dhadkano na soor - 4 books and stories free download online pdf in Gujarati

ધડકનોનાં સૂર - 4

ધડકનોનાં સૂર
🎼🎼🎼🎼
ધક ધક-4
💗💗💗
દોસ્તો, યાદ કરી લઈશું થોડું.. નીતિ અને અખિલેશ નો પ્રેમ,લગ્ન અને અખિલેશનું દહેરાદૂન પોસ્ટિંગ ત્યાં નીતિ ની ફ્રેન્ડ નિશા સાથે મળવું.હવે આગળ...
*************************
નીતિ,તારાં મુરઝાવાનું કારણ બહુ સમજવાનો પ્રયત્ન કરતો હતો.તું ક્યારેય બોલતી જ નહોતી.હું મારી જોબ ના કારણે બિઝી રહેવા લાગ્યો હતો ખાસ ટાઈમ નહોતો આપી શકતો.તું ક્યારેક "તેરી દો ટકિયાકી નૌકરી મેં મેરા લાખો કા સાવન જાયે ..હાય હાય યે મજબૂરી" વગાડતી હતી ને મને છેડતી રહેતી.
તારું વજન ધીમે ધીમે ઓછું થતું જતું હતું.મેં એક રજા નાં દિવસે તને પાસે બોલાવી,"નીતિ,યાદ છે તે કહ્યું હતું કે આફ્ટર મેરેજ હું જાડી થઈ જઈશ તો...હું તો સપના જોતો હતો કે નીતુ જાડી કેવી લાગશે..!"ગાલ ફુલાવીને હસવાનો વ્યર્થ પ્રયત્ન કરતાં હું બોલ્યો હતો.તું ફક્ત નાનકડું સ્માઈલ આપી જોઈ રહી હતી.હું ફરી બોલ્યો,"તારાં મનમાં શું ચાલી રહ્યું છે?તારે પિયર જવું છે?થોડાં દિવસ રહી આવ થોડું ચેન્જ લાગશે."તું બોલી,"ના,અખિલ તને છોડીને મારે ક્યાંય જવું નથી." મેં તને બાહોં માં ભરી લીધી.
વાત જાણે એમ હતી કે મારું માથું સખત દુખ્યાં કરતું હતું.ટ્યૂમર નિદાન થયું હતું,ક્યોરેબલ હતું પણ તું એના શૉકમાંથી જ બહાર નહોતી આવી શકતી.હું હંમેશા સમજાવતો હતો,"નીતુ,ડોન્ટ વરી ડિયરહું જોબ કરું છું,હરુ-ફરું છું મને કોઈ જ પ્રોબ્લેમ નથી.તું ખુશ રહેશે તો હું જલ્દી સારો થઈ જઈશ."આમ,તું ખુશ રહેતી તો થઈ ગઈ હતી.પણ અંદરથી તુટતી હોય એમ તારી તબિયત જોઈને લાગતું હતું.
************************** આપણાં લગ્નની 3જી એનિવર્સરીએ હું એવી તો તૈયાર થઈ હતી કે તું તો પાગલ...!મેં ફરી ફર્સ્ટ નાઈટ જેવો બેડ સજાવ્યો હતો.સોંગ્સ પણ એવા જ!આ વખતે હું અલગ જ મૂડમાં હતી, તારા કહેવા મુજબ બેબી પિંક ટુ પીસ ગાઉનમાં પરી લાગી રહી હતી!ધીમા અવાજે સોંગ વાગતુ હતું..."બાહોંમેં ચલે આઓ...ઓ..હમસે સનમ ક્યા પરદા..." તારા પર મારી આ મદહોશિયત છવાઈ ગઈ હતી અને તું બેબાક થઈ મારી પાસે આવી ગયો....અને અચાનક માથામાં સણકા ઉઠ્યાં...હું ગભરાઈ ડૉકટર સાહેબ ને કૉલ કર્યો..ત્યાં તો ધડકન...ધક..ધક...ધક..ધક..ધક...^^^^^^^-----^^^^------^^----------------અને હું જિંદગી અને ડાયરીનું છેલ્લું પેજ લખવા બેઠી જરા યે આંસુ નહોતાં કોરીધાકોર આંખો!તને રડતી હું જરાયે નહોતી ગમતી ને..!
*************************
"નિશા....ઓ નિશા.. જો આ લવ બર્ડ્સ લાવ્યો!"કહેતાં નિશાનાં પતિદેવ આવ્યાં.. નિશા લગભગ ચીસ જેવાં અવાજમાં બોલી..."ના...નહીં જોઈએ મને એ ..અનિકેત..તમે લઈ જાઓ પાછા આપી દો પ્લીઝ.." અનિકેત એકદમ ચોંક્યો.."શું થયું નિશુ??!!"નિશા દોડીને એની પાસે પહોંચી ગઈ બોલી,"નીતુ-અખિલની જેમ આ લોકો પણ સાથે જ દુનિયા છોડશે એ હું નહિ જીરવી શકું અનિ.."અને એકદમ રડી પડી.અનિકેતે એને પાણી આપ્યું,સાંત્વન આપ્યું ને કહ્યું,"તું શા માટે આ ડાયરી ઘડીઘડી વાંચે છે?"નિશાએ બોલવાનું શરૂ કર્યું,"અનિ, આ કેવો પ્રેમ!પતિને ટ્યૂમર ને એની ચિંતામાં પત્ની સુકાઈને અડધી!પતિ ટયૂમર બ્લાસ્ટ થવાથી મોતને ભેટ્યો તો પત્નીએ એની સાથે જ જવાની તૈયારી રાખી હતી.ઊંઘની ગોળીઓ કેટલી બધી ભેગી કરી રાખી હતી!બંનેની દુનિયા એકબીજાં પૂરતી જ સીમિત થઈ ગઈ હતી એટલો પ્રેમ!યુ નો,કદાચ એટલે જ કુદરતે બાળક નહોતું આપ્યું." અનિકેત બોલ્યો,"નિશા,ભલે તું જે માને એ પણ આ એક પાગલપનની હદ કહેવાય,આ તો હું ક્રાઈમ બ્રાન્ચમાં હતો એટલે સરળતાથી પત્યું નહિ તો આપણે અને એ બંનેના પેરેન્ટ્સ દોડી દોડીને અડધાં થઈ ગયા હોત.આવા સ્વપ્નની દુનિયામાં જીવતાં-મરતાં લોકો વાસ્તવિકતામાં જીવતાં લોકોને હેરાન કરી દે કોઈવાર.."
નિશા "અખિલ-નીતુ💕યાદગાર પળો"ડાયરી વાંચી રહી હતી.એ ડાયરીમાં નીતિ -અખિલેશ બંને પોતાની યાદગાર પળો ટપકાવતા હતાં.એનાં મગજમાંથી હજી પણ અખિલેશ અને નીતિનાં પ્રેમની યાદ નીકળતી નહોતી.

*સમાપ્ત*

*દોસ્તો,આપ સહુનાં સહકારથઈ જ હું આ રીતે લખવા માટે પ્રેરિત થઈ અને જિંદગીની પહેલી ચાર ભાગની લઘુનવલ લખી શકી,દિલથી,"ધડકનો ના સૂર"થી આભાર*🙏🏻😊