Priya - 2 books and stories free download online pdf in Gujarati

પ્રિયા - ભાગ 2

પ્રિયા મેનેજરની કેબીન માં ગયી તો ત્યાં જે રવિ સાહેબે તેનો ઇન્ટરવ્યુ લીધો હતો તે અને એક બીજા બેન પણ બેઠાં હતાં તેમણ સોનેરી ફ્રેમના નંબરનાં ચશ્માં પહેર્યાં હતાં તેમની ઉંમર પીસ્તાલીસ થી પચાસની દેખાતી હતી પરંતું તેમણ શરીર સાચવી જાણ્યું હતું તેમના મોઢાનુ તેજ એવું હતું કે પ્રિયા અંજાઇ ગયી. જોકે રવિ એ તેની ઓળખાણ મીસ પ્રિયા કહીને આપી અને ન્યુ એકાઉન્ટન્ટ. એટલે તેમણ કોલ બેલ દબાવી અને એક પ્યૂન આવ્યો. અને કહે આ મીસ પ્રિયા છે અને તેમને તેમનું ટેબલ બતાવી દે હુ આવું છું
અને પ્રિયા તેની સાથે ચાર નંબરનું ટેબલ ખાલી હતું ત્યાં ગયી અને બેઠી અને હોટલનું પાણી પીધું. એટલામાં રવિ સાહેબ આવ્યાં અને એક ફાઇલ ખોલી બતાવી. આમાં આપણે ખરીદ કરીએ તે આઇટમોનુ લેટેસ પ્રાઇસ લીસ્ટ છે. અને આમાં ખરિદાયેલ આઇટમના બીલ . તમારે તે ટેલી કરી સહી કરી દેવાની. ફેરફાર લાગે તેને પીન આઉટ કરી મારી પાસે મોકલી દેવાના.
અને પ્રિયા એ પહેલાં દિવસથી જ કામ શરૂ કરી દીધું અને બે ફાઇલ ચેક કરી લગભગ આઠેક બીલ ક્વેરી માટે જૂદા કાઢ્યાં અને રવિ સાહેબને મોકલાવ્યા. અને પછી તો રોજે રોજ બધી ફાઇલો આવતી ગયી અને ચેક થતી ગયી. એક મહિનાને અંતે લગભગ એક લાખ રૂપિયા જેવું કૌભાંડ નજરમાં આવ્યું.
આ પછી દરેક ઓફીસોની ફાઇલો ઓનલાઈન મંગાવવામાં આવી. કારણ કે "ઇગલ ઇન્ટરનેશનલ "ની બધાં બહું શહેરોમાં હોટલો હતી અને એટલી જ મોટી તેની નામનાં હતી. તેનાં એક સાદા રૂમની એક નાઇટ હોલ્ટની કિંમત પંદરસો થતી અને કેટેગરી વાઇઝ તેમાં સગવડો વધતી અને તે હિસાબે ચાર્જ પણ વધતો. કોઇ દિવસ કોઈ પણ ગ્રાહકને ફરીયાદ કરવાનો ચાન્સ નહોતો અપાતો.
કંપની ની બ્રાન્ચ કેનેડા માં અને ઇંગ્લન્ડ માં પણ હતી. પ્રિયા રોજ આવી તેનાં ઓફીસના કામની વાત તેની ભાભીને કરતી. આખરે તે ભાભી ઓછી અને સહેલી વધારે હતી. તેની ભાભીએ માર્ક કર્યું હતું કે પ્રિયા ની દરેક વાતમાં રવિ સાહેબની વાત આવતી જ. મતલબકે તે વેલ ઇમ્પ્રેસ્ડ હતી.
આમ છ મહીનાનો સમય પસાર થયો અને ફરી એકવાર પ્રિયાને મેનેજરની ઓફીસમાં બોલાવામાં આવી. પ્રિયા થોડી ગભરાયેલી હતી. પરંતુ કેબીનની અંદરનુ વાતાવતણ જોઈને તેને અનુમાન આવી ગયું કે મેટર સીરીયસ નથી. તેને પૂછવામાં આવ્યુ કે તેને અહીં છ મહીના થયાં અને તે કંપનીના કામ થી અને તેનાં પગારથી ખૂશ છે કે કેમ?
અને પ્રિયા નો જવાબ હતો., કામતો મારી ધારણા અને મરજી મુજબનું આવે છે એટલે સંતોષ છે કોઈ તકલીફ નથી. અને રહી વત પગારની તો દરેક એમ્પ્લોયી ને તે ઓછો લાગતો હોય. પરંતુ "ઇગલ ઇન્ટરનેશનલ"ના વહીવટથી મને સંતોષ છે. આઇ એમ થેન્કફુલ ટુ મેનેજમેન્ટ.
અને પ્રિયાને સાંજે ફરી એજ 'સનરાઇઝ ' હોટલમાં સાંજે મીટીંગ માટે બોલાવામાં આવી. આ વખતે રવિની સાથે પેલા મેમ પણ હતાં જે મેનેજરની ઓફીસમાં જોવામાં આવતાં. તે કોઈ કોઈ દિવસજ દેખાતા. આજે તેમણે ફ્સ્ટકલાસ ગ્રીન કલરની સાડી ગૂજરાતી સ્ટાઇલથી પહેરી હતી. અને તે એક ટેબલ પર પહેલેથી બેસેલા હતાં અને રવિ તેને ગેટ પરથી ટેબલ સૂધી દોરી ગયો હતો. પ્રિયા હજુ એજ મૂંઝવણમા હતી કે આ લોકો આવી મીટીંગ ઓફીસમાં નહીં અને અહીં હોટલમાં જ કેમ રાખતાં હશે?
તે આવી એટલે એક ફેમીલી પેક કાજુ દ્રાક્ષ નો ઓર્ડર થયો ઇન થ્રી પ્લેટ. અને બીજી મીનીટે તે સર્વ પણ થઇ ગયો. અને થોડીવારે મેમ સાહેબે પૂછ્યું કે આ વહીવટમાં ક્યાં ક્યાં સુધારા કરવા જેવાં છે. અને પ્રિયા ની સીધી વાત હતી કે દરેક શાખા અલગ અલગ ખરીદી કરે છે તેથી આ ટાઇપની મૂશ્કેલી આવે છે તેનાં બદલે એવી બધી આઇટમ્સ છે જે આપણે મોટાં લોટમાં ખરીદી શકીએ અને જરૂર મૂજબ દરેક જગ્યાએ મોકલી આપીએ તો બધી જગ્યાએ એક સરખી જ કવોલીટી મેન્ટેઇન કરી શકાય.
એટલે મેમ કહે. 'ધીસ પોઇન્ટ મસ્ટ બી નોટેડ ' અને તે પછી મેમે પ્રિયાને તેની ફેમીલી વિશે બધી માહિતી પૂછી. અને પ્રિયા એ તેનાં ભાઇ ભાભી અને મમ્મી પપ્પાની જાણકરી આપી. અને થોડી બીજી રાજકારણ ની વાતો થયી. અને બધા છૂટાં પડ્યાં