kaal sudhi - 1 books and stories free download online pdf in Gujarati

કાલ સુધી. - 1

"બસ, યાર કાલ સુધી.. કાલ સવારે તુ તારા આ સુંદર સપના માંથી જાગીશ એ પહેલાં..એ પહેલાં તો હું આવી જઈશ... પાકું યાર.. આજે જ આવવાનો હતો..પણ મમ્મી.. તને ખબર ને એ કેટલી ચિંતા કરે મારી.. બીલકુલ તારા જેવી જ છે યાર.. વરસાદ છે અત્યારે ધોધમાર એટલે નહીં આવવા દિધો..તુ સમજે છે ને? " વિરાટ ના આ શબ્દો હજી યાદ છે મને..

અને પછી મે આપેલ જવાબ પણ ક્યાં ભુલી સકી આજ સુધી "હા , બાબા સમજી ગય નિરાાંતે આવજે બસ.. પણ થોડો જલ્દી પણ આવજે.. હું રાહ જોઈશ ..તારી સવાર સુધી..કાલ સુધી.."

એ રાત વિતાવવી થોડી તો મુશ્કેલ હતી..પણ સુ કરું ફોન કરીને wish પણ ના કરી સકુ.. તેના ધરે કોઈને અમારા વિશે ખબર નથી...અને કાલે ૨ વર્ષ પુરા થવાના..અમાારે એટલે વીચાર્યું રાાહ જ જોવ કાલ સુધી...

આજે આ વાત ને પણ ૨ વર્ષ થય ગયા..ના એ આવ્યો..ના એની એ કાલ..

જીીંદગી પણ કેેેેંટલુ શીખવી દે છે ને..એક રાત નોતી જાતી જેના વગર એના વગર જીવન જાય રહ્યું છે..અને આજે પણ ક્યાંક ને ક્યાંક એની કમી અનુુભવી રહી છુ..

મે એની બોવ રાહ જોઈ બીજા દિવસે..પણ એ ના આવ્યો..આખો દિવસ પસાર થઈ ગયો ..અંંતે મે ફોન કર્યો
તેને..તેની બહેન એ ઉપાડ્યો .."કામ છે ભાઇ નું ? "
મે કહ્યુ..હા કાા છેે..
તો તેને કહ્યું..ઓકે.. કાલે વાત કરાવું ..byy.
કાલે કેમ એમ પુછુ એ પેેા ફોન કપાય ગયો..

હુ રાહ જોતી રહી..
બીજે દિવસે પણ કોઈ નો ફોન ના આવ્યો..
૨ દીવસ પછી પાછો ફોન કર્યો..
પાછો એ જ જવાબ..અને કાાય વધુ પુછુ એ પેલા ફોન કપાઇ જતો..
ખબર નહીં સુ હતુ આ બધું..એની કાલ કેમ આવતી જ ન હતી.. હજારો સવાલ પણ જવાબ આપનાર કોઈ નહીં.. કોઈ જ નહીં..

હુ દર ૨ દિવસે ફોન કરતી..અને આ જ વાત સાાંભળતી..આમ ને આમ ૨ મહિના જતા રહ્યાં હતાં..
હવે તે આવશે એવી આશા ન હતી..પણ આવુ કેેમ કરીી શકે તે જાણવાની તલબ તો હતી જ..

એને હું ૫ વર્ષ થી જાણતી હતી..એ આવો હતો જ નહીં..
છતાં હવે ખબર નહીં કેમ ..એ વિસ્વાસ ડગમગવા લાગ્યો..

પ્રેમ તો પહેલા જેટલો જ પણ શાયદ એ વિસ્વાસ નહીં..એના પાછા આવવાની ઉમ્મીદ તો ન હતી.. પણ દિલ આ બધું માનવા તૈયાર ન હતુ..
એ હજી પણ રાાહ જોવા માંગતુ હતુ..કાલ સુધી...

૨ મહિના થી વાત ન થઈ એ વ્યક્તિ સાથે જેના વગર ૨
દિવસ પણ ન ચાલતું..

તે કહે તો કે તેેા ધરેે લગન માટે મનાવવા અધરા છે..એના પપ્પા કેેમ માનશે ...પણ એને મને વિશ્વાસ
આપ્યો હતો કે માાી જ સાથે લગ્ન કરશે..

તો હવે શું થયું..

અંતે વિચાર આવ્યો કે તેના ધરે ફોન કરું.છેલી વખત.. છેલ્લી વખત પુછુ કે તે આવશે કે નહીં
કાલ સુધી....

ફોન કર્યો..તેની બહેન એ ઉપાડ્યો.. હંમેશા ની જેમ પુછ્યું કે ભાાઇ નુ કામ છે..
મે ગુસસા માં કિધુ ના નથી કામ..કાઇ જ કામ નથી.. એને કહેજે બસ છેલ્લી વખત રાાહ જોઉં છું..
આવવું હોય તો આવી જઈશ..કાલ સુધી માં..

અને આ વખતે મે સામે થી ફોન કાપ્યો..
એ ના આવ્યો..ના એનો ફોન..
બોવ ગુસ્સો આવ્યો.. ખોટા વ્યક્તિ પર વિશ્વાસ કર્યો એમ લાગયુ....

વિચાર્યું કે તેેે બધી યાદો મિટાવી દવ..

મે એ બધી વસ્તુ ફેેંકી દિધી..પણ દિલ માંથી કેમ દુર કરીશ તેને ? તેને આવુ શા માટે કર્યું?

આ જવાબ માટે બોવ જલ્દી આવશે..ભાગ-૨