણી વિગત યાદ રહે છે."

મેહા:- "મતલબ કે તું મને દુશ્મન માનતો હતો."

રજત:- "હું તો તને લવ કરતો હતો દુશ્મન તો તું મને માનતી હતી ને!"

મેહા:- "ઑહ હા... તું છોકરીઓ સાથે ફ્લર્ટ કરતો ફરતો હતો તો મેં તને જજ કરી લીધો."

રજત:- "અતુલ અને કોમલની પાર્ટી યાદ છે?"

મેહા:- "હા યાદ છે ને. આપણે બધા કેવા બાઈક પર ગયા હતા. પછી શ્રેયસ સાથે હું બાઈક પર આવી હતી. તમે બધા પણ આવ્યા હતા. ઑહ હા મને કંઈક યાદ આવ્યું. રજત મારે તને એક વાત પૂછવી છે."

રજત:- "હા તો બોલ ને."

મેહા:- "તને યાદ છે મેં બાલ્કનીથી નીચે તરફ જોયું હતું ત્યારે મારી અને શ્રેયસની નજર મળવી જોઈએ એને બદલે તારી અને મારી નજર મળે છે."

રજત:- "હું તારી બાલ્કની તરફ જોઈ રહ્યો હતો અને મેં વિચારી લીધું હતું કે જો આ વખતે મેહા નહીં હોય તો હું માની લઈશ કે તું કોઈ દિવસ મારી નહીં થાય અને મેં ફરી નજર કરી તો આપણાં બે ની નજર મળી.

મેહા:- "I can't believe this...રજત મને તો વિશ્વાસ નથી આવતો કે તે સમયે મેં પણ કંઈક આવું જ વિચાર્યું હતું. અને હું એ જ પૂછવાની હતી કે એ જ ક્ષણે કેમ આપણા બે ની નજર મળી. હવે મને મારા સવાલનો જવાબ મળી ગયો."

રજત:- "પણ શું વિચાર્યું હતું?"

મેહા:- "મેં વિચાર્યું હતું કે મારો પ્રિન્સ ચાર્મિગ જો મારી રાહ જોતો ઉભો હશે તો એ મારો થઈને રહેશે. અને ત્યારે જ આપણાં બે ની નજર મળે છે. ત્યારે પણ હું સમજી ન શકી કે તું જ મારો પ્રિન્સ ચાર્મિગ છે."

રજત:- "પ્રિન્સ ચાર્મિગ કલ્પનાઓમાં સારા લાગે પણ હકીકતમાં તને ખબર છે પ્રિન્સ ચાર્મિગ જેવા દેખાતા યુવકો જ વિશ્વાસઘાતી હોય છે."

મેહા:- "રજત કેમ અચાનક આવી વાત કરવા લાગ્યો? તારી આ વાતનો શું મતલબ હતો."

રજત:- "મેહા રિલેક્ષ... ઈનસિક્યોર ફીલ કરવાની જરૂર નથી. હું તો બસ એમજ નોર્મલી કહી રહ્યો હતો. હું તારી સાથે વિશ્વાસઘાત નહીં કરું."

મેહા:- "રજત શ્રેયસે મારી સાથે વિશ્વાસઘાત કર્યો જો તું કરીશ તો કદાચ હું સહન નહીં કરી શકું."

રજત મેહાને Hug કરતા કહે છે "મેહા હું તને છોડીને ક્યારેય નહીં જાઉં."

રજત અને મેહાએ થોડીવાર વાતો કરી. પછી બંન્ને ગાર્ડનમાંથી બહાર આવ્યા. એટલામાં ઝરમર ઝરમર વરસાદ ચાલું થઈ ગયો.

રજત:- "મજા આવશે વરસાદમાં પલળવાની."

મેહા:- "વરસાદ તો મને પણ ગમે છે."

વરસાદની મજા માણી મેહા અને રજતે ગરમ ગરમ ચાની મજા લીધી. રજત મેહાને ઘરે મૂકી આવી પોતાના ઘરે ગયો.

બીજા દિવસે બધા રિહર્સલ હૉલ માં પ્રેક્ટીસ કરી બેઠાં હતા.

રૉકી:- "મિષ શું વિચારે છે?"

મિષા:- "પહેલાંના દિવસોને યાદ કરું છું કે તું મને કેવી રીતના મળ્યો...આપણે બધા ફ્રેન્ડસ કેવી રીતે બની ગયા."

પ્રિયંકા:- "હા પહેલાં પહેલાં RRના ગ્રુપ વાળા કેટલાં ઈગોવાળા હતા."

પ્રિતેશ:- "હા હા આખી દુનિયાનો ઈગો તો અમારી જ અંદર હતો તમે તો દૂધના ધોયેલા હતા નહીં?"

નેહા:- "હા અમારામાં પણ થોડો ઈગો હતો પણ તમારા જેટલો તો નહીં જ."

પ્રિયંકા:- "એ બધી વાત છોડો. Guys તમને ખબર છે તમારા ડાન્સથી સૌથી વધારે કોણ ઈમ્પ્રેસ થયું હતું?"

રૉકી:- "કોણ?"

નેહા:- "મારા મનમાં એક વિચાર આવ્યો છે. આપણે પહેલાં ફ્રેન્ડસ નહોતા એ પહેલા કોણ કોના વિશે શું વિચારતું હતું તે કહેવાનું છે."

પ્રાચી:- "હા આ સરસ આઈડિયા છે. અને મને તમારી બધાની વાત પણ જાણવા મળશે."

રૉકી:- "ઑકે તો પ્રિયંકાથી સ્ટાર્ટ કરીએ. તો તું શું કહી રહી હતી પ્રિયંકા. અમારા ડાન્સથી કોણ વધારે ઈમ્પ્રેસ થયું હતું?"

પ્રિયંકા:- "મિષા ઈમ્પ્રેસ થઈ હતી. અમને કહેતી હતી કે RR નું ગ્રુપ તો જો. અને એની ટીમમાં કેટલા હેન્ડસમ બોયઝ છે અને ખાસ કરીને રૉકી."

રૉકી મિષા તરફ જોઈને કહે છે "ઑહ તો મેડમ નવમાં ધોરણથી જ મારા પર ફિદા હતી."

મિષા:- "ઑકે નેહાએ શું કહ્યું હતું ખબર છે આ Boys ને પણ થોડું એટિટ્યુડ તો બતાવવું જ પડશે. પ્રિયંકાને એ વાતમાં ઈન્ટરેસ્ટ હતો કે RR નું ગ્રુપ આપણા ડાન્સમાં ઈન્ટરેસ્ટ લેશે કે નહીં એ વાત જાણવાની જિજ્ઞાશા હતી. અને અમારા ગ્રુપની લીડર નેહાએ તો એટલે સુધી કહ્યું હતું કે RR નું ગ્રુપ આપણા ડાન્સમાં ઈન્ટરેસ્ટ લેશે એવું હું કંઈક કરીશ. બહું કોન્ફીડન્સથી કહ્યું હતું કે એ બધું મારા પર છોડી દો. હું આના વિશે કંઈક વિચારીશ. પણ નેહાને વિચારવાનો મોકો મળે એ પહેલાં તો રજતે જ અમને ડાન્સ પાર્ટનર બનવા કહી દીધું."

મેહા:- "અને ડાન્સ પાર્ટનર બનવા તો એવી રીતના ઓર્ડર કર્યો હતો કે RR જાણે કે પોતે જ સ્કૂલનો પ્રિન્સિપલ ન હોય."

રજત:- "મેહા I am sure કે ત્યારે પણ તારા મનમાં આ વાત આવી હશે."

મેહા:- "હા આવી હતી. પણ ત્યારે હું કશું બોલી નહિ."

સુમિત:- "અને મેહા વિશે રૉકીએ શું કહ્યું હતું ખબર છે?"

"રૉકીએ કહ્યું હતું મારા વિશે? રિયલી?" મેહાએ રૉકી તરફ જોતા કહ્યું.

રજત:- "રૉકીએ મેહાને જોઈને કહ્યું હતું કે ખબર નહીં શું સમજે છે પોતાની જાતને. રૉકી તને અભિમાની સમજતો હતો."

મેહા:- "રૉકી પણ હું ત્યારે તો પોતાની જાતને કંઈ સમજતી જ નહોતી તો તે મને અભિમાની કેમ સમજી લીધી?"

રૉકી:- "મેં તને અભિમાની સમજી લીધી હતી તો ખબર છે રજતે તારા વિશે શું કહ્યું હતું?"

મેહા:- "હા આ વાત તો મારે જાણવી જ છે કે રજતે શું કહ્યું હતું મારા વિશે."

રૉકી:- "રજતને નહોતું લાગતું કે તું અભિમાની છે. અમને એવું કહ્યું હતું કે મેહા થોડું ઓછું બોલે છે બસ."

નેહા:- "સ્કૂલમાં તો મજા આવતી જ હતી પણ આપણે બધા મુંબઈ ગયા હતા તે વખતે મને બહુ મજા આવી હતી."

સુમિત:- "હા યાર એ મુંબઈ ની ટ્રીપ તો યાદગાર રહેશે."

મેહા:- "ચાલો આ વર્ષે પણ કશે ફરવા જઈએ."

રજત:- "હા પણ ક્યાં જઈશું?"

મેહા:- "રજત મેં ગોવા નથી જોયું. ગોવા ફરવા જઈએ?"

રજત:- "તમે લોકો શું કહો છો?"

રૉકી:- "જઈએ મજા આવશે."

મેહા:- "પ્રાચી તું પણ આવીશ ને?"

રજત:- "અરે હા પ્રાચી સાગરને પણ કહી દેજે."

પ્રાચી:- "ઑકે."

પ્રિતેશ:- "પણ ક્યારે જઈશું. એ બધું નક્કી કરવું પડશે ને?"

સુમિત:- "એ બધું પછી નક્કી કરીશું. બહું વાતો થઈ ગઈ હવે ક્લાસમાં જઈએ. લેક્ચરનો પણ ટાઈમ થઈ ગયો છે."

બધા ક્લાસમાં લેક્ચર અટેન્ડ કરવા ગયા.

ક્રમશઃ