silent Love - 6 books and stories free download online pdf in Gujarati

સાયલન્ટ લવ - 6

આગળ ના અંક મા જોયું કે સ્વીટી પોતાની ફિલિંગ કહી દે છે પણ ખૂબ જ ડર પણ અનુભવે છે.હવે આગળ મિત્રો હું લેખક તો નથી.પણ બધાની નોવેલ વાંચી મને પણ થોડું લખવાની પ્રેરણા મળી એટલે આ સાચી લવ સ્ટોરી મારી ભાષા મા લખવાની કોશિશ કરું છું.

સ્વીટી તો પોતાના મનની વાત કહી દે છે.પછી તો એકબીજા વિશે જાણવાની કોશિશ કરે છે. બિટ્ટુ સ્વીટી ને ખૂબ જ પ્રેમ કરતો હોય છે. બિટ્ટુ સ્વીટી નો બધો ડર દૂર કરી દે છે.સ્વીટી પણ નિશ્ચિત થઈ જાય છે.બંને કાયમ માટે અને એક બીજા માટે જ જનમ લીધો હોય એવું બંને લાગવા માંડ્યું. ટ્રેનિંગ પૂરી થવાનો સમય નજીક આવતો જાય છે.હવે તો સ્વીટી ને પણ બીટ્ટુ ને મળવાની ખુબજ ઈચ્છા હોય છે.બંને ફક્ત વાતો થી જ એક બીજા ને જોયા વગર જ પ્રેમ કરે છે. આ સમય માં કોઈ પાસે સ્માર્ટ ફોનના હોય એવું હોય જ નહિ.પણ સ્વીટી પાસે સ્માર્ટ ફોન નોતો એટલે બીટ્ટુ એને જોયા વગર જ ચલાવી લેતો. ટ્રેનિંગ પૂરી થાય છે.સ્વીટી ફરી એ શહેરમાં આવે છે.થોડું દુઃખ થાય છે.કેમ કે આ શહેર સ્વીટી ના ઘર થી ખુબજ દૂર હતું.પણ આ સમયે એ બીટ્ટુ હતો.એટલે એને પેલા જેટલું દુઃખ નોતું લાગતું.સ્વીટી આવવાની હોય છે. બિટ્ટુ તો ખુબજ ખુશ હોય છે. નવ મહિના પછી એ સ્વીટી ને જોવા મળશે.નવ મહિના સુધી જેમ મા પોતાના બાળકને જોયા વગર જ પ્રેમ કરે છે.તેમ બીટ્ટુ પણ સ્વીટીને નવ મહિના સુધી જોયા વગર જ પ્રેમ કરે છે.સ્વીટી રાત્રીના નીકળવાની હોય છે.બિટ્ટુ ને તો ક્યારે સવાર પડે એની રાહ જોવે.બિટ્ટુ ને તો ઊંઘ પણ આવતી નથી.અને સ્વીટી ને મેસેજ કરે કેટલા વાગે પોહચો તમે . સ્વીટી બીટ્ટુ ને કહે અમે સવારે આવશું.તમે સૂઈ જાવ બીટ્ટુ કહે છે.મને ઊંઘ નહિ આવતી હું તને જ્યાં સુધી નહીં જોવ મને શાંતિ નહિ થાય.મિત્રો બીટ્ટુ સ્વીટી ને ખૂબ જ પ્રેમ કરતો હોય છે.સ્વીટી પણ બીટ્ટુ ને ખૂબ જ પ્રેમ કરતી હોય છે.આ નવ મહિના દરમ્યાન બંને એક બીજા ને સારી રીતના જાણી લીધા હોય છે.બિટ્ટુ સ્વીટી ને પૂછ્યા વગર કોઈ કામ કરે નહિ.સ્વીટી ને એના દિલ દિમાગ મા એટલી હદે પોતાનામાં સમાવી લીધી હતી.પણ સ્વીટી બીટ્ટુ ને સમજાવતી કે તમે આટલું બધો મને પ્રેમ ના કરો મને ખુબજ ડર લાગે છે.કે જે સાચો પ્રેમ કરે એને કોઈ દિવસ મળતા નહિ.સ્વીટી એવી વાતો કરતી.બિટ્ટુ તેને સમજાવતો કે. આ બધું ફિલ્મો મા થાય આપડે એવું કાઈ નહિ થાય.બિટ્ટુ બોવ મોડું થઇ ગયું.અને ફોન ચાલુ રાખી વાતો વાતો મા ઊંઘી જાય છે. સ્વીટી તો જાગે જ છે.સવાર પડે અચાનક બીટ્ટુ ની ઊંઘ ઉડી જાય છે.ફોન જોવે છે તો ફોન ચાલુ જ હોય છે સ્વીટી ને પૂછે ફોન કટ નહિ કરીયો.સ્વીટી કહે ના હું તમને મહેસૂસ કરતી હતી.તમારા શ્વાસ માં હું ખુદ ને અનુભવતી હોય એવું મને લાગ્યું.બિટ્ટુ કહે ક્યાં છો તું અત્યારે તો પોહચી ગઇ હશે તું.સ્વીટી જવાબ આપે છે.હા હું પોહચી ગઈ છું.અનેં આજે અમારે આરામ કરવાનો છે. ગ્રાઉન્ડ મા નહિ આવવાનું. બિટ્ટુ કહે તો હું તને જોઈ કઈ રીતના સ્વીટી કહે છે બપોરે જમવા ના સમયે હું જમવા આવીશ અત્યારે તમે જાવ બાકી સજા થાશે.બિટ્ટુ તો મોઠું ચડાવી ને જતો રહે છે.એને તો ચેન નહિ પડતું કે ક્યારે સ્વીટીને જોવ.નાસ્તાનો બ્રેક પડે છે.બિટ્ટુ તરતજ એના ફ્રેન્ડ ને કહે આજે હું નાસ્તો લેવા આવું તારી સાથે કેમ કે જે જગ્યા એ સ્વીટી રહેતી હોય ત્યાં જ બાજુમાં રસોઈ ઘર હોય છે.બિટ્ટુ તો તરત જ ચાલવા માંડે છે.અને સ્વીટી ને ફોન કરે છે કે તું બહાર નીકળ હું આવું છું.સ્વીટી પૂછે ક્યાં તો કહે છે કે હું નાસ્તો લેવા આવું છું.મને તને જોયા વગર નહિ ચાલે બસ તું બહાર આવ.સ્વીટી બહાર આવે છે.બિટ્ટુ સ્વીટીને જોઈ ને શાંતિ થાય જેમ એક મા ને પોતાના બાળક ને જનમ આપે અને જે ખુશી થાય એટલી જ. ખુશી એને થાય છે.સ્વીટી પણ બીટ્ટુ ને જોઇને ખુશ થાય છે.દિવસો આમને આમ જ નિકળે છે. બિટ્ટુ તો સ્વીટી ને જોયા જ કરે બસ એનું મન બીજે લાગે જ નહિ . સ્વીટી રજા પર ઘરે જાય છે.બિટ્ટુ એને ખુબજ આગ્રહ કરે છે.મળવાનો ખુબજ મનાવવા પછી સ્વીટી માની જાય છે.સ્વીટી ને 8.30વાગ્યા ની બસ હોય છે.સ્વીટી 7.00વાગે નિકળી જાય છે.અને બિટ્ટુ ની રાહ જોવે છે.બિટ્ટુ તો જમ્યા વગર જ નિકળી જાય છે.બંને એક જગ્યા પર મળે છે.બંને એક બીજા ના દિલ ની વાત કહ્યા પછી પેહલી વાર મળે છે.સ્વીટી ખુબજ સંકોચ અનુભવતી હોય છે.એને પણ એવું વિચાર્યું હતું.કે બધાની જેમ એ વસ્તુની ઈચ્છાના કહે તો સારું બીટ્ટુ ખુબજ શાંતિ થી સ્વીટી ને કહે છે.કે મે તને પ્રેમ કરીયો છે.અને દિલ થી અને તારી રુંહ ને પ્રેમ કરીયો છે.જીસ્મ માટે પ્રેમ નહિ કરીયો.બાકી નવ મહિના સુધી જો હું તને જોયા વગર જ પ્રેમ કરતો હોય.સ્વીટી બીટ્ટુ ની આ વાત સાંભળી નિશ્ચિત થઈ જાય છે. બંને બેસે છે નદી કિનારો હોય છે.બંને ખુબજ રમણિય વાતાવરણ બેસી ને એક બીજાને નિહાળે છે.સમય કેમ પસાર થઈ જાય બંને ખબર જ નહિ રહેતી. સ્વીટી બસનો સમય થાય છે. પહેલી વાર સ્વીટીને પોતાના ઘરે જવાની જલદી નહિ.પણ બીટ્ટુ થી દૂર. જવાનું દુઃખ થાય છે.બિટ્ટુ સ્વીટીને બસ સ્ટોપ સુધી મુકવા જાય છે.અને સ્વીટી બસમાં બેસી નિકળી જાય છે. બિટ્ટુ ના જીવનું તો આ એક સ્વપ્ન જેવું લાગતું હતું.પણ એ હકિક્ત હતું.બીટ્ટુ સ્વીટી ના પ્રેમ મા એટલો બધો આગળ નીકળી ગયો હતો કે હવે એને ખુદનું ભાન ના હતું.સ્વીટી હવે એનો શ્વાસ બની ગઈ હતી.સ્વીટી પણ બીટ્ટુ ને પ્રેમ કરતી હતી.બસ બંને ની પ્રેમ કહાની ખૂબ જ સરસ ચાલતી હતી.પણ આખરે સ્વીટી ની વાત સાચી પડી કે સાચો પ્રેમ કરનાર ક્યારે પણ એક બીજા સાથે નથી રહી શકતા.
મિત્રો એવું તો શું બન્યું કે સ્વીટી એ કહેલી વાત સાચી પાડવા લાગી...............