daughter Suffering books and stories free download online pdf in Gujarati

દીકરી ની વેદના

તમે મારી આંગલી નવલકથા ને જે સાથસહકાર આપિયો તેના માટે આભાર અને મને વિશ્વાસ છે કે જે તમે "દીકરી વહાલ નો દરિયો" ને સહકાર આપિયો છે તેવો જ સહકાર તમે "દીકરી ની વેદના" ને પણ આપશો...

"હજુ શ્વાશ સરખા હવામાં ભળ્યાં નથી,
ત્યાં તો શ્વાશ ને કાપવાની કેવી પ્રથા છે?
શ્રવણ ની ચાહમાં મરને જાય લક્ષ્મી,
આજ આપણા ભારત દેશની વ્યથા છે. ..
આવી જ કંઈક "દીકરી ની વેદના ની કથા છે.... "

એક દીકરી એ સરસ મજાની વાત કહી છે. તેના સમાજ ને અને આ યુગને....
હું કોણ છું ? હું દીકરી છું મારો જન્મ જો કોઈ ના ઘરે થાય જાય ને તો, તે પરિવાર મને દુસ્મન ની જેમ મારી સાથે વ્યવહાર કરે છે.મેં એવુ તો શું પાપ કરિયું કે બધા મારાં જન્મ ની સાથે જ મને "દૂધ પીતી" કરી દે છે. મેં આ સમાજ નું શું નુકસાન કરિયું, મને પણ જીવવા નો અધિકાર છે. મને કોઈ જીવવા નહિ દો? મારે પણ મોટા ભાઈ ની જેમ ડોક્ટર બનવું છે, મારે પણ આ "દુનિયા" જોવી છે, મારે કોઈ ડર વગર જીવવું છે. તને મને જીવવા ડો મને કોઈ દૂધ પીતી ના કરતા, ભાઈ મારે તારા જેમ ડોક્ટર બનવું છે, ભાઈ મારાં નાના હાથ થી તારા હાથ માં મારે રાખડી બાંધવી છે, ભાઈ મારે પણ આ "દુનિયા" જોવી છે, તું મમ્મી, પપ્પા ને સમજાવ જે કે મને આ "દુનિયા" જોવા નો અધિકાર આપે અને હું પણ કોઈ ડર વગર આ દુનિયા જોય શકું ભાઈ તું મને બચાવાજે.... મને આ "દુનિયા" જોવી છે, મારે નાની નાની સ્કૂલ બેગ લગાવી ને સ્કૂલ માં ભણવા જવું છે મારે પણ લગડી, કબડી, જેવી રમતો રમવી છે મારે પણ તમારા જેમ આ દુનિયા જોવી છે....
એક દીકરી તેની માઁ ને કહે છે....
આંગળી પકડીને તારી ચાલવા દે,
માઁ મને તું આ જગતમાં આવવા દે,

વંશનું તુજ બીજ કો ફણગાવવા દે,
ગોરમાંથી છાબ લીલી વાવવા દે,

તું ભ્રુણનું પરિક્ષણ શાને કરે છે?
તારી આકૃતિ ફરી સર્જવા દે,

ઢીંગલી, ઝાંઝર, ચણીયા ચોળી ને મહેંદી,
બાળપણ ના રંગ કાંઈ છલકાવા દે,

રાખડીની દોર કે ગરબાની તાળી,
ઝખના ના દીપ તું પ્રગટાવવા દે,

વ્હાલ ની વેલી થઇ ઝૂલીશ દ્વારે,
આંગણે સંવેદના મહેકવા દે,

દીકરી કેટલી મસ્ત વાત કહી છે, આંગણે જયારે દીકરી રમતી હોય, ત્યારે લાગે કંઈક નવું આજ દીકરી ને આજે આ આઝાદ ભારત દેશમાં દીકરી ને આઝાદી નથી મળી, ખરેખર આપણે તો આઝાદ થઈ ગયા પણ, આ દીકરી ઓ ક્યારે આઝાદ થશે તેની કોઈ ને જ ખબર નથી...

કોઈ વાર તમે દીકરી ને પૂછી જો... જો પોતાના ને છોડાવા કેટલું અઘરું છે...21વર્ષ પછી પોતાના બાપ ની પડછાય માં રહેલી અને 21 વર્ષ પછી પોતાના ને છોડીને પારકાને પોતાના કરવા ખુબજ અઘરું છે. આજ દુનિયામાં "દીકરી" સિવાય કોઈ સંવેદનશીલ નથી ખરેખર દીકરી તો દીકરી જ છે..

કોઈ દીકરી ને પુછજો પોતાનું ઘર છોડવું કેટલું મુશ્કેલ છે
આતો રિવાજ છે, બધા એ કરવો પડે;
કહેવું સહેલું છે, પણ વિચારજો કરવું કેટલું મુશ્કેલ છે....!
પોતાના બધા સંબધોને પાછળ છોડી, પારકાઓને પોતાના કરવા, ખરેખર ખુબ જ મુશ્કેલ છે. એ છતાં બંને પરિવાર ને સાથે રાખી ને ચાલે છે કોઈ દીકરી ને પૂછજો પોતાનું ઘર છોડવું કેટલું મુશ્કેલ છે....!
બાળપણ જેને પોતાનું ઘર માનતા હતા, ત્યાં હવે મહેમાન છો એમ સાંભળવું કેટલું મુશ્કેલ છે. એ છતાં હસીને આ વાત સ્વીકારી લે છે. કોઈ દીકરી ને પૂછજો પોતાનું ઘર છોડવું કેટલું મુશ્કેલ છે....!
એ છતાં બધા સમાધાન કરીલે છે.કોઈ દીકરીને પૂછજો પોતાનું ઘર છોડવું કેટલું મુશ્કેલ છે,

ખરેખર દીકરી તો દીકરી જ છે, જયારે દીકરો બાપ ની મિલકત માં ભાગ માંગે, પણ દીકરી તો એક રૂપિયો પણ લીધા વિના બંને હાથ થી ભીંતમાં થાપા કરી ને કહે છે, કે આજ થી આ બધું જ તમારું લ્યો મેં દસેય આંગળી એ સહી કરી દીધી..

"કિસી ને સોના દિયા તો કિસી ને હીરા
હમને ઉનકે ઘર કો સજાને આપને ઘર કા રોનક દિયા"

"મને એ વાત નું દુઃખ નથી કે મેં સ્ત્રી શરીર લઇ ને જન્મ લીધો છે મને દુઃખ તો એ વાત નું છે કે કોઈ માન-સમાન આપવું નથી પણ હક બધા ને અપનાવો છે..." સ્ત્રી ને માન સમાન આપજો...

"દીકરી કોન છે"...

માતાની મિત્ર છે, દીકરી...
પિતા નો પ્રેમ છે, દીકરી....
દાદા ની લાડકી છે, દીકરી...
સબંધની સરિતા છે, દીકરી...
પ્રેમનો પ્રવાહ છે, દીકરી.....
કુટુંબનો કિલકાર છે, દીકરી....
વાત્સલયનો રણકાર છે, દીકરી...
મર્યાદાની મુરત છે, દીકરી....
સંસ્કારોની સુરત છે, દીકરી...
બલિદાન ની પરાકાસથા છે, દીકરી....
પુણ્યનો પ્રભાવ છે, દીકરી.....
કળયુગમાં સતયુગ છે, દીકરી...
પરિવારનો પરિચય છે, દીકરી....
પવિત્રાની પ્રતિમા છે, દીકરી...
આવતી પેઢીની માઁ છે, દીકરી...

દીકરી તો સાહેબ નસીબદાર ના જ ઘર માં જન્મ લે છે. પણ અમુક નસીબદાર દીકરી ના નસીબ ખુલતા જ પહેલા તેના પાના ફેરવી દે છે ખરેખર કોઈ દિવશ દીકરી ને "દૂધ પીતી" કે દીકરી ને લડતા નહિ, ખાલી 21 વર્ષ જ છે. તમારી જોડે પછી, તો તમને અને તમારા પરિવાર ને છોડીને જતી રહેશે, આ દુનિયા માં દીકરી સિવાય બીજું કોઈ "મહાન" નથી દીકરી વિશે જેટલું લખીયે એટલું ઓછું છે...