silent Love - 7 books and stories free download online pdf in Gujarati

સાયલન્ટ લવ - 7

માફ કરજો મિત્રો હું ખૂબ જ કામ મા હોવાથી આ અંક લખવામાં થોડો સમય લાગી ગયો.આગળ ના અંક મા જોયું કે સ્વીટી ઘરે જાય છે
સ્વીટી ને ચાર દિવસની રજા પર જાય છે.તે દરમ્યાન તે ઘરે ખૂબ જ સારી રીતે રહે છે.કોઈ ને ખબર ના પડે એવી રીતના તે વાતો કરે છે બીટ્ટુ સાથે ચાર દિવસ તો ખુબજ જલ્દી થી પસાર થઈ જાય છે. સ્વીટી સરકારી નોકરી મળવાથી ખુબજ ખુશ હોય છે.જે પ્રેમ, ઈજ્જત એને નાનપણ મા ના મળી શક્યું તે એને અત્યારે મળે છે. સ્વીટી નું ગામ નાનું હોય છે.તેના પરિવાર મા તે અને એના ભાઈ બંને સરકારી નોકરી કરતાં હોય છે.તેમના પાપા નું નામ ખૂબ જ રોશન કર્યું હોય છે.૧૫મી ઓગસ્ટ ના દિવસ સ્વીટીને સન્માન કરવામાં આવે છે.૧૯ વર્ષે જ નાની ઉંમર માં નોકરી લેવા બદલ ગામ લોકો તરફથી સનમાન કરવામાં આવે છે.સ્વીટી ના હાથે ધ્વજ ફરકાવવમાં આવે છે.સ્વીટી ને આ મોકો મળતાં ખુબજ ખુશ હોય છે.સ્વીટી ફરી અમદાવાદ આવે છે.બિટ્ટુ બંને સરસ સબંધ ચાલે છે.સ્વીટી બીટ્ટુ ના મમમી સાથે વાત કરે છે.બંને એક બીજા ના પરિવાર ને ઓળખતા થાય છે.સ્વીટી ના ભાઈ અને બીટ્ટુ ને ગાઢ મિત્રો બની જાય છે.બધું બરાબર જ ચાલતું હતું.અને ખૂબ એક બીજા ને પ્રેમ કરતા હતા.પણ ભગવાન સામે કોઈ ચાલી શકતું નહીં. અચાનક સ્વીટી ને બીટ્ટુની સગાઇ ની વાત જાણવા મળી.સ્વીટીને તો કોઈ પણ પ્રકારનું ભાન જ ના રહિયું.સ્વીટી ખુબજ દુઃખી થાય છે. એ વિશ્વાસ નથી કરતી.અને થોડો સમય મા સ્વચ્છ થાય છે.અને એ જાણવાની કોશીશ કરે છે.એને એવી ઇચ્છા થાય કે બીટ્ટુ મને આ વાત સામે થી કહે પણ ઘણો સમય પસાર થાય છે.બિટ્ટુ આ વાત જ ક્યારે કરતો નથી .બિટ્ટુ ખૂબ જ દુઃખી થવા લાગે છે. અને સ્વીટી ની ધીરજ હવે પૂરી થાય છે. અને સ્વીટી એને કહે છે કે મે જે વાત સાંભળી છે તે સાચી છે.બિટ્ટુ કહે છે કહી વાત, સ્વીટી એને બધું કહે છે કે તમારી સગાઇ થઈ ગઈ છે ત્યારે બીટ્ટુ કાઈ જ બોલી શકતો નથી.અને હા પાડે છે પછી સ્વીટી પૂછે છે ક્યારે થઈ સગાઇ તો બીટ્ટુ એનો પણ ખોટો જવાબ આપે છે. કે હમણાં જ થઈ છે. જયારે સ્વીટી પાસે બધું પ્રૂફ હોય છે. માણસ ને સૌથી મોટું દુઃખ ત્યારે થાય છે.જ્યારે આપડે બધું સાચું જાણતા હોય અને છતાં માણસ નિખાલસતા થી ખોટું બોલે.સ્વીટી તો ખૂબ જ દુઃખી થાય છે.સ્વીટી અને બીટ્ટુ ના ઝગડા શરૂ થાય છે.હવે સ્વીટી બીટ્ટુ ને બધું સબૂત બતાવે છે.બિટ્ટુ ની સગાઇ ને ત્રણ વર્ષ થઈ ગયા હોય છે.અને જ્યારે બીટ્ટુ ટ્રેનિંગ મા હોય ત્યારે સગાઇ નું આયોજન કરેલ.સ્વીટી આ વાત થી સાવ અજાણ હતી.સ્વીટીને ખુબજ મોટો ધક્કો લાગ્યો કે બીટ્ટુ મારો વિશ્વાસઘાત કર્યો છે.મારી ફિલિંગ સાથે આવું કર્યું. સ્વીટી ના જમવાનું ના સૂવાનું સ્વીટી ની ફ્રેન્ડ ને બધા તે ચિંતા થવા લાગી કે અચાનક આને શું થયું.બધા ખુબજ જાણવાની કોશિશ કરે છે.પણ સ્વીટી કોઈ ને જણાવતી નહિ અંદર અંદર દુઃખી થાય. સ્વીટી ની તબિયત બગડે છે ગમે ત્યારે ગમે તે જગ્યા એ ચક્કર આવે બે ભાન થવા લાગે.સ્વીટી ખૂબ જ દુઃખી થાય છે.બિટ્ટુ ને કોલ કરે છે કહે છે કે તમે મારી સાથે આવું કેમ કર્યું.તમારી સગાઇ થઇ ગયેલી હતી તો મારી સાથે કેમ આવું કર્યું મને જાણ કેમ ના કરી તમે બીટ્ટુ બોવ માફી માગે છે. એ સ્વીટી ને હકીકત કહે છે સાચી કે મારી સગાઇ થી ગઈ પણ મે ક્યારે એની હારે વાત નહિ કરી કે મે એને ક્યારે પોતાની મા ની જ નહિ. હું તને પ્રેમ કરું છું. એને નહિ.તો સ્વીટી વાત છુપાવવાની જરૂર કેમ પડી મારો વિશ્વાસ તો તોડિયો પણ માં બાપુ નો પણ છોકરી નો શું વાંક જવાબ આપો.બિટ્ટુ ખુબજ સમજાવે છે.સ્વીટી ને કોઈ પણ અર્થે સ્વીટી માનતી જ નહિ. મિત્રો માણસ તમારા વિશ્વાસ ઉપર ચાલતું હોય છે.બિટ્ટુ સ્વીટી ને પ્રેમ ખૂબ જ કરે છે હવે એના વગર જીવવું બીટ્ટુ ને શક્ય જ નોતું પરંતુ એક જ ભૂલના લીધે અહી કેટલા માણસો ના જીવન પર અસર પડે એ આપડે આગળ ના અંકમાં જોશું.