UBUNTU Family - 3 books and stories free download online pdf in Gujarati

UBUNTU કુટુમ્બુ - 3

આપણે બીજા ભાગમાં જોયું એ પ્રમાણે છ-સાત મહિના નો સમય પૂરો થતા પણ સુરેશ અજયભાઇ ને પૈસા તો નથી આપી શક્યો હોતો પણ એમને મળવા પણ નથી ગયો હોતો. આથી એક દિવસ અજયભાઇ સવાર સવારમાં ચંદુ ના ઘરે પહોંચે છે હવે આગળ વાત કરીએ.

ચંદુ અજયભાઇને જોતા જ (ખુશ મિજાજથી) એ આવો આવો અજયભાઇ આજે સવાર સવારમાં અમારા આંગણે આવીને અમને ધન્ય કરી દીધા આવો પધારો... બંને બેસે છે ચા નાસ્તા કરે છે અને એ સમયે અજયભાઇ સુરેશ સાથે થયેલ ઘટનાક્રમ વિગતવાર ચંદુ ને કહે છે. ચંદુ વાત સાંભળી ને ચોકી જાય છે કે મારા ભાઈએ તમારી સાથે આ રીતે વ્યવહાર કર્યો અને મને જાણ પણ ના કરી. આ વાત ચાલતી જ હોય છે ને સુરેશ રૂમમાંથી ઉઠીને બહાર આવે છે ને અજયભાઇ ને જોતા જ સમજી જાય છે કે મારી ફરિયાદ આવી. ચંદુ સુરેશ સામું જોઈને પુછે છે કે જે અજયભાઇ અહીં હાલ મારી સાથે વાત કરી એ સાચી છે? સુરેશ ખચકાતા મને બોલે છે હા મોટાભાઈ પણ હું એમને એ પૈસા આપી દઈશ. ચંદુ સુરેશ ને બોલાવી બાજુમાં બેસાડી કહે છે કે વાત પૈસાની તો છે પણ એથી વિશેષ તે આપેલા વચન ની છે તે જે સમય આપ્યો તો અજયભાઇ ને એ સમયે તુ ના આપી શક્યો તો તારે મને કે મહેન્દ્ર ને વાત કરવી જોઈતી હતી. અમે કંઈક રસ્તો કાઢતા વાત અહીં વિશ્વાસ અને આપણા અને અજયભાઇ ના સબંધ ની છે. અજયભાઇ બન્ને ભાઈઓ તરફ જોઈ અરે વાંધો નઈ ચંદુ ભાઈ જ છે ને આપણો પણ હું એટલે આવ્યો કે એને કીધા પ્રમાણે એ આવ્યો પણ નઈ અને આ સમયગાળા દરમિયાન આપણે મળ્યા પણ નહોતા એટલે મેં વિચાર્યું કે લાવ રૂબરૂ જઈ આવુ કાંઈ તકલીફ તો નથી ને એમ. સુરેશ અજયભાઇ ને કહે છે મોટાભાઈ તમે મારા મોટાભાઈ ના ખાસ મિત્ર છો અને આટલું સારુ વિચારીને અમારા ઘરે આવ્યા એ બદલ દિલ થી ધન્યવાદ અને હું માફી પણ માંગુ છુ કે હું ટાઈમે પૈસા ના આપી શક્યો પણ હું પંદર દિવસમાં જ તમારા પૈસા પાછા આપી દઈશ અને તમારે ફરી મારી ફરિયાદ લઈ ચંદુભાઈ પાસે નઈ આવવું પડે. આમ વાત કરી અજયભાઇ ઘરે જવા નીકળે છે.

આ વાત પછી બે મહિના જેટલો સમય વીતી જાય છે પણ સુરેશ પૈસા આપી નથી શક્યો હોતો અને એ સમય દરમિયાન એ અજયભાઇ ને બજારમાં ત્રણ-ચાર વાર મળ્યો હોય છે ને વાયદા બતાવતો ગયો હોય છે કે બે દિવસમાં આપું ને કાલે આપું પણ આપી શકતો નથી. આથી એક દિવસ ફરી અજયભાઇ કંટાળી ગુસ્સે થઈ ચંદુ ને ત્યાં જાય છે અને ચંદુ ને કે છે કે તારો ભાઈ પૈસા તો નથી આપતો પણ બહાના બનાવી મને ડફોળ બનાવે છે તુ ગમે તે કર મને આજે ને આજે હવે પૈસા જોઈએ બહુ થઈ ગયું હવે... ચંદુ અજયભાઇ ને શાંત પાડતા બોલે છે કે તમે ગુસ્સે ના થાઓ અને સાંભળો મારા ભાઈએ પૈસા નથી આપ્યા ને એ તમને આવી રીતે ગોળ-ગોળ ફેરવે છે એ મને જાણ નથી અને તમે જાણો છો કે મારું ઘર મારા નોકરી ના સામાન્ય પગાર પર ચાલે છે તેમ છતાં તમે મારી સાથે ચાલો આપણે મારા મહેન્દ્રભાઈ ને ત્યાં જઈએ અને વાત કરીએ અને હું અને મહેન્દ્રભાઈ કંઈક આઘુંપાસું કરી તમને તમારા પૈસા આપી દઈએ. અમારો સુરેશ હજુ નાનો છે ને એને જવાબદારી, વિશ્વાસ કે સબંધ શુ છે એનું ભાન નથી લગ્ન થઈ જાય ને જવાબદારી આવશે એટલે સમજુ અને અમારાથી પણ હોશિયાર થશે કેમકે એનામાં ધગશ સારી છે. એમ વાત કરી અજયભાઇ ને શાંત પાડી બંને જણા મહેન્દ્રભાઈ ને ત્યાં જાય છે.

મહેન્દ્રભાઈ ને ત્યાં જઈ અજયભાઇ અને ચંદુ બધી માંડી ને વાત કરે છે અને ચંદુ કહે છે મોટાભાઈ હવે આપણે જ અજયભાઇ ના પૈસા આપવાના છે. આ સાંભળતા જ મહેન્દ્રભાઈ જો ચંદુ સુરેશે મને પૂછીને પૈસા નથી લીધા અને સુરેશે લીધા છે તો એ આપે અથવા તુ આપી દે મારી પાસે એવા પૈસા નથી. ચંદુ મહેન્દ્રભાઈ ને સમજાવતા - મોટાભાઈ આપણા ઘરની ઈજ્જત નો સવાલ છે ને અજયભાઇ જેવા સારા માણસ સાથેના સબંધ અને વિશ્વાસ ની વાત છે આપણે જાણીએ છીએ કે સુરેશે જે ધંધો કર્યો એમાં કાંઈ કમાયો નથી અને હાલ એની જોડે પૈસા નથી તો આપણે આપવા પડે. ઘણા સમજાવ્યા પછી પણ મહેન્દ્રભાઈ પૈસા આપવા તૈયાર નથી થતા આથી અજયભાઇ ગુસ્સે થઈ જુઓ તમારા ઘરનું તમે જાણો મને મારા પૈસા ના મળ્યા તો પછી હું સબંધ શરમ ભૂલી જઈશ ને સુરેશ પર હાથ ઉપાડવો પડશે. મહેન્દ્રભાઈ અજયભાઇ સામે જોઈ ને હા તમારે જે કરવું હોય એ કરજો એની જોડે પણ અહીં મારી દુકાને એની વાત લઈ ક્યારેય ના આવતા. આ સાંભળતા જ ચંદુ શાંત પાડવાની કોશિશ કરે છે પણ અજયભાઇ ત્યાંથી ગુસ્સે ભરાઈ ને નીકળી જાય છે. અજયભાઇ ને ગયા પછી ચંદુ મહેન્દ્રભાઈ ને બોલે છે કે તમે આ બોલ્યા એનું પરિણામ શુ આવશે જાણો છો? નથી ને અજયભાઇ સુરેશ ને મળશે ને ક્યાંક મારામારી કરશે તો? મહેન્દ્રભાઈ ચંદુ ને જવાબ આપતા અજયભાઇ ને સુરેશ ને જે કરવું હોય એ કરે અને તુ પણ મારા ત્યાં આવા ડખા લઈને ના આવીશ. ચંદુ ઉદાસ ચહેરા સાથે ઘર તરફ નીકળે છે.

આગળ ચોથા ભાગમાં...