kavysetu - 7 in Gujarati Poems by Setu books and stories PDF | કાવ્યસેતુ -7

કાવ્યસેતુ -7

ભોલી

વિદાય ના આંસુ હતા મારી આંખમાં ને,

એના ડુસકા હતા તારા હૃદયમાં,

એ ભોલી સુરત ભુલાતી નથી હજી,

આપણે ઋણાનુબંધ એવું તે ચૂકવ્યું,

હું કશું કહું ન છતાંય તને,

ને તું સાંભળી લે વગર કહ્યે…

સાથે વિતાવેલા પળોની મોહતાજ જ,

આજે યાદો માં વણાઈ ગઈ,

એ સંભારણા આજેય ભૂલતા નથી.

માટીમાં રમેલી ધૂળી એ રમતો,

દોસ્તો સંગ રમેલી સંતાકૂકડી,

હર હંમેશના સંગાથી નથી બનતી.

ભણતરના ભરમાં ભૂલ્યા વગર,

તને આવડે તો જ મને આવડે,

તોય હવે જિંદગી ભણી નથી શકતી,

સપનાઓ ઘણા જોયા સાથે આપણે,

રોજ પુરા થાય છે છતાંય,

તું એની સાક્ષી નથી બની શકતી,

આટલા દૂર થઇ જઈશું એ ક્યાં ખબર હતી?

પિયુ સંગ સવારી જિંદગી ચેન થી,

તોય તારી સાથે ઘરગટ્ટા તો નથી રમી શકતી!!!

'સેતુ' શ્વેતા પટેલ

(25/11/2015)

...............................................................

ટ્રેન ની રફ્તાર!

પુરપાટ રફ્તાર ટ્રેન માં,

હજારો મુસાફરોના કાફલામાં,

નિસારીને જોતા તેની મેદનીમાં,

અવનવા અજાણ્યા મહેરામણમાં,

કોઈ સ્વજન સાથી સંગ તો કોઈ એકલામાં,

પોતપોતાની મંજિલ ભણી,

સુખદુઃખ ના ભારા ઉપાડી,

ચાલી નીકળ્યા સૌ ટિકિટ લઇ....

કોઈ શાંતિ થી બારીમાં ડોકિયું તાણે,

તો કોઈ ઝીણવટ થી છાપું વાંચે,

વળી કોઈ ફેરિયાની આસ્વાદ માણે,

તો કોઈ પોતાના મોબાઈલમાં મશગુલ!

સ્ટેશન આવે,થોભે,

પોતાનું ઠેકાણું આવેને,

અલવિદા કહી દે સફરને,

દરેક યાત્રી અજાણ છતાં,

ન જાણે એ ટાણે હમસફર હતા!

અજાણ્યે સંગ સેવતા પરસ્પર,

દોડતી ટ્રેન ની ચીલઝડપમાં!

'સેતુ' શ્વેતા પટેલ

(20/04/2013)

..............................................................

રહેશે....

આવી જ રહેશે તું મારા માટે,

ભલેને દૂર ઠેકાણા હશે,

તો પણ તું કરીબ જ રહેશે....

નાની શી વાતે ટોકતી,

ને સાચું ખોટું શીખવતી,

નાની છતાં ગાઈડ બની રહેશે...

તારી ને મારી આ અમીભરી સગાઈમાં,

સ્નેહ અતૂટ અચળ રહેશે...

ગુસ્સો નાક પાર લઇ ને,

સમજણ નો સાર સાચવીને,

ઘરની સૌની લાડકી બનીને,

મારી સૌથી વ્હાલી રહેશે...

દરેક વાત નિખાલસ કહેવા,

તું મારા મનના ઊંડાણમાં રહેશે...

પરસ્પર સમજવાના 'સેતુ'માં,

તું મારાથી નાની છતાં,

મારાથી મોટી જ રહેશે।..!

'સેતુ' શ્વેતા પટેલ

(25/04/2013)

........................................................

મીલીભગત

ઘરઘટ્ટા રમતા'તા ત્યાર થી માંડી ને,

સ્કૂલના દરેક પગલે થતી મસ્તીમાં,

નાની પાવલીની ચોકલેટ થી માંડીને,

સવાર સાંજના નાસ્તાની શેરીંગમાં,

મમ્મીને હેરાન કરવામાં પણ,

આપણી મજાની મીલીભગત...

પપ્પાના ખભે ચડવાની સ્પર્ધાથી માંડીને,

રમકડાં ન ભરવાની લડાઈમાં,

લેસન કરવાની ઝડપથી માંડીને,

કલાસ માં મોનિટર બનવાના પેતરાં માં,

આપણી મજાની મીલીભગત…..

નાના હતા ત્યારે રમકડાં,

હવે મેક અપ અને કપડામાં,

ને વળી શોપિંગ કરવા માર્કેટમાં,

ને બ્યુટી પાર્લર ના લટકામાં,

આપણી મજાની મીલીભગત...

'સેતુ' શ્વેતા પટેલ

(02/05/2013)

.................................................................

ઢળતી સાંજ

સાંજ નો ચાર થી સાત નો સમય,

ખબર નહીં ક્યાં જતો રહે?

કામ હોય તો સમજ્યા,

નવરાશ પણ જાણે ક્યાં સમાઈ જાય?

બપોરની ગરમી જયારે રાત માં પલટાય,

ઠંડો પવન મીઠા ઝોંકા ખાય,

દિવસ ઢળતી સાંજના આરે હોય,

છતાં ઘણા કામ બાકી જ હોય,

ને આ સમય પુરપાટ દોડતો જ જાય....

બે ઘડી થમવાનું નામ જ ના લે!

ચા ની ચુસ્કી મારીએ ત્યાં જ તો,

જાણે રાત આવીને 'હેલો' કહી દે....

મન તો થાય રોજ રોકી લઉ,

મગજ માં કેદ કરી લાઉ,

પણ આંખના પલકારામાં જ છટકી જાય,

ને બીજા દિવસ ની રાહ જોવામાં જોતરી દે!!!

'સેતુ' શ્વેતા પટેલ

(06/05/2013)

................................................................

કિચન ….

કૂકરની સિટીનો તીણો અવાજ,

ને દાળની મીઠી આવતી સોડમ,

રણકતા વાસણોમાં કડછીનો કકળાટ,

વેલણ-ચીપિયાની મીઠી મસ્તી,

રોટલી વણતી ગૃહિણીની બંગડીનો રણકાર,

ને સાથે બીજી વાનગીઓના સંભારણા,

તેના પગરવમાં ઝાંઝર નો ઝંકાર,

પ્લેટફોર્મ પાર પડેલા વાસણો ની સજાવટ,

અસ્તવ્યસ્ત છતાં જાણે શુશોભિત જણાય,

પ્રગટેલા ગેસની ધીમી આંચની ઝાંય,

શાકના વગરનો છમછમાટ,

ને મીઠી મહેક મિષ્ટન્ન ની,

ચારે દિશામાં ઘૂમી વળતી...

ને ઘરના સભ્યોને ભૂખને જગાડી દેતી!

બેસિનમાં ખરડાયેલા એંઠા વાસણો,

પરવારી ગયા જાણે કામ કરી!

કિચન ની કામગીરીની માજા જ અનેરી!

'સેતુ' શ્વેતા પટેલ

(06/05/2013)

Rate & Review

Kamini Shah

Kamini Shah 3 years ago

Dhaval

Dhaval 3 years ago

Khyati Soni ladu

Khyati Soni ladu 3 years ago

Radhika Kandoriya