jina isiska naam hai books and stories free download online pdf in Gujarati

જીના ઇસિકા નામ હે..

પુરપાટ ઝડપે કાર ચાલી રહી હતી..ધરમપુર થી પૂર્વ પટ્ટી ના ગામોમાં તરફ ધીમે ધીમે જેમ જેમ કાર આગળ વધતી હતી એમ એમ રસ્તા ના વળાંકો સર્પાકાર ક્યાંક ઉપર તો ક્યાંક નીચે ઢાળ માં ઉતરતા હતા દૂર થી એક નદી નો બ્રિજ દેખાયો લાગ્યું અહીં ક્યાંક અલ્હદક નજારો હશે પણ...આશા સાવ ઠગારી સાબિત થઈ ..રોડ ને ચીરી ને બ્રિજ નીચે થી વહેતી નદીમાં માં પાણી નું એક ટીપું નોહતું માત્ર ને માત્ર કાળા પથ્થરો જાણે હસી હસી ને કહી રહ્યા હોય ..હજુ ઝાડ કાપો કુદરત ને નુકશાન કરો એટલે વરસાદ જરૂર આવશે ..હજુ તો આ પથ્થરો નો વિચાર મસ્તીસ્ક માં પૂર્ણ થાય એ પહેલા જ બ્રિજ પણ પૂર્ણ થયા ગયો અને કાર પુરપાટ ઝડપે એક ઘાટ ચડી જમણી તરફ વણાંક કાપ્યો ..ત્યાં તો મારી સીધી નજર એક રોડ ઉપર પડી અને જોઈ ને અચરજ પણ થયું ..એક બ્લુ કલર નું અર્ધ ફાટેલું તૂટેલું ખમીસ પહેરેલું પેન્ટ નહિ પણ ટૂંકી ખાખી ચડ્ડી ..માથે મોટો પાણી નો તામડો..(મોટું બેડું) છલોછલ ભરી ને હાંફી હાંફી ને ટેકરો ચડી મુખ્ય માર્ગ ને કિનારે એક તરફ ચાલતો જઈ રહેલા એક પુરુષ નજરે પડ્યો પેહલી નજરે તો એ માત્ર પાણી ની સમસ્યા થી પડકાર આપી તેની સામે લડી રહ્યો હોય એમ જણાતું હતું ..પણ..અસલ માં પરિવાર વિના અને કુદરત ની ઢોલ ધપાટ થી ખૂબ દુઃખી હતો ..પરસેવે રેબઝેબ થયેલ આ પુરુષ ..ગામ નો ..(સોમલો )હતો ..કુદરત ની થપાટ ખાઈ ને જીવતો વ્યક્તિ કેટલો લાચાર હોય એ એના ચહેરાની લકિરો કહી રહી હતી
કેટલાક વર્ષો પહેલા સોમલાને ઘર માં ખૂબ આનંદ પ્રમોદ હતો માતા તો એ માત્ર 5 વર્ષ નો હતો ત્યારેજ સ્વધામ સિધારી ગઈ હતી એટલે માતૃપ્રેમ જે મળવો જોઈએ એ પણ એને મળી શક્યો નહિ જુવાની ની ઉંમરે સોમલો મોટો થયો અભ્યાસક્રમ પણ માત્ર 5 પાસ એટલે એને બિચારા ને કોઈ નોકરી ઉપર પણ રાખી શકે નહીં ..બેટંક ભોજન માટે સોમલો લોકોના ખેતર માં હળ જોતરતો કે ખેતરે ચાર વાઢતો આમ ગુજરન ચલાવી ને સાંજ ને છેડે બે પૈસા મળે એટલે ઘરે આવતો અને આવ્યા બાદ ઘર માં કોઈ સ્ત્રી ના હોવાથી ઘર કામ કરતો પિતા ની વય પણ વધી ગઈ હોય રસોઈ બનાવવી પિતાને ભોજન કરાવવુ વાસણો સાફ કરવા પાણી ભરવું જેવા કર્યો એના ભાગે આવ્યા હતા નજીકમાં આવેલા લુહેરી ગામ ની એક સુશીલ કન્યા સાથે એના લગ્ન થયા એને મન હતું કે હવે તમામ ઘર ની જવાબદારી સરલા માથે લઈ લેશે અને બન્યું પણ એવું જ સરલા એક માધ્યમ વર્ગીય પરિવાર ની દીકરી હતી એને પણ માતા પિતા નો સર્વગવાસ થઈ ગયો હોય કાકા ને ત્યાં રહી ને ઉછરી હતી એટલે સોમલા ને ઘરે આવતા ની સાથેજ ઘર ની તમામ જવાબદારી ઓ એને માથે લઇ લીધી પણ એવા માં સોમલા ના પિતા નું અવસાન થયું..પિતા ની હિંમત અને જે પીઠબળ મળતું એ પણ લુપ્ત થઈ ગયું પિતા ને ગયા બાદ માંડ એક વર્ષ થયો ને કુદરતે એના ઘર માં જાણે નવુ મહેમાન મોકલવાનો અણસાર દીધો ..સોમલા ની ખુશી નો પાર ન રહ્યો અનેક લાગણીઓ ઉભરાઈ સપના ઓ જોઈ રહ્યો કારણ કે એના વંશજ નો વારસદાર આવનાર હતો કેમે કરી ને સોમલા એ પત્ની ને સુવાવડ માટે હોસ્પિટલ લઈ ગયો ..સોમલો હોસ્પિટલ ની બહાર ખૂબ સારા સમાચાર સાંભળવા આતુર હતો ને ડોક્ટરે પણ ગણતરીના કલાકો માં પુત્ર રત્ન પ્રાપ્ત થયુના સમાચાર આપ્યા સોમલા ની આંખો ભરાઈ આવી નાનકડા હાથ એ નાની નાની આંગળી ઓ નાનકડું મોઢું ખોલી ને આળસ મરડી ને બગાસાં ખાતું નવજાત શિશુ નોં સ્પર્શ જાણે ગુલાબ ની પાંખડીના સ્પર્શ થી ઓછો નોહતો.. પણ દવાખાના ના બિલ ક્યાં થી અને કેવી રીતે ભરવું એ એક વિકટ પ્રશ્ન હતો ગામના લોકોએ મદદ કરી પણ તેમ છતાં 5000 રૂપિયા ખૂટી પડ્યા સોમલા માટે 5000 નો આંકડો એટલે 5 લાખ કરતા વધારે હતો રોજના 400 રૂપિયા મજૂરી મેળવતો વ્યક્તિ 5000 એક સાથે કેવી રીતે મેળવી શકે આખરે ગામ ના ડેપ્યુટી સરપંચ જેવા ભલા માણસે મદદ કરી અને તે બાળક અને પત્ની ને ઘરે લઈ આવ્યો પણ કુદરત કઈ અલગ જ કરવા બેઠી હતી પત્ની ને ઘરે આવ્યા બાદ તેની તબિયત સ્વસ્થય થવાને સ્થાને વધુ ને વધુ બગડી રહી હતી ન તો તેના થી ઘર નું કામ કરાતું હતું કે ન અન્ય કોઈ, સોમલો ફરી થી તેની મૂળ સ્થિતિ માં આવી ગયો પત્નીની બીમારી માટે અનેક દવાખાના ની લાંબી રઝળપાટ બાદ એક દિવસ ડોક્ટરે કહ્યું તમારી પત્ની સિકલ સેલ ની બીમારી ની શિકાર છે એટલે એમની કાળજી વધુ લેવી પડશે..સોમલા માટે સરલા ની જિંદગી ખૂબ મહત્વની હતી પણ ..આખરે એક દિવસ એજ થયું સરલા પણ એના 5 વર્ષ ના પુત્ર ને મૂકી ને સર્વગે સિધાવી ગઈ ..સોમલા ને માથે ઘર ની જવાબદારી તો છોડી જ ગઈ સાથે સાથે બાળક ની પણ ..જેને કારણે સોમલો ફરી મૂળ સ્થિતિ માં આવી ગયો ઘરે કોઈ ના હોવાથી ઘરકામ.રસોઈ કામ બાળક ને રાખવું જેવા દરેક કામ એ કરતો હતો ધરમપુરના ગામોમાં પીવાના પાણી ની સ્થિતી ખૂબ જ વિકટ હોય મહિલાઓ પણ 3 કિમિ ચાલી ને જતી હોય સોમલો પણ માથે દેગડો મૂકી ને 3 કિમિ ચાલી ને પાણી લેવા દરરોજ રોડ ના કિનારે કિનારે ચાલી ને જતો અને આજે એ મારા કેમેરા માં કેદ થઈ ગયો ...મોરલ ઓફ ધી સ્ટોરી કે કુદરત ની થપાટ ઝીલી ને પણ સોમલા જેવા વ્યક્તિત્વ જિંદગી સામે બાથ ભીડી ઝઝુમી લે છે .પણ મોઢે થી ક્યારે પણ એને દોષ નથી આપતા

.રાજેશ ખન્ના ની જાણીતી ફિલ્મ આનંદ નો એક ડાયલોગ્સ છે ..બાબુ મોસાઈ હમ સબ તો રંગ મંચ કી કઠપુટલીયા હે ..ઓર ઉસકી ડોર ઉપરવાલે કે હાથ મેં ...કબ કોન આયેગા કબ કોન જાયેગા ..યે સબ વો જનતા હે ..